કૃષિ મહોત્સવ-૨૦૧૩નું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે રાજ્ય સરકાર તરફથી ખેડુતોને વિવિધ માર્ગદર્શન અને કિટ્સ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
કૃષિ મહોત્સવ દરમિયાન બાગાયાત ખાતા દ્વારા સ્થાનિક બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પર માર્ગદર્શન આપવામાં આવશે. અનુસૂચિત જાતિના ૮૧૦ ખેડુતો સહિત ૩,૮૧૦ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. દરેક તાલુકામાં એક-એક એમ કુલ ૧૧ શિબિરનું આયોજન કરવામાં આવશે. દરેક તાલુકાઓમાં કિચન ક્રેનિંગના તાલીમ ક્લાસનું આયોજન કરવામાં આવશે. પ્રગતિશીલ બાગાયતી ખેડુતોના ખેતર પર વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉછેર કરેલ બાગાયત પાકોનું નિદર્શન કરવામાં આવશે.
પશુપાલન ખાતા દ્વારા ૧૮૧ પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે. રસીકરણ તથા કૃત્રિમ બીજદાનનો સમાવેશ કરવામાં આવશે. પશુપાલકોને પશુપાલનની વૈજ્ઞાનિક પધ્ધતિઓથી માહિતગાર કરવામાં આવશે. દરેક ગામ દીઠ પાંચ-પાંચ કિટ્સનું વિતરણ કરવામાં આવશે. સફળ પશુપાલકો દ્વારા સફળ પશુપાલનની વાત રજૂ કરવામાં આવશે.
આત્મા પ્રોજેક્ટ દ્વારા ૧,૧૦૧ એફઆઇજી ગ્રુપના સભ્યોને મહત્તમ ભાગીદારીથી, વધુમાં વધુ ખેડુતો કૃષિરથનો લાભ લે તેવી કામગીરી કરવામાં આવશે. દરેક તાલુકા કક્ષાએ વિવિધ વિષયો પર ૩ તાલીમ કાર્યક્રમોનું આયોજન એમ કુલ ૩૩ તાલીમ ગોઠવવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર જિલ્લામાં નરેગા યોજના હેઠળ કુલ ૧૨૬ ચેકડેમોમાં માનવ દિન ૩૧,૮૫૫ને રૂ.૭૧.૧૧ લાખના અંદાજિત ખર્ચે વોટર હાર્વેસ્ટીંગ અને ડીશીલ્ટીંગ કામગીરી કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો