સુરેન્દ્રનગર:- સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ ગ્રાઉન્ડ ખાતે તા.૮ મી એપ્રિલ-૨૦૧૩ થી રક્ષાશકિત યુનિવર્સિટી - અમદાવાદ દ્વારા સંરક્ષણ સેવાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ વર્ગ કાર્યરત છે, જેની તાજેતરમાં કોર્ષ ડાયરેક્ટરશ્રી પી.કે. સિન્હાએ મુલાકાત લઈ તાલીમ વર્ગમાં અપાતી તાલીમને બિરદાવી હતી.
શ્રી સિન્હાએ તા.૨૫ મી એપ્રિલે વહેલી સવારે ૬-૦૦ કલાકે વિદ્યાર્થીઓની ટુંકી દોડને ૧૬૦૦ મીટર લાંબી દોડ નિહાળી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં કુલ-૪૫ વિદ્યાર્થીઓ આ તાલીમી કાર્યક્રમમાં જોડાયેલા છે, તથા આ તાલીમના સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં શારિરીક તાલીમ તેમજ સામાન્ય જ્ઞાન, સામાન્ય બુધ્ધિક્ષમતા, ગણિત અને અંગ્રેજી વિષયોના વિવિધ તજજ્ઞોની મુલાકાત લઈ તેમણે તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપી આર્મીમાં જોડાવવા પ્રેરણાપૂરી પાડી છે. તેમ, સુરેન્દ્રનગર જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી નયનાબેન રાવલે જણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો