LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 27 નવેમ્બર, 2015
ગુરુવાર, 26 નવેમ્બર, 2015
KASHYAP JOSHI AVSAN NONDH JETALSAR DEDARVA
અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫
ડેડરવા રામજી મંદિરના પૂજારીનું અવસાન...
જેતલસર: ડેડરવા શ્રી રામજી મંદિરના પુજારી સાધુ દ્વારકાદાસભાઈ કાશીરામભાઈ યોગાનંદ(ઉ.વ.૮૩) તે ગિરધરદાસભાઈના મોટાભાઈ, સેવાદાસભાઈ(જુનાગઢ), રોહિતભાઈ(જેતપુર), ચેતનભાઈ(જુનાગઢ), રઘુવીરદાસભાઈ અને રમેશભાઈ(જેતપુર), વિરેન્દ્રભાઈ(ધોળકા) તથા ગીતાબેન રમેશકુમાર દેવમુરારી(જુનાગઢ)ના પિતા, ગીરીશભાઈ અને શશીકાંતભાઈના મોટાબાપુજી તેમજ મનહરભાઈ નિમાવત(વંથલી)ના મામા તા.૨૬ ના રોજ શ્રીરામશરણ પામેલ છે. બેસણું તા.૨૮ ને શનિવારે, બપોરે ૩ થી ૫, તેમના નિવાસસ્થાને, ડેડરવા ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
જેતપુર તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજાઈ
જેતપુર તાલુકાના ગામોમાં ફ્લેગ માર્ચ યોજાઈ
જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આગામી ૨૯ મી નવેમ્બરે યોજાનાર ચુંટણી અનુસંધાને આજે જેતપુર તાલુકા પોલીસના પીએસઆઈ કરમટીયાના માર્ગદર્શન હેઠળ બીએસએફ, એસઆરપી-પેરામીલીટરી ફોર્સના જવાનોએ તાલુકાના જેતલસર, વાડાસડા, વીરપુર, દેવકીગાલોલ વિગેરે મોટા ગામોમાં ફ્લેગ માર્ચ યોજી મતદારોને કોઈ પણ ભય વગર કીમતી મતદાનનો અવસર ના ચૂકવા અનુરોધ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
ફોટો: કશ્યપ જોશી જેતપુર
અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫ AVSAANNONDH JETPUR
અવસાન નોંધ : ૨૬-૧૧-૨૦૧૫
જેતપુર: મૂળ સ્ટેશનવાવડી(તા.જેતપુર), હાલ સુરત નિવાસી ગીરધરભાઈ ભટ્ટી(અખબારી વિતરક)ના નાનાભાઈ હરસુખભાઈ ભટ્ટીના પત્ની મંજુબેન(ઉ.વ.૫૧) તે નયનભાઈના માતુશ્રી તથા રોહિતભાઈના કાકી તા.૨૫ ના રોજ અવસાન પામ્યા છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર < ૯૯૭૪૨૬૨૮૧૨
બુધવાર, 25 નવેમ્બર, 2015
જેતપુરમાં આજે સ્વ.સવજીભાઇ કોરાટની પૂણ્યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો
જેતપુરમાં આજે સ્વ.સવજીભાઇ કોરાટની
પૂણ્યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો
રકતદાન કેમ્પ, દંતયજ્ઞ,સ્ત્રીરોગ નિદાન કેમ્પ તથા લોકડાયરાનું આયોજન
જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના પુર્વ કેબીનેટ મંત્રી સ્વ.સવજીભાઇ કોરાટની તા.૨૬ મી નવેમ્બરના રોજ ૧૭મી પુણ્યતીથી નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેઓની વિદાય બાદ તેમના ધર્મપત્ની જશુમતીબેન સવજીભાઇના અધુરા કાર્યો પુર્ણ કરવાની નેમ સાથે રાજકારણમાં પદાર્પણ કર્યુ. જસુબેને પણ મંત્રી તરીકે સેવા આપેલ.
સ્વ.સવજીભાઇ કોરાટની અનન્ય સુવાસ આજે ૧૭ વર્ષ પછી પણ લોકોમાં ગુંજી રહી છે. અને એટલેજ તા.ર૬-૧૧-૧પ ગુરૂવારના રોજ શહેરની સંસ્થાઓ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાયન્સ કલબ દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા સારવાર અને રકતદાન કેમ્પ સવારે ૯ થી ૧ દરમિયાન, તેમજ જે.સી. દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન સવજીભાઇ કોરાટ હોસ્પિટલ (કોઠારી મેટરનીટી કોર્ટની બાજુમાં કરવામાં આવેલ છે. જેમાં જેતપુર મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બલ્ડ બેંકની ટીમ સેવા આપશે. રાત્રીના ૯ કલાકે શ્રી સવજીભાઇ કોરાટ કલ્યાણકારી મંડલી દ્વારા સ્વ. સવજીભાઈના માદરે વતન એવા જુની સાંકળી ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મનસુખભાઇ વસોયા (ખીલોરીવાળા), પુનીબેન ગોંડલીયા, જાગૃતિબેન ગોહિલ, વિપુલભાઇ પટેલ પોત પોતાની કલા પીરસી ડાયરાપ્રેમી જનતાને ડોલાવશે.
આ કાર્યક્રમમાં રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા (સાંસદ), નાગદાનભાઇ ચાવડા (જીલ્લા ભાજપ પ્રમુખ), જેન્તીભાઇ ઢોલ, ગોવિંદભાઇ રાણપરીયા, દિલીપભાઇ ગાંધી, ભાનુભાઇ મહેતા, રવિભાઇ આંબલીયા (જેતપુર ચેમ્બર્સ પ્રમુખ)શારદાબેન બારોટ (ન.પા.પ્રમુખ), પ્રશાંત કોરાટ, રાજુભાઇ પટેલ, નીતાબેન ગુંદારીયા, દિનેશભાઇ ભુવા (વોર્ડ ચેરમેન), સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
મંગળવાર, 24 નવેમ્બર, 2015
રવિવાર, 22 નવેમ્બર, 2015
અવસાન નોંધ : ૨૨-૧૧-૨૦૧૫
જેતપુર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં બે બાહુબલીની ટક્કર
જેતપુર તાલુકાના ૯૭૦૫૮ મતદારો તાલુકા પંચાયતની ૨૦ બેઠકોના ૬૧, જીલ્લા પંચાયતની ૪ બેઠકોના ૧૨ ઉમેદવારોના ભાવિનો કરશે ફેંસલો !
શુક્રવાર, 20 નવેમ્બર, 2015
અવસાન નોંધ :
જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ
નવાગઢ-પીઠડીયાની ધર્મપ્રેમી જનતામાં પ્રભુ વિવાહ ઉજવવા ભારે થનગનાટ
જેતપુરના નવાગઢના શ્રી વિષ્ણુ ભગવાનના
પીઠડીયાના તુલસીજી સાથે ધામધુમથી વિવાહ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના નવાગઢમાંથી કાર્તિક પૂર્ણિમાના શુભ દિને એટલે દેવદિવાળીના પાવન દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સોળે સણગાર સજીને વાજતે ગાજતે જેતપુર પંથકના પીઠડીયા ગામે તુલશીજીના આંગણે પહોંચશે, પ્રભુના આ અનન્ય લગ્નની તૈયારીઓ માટે નવાગઢને અદકેરા રૂપથી શણગારાય રહ્યું છે.
નવાગઢ અત્યારે શ્રી વિષ્ણુભૂમિમાં ફેરવાઇ ગયું છે, કારણ અહી કોઈ પામર માનવી નહિ પણ પ્રભુના લગ્ન ઉજવાઈ રહ્યા છે. આ માટે નવાગઢ પટેલ ચોકમાં તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. કંકોત્રીઓ વિતરણ થઇ રહી છે, આ લગ્નની તમામ બાબત વિધીવત કરાય છે. તા.૨૨ના પ્રભુના લગનીયા લેવાશે તે પહેલા તા.૨૧ના સાંજે ૫ થી ૬ શ્રી રામજી મંદિર ખાતે સાંજીના ગીત ગવાશે, તા.૨૨ને સવારે ૯ કલાકે મંડપ મૂર્હત અને બપોરે ૧.૩૦ કલાકે વાજતે ગાજતે ભગવાન શ્રી વિષ્ણુજી પાલખીમાં બેસી જાનરૂપે પ્રસ્થાન કરશે. ભગવાન શ્રી વિષ્ણુજી એટલે કે વરપક્ષે નવાગઢના નેહલબેન તથા કલ્પેશભાઇ કિરીટભાઇ જાગાણી રહેશે.
જ્યારે જેતપુર પંથકના પીઠડીયા ગામે ભગવાન શ્રી વિષ્ણુની જાનને સત્કારવા માતા ભગવતી તુલશીવૃંદાના કન્યા પક્ષે રણજીતભાઇ ગીજુભાઇ ધાધલ ખડે પગે રહેશે. નવાગઢના પ્રજાજનો આ લગ્નને ધામધુમથી ઉજવવા થનગની રહ્યા છે. તો પીઠડીયા ગામપણ આ મહામોંઘી જાનને સત્કારવા અધીરા બન્યા છે.
બોક્સ: તુલશીજીનું અનેક રીતે મહાત્મય...
આપણા પુરાણોમાં તુલશીજીને લક્ષ્મીનું રૂપ ગણાવાયું છે, માટે જ કારતક સુદ એકાદશી કે પુનમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના લગ્ન તુલશીજી સાથે કરવામાં આવે છે, ધાર્મિક ગ્રંથોમાં પણ તુલશીજીનું વિશીષ્ટ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને તેમાં કાર્તિકમાસમાં તેનુ મહત્વ ઘણું વધારે છે. એવું કહેવાય છે કે, આ માસમાં હંમેશા ભક્તિથી જે તુલશીજીનું દર્શન કરે છે, સ્થર્શ કરે છે, ધ્યાન કરે છે, વાવે છે, જલ પાય છે, કે નમસ્કાર કે સ્મૃતિ કરે છે એમ આ નવ પ્રકારે જે તુલશીજીની સેવા કરે છે તેવો હજારો યુગો સુધી વૈકુંઠમાં સ્થાન મેળવે છે. આથી જ ઘરના આંગણામાં તુલશીજીનો ક્યારો રાખવામાં આવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨
ગુરુવાર, 19 નવેમ્બર, 2015
જેતપુરના એસટી વર્કસ ડેપોમાંથી નીકળતી બસે ૨ ને હડફેટે લેતા એક ગંભીર
જેતપુરના વીરપુરમાં જલારામબાપાનાં મંદિરને ફૂંકી મારવાનો ધમકી પત્ર મળતા ખળભળાટ
જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી... રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!
જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી...
રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા
ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!
જો કે હવેલીના મુખીયાજીએ કહ્યું કે આ વાત સત્યથી વેગળી છે !!
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં ગુરુવારે અહીની એક નાની હવેલીમાંથી સેવકે મેળવેલ પ્રસાદી વાસી ધાબડી દેવાયાની જેતપુરના મામલતદાર સહિતના સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરતા સારાયે શહેરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હવેલી સુત્રોએ આ વાતને સત્યને વેગળી તે વેગળી ગણાવી ધર્મના સ્થાનને
બદનામ કરવાનો કારસો હોવાની વાત જણાવી હતી.
આ બાબતે જે હોય તે પણ જેતપુરના શાંતિનગરમાં રહેતા હિતેશભાઈ મોદીના પુત્રી હેમાલીબેન ગુરુવારના રોજ અહીના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ શ્રી મથુરેશજી પુષ્ટિ માર્ગીય હવેલીમાંથી રૂપિયા ૬૫૧/- જમા કરાવી અન્નકૂટભોગની પ્રસાદી મેળવી હતી.
ધાર્મિક આસ્થાઓ સાથે પ્રસાદી મળ્યાના આનંદમાં રાચતા મોદી પરિવારની આ દીકરી જ્યારે પોતાના ઘરે લઈને જોયું તો હેમાલીને ધર્મના અંચળા હેઠળ પ્રસાદનો વેપલો થતો હોવાનો અહેસાસ ત્યારે થયો કે હવેલીની ભાષામાં બોલાતી આ રાજભોગ પ્રસાદી બિન ખાવાલાયક નીકળતા હેમાલીના પિતા હિતેશભાઈએ સૌ પ્રથમ સ્થાનિક અખબારનાવેશોને બોલાવી તેઓની સાથે પ્રસાદી બાબતે થયેલ અન્યાય, મજાકશની વિગતો વર્ણવી હતી.
દરમિયાન અખાદ્ય પ્રસાદી મેળવનાર મોદી પરિવારે નાની હવેલીના સંબંધિતોની ભયંકર બેદરકારીને તપાસવાની માંગ કરતી એક લેખિત ફરિયાદ, જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ અને ચીફ ઓફિસર, મામલતદાર, રાજકોટ જીલ્લા કલેકટર અને રાજકોટ ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ ખાતાને જાણ કરતા શહેરભરમાં હવેલીના અનુયાયીઓ, સેવકોના મુખેથી હાયકારો નીકળી ગયો છે.
ફરિયાદી હેમાલી હિતેશભાઈ મોદીએ એવું પણ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે આ બાબતે તેઓએ હવેલીના લાગતા વળગતાઓને રૂબરૂ તેમજ ટેલીફોનીક રજુઆતો કરતા એવા ઉડાઉ જવાબો મળ્યા હતા કે '' પોસાતું હોય તો પ્રસાદી લેવા આવવી, નહીતર નહિ !!'' મતલબ કે લાજવાને બદલે ગાજેલા આ હવેલીના રસોડા વિભાગના સેવકો તેમજ મુખ્યાજીની આંખો ખોલવા મોદી પારવાર મેદાને પડ્યો હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. બીજીબાજુ શહેરની બે ત્રણ હવેલીઓ સાથે સંકળાયેલા સેવકો, અનુયાયીઓ વિગેરે જણાવેલ કે ફરિયાદીને કોઈ વાતની ગેર સમજ થઇ હોવી જોઈએ હજારો શ્રદ્ધાળુઓનું આસ્થા સ્થાન એવી આ હવેલીમાં પ્રસાદી બાબતે આવું ના બની શકે, કારણ રોજ બરોજ અસંખ્ય સેવકો પ્રસાદી લઇ જતા હોય, એક માત્ર હિતેશભાઈ મોદી સિવાય કોઈની ક્યાંયથી ફરિયાદ મળી નથી.
હવેલીના મુખીયાજી શું કહે છે ?
જેતપુર : જેતપુરના જાગૃત નાગરિક હિતેશભાઈ મોદીએ વાસી પ્રસાદી બાબતે સત્તાધીશોને કરેલી રજૂઆતની સત્યતા ખાળવા હવેલીની લેવાયેલ મુલાકાત દરમિયાન હવેલીના મુખ્યાજી શાલીગ્રામજીએ જણાવેલ કે ફરિયાદીની પ્રસાદી પરત્વેની ફરિયાદ એકદમ ખોટી છે. હવેલીમાં કોઈ દિવસ કોઈ પ્રસાદી કે ભોગ પડતર રખાતો નથી, રોજ બનાવાય છે. સૌ પ્રથમ આવી પ્રસાદી મુખ્યાજી સહિતના સાતેક સેવકો લઈને પછી હવેલી બહારના સેવકોને આ હવેલી સંપ્રદાયના રીત રીવાજ મુજબ પારણા ઝુલાવાયા બાદ પ્રસાદી ભેટ અપાતી હોય છે, આ વાતમાં હિતેશભાઈ મોદીએ રૂપિયા ૬૫૧/- જમા કરાવી રાજભોગ પ્રસાદી ટીફીન મારફતે લીધી હતી. તેમાં દૂધીનું શાક, દાળ, ભાત, પૂરી અને મોહનથાળ નામની મીઠાઈનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રસાદી સુવ્યવસ્થિત અને ખાવા લાયકજ હતી. ફરિયાદીના અન્ય એક આક્ષેપ મુજબ પ્રસાદીના પૈસા સ્વીકાર્યાની રસીદ જયારે પ્રસાદી લેવા સેવક આવે ત્યારે એટલા માટે ફાડી નખાય છે કે કોઈ સેવક બીજીવાર પ્રસાદી લેવા ના આવી શકે, રસીદ ફાડવાનો હવેલીનો વર્ષો જુનો રીવાજ છે.
આ હવેલી સાથે સંકળાયેલ ગોરધનભાઈ નામના ચુસ્ત સેવક અને અનુયાયીએ જણાવેલ કે જેતપુરમાં મરઝાદી સેવકો અને અનુયાયીઓ માટે ગૌરવ સમાન બાવાવાળાપરાની માથુરેશજીની હવેલીમાં પ્રસાદી બાબતે આવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ધાર્મિક સ્થળો બને તેટલા ઓછા બદનામ થાય તે જોવાની પ્રત્યેક જેતપુરવાસીઓની ફરજ છે. બાકી તો આ વાતમાં હવેલીમાં બેઠેલા જગદપિતા ઠાકોરજી જાણે !!
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
ફોટો વિગત : બાવાવાળાપરા વિસ્તારની હવેલી, ફરિયાદી હિતેશ મોદીની પુત્રી હેમાલી પ્રસાદીના ટીફીન સાથે તથા જે પ્રસાદી વાસી હોવાની ફરિયાદ ઉઠી છે તે ખુલા ટીફીનમાં દેખાય છે.
-----------------------------------------------------------------------------------------------
લુણીધાર ખાતે વ્યાસ પરિવારનો યજ્ઞ
જેતલસર : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વ્યાસ પરિવાના લુણીધાર ખાતે બિરાજતા કુળદેવીના મંદિરે તા.૨૧ અને ૨૨ નવેમ્બર એમ દિવસ નડિયાદના શાસ્ત્રી ભદ્રેશભાઈ વ્યાસના આચાર્યપદે હોમ હવન, પરિવારનું સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, વ્યાસ પરિવારજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
અવસાન નોંધ :
જેતપુર: પટેલ પાચાભાઈ કરમશીભાઈ સખીયા(ઉ.વ.૭૫) તે જયેશભાઈ બટેટાવાળાના પિતા તથા ક્રિશના દાદા તા.૧૯ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું ૨૧ ને શનિવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, ડોબરિયા વાડી, મુરલીધર, જેમીનીવાળી શેરી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
મંગળવાર, 17 નવેમ્બર, 2015
ખજૂરી ગુંદાળા નજીકના સુરવો ડેમમાં ડૂબી જતા કરુણ મોત
: જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે
ખારચિયાની યુવતી ભેદી સંજોગોમાં ગુમ..
જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખારચિયા ગામમાંથી રમેશભાઈ મોહનભાઈ ભેડાની ૧૯ વર્ષની સંગીતા ૮ મી નવેમ્બરે કોઈને કહ્યા વગર ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઇ છે. જે આજ દિન સુધી નહિ મળતા તાલુકા પોલીસમાં જાણ કરાઈ છે.
જેતપુરમાંથી બાઈકની ઉઠાંતરી
જેતપુર તા.૧૭
જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાંથી જિજે૩ સી જે ૪૬૯૯ નંબરનું હોન્ડા કોઈ ચોરી કરી લઇ ગયાની મોહનભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુરમાંથી જુગાર રમતા ૪ પકડાયા
જેતપુર તા.૧૭
ચોક્કસ બાતમીના આધારે જેતપુર પોલીસે અહીના ગોપાવાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા સાહિલ મધુસુદન, હરસુખ ભોવાન, જયેશ નરોત્તમ અને દીપક મનું એમ ચારેયને રોકડ રૂપિયા ૧૦૯૯૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં જલારામ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતપુર તા.૧૭ (કશ્યપ જોશી દ્વારા)
આવતીકાલ જગ વિખ્યાત સંત પૂજ્ય જલારામબાપાની ૨૧૬ મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવા જેતપુરના લોહાણા સમાજ થનગની રહ્યો છે. આ માટે તમામ લોહાણા જ્ઞાતિજનોએ પોતપોતાના રહેણાંક મકાનોના પ્રાંગણમાં જલારામબાપા સહિતની વિવિધ રંગોળીઓ દોરી છે. અહીના જુનાગઢ રોડ પર આવેલ પુજ્ય જલારામબાપના મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે. શહેરમાંથી શોભાયાત્રા પણ કઢાશે. સામુહિક પ્રસાદ પણ યોજાશે. અનેક લોહાણા પરિજનો જેતપુરમાં તેમજ વીરપુર ખાતે બાપાની જન્મજયંતી ઉજવવા ઉત્સાહી બન્યા છે.
સંત શિરોમણી જલારામ બાપના મુખ્ય મંદિર એવા વીરપુરની વાત કરીએ તો છેલ્લા ચારેક દિવસ થયા સૌરાષ્ટ્રના મોટા ભાગના રસ્તાઓ પરનો રાહદારીઓ ઉપરાંત વાહનોનો પ્રવાહ વીરપુર તરફ વળી રહ્યો છે. આજુબાજુના નાના મોટા શહેરો ઉપરાંત સુરત, બરોડા, અમદાવાદ ખાતેથી સેવકો અને ભક્તોનો સાગર વીરપુરમાં ઘુઘવાટા મારી રહ્યો છે. લાખો ભક્તો વીરપુરમાં ગોઠવાઈ ગયા છે. અહીના એકોએક આરામગૃહો હાઉસફુલ્લ થઇ ગયા છે. માણસોની કીડીયારું જેવી અવસ્થામાં કોઈ ગેરવ્યવસ્થા ના ઉભી થાય તે માટે મંદિર સંચાલકો, સ્થાનિક પોલીસ પ્રશાશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લોહાણા જ્ઞાતિજનોની ભાષામાં કહીએ તો તેઓ બધા બીજી દિવાળી જેવી પૂજ્ય બાપાની જન્મજયંતી માટે આનંદ વિભોર બન્યા છે.
''દેને કો ટુકડા ભલા, લેને કો હરી નામ'' જેવી કહાવાતથી વિશ્વભરમાં ભક્તો ધરાવતા પૂજ્ય બાપાની જન્મ જયંતી ઉજવવા જેતપુર, વીરપુરવાસીઓ આવતીકાલ રીતસરના જલારામમય બની જશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર


















































