અનુયાયીઓ

બુધવાર, 28 માર્ચ, 2012

કરાર આધારિત કાયદા અધિકારી માટે અરજી મંગાવાઈ


કરાર આધારિત કાયદા અધિકારી માટે અરજી મંગાવાઈઃ
સૂરતઃ 
ગાંધીનગર જિલ્લામાં જમીન મહેસુલ તથા નાણાકીય દાવાઓ સહિતના કલેક્‍ટર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સબળ રજુઆત તથા અસરકારક બચાવ થઇ શકે તે માટે કરાર આધારીત ફીક્‍સ પગારથી ૧૧ માસની મુદત માટે કાયદા અધિકારી તરીકે કામગીરી કરવા  ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવામાં આવી છે. આ અંગેની જોગવાઇ સરકારના મહેસુલ વિભાગના તા. ૬.૩.૨૦૧૨માં ઠરાવ કરવામાં આવેલો છે. આ અંગેની અરજુપત્રકનો નમુનો તથા અન્‍ય આનુષાંગીક માહિતી જિલ્લા કલેક્‍ટર કચેરી, ગાંધીનગર મહેકમ શાખા ખાતેથી કામકાજના દિવસો દરમિયાન રૂા. ૧૦૦ રોકડા/ચલણથી ભરપાઇ કરવાથી મળી શકશે. અરજી ફોર્મ મેળવવાની તથા સ્‍વીકારવાની છેલ્લી તા. ૧૦.૪.૨૦૧૨ છે.

સ્‍વામી વિવેકાનંદની ૧૫૦ અને સ્‍વામિનારાયણના ૨૩૧માં જન્‍મોત્‍વસ પર્વે સામાજિક જાગૃતિના ભગરૂપે સૂરતમાં રક્‍તદાન શિબિર યોજાયોઃ
સ્‍વામીનારાયણ ગુરુકુળ દ્વારા શહેરના નવ વિસ્‍તારોમાં યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં ૩૨૦૦ બોટલ રક્‍ત એકત્રિત કરાયું:
સૂરતઃ 
 સ્‍વામી વિવેકાનંદની ૧૫૦મી જન્‍મ જયંતિને રાજ્‍ય સરકારે યુવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ સ્‍વામીનારાયણ સંપ્રદાય દ્વારા શ્રી સ્‍વામીનારાયણ ભગવાનનો ૨૩૧મો જન્‍મોત્‍સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ બન્‍ને પ્રસંગોની ઉજવણીના ભગરૂપે સૂરત ખાતે આવેલા વેડરોડ સ્‍વામીનારાયણ ગુરુકુળ દ્વારા સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્‌ેશ્‍યથી એક રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ  ગુરુકુળ તથા શ્રી વલ્લભભાઈ સવાણી સંચાલિત ઇ.એમ. ચેરિટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે યોજાયેલા આ કેમ્‍પનું ઉદ્‌ઘાટન ગુરુકુળના મહંત ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ કર્યું હતું. આ રક્‍તદાન કેમ્‍પમાં ખૂબ મોટી સંખ્‍યામાં યુવાનો- મહિલાઓએ રક્‍ત અર્પણ કરી શ્રી સ્‍વામીનારાયણ ભગવાન અને સ્‍વામી વિવેકાનંદજીને કૃતાંજલી અર્પણ કરી હતી.
ગુરુકુળ ઉપરાંત શહેરના વિવિધ નવ વિસ્‍તારોમાં યોજાયેલા અલગ અલગ રક્‍તદાન કેમ્‍પમાં કુલ ૩૨૦૦ બોટલ રક્‍ત એકત્ર થયું હતું. રક્‍તદાન મહાદાનના સૂત્ર વચ્‍ચે આ કેમ્‍પમાં રક્‍તદાનને લઇ સમાજમાં ફલાયેલી ગેરમાન્‍યતાઓને દૂર કરવા માટે બેનરો લગાવવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે પહેલી એપ્રિલે રામ નવમીના દિવસે ભગવાન શ્રી સ્‍વામિનારાયણની રક્‍તતુલા કરવાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

રાંદેરનો મનોજ અસ્‍થિર મગજના કારણે ક્‍યાંક ચાલ્‍યો ગયો છેઃ
સૂરતઃ 
 રાંદેર પોલીસના જણાવ્‍યા પ્રમાણે રાંદેર ખાતે આવેલા રાધાકૃષ્‍ણ ફલેટમાં રહેતા પ્રવિણભાઈ જેઠાલાલ કંદોઇનો ૩૨ વર્ષિય અસ્‍થિર મગજનો પુત્ર મનોજ ગઇ તા. ૧૨મીના રોજ ક્‍યાંક ચાલ્‍યો ગયો છે. શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ, ૫.૩ ફૂટ ઊંચાઇ ધરાવતા મનોજે છીંકણી રંગનું શર્ટ અને કાળા રંગનું પેન્‍ટ પહેર્યું છે. આ યુવાન અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકમાં જાણ કરવા જણાવવામાં આવ્‍યું છે.

લીંબાયત પો.સ્‍ટે.ના બિનવારસી ૫૫ વાહનોની ૨૯મીએ જાહેર હરાજી કરાશેઃ
સૂરતઃ 
 લીંબાયત પોલીસ સ્‍ટેશનમાં ૨૦૦૪થી ૨૦૧૦ સુધી કબજે લેવામાં આવેલા ૪૫ બિનવારસી અને ૧૦ વિવિધ ગુનામાં પકડાયેલા કુલ ૫૫ વાહનોની હરાજી તા. ૨૯.૩.૨૦૧૨ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્‍યે સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્‍ટેશન ખાતે રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરાજી પાત્ર ૫૫ વાહનોના રજુસ્‍ટ્રેશન નંબર ચેસીસ નંબર સહિતની તમામ વિગતો સૂરત પોલીસ કમિશનર કચેરીની વેબ સાઇટ ઉપર તા. ૨૯.૪.૨૦૧૧ના રોજ મૂકી સબંધિત લાગતા વળગતાઓને પાંચ દિવસમાં આ વાહનો અંગે જો હક્ક દાવો હોય તો જરૂરી આધાર પુરાવાઓ સાથે લીંબાયત પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું હતું. પરંતુ આ વાહનો માટે આજ સુધી કોઇ વ્‍યક્‍તિ કે ઇન્‍સ્‍યોરંસ કંપની તરફથી હક્ક દાવો રજુ ન થતાં મદદનીશ પોલીસ કમિશનર ‘‘બી'' ડીવીઝન દ્વારા હરાજી માટેની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટ તરફથી હરાજી હુકમ પણ મેળવવામાં આવ્‍યા છે.

અલથાણ ખાડીમાંથી અજાણ્‍યાનો મૃતદેહ મળ્‍યોઃ
સૂરતઃ 
 ખટોદરા પોલીસના જણાવ્‍યા પ્રમાણે ગઇ તા. ૨૩મીના રોજ અલથાણ નહેર, ભીમરાડ ગામ જવાના રોડ ઉપર બેસ્‍ટગુડ હાઇરાઇઝની સામે આવેલી ખાડીના પાણીના કાદવમાંથી એક ૪૫થી ૫૦ વર્ષના વ્‍યક્‍તિનો મૃતદેહ મળી આવ્‍યો હતો. શરીરે મધ્‍યમબાંધાના, રંગે શ્‍યામ વર્ણ, ૫.૫ ફૂટ ઊંચાઇ ધરાવતા વ્‍યક્‍તિએ કાળા રંગનું પેન્‍ટ પહેર્યું છે. આ વ્‍યક્‍તિના વાલીવારસોને ખટોદરા પોલીસનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્‍યું છે.

ગ્રામ્‍યમાર્ગો વિકાસ માટે ખૂબ જ મહત્‍વના બની રહેશે-- વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલ
રૂા.૮૯.૪૧ લાખના ખર્ચે ખરોલી અને રાનવેરીખુર્દના ત્રણ માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું :
નવસારીઃ 
 નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના ખરોલી અને રાનવેરીખુર્દ ગામે ત્રણ આંતરિક ગ્રામ્‍ય માર્ગોનું રાજયના આદિજાતિ વિકાસ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે ભુમિપૂજન કરી માર્ગ નવીનીકરણનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે ચીખલીના ધારાસભ્‍ય શ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરેન્‍દ્રભાઇ પટેલ તેમજ બાંધકામ સમિતિના અધ્‍યક્ષશ્રી નવનીતભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યાં હતાં.
વનમંત્રી શ્રી મંગુભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, રાજય સરકાર જિલ્લાના મોટા તેમજ નાના આંતરિક માર્ગો બનાવવા કરોડો રૂપિયા ફાળવીને અનેક વિકાસકામો હાથ ધર્યા છે. અંતરિયાળ ગ્રામ્‍ય વિસ્‍તારના આંતરિક માર્ગો માટેનું પણ આયોજન હાથ ધરી તબકકાવાર આ માર્ગો બનાવાશે. ગ્રામ્‍ય વિસ્‍તારના છેવાડાના માનવીને ધ્‍યાનમાં લઇ તેઓને પડતી મુશ્‍કેલી દુર કરવા આંતરિક માર્ગોના કામો હાથ ધરાયાં છે. આ માર્ગ બે જિલ્લાને જોડતો માર્ગ બનશે. આ માર્ગ થવાથી વિદ્યાર્થીઓ-ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
પ્રારંભમાં ચીખલીના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વાંસીયાએ માર્ગકામની વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, ખરોલી-બારોલીયા ફળિયાથી ચીતાલ-લસણપોરનો માર્ગ રૂા૪૨.૩૧ લાખ, ખરોલી ચીતાલ ફળિયા રોડ રૂા.૨૨.૩૬ લાખ અને રાનવેરીખુર્દ-ઝાડી ફળિયાનો માર્ગ રૂા.૨૪.૭૪ લાખના ખર્ચે માર્ગ તૈયાર થશે.
આ પ્રસંગે ચીખલીના અગ્રણી શ્રી જયંતિભાઇ પરમાર, ખરોલીના સરપંચ શ્રીમતી કૈલાસબેન,  શ્રી કિશોરભાઇ, શ્રી જગુભાઇ, જિલ્લા/તાલુકા પંચાયત સભ્‍યશ્રીઓ, ગામ આગેવાનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૪.૯૯ કરોડના કામોનું ભુમિપૂજન કરતાં વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ
નવસારીઃ 
નવસારી નગરપાલિકાને સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૧૨.૫૦ કરોડ, શહેરીજનોની સુખાકારી માટે ફાળવવામાં આવ્‍યા છે. જેના ભાગરૂપે વન-પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ વિવિધ કામોનું ભુમિપૂજન કરી કામનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ અવસરે નગરપાલિકા પ્રમુખ શ્રી જીવણભાઇ વાટવેચા, ઉપપ્રમુખશ્રી જિજ્ઞેશભાઇ દેસાઇ, એકઝીકયુટીવ સમિતિ ચેરમેનશ્રી પ્રેમચંદભાઇ લાલવાણી, પ.વ.ચેરમેન શ્રી હિંમતભાઇ પટેલ, ચીફ ઓફિસર શ્રી હર્ષદભાઇ પટેલ, ભાજપ પ્રમુખ શ્રી પિયુષભાઇ દેસાઇ સહિત ચેરમેનો, નગરપતિઓ હાજર રહ્યાં હતાં
ભુમિપૂજન થયેલા કામોમાં સ્‍વયંબંગલોઝથી ધર્મિનનગર પાસે નગરપાલિકાની હદ સુધીનો રૂા.૫૨.૨૬ લાખનો રસ્‍તો, પારસી હોસ્‍પિટલ સામેથી નીકળતા ટી.પી.સ્‍ક્રીમના રસ્‍તાની બાજુમાં ડાયમંડ ફેકટરી પાસે નવીન ગાર્ડન બનાવવાની રૂા.૩૦.૬૭ લાખની કામગીરી, રાધામાધવ તથા રામજીખત્રી નાળ ઉપરના હયાત નાના ગરનાળાની જગ્‍યાએ બોક્ષટાઇપ કલવર્ટની કુલ રૂા.૮૫.૯૭ લાખની કામગીરી તથા સ્‍વપ્‍નલોક સોસાયટીથી સર્કિટહાઉસ સુધીના રસ્‍તાને આદર્શપથ બનાવવાની રૂા.૨૮૦.૨૦ લાખની કામગીરી મળી કુલ રૂા.૪૯૯.૧૦ લાખના કામોનો સમાવેશ થાય છે.
આ અવસરે વનમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ધર્મિનનગર તરફનો રસ્‍તો બનતાની સાથે ત્‍યાંના રહીશો સીધા લુન્‍સીકુઇ વિસ્‍તાર સાથે વાહન વ્‍યવહારથી જોડાઇ જશે તથા ટી.પી.રોડની ફરતેના વિસ્‍તારોનો વિકાસ ઝડપી બનશે. ટી.પી.સ્‍કીમના રીઝર્વ પ્‍લોટમાં ૬૧૦૦૦ ચો.ફૂટનો નવીન ગાર્ડન બનતાં સદર રોડ ઉપર બાજપાઇ ગાર્ડનની સાથે નવીન બીજો ગાર્ડન બનતાં શહેરના લોકોની આનંદપ્રમોદ માટેની સુવિધા ઉપલબ્‍ધ થશે. રાધામાધવ તથા રામજીખત્રી નાળ ઉપરના હયાત ગરનાળા ખુબ જ નાના હોવાને કારણે પુર દરમિયાન રસ્‍તાની અવરજવર બંધ થતાં અસરગ્રસ્‍ત લોકોનો શહેર સાથેનો સંપર્ક તુટી જાય છે તથા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઇ શકતો ન હતો. આ પ્રશ્નનો હલ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. સ્‍વપ્‍નલોક સોસાયટીથી સર્કિટહાઉસ સુધીના આદર્શપથની કામગીરીમાં ૧.૩૦ કિ.મી.નો ૧૧ થી ૧૪ મીટર પહોળાઇનો રસ્‍તો બનાવવામાં આવનાર છે. જેમાં રસ્‍તાની બંને બાજુ ૧.૫૦ મીટર પહોળાઇની બ્‍લોકપેવિંગની ફુટપાથ નીચે વરસાદી ગટર સાથે બનાવી બંને બાજુ ઇલેકટ્રીક પોલ લગાવવામાં આવશે.



ટિપ્પણીઓ નથી: