ગરીબ કલ્યાણ મેળા, અછત અંગેની કામગીરી, કૃષિ મહોત્સવ, ખેલ મહાકુંભ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, શાળા પ્રવેશોત્સવ-ગુણોત્સવ, કન્યા કેળવણી, પલ્સ પોલિયો, જાહેર પરીક્ષા અંગેની કામગીરી, સંભવિત કુદરતી-કૃત્રિમ આફતોનો સામનો કરવા અને આગોતરા આયોજન માટે સુવ્યવસ્થિત કામગીરી થાય તથા કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક પાર પડે તે માટે કલેક્ટરશ્રી અજયકુમારે જિલ્લાના દરેક તાલુકાઓમાં લાયઝન અધિકારીની નિમણૂંક કરેલ છે.
નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની નિમણૂંક કરવામાં આવેલ છે. જ્યારે અમરેલી તાલુકા-(અમરેલી તથા અમરેલી નગરપાલિકા) પ્રાંત અધિકારીશ્રી, વડીયા-કુંકાવાવ-નાયબ વન સંરક્ષકશ્રી (વિસ્તરણ)-અમરેલી, લાઠી- લાઠી પ્રાંત અધિકારીશ્રી, બાબરા-જિલ્લા આયોજન અધિકારી, ધારી-ધારી પ્રાંત અધિકારી, બગસરા-નાયબ વન સંરક્ષક-ધારી ગીર(પૂર્વ), ખાંભા-જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ (વોટરશેડ) પ્રોજેક્ટ મેનેજરશ્રી-ડી.આર.ડી.એ.,
સાવરકુંડલા- (સાવરકુંડલા તથા સાવરકુંડલા નગરપાલિકા)-સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી, લીલીયા-જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા.), રાજુલા-નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), જાફરાબાદ-જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીને જે-તે વિસ્તારના લાયઝન અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. નિમણૂંક પામેલા લાયઝન અધિકારીઓ તમામ કાર્યક્રમોનું આયોજન, સુપરવિઝન તથા આનુષંગિક તમામ કામગીરી કરી તબક્કાવાર જરૂરી રીપોર્ટીંગ સહિતની ફરજો બજાવશે, તેમ કલેક્ટરશ્રી અજયકુમારની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો