રાજકોટ
લઘુમતિ જાતિના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓને આ યોજના હેઠળ અગાઉ શિષ્યવૃત્તિનો લાભ મળેલ ન હોય તેવા ફ્રેશ વિદ્યાર્થીઓ તેમજ અગાઉ આ યોજના હેઠળ લાભ મેળવેલ હોય અને તેઓનો અભ્યાસ ચાલુ હોય અને યોજનાની શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ ચાલુ વર્ષથી અરજી કરવા માટે આધાર નંબર દર્શાવવો ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓ પાસે આધાર નંબર ના હોય તેઓએ પોતાના ગામ/શહેરના આધારકાર્ડ સંબંધી યુનીક આઇ.ડી. સેન્ટરનો સંપર્ક કરી આધારકાર્ડ મેળવવા જરૂરી તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને આધાર નંબરને પોતાના બેંક એકાઉન્ટ સાથે લીંક કરી અરજી કરતા સમયે તે એકાઉન્ટ નંબર તથા આધાર નંબર દર્શાવવો આવશ્યક છે. શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ નંબર ફરજીયાત હોવાથી આ જાહેરાત દ્વારા મેરીટ કમ મીન્સ અને પોષ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓએ નોંધ લેવા નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વિનોદનગરની ગુમ થયેલ પરિણીતા વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના વિનોદનગર ખાતે રહેતા હસમુખગિરિ ગોસ્વામીની ૨૨ વર્ષીય પત્ની પુજાબેન ગત તા.૨૬.૪.૨૦૧૩ના રોજ પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. મધ્યમ બાંધાના અને વાને ઉજળા આ બહેને જાંબલી કલરનો ઝભ્ભો અને ચોરણી પહેર્યા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલિસ સ્ટેશનને ૦૨૮૧-૨૩૯૧૦૫૮ અથવા ૯૪૨૬૯૯૮૭૯૨ નંબર પર જાણ કરવા જણાવાયું છે.
રૈયા ગામ ખાતે નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ
રાજકોટ શહેરના રૈયાગામ ખાતે આવેલી શ્રી દિનેશ ગીરીશભાઇ જોશી દ્વારા સંચાલીત વ્યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૮/૫/૧૩ના રોજ સવારના ૯-૦૦ થી ૧-૦૦ અને બપોરના ૩-૦૦ કલાક થી ૭-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્પ્યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્યે મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
કુંભારવાડામાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ
-રાજકોટ શહેરમાં કુંભારવાડા ખાતે આવેલી શ્રી રમાબેન બગડા દ્વારા સંચાલીત વ્યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૧૦/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૨-૩૦ કલાક થી ૬-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્પ્યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્યે મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
મેહુલનગર ખાતે નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ
રાજકોટ શહેરમાં મેહુલનગર ખાતે આવેલી શ્રી બી.જે.દવે દ્વારા સંચાલીત વ્યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૧૦/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૨-૩૦ કલાક થી ૬-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્પ્યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્યે મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
યુનિવર્સિટી રોડમાં નવા બારકોડેડ રાશનકાર્ડનું વિતરણ
રાજકોટ
રાજકોટ શહેરમાં બી.ટી.સવાણી હોસ્પિટલ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે આવેલી શ્રી કંચનબેન એમ.નકુમ દ્વારા સંચાલીત વ્યાજબી ભાવની દુકાને નવા બારકોડેડ રેશનકાર્ડનું વિતરણ તા.૧/૫/૧૩ થી તા.૧૦/૫/૧૩ના રોજ સવારના ૧૦-૩૦ થી ૨-૦૦ અને બપોરના ૨-૩૦ કલાક થી ૬-૦૦ સુધી મેળવી શકાશે નવા કાર્ડધારકોના ચુંટણીકાર્ડ કોમ્પ્યુટરમાં મેચ થયેલા હશે તેઓને જ મળી શકશે, તો ઉકત દુકાને નોંધાયેલા કાર્ડધારકોએ પોતાનું હાલનું ચુંટણીકાર્ડ અસલ તથા જૂનું રેશનકાર્ડ રજુ કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ વિના મુલ્યે મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
જામનગર
જામનગર જિલ્લા પાણી સમિતિની યોજાયેલ બેઠક
ઉનાળાના આકરા તા૫માં કોઇ ૫ણ ગામમાં પાણીની મુશ્કેલી ના પડે તે જોવા તાકીદ
જામનગર જિલ્લા કલેકટર શ્રી નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સોમવારે સાંજે મળેલ પાણી સમિતિની બેઠકમાં દરેક તાલુકામાં નિમણૂક કરાયેલ લાઇઝન અધિકારીઓને જિલ્લાના કોઇ ૫ણ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે જોવા તાકીદ કરવામાં આવી હતી.
હાલારનાં કૂલ ૬૯૮ ગામ પૈકી હાલ ૩૦૪ ગામ નર્મદા આધારિત, ૨૦૯ ગામમાં સ્વતંત્ર સોર્સ તથા ૧૫૨ ગામને ૬૬૬ ટેન્કરના ફેરા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અછતના પ્રારંભે ૧૭૪ ગામને નર્મદાનું પાણી મળતું હતું જે હાલ ૩૦૪ ગામને મળે છે તેમ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર શ્રી ઘાડીયાએ જણાવ્યું હતું. જિલ્લાના કૂલ ગામ પૈકી ૫૫ ટકા અને વસ્તીના ધોરણે ૬૫ ટકા વસ્તીને નર્મદાનું પાણી મળે છે.
અછતના સામના માટે દરેક તાલુકામાં વર્ગ-૧ ના અધિકારીઓને લાઇઝનની જવાબદારી સોં૫વામાં આવી છે. આ તમામ અધિકારીઓને સબંધિત તાલુકાના એક-એક ગામની પીવાના પાણી, શ્રમિકો માટે રોજગારી, તેમજ પશુધન માટે ઘાસચારાની કોઇ મુશ્કેલી ના પડે તેની કાળજી લેવા જણાવી જિલ્લા કલેકટરશ્રીએ કહ્યું કે, અછતની આફતને પહોંચી વળવા માનવીય અભીગમ ૫ણ એટલો જ જરૂરી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયકુમાર ખરાડીની ઉ૫સ્થિતીમાં યોજાયેલ જિલ્લા પાણી સમિતિની બેઠકમાં
અધિક કલેકટર શ્રી ડી. એન. મોદી, જિલ્લા ગ્રામ વિકાસ યોજનાના નિયામક શ્રી સૈયદ, જાડાના સી.ઇ.ઓ. શ્રી કાલરીયા, પાણી પૂરવઠા, સિંચાઇ, જિલ્લા પંચાયત તથા લાઇઝન અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
ભાટિયામાં પીવાના પાણી માટે રૂા.૭ લાખના ખર્ચે બે આર.ઓ. પ્લાન્ટ કાર્યાન્વીત કરાયા
કલ્યાણપુર તાલુકાનાં ભાટીયામાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા છેવાડાનના વિસ્તારોના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવા રૂા.૭ લાખના ખર્ચે બે આર.ઓ. પ્લાન્ટ કાર્યાન્વીત કરવામાં આવ્યા છે. ભાટિયાના સરપંચ શ્રી નુંઘાભાઇ કરંગીયા અને પાણી પુરવઠા બોર્ડના ઇજનેરો તથા ગ્રામ પંચાયતના હોદેદારોની ઉ૫સ્થિતીમાં આ પ્લાન્ટ આજે કાર્યાન્વીત કરવામાં આવ્યા હતા.
૧૭ હજાર જેટલી વસ્તી ધરાવતા ભાટીયાને પ્રતિદિન નર્મદા પાઇ૫ લાઇન દ્વારા ૮ લાખ લીટર પાણી આ૫વામાં આવે છે. પરંતુ દુરના વિસ્તારના લોકોને વધારાની સુવિધા આપી પાંચ બોરનુ શારકામ કરી ૨ બોર પાસે આ પ્લાન્ટ કાર્યાન્વીત કરવામાં આવ્યા હોવાનું ડીવીઝન-૨ ના કાર્યપાલક ઇજનેર શ્રી મોદીએ જણાવ્યું હતું.
એક આર.ઓ. પ્લાન્ટ પ્રતિ કલાક ૫૦૦ લીટર પાણી શુધ્ધ કરી પીવાલાયક બનાવશે. બાકી વધારાનુ બોરનુ પાણી ભાટીયાના ગ્રામજનોને વા૫રવા માટે ઉ૫યોગી બનશે. આર. ઓ. પ્લાન્ટના પાણી થકી ગ્રામજનોને પીવાલાયક શુધ્ધ પાણી મળવા સાથે પાણીજન્ય રોગચાળાથી ૫ણ બચી શકાય છે તેમ શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું.
જામનગરનો વિદ્યાર્થી નેશનલ જીનીયસ સર્ચ પરિક્ષામાં સમગ્ર દેશમાં ૮માં ક્રમે ઉત્તિર્ણ
જામનગરનો જીનીયસ સ્ટુડન્ટ કેવીન વૈષ્નવ નેશનલ જીનીયસ સર્ચ દ્વારા લેવાતી ઓનલાઇન પરીક્ષામાં સમગ્ર દેશમાં ૮ માં ક્રમે ઉત્તિર્ણ થઇ જામનગરનું અને સત્ય સાંઇ શાળાનું ગૌરવ વધારેલ છે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા સાથે અભ્યાસમાં મદદરૂ૫ થવા યોજાતી નેશનલ જીનીયસ ઓનલાઇન એક્ઝામમાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ સહભાગી થાય છે. ડો. નિલેશ વેશ્નવ અને ડો. રીટાબેન વેશ્નવ તબીબ માતા-પિતાના પુત્ર કેવીને ઇન્ટરનેશનલ મેથ્સ ઓલમ્પીયાડ અને ઇન્ટરનેશનલ સાયન્સ ઓલમ્પીયાડમાં સ્કુલમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ હતો.
૮ માં વર્ષે કરાટેમાં બ્લેક બેલ્ટ ધારક કેવીન વૈશ્નવ શ્રી સત્સ સાંઇ સ્કુલમાં ધો.૭ માં હાલ અભ્યાસ કરી રહ્યો છે. બાળ૫ણથી જ અભ્યાસ સાથે રમતગમત પ્રવૃત્તિમાં વિશેષ રસ રૂચી ધરાવતા કેવીન પર્યાવરણનો ચાહક છે તેને મોટા થઇ પર્યાવરણવાદી બનવું છે
હાલારમાં કૃષિ મહોત્સવના આયોજન માટે બેઠક યોજાશે
જામનગર જિલ્લામાં આગામી કૃષિ મહોત્સવના આયોજન માટે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક
જિલ્લા કલેકટર શ્રી નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને તા.૨-૫-૨૦૧૩ નાં રોજ સાંજે ૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને ઉ૫સ્થિત રહેવા જિલ્લા ખેતિવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૨૦૧૨ સુધીમાં ૯૨,૪૫૩ વર્ગખંડોનું નિર્માણ
ગુજરાતની પ્રાથમીક શાળાઓમાં ૧૯૯૨-૯૩ થી ૧૯૯૬-૯૭ સુધી વર્ગખંડોનું નિર્માણ ખુબ ધીમુ હતું. આ વર્ષો દરમ્યાન માત્ર ૬૫૯૭ વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવ્યુ હતુ. આ બાબતને ધ્યાને લઇ પ્રાથમીક શિક્ષણને પ્રધાન્ય આપવા સાથે માળખાગત સુવીધા વધારવા રાજય સરકારે વર્ષ ૧૯૯૮-૯૯ થી ૨૦૧૧-૨૦૧૨ સુધિમાં ૯૨,૪૫૩ નવા વર્ગખંડોનું નિર્માણ કર્યુ છે.રાજય સરકારે એક શિક્ષક એક ઓરડાનો સિધ્ધાંત સ્વીકારેલ છે. અને તે પ્રમાણે રાજયની તમામ પ્રાથમીક શાળાઓમાં ખુટતા ઓરડાનું બાંધકામ કરવા આયોજન કરેલ છે.
ભાણવડ તાલુકામાં કુટુંબ કલ્યાણ ક્ષેત્રે ૭૩ ટકા કામગીરી
ભાણવડ તાલુકામાં કુટુંબ નીયોજનના ૭૨૩ ઓપરેશનના લક્ષ્યાંક સામે ૫૨૭ ઓપરેશન થતા ૭૩ ટકા કામગીરી કરવામાં આવી છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર કોપર-ટી પણ મુકી આપવામાં આવે છે. જેમાં ભાણવડ તાલુકામાં ૧૭૨૯ નાં લક્ષ્યાંક સામે ૧૭૧૦ કોપર-ટી મુકી ૯૯ ટકા કામગીરી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં કુંટુંબ કલ્યાણ ક્ષેત્રે આ ઉપરાંત સગર્ભા માતાઓને જરૂરી માર્ગદર્શન રસીકરણ, રોગચાળા નિયંત્રણ સહિતની કામગીરી ભાણવડ તાલુકામાં કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા મહેસુલી અધિકારીઓનો ટેલીફોન - મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોઘ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મહેસુલી અધિકારીશ્રીઓને ટેલીફોન/મોબાઈલ નંબર ફાળવવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.
પ્રાંત અધિકારીશ્રી - વઢવાણ (૦૨૭૫૨) ૨૮૨૧૮૭, મો.- ૯૯૭૮૪૦૫૧૯૫, લીંબડી (૦૨૭૫૩) ૨૬૦૦૫૧, મો.-૯૯૭૮૪૦૫૩૪૩, ધ્રાંગધ્રા (૦૨૭૫૪) ૨૮૨૦૭૦, મો.- ૯૯૭૮૪૦૫૩૫૦, પાટડી (૦૨૭૫૭) ૨૨૭૫૨૨, મો.-૭૫૬૭૦૦૯૨૦૨ અને ચોટીલા (૦૨૭૫૧) ૨૮૦૦૭૮, ૨૮૧૨૭૯, મો-૭૫૬૭૦૦૯૨૨૬ છે.
જ્યારે મામલતદારશ્રી – વઢવાણ (૦૨૭૫૨) ૨૪૩૯૫૬, મો.-૭૫૬૭૦૦૭૦૦૧, લીંબડી (૦૨૭૫૩) ૨૬૦૦૭૪, મો.- ૭૫૬૭૦૦૬૯૬૬, ચુડા (૦૨૭૫૩) ૨૩૩૩૬૧, મો.-૭૫૬૭૦૦૭૦૮૮, સાયલા (૦૨૭૫૫) ૨૮૦૭૭૩, મો.- ૭૫૬૭૦૦૬૭૯૩, ચોટીલા (૦૨૭૫૧) ૨૮૦૨૭૯, મો.- ૭૫૬૭૦૦૭૧૬૮, મુળી (૦૨૭૫૬) ૨૩૩૩૨૧, મો.- ૭૫૬૭૦૦૬૯૨૫, ધ્રાંગધ્રા (૦૨૭૫૪) ૨૮૨૬૩૨, મો.- ૭૫૬૭૦૦૬૯૮૫, હળવદ (૦૨૭૫૮) ૨૬૦૦૩૧, મો.- ૭૫૬૭૦૦૬૮૪૧, પાટડી (૦૨૭૫૭) ૨૨૭૦૩૨, મો.- ૭૫૬૭૦૦૭૨૩૨ અને લખતર (૦૨૭૫૯) ૨૨૩૦૨૭, મો.- ૭૫૬૭૦૦૭૧૯૪ ફાળવવામાં આવેલ છે. જેથી જરૂર જણાયે જિલ્લાના નાગરીકોને ઉક્ત ફોન નંબર/મોબાઈલ નંબરોનો ઉપયોગ કરવા વધુમાં જણાવાયું છે.
ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટે ધ્રાંગધ્રા નાયબ કલેકટરશ્રીની નિયુકિત
સુરેન્દ્રનગર :- ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદ્દત તા. ૭-૫-૨૦૧૩ના રોજ પૂરી થતી હોઇ આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખની ચૂંટણી કરવા માટે ધ્રાંગધ્રા નગરપાલિકાની ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવાની થાય છે. આ બેઠકના પ્રમુખસ્થાને પ્રમુખ અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી – ધ્રાંગધ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેકટરશ્રીએ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાની બેઠક તા. ૬/૫/૨૦૧૩ને સોમવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં રાખવાની રહેશે.
આ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે. સરકારના શહેરી, વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ગાંધીનગરના જાહેરનામા મુજબ નક્કી થઈ આવેલ રોસ્ટર પોઈન્ટ (ક્રમ-૧) મુજબ પ્રમુખ તરીકે સામાન્ય ઉમેદવારને નિયુકત કરવાના રહેશે. પ્રમુખની ચૂંટણી અંગેની બેઠક મળે ત્યારે સ્થાનિક સંસ્થાને જરૂરી માર્ગદર્શન તથા સમજૂતી આપવાની રહેશે. પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણીના નિયમો-૧૯૬૪ની તમામ જોગવાઈઓ ધ્યાને રાખી કરવાની રહેશે.
વઢવાણ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટે વઢવાણ નાયબ કલેકટરશ્રીની નિયુકિત
સુરેન્દ્રનગર :- વઢવાણ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદ્દત તા. ૭-૫-૨૦૧૩ના રોજ પૂરી થતી હોઇ આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખની ચૂંટણી કરવા માટે વઢવાણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવાની થાય છે. આ બેઠકના પ્રમુખસ્થાને પ્રમુખ અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી – વઢવાણને નિયુક્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેકટરશ્રીએ વઢવાણ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાની બેઠક તા. ૬/૫/૨૦૧૩ને સોમવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં રાખવાની રહેશે.
આ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે. સરકારના શહેરી, વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ગાંધીનગરના જાહેરનામા મુજબ નક્કી થઈ આવેલ રોસ્ટર પોઈન્ટ (ક્રમ-૧) મુજબ પ્રમુખ તરીકે સ્ત્રી ઉમેદવારને નિયુકત કરવાના રહેશે. પ્રમુખની ચૂંટણી અંગેની બેઠક મળે ત્યારે સ્થાનિક સંસ્થાને જરૂરી માર્ગદર્શન તથા સમજૂતી આપવાની રહેશે. પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણીના નિયમો-૧૯૬૪ની તમામ જોગવાઈઓ ધ્યાને રાખી કરવાની રહેશે.
લીંબડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટે લીંબડી નાયબ કલેકટરશ્રીની નિયુકિત
સુરેન્દ્રનગર :- લીંબડી નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદ્દત તા. ૭-૫-૨૦૧૩ના રોજ પૂરી થતી હોઇ આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખની ચૂંટણી કરવા માટે લીંબડી નગરપાલિકાની ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવાની થાય છે. આ બેઠકના પ્રમુખસ્થાને પ્રમુખ અધિકારી તરીકે નાયબ કલેકટરશ્રી – લીંબડીને નિયુક્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેકટરશ્રીએ લીંબડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાની બેઠક તા. ૬/૫/૨૦૧૩ને સોમવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં રાખવાની રહેશે.
આ નગરપાલિકાના પ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે. સરકારના શહેરી, વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ગાંધીનગરના જાહેરનામા મુજબ નક્કી થઈ આવેલ રોસ્ટર પોઈન્ટ (ક્રમ-૧) મુજબ પ્રમુખ તરીકે સામાન્ય ઉમેદવારને નિયુકત કરવાના રહેશે. પ્રમુખની ચૂંટણી અંગેની બેઠક મળે ત્યારે સ્થાનિક સંસ્થાને જરૂરી માર્ગદર્શન તથા સમજૂતી આપવાની રહેશે. પ્રમુખની ચૂંટણી માટેની ખાસ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી ગુજરાત નગરપાલિકા પ્રમુખની ચૂંટણીના નિયમો-૧૯૬૪ની તમામ જોગવાઈઓ ધ્યાને રાખી કરવાની રહેશે.
અમરેલી
તા.૨૩ એપ્રિલ થી તા.૭ મે-૨૦૧૩ સુધી અમરેલી જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી
અમરેલી
પ્રવર્તમાન સ્થિતિ તથા વિવિધ તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.ઠાકરે મુંબઇ પોલિસ અધિનિયમની કલમ-૩૭ ની સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી તા.૨૩ એપ્રિલ થી તા.૭ મે-૨૦૧૩ સુધી ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા તેમજ સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં પરવાનગી સિવાય સભા-સરઘસ કાઢવા, જાહેરમાં સુત્રોચ્ચાર કરવા તેમજ શારીરિક ઈજા પહોંચે તેવા હથિયારો લઈ ફરવા પર મનાઈ ફરમાવી છે.
જાહેરનામાથી ફરમાવેલ મનાઈ ફરજ પરના કોઇપણ સરકારી/ બિન સરકારી કર્મચારીઓ-અધિકારીઓને તેમજ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને લાગુ પડશે નહિ.
મજૂરી કામે રાખેલ મજૂર કે કારીગરોનું રજીસ્ટર નિભાવી પોલીસ સ્ટેશનને જાણ કરવી
બહારના રાજય કે નેપાળ જેવા દેશમાંથી પુષ્કળ પ્રમાણમાં મજૂરો આવીને અમરેલી જિલ્લામાં કામ ધંધો વ્યવસાય કરે છે. પરંતુ માલિકો દ્વારા મજૂર કે કારીગરોની કોઈ પ્રકારની હકિકત કે પૂરેપૂરી વિગતો રાખવામાં આવતી ન હોવાથી ગુન્હો કરી નાસી છૂટેલ ગુન્હેગારને પકડવા મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં અસામાજિક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ગુપ્ત આશરો લઇને જાહેર જનતાની સલામતી તથા શાંતીનો ભંગ ન કરે તેમજ જાહેર સંપતિને નુકશાન ન પહોંચાડે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.ઠાકરે જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
અમરેલી જિલ્લાના કારખાના, ઈન્ડસ્ટ્રીઝ, જીનીંગ મીલો, પોર્ટ વિસ્તાર, શીપ યાર્ડ વિસ્તાર, હોટલો અને જમીન માલિકોએ મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરનું નામ, વતનનું પુરેપુરૂ સરનામુ, નજીકના પોલીસ સ્ટેશનની વિગત, સહિ સાથેનો ફોટોગ્રાફ, શારીરિક વર્ણન અને મોબાઈલ નંબર, ગુજરાતમાં કેટલા સમયથી કામ કરે છે, તેમજ કોની ઓળખાણથી કામે રાખેલ છે, મજૂર/કારીગરના આઇ.ડી. પ્રુફની વિગત, મજૂર/કારીગરની સહી સાથેનો ફોટોગ્રાફ સહિતની સંપૂર્ણ માહિતીનું નિયત રજીસ્ટર નિભાવવાનું જાહેરનામાથી ફરજીયાત કરેલ છે. આ ઉપરાંત જાહેરનામાથી મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરની માહિતી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનને કરવાની તેમજ દર મહિને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવા જણાવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
જૂના મોબાઇલ તથા સીમકાર્ડ વેચનારા વેપારીઓએ નિયત રજીસ્ટર નિભાવવાના રહેશે
અમરેલી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતકવાદ અને ત્રાસવાદના કૃત્યો બનવા પામતા હોય છે. તેમજ રાજ્યમાં બનતા આવા ગુન્હાઓમાં મોબાઇલનો ઉપયોગ થાય છે. મોબાઇલ ચોરીઓના બનાવો નું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે વપરાયેલ મોબાઇલ અથવા મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મૂળ સુધી પહોંચી શકાય તે માટે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જૂના મોબાઇલ તથા સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલા મોબાઇલ વેચનારનું નામ તથા જૂના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું પુરેપૂરૂં નામ, સરનામુ, ઓળખ સહિતની વિગતો નોંધી રજીસ્ટર નિભાવવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ પી.બી.ઠાકરે, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે. જે તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે
જુના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓએ જૂના મોબાઇલ ખરીદતી વખતે તેમજ વેચતી વખતે રજીસ્ટરમાં અનુક્રમ નંબર, મોબાઇલની વિગત/કંપનીનું નામ, આઇ.એમ.ઇ.આઇ નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ-સરનામાની વિગત, આઇ.ડી.પ્રુફની વિગત તેમજ નવા સીમકાર્ડ વેચાણ કરનાર વેપારીઓએ અનુક્રમ નંબર, સીમકાર્ડ વિગત-કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ-સરનામા, સીમકાર્ડના ખરીદનારના આઇ.ઙી.પ્રુફની વિગત તથા સીમકાર્ડ ખરીદનારની સહીની વિગતો દર્શાવી રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
હોટલ અને ગેસ્ટહાઉસના માલિકોએ રાજયબહારના મુસાફરો અંગે તેમજ મકાન માલિકે ભાડુઆત અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરવી
વિશાળ દરીયા કિનારો ધરાવતાં અમરેલી જિલ્લામાં પ્રવાસ-પર્યટન અને ધાર્મિક સ્થળો ઘણા આવેલા છે જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામ-ધંધાર્થે આવે છે.
આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ કોઇ વ્યકિત હોટલમાં આશરો લઇને કે ભાડેથી મકાન લઇને સ્થાનિક માણસો સાથે ભળી જઇ બદઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે અમરેલીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.ઠાકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
જાહેરનામામાં હોટલ/ગેસ્ટહાઉસના માલિકે અથવા ભાડાથી, રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી તમામ સરકારી, ધાર્મિક કે ટ્રસ્ટની ધર્મશાળા અને ખાનગી સંસ્થાઓના માલિકે અગરતો માલિકે ખાસ સતા આપેલ વ્યકિતએ રાજય બહારથી આવતા પ્રવાસી/મુસાફરને રૂમ ભાડે આપે ત્યારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને નિયત પત્રકમાં પ્રવાસીની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.
જયારે મકાન માલિક અથવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યકિત જયારે મકાન ભાડે આપે ત્યારે તેની સંબધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તેની સંપૂર્ણ જાણ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને કરવાની રહેશે. આ ઉપરાંત દર માસે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
વાહનની લે-વેચ કરનાર તથા ભાડે આપનાર વેપારીઓએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે
અમરેલી
ત્રાસવાદી કે અસામાજિક તત્વો આંતક ફેલાવવાના હેતુથી રજીસ્ટ્રર ન થયા હોય તેવા સાયકલ/મોપેડ કે અન્ય વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આતંકી કૃત્યમાં સ્પષ્ટ નોંધણી ન ધરાવતા વાહનોનો ઉપયોગ કર્યા બાદ તપાસ એજન્સી કે પોલિસ વિભાગ માટે તેના મૂળ માલિક સુધી પહોંચવાનુ ખૂબ મુશ્કેલ બનતુ હોય છે. આવા જુના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ, ખરીદનાર/ગ્રાહક પાસેથી ઓળખના પૂરતા પુરાવા લીધા વિના વાહનના લે-વેચ કે ભાડે આપવાનો વ્યવહાર કરતા હોય છે. ત્રાસવાદી કે અસામાજિક પ્રવૃત્તિમાં રજીસ્ટર્ડ ન થતા હોય તેવા દ્વિચક્રી કે અન્ય વાહનોની ખરીદી કે ભાડેથી મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરી માનવ જિંદગી ખુવાર કરતા હોય છે તેમજ સંપત્તિને નુકશાન પહોંચાડતા હોય છે.
આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.બી. ઠાકરે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વાહનોની લે-વેચ કરનાર વેપારીઓએ રજીસ્ટર્ડ ન થતા હોય તેવા દ્વિચક્રી કે અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા જુના વાહનોની લે-વેચ કરનાર અને ભાડે આપનાર વેપારીઓ જ્યારે જ્યારે આવા નવા/જુના વાહનોનું વેચાણ કરે, લે-વેચ કરે કે ભાડે આપે ત્યારે નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું ફરમાવેલ છે. રજીસ્ટરમાં (૧) વાહન કોને વેચેલ છે? કોની પાસેથી ખરીદેલ છે/ કોને ભાડે આપેલ છે તેનું પુરૂ નામ, જાતિ, ઉંમર, સરનામુ અને સંપર્ક નંબર (૨) વાહનનો પ્રકાર એન્જીન તથા ચેસિસ નંબર (૩) રજૂ કરેલા આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/પાસપોર્ટ/ઇલેક્ટ્રીક બિલ/ટેલિફોન બિલ (ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઇલ બનાવી રાખવી), (૫) વાહન કોને વેચેલ છે? કોની પાસેથી ખરીદેલ છે? કોને ભાડે આપેલ છે? તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટા સહિતની નોંધ કરવાની રહેશે તેમજ રજીસ્ટર એસ.ઓ.જી. શાખા-બ્લોક નં.એ-૧૦૪, બહુમાળી ભવન, રાજમહેલ કંપાઉન્ડ-અમરેલી ખાતે દર માસના અંતે જમા કરાવવાનુ રહેશે. આ હુકમ તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જિલ્લામાં વ્યૂહાત્મક જગ્યાઓએ સી.સી.ટી.વી. કેમેરા મૂકવા અંગે
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જળવાઇ રહે તેવા હેતુથી જિલ્લામાં વ્યૂહાત્મક જગ્યાઓએ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા મૂકવાની આવશ્યકતા હોય અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી. ઠાકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે.
આ જાહેરનામાથી જિલ્લામાં આવેલી બેંકો, સહકારી બેંકો, સંસ્થાઓ, એટીએમ સેન્ટર, આંગડીયા પેઢી, સોના-ચાંદીના શો રૂમ, જ્વેલર્સ, કપાસની જીનીંગ મિલો, ઇમારતી લાકડાના મોટા વેપારી, કાપડના મોટા વેપારી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સાઇબર કાફે, ઇલેકટ્રીક બિલ કલેકશન સેન્ટર જેવા વિવિધ સ્થળો કે જ્યાં નાણાકિય કે કિંમતી ચીજવસ્તુઓની લેવડ-દેવડ થતી હોય તેવા સ્થળોના પ્રવેશદ્વાર, બેઝમેન્ટ પાર્કિંગ/ઓપન પાર્કિંગ તેમજ રોડ પરની અવર-જવર પર દેખરેખ રાખી શકાય તે રીતે ગોઠવી ઓછામાં ઓછા છ માસના રેકોર્ડિંગ સંગ્રહ થઇ શકે તે રીતે નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગેની વ્યવસ્થા કરવાની રહેશે. આ જાહેરનામુ તા.૨૪.૦૪.૨૦૧૩ થી તા.૨૨.૦૬.૨૦૧૩ સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
પોલિસ સ્ટેશનને જાણ કર્યા વિના મકાન ભાડે ન આપવા અંગે
અમરેલી
ત્રાસવાદી કે અસામાજિક તત્વો શહેરોમાં ગીચ વસ્તીવાળામાં વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરવા જેવી આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. બહારના રાજયો કે દેશમાંથી આવતાં આવા તત્વો સ્થાનિક મકાન ભાડે રાખી ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપી માનવ જિંદગી અને સંપત્તિને ખુવાર કરતાં હોય છે.
અમરેલી જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળોએ આવતાં યાત્રાળુ સાથે જિલ્લામાં આવેલ ઔઘોગિક એકમોમાં પરપ્રાન્તના માણસો કામ-ધંધા અર્થે આવતા હોય છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ સ્થાનિક કે ભાડે મકાન લઈને સ્થાનિક માણસો સાથે ભળી બદઈરાદા પાર ન પડે તેમજ સલામતી અને સુરક્ષા અંગે તકેદારી રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી.ઠાકરે ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ જાહેરનામું બહાર પાડેલ છે.
આ જાહેરનામાથી અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાનમાલિક કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની (૧) મકાન માલિકનું નામ, સરનામું અને ટેલીફોન /મોબાઇલ નંબર તથા ભાડે આપેલ મકાનની વિગત, ક્યા વિસ્તારમાં મકાન આવેલ છે અને બાંધકામ કેટલા ચો.મી.માં છે તેની વિગત (ર) મકાન ભાડે આપતા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર, (૩) મકાન કઇ તારીખથી ભાડે આપેલ છે. તથા માસિક ભાડું કેટલું છે. (૪) જે વ્યક્તિને મકાન ભાડે આપેલ હોય તેનું પુરૂં નામ, હાલનું સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર (૫) જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે. તેમના મૂળ વતનનું પાકું સરનામું તથા વતનમાં ઓળખતાં ત્રણ સગા-સંબંધીના નામ અને સરનામા, (૬) મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર સહિતની વિગતો દર મહિનાના અંતે પોલિસ અધિક્ષકશ્રીને પહોંચતી કરવાની રહેશે.
આ હુકમ તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૬/૨૦૧૩ સુધી દિવસ-૬૦ માટે અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
STD PCO ધારકોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે
અમરેલી
આંતકવાદના સંજોગો અને ભૂતકાળમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ જેવા બનાવો બનવા પામેલ છે. આતંકવાદી સંસ્થા-સંગઠનો સાથે સંકળાયેલ આતંકીઓ તેમજ ઘરફોડ ચોરી, લૂંટ-ધાડ, ચીલઝડપ જેવા ગુનાઓ કરવાની ટેવવાળા રીઢા ગુનેગારો ઘણીવખત પોતાના મોબાઇલ ફોનના ઉપયોગ કરવાના બદલે STD PCOમાં જઇને ફોન દ્વારા ધમકી આપવા, ખંડણી ઉઘરાવવા, અપશબ્દો બોલવા તથા મહિલાઓની જાતિ સતામણી કરવાના બનાવો બનવા પામતા હોય છે. STD PCOમાંથી કરવામાં આવતા ફોન માટે STD PCO ધારકો કોલ ડિટેઇલની કોઇ પ્રકારની માહિતિ નિભાવતા નથી, જેના કારણે આવા ગુનેગારો સુધી પહોંચવું અશક્ય બને છે. આવા ગુનાઓ બનતા અટકાવી શકાય અને આરોપીઓને શોધી કાઢવા માટે STD PCOમાં ફોન કરવા માટે આવતા ગ્રાહકોના નામ-સરનામાની વિગતો સહિતનું રજીસ્ટર નિભાવવું જરૂરી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી. ઠાકરે, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (CRPC)-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે. STD PCO ધારકોએ STD PCOમાં ગ્રાહક દ્વારા કરવામાં આવતા ફોન અને ગ્રાહકોની વિગતો દર્શાવવાની રહેશે.
રજીસ્ટરમાં (૧)STD PCOનું પુરૂ નામ-સરનામુ અને ફોન નંબર, (૨) STD PCOના માલિક-દુકાનદારનું પુરુ નામ-સરનામુ તથા મોબાઇલ નંબર, (૩) ફોન કરવા આવેલ ગ્રાહકનું પુરૂ નામ-સરનામુ તથા મોબાઇલ નં.તથા તેના નંબર સાથે આઇ.ડી. પ્રુફની વિગતો, (૪) જે નંબર પર સંપર્ક કરવામાં આવે તે નંબર અને જે તારીખ-સમયે ફોન કરેલો હોય તેની વિગતો સહિતની માહિતી નિભાવવાની રહેશે.
સંબંધિત-દુકાનદારોએ આ રજીસ્ટર બે વર્ષ સુધી જાળવવાનું રહેશે, આ વિગતોના રજીસ્ટર પોલિસ અધિકારી-કર્મચારીઓ તરફથી વેરિફિકેશન અર્થે માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.
આ હુકમ તા.૨૪/૦૪/૨૦૧૩ થી તા.૨૨/૦૬/૨૦૧૩ સુધી દિવસ-૬૦ માટે અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થઇ શકશે.
.



