મશ્કરીની પણ હદ હોય છે દોસ્તો, અહિં જીવતાની તો ઠીક, લાશોની'ય મશ્કરી થાય છે દોસ્તો !જીવતા યુવાનનને અગ્નિદાહ અપાતો હોવાની અફવાથી
પોલીસ-તબીબે કાળી રાત્રીએ ફરજ બજાવી સ્મશાનમાં!!
જેતપુરમાં મજાકની હદે ચરમસીમા વટાવતા સરકારી તંત્રોને થવું પડ્યું રાત આખી હેરાન !! શહેરમાં આવી ત્રીજી-ચોથી
ઘટના બન્યાની ચર્ચા ?!પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હોત તો નશાખોર ટીખળીઓનો નશો ઉતરી ગયો હોત !!
જેતપુર તા.11
જેતપુરના સ્મશાનઘટમાં ગત મધ્ય રાત્રીના એક જીવિત યુવાનને અગ્નિદાહ અપાઈ રહ્યાની અફવારૂપ વાત પોલીસ થાણે પહોચી જતા ફોજદાર સંઘાણી સરકારી તબીબ ડો.ગજેરાને લઈને મારતે ઘોડે અંતિમધામેં પહોંચ્યા હતા, પણ અંતે આ વાત મશ્કરીરૂપ સાબિત થતા દોધામમાં પડેલા સરકારી તંત્રોએ રાહતનો દમ ખેંચ્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારના દેવેન્દ્ર પ્રકાશભાઈ ભોજપરા(શ્રાવણ) ઉ.વ. 21 લાંબા સમય થયા શારીરિક બીમારીથી પીડાતો હોય, ગુરુવારના રોજ સ્થાનિક ડો.કોટડીયાના દવાખાનેથી દેવેન્દ્રને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડ્યો હતો.
જ્યાં સારવાર દરીમીયાન દેવેન્દ્રનું મોત થતા તેમની ડેડબોડી જેતપુર તેમના ઘરે લવાઈ હતી. દરમિયાન પરિવારજનોએ દેવેન્દ્રને અંતિમ વિદાય આપી પરિવારજનોએ ડાઘુઓને સોંપતા રાત્રીના 11 વાગ્યાની આસપાસ ડાઘુઓની અંતિમ યાત્રા શહેરના મુખ્ય સ્મશાન ઘાટે પહોચી હતી. અહી અંતિમ વિસામો લેવડાવી ડાધુઓએ દેવેન્દ્રનો મૃતદેહ અંત્યેષ્ટિ માટેના ખાટલા ઉપર રાખી સરપણ(લાકડા) ગોઠવતા હતા ત્યારે દેવેન્દ્રના મિત્ર રાજુ રામજી સરવૈયાને એવો ભાસ થયો હતો કે મૃતક દેવેન્દ્રે તેમનો હાથ પકડ્યો !!
બસ, રાજુને આવો અહેસાસ થયો હોય કે મશ્કરીએ ચડ્યો હોય, જે હોય તે, તેમને પોલીસ તેમજ અન્ય ત્યાં ઉપસ્થિત ડાઘુઓને વાત કરતા આ વાત વાયુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. એક તબક્કે જેતપુર વાસીઓ સુવાને બદલે રાતના 12 વાગ્યે એકમેક સાથે વાતો કરતા થઇ ગયા હતા કે ''હે લાશ જીવતી થઇ ? લાશે હાથ પકડ્યો ? જીવતા યુવાનને સળગાવાયો ? શહેરીજનોના આવા અચરજ ભરેલા સવાલો વચ્ચે શહેર પોલીસના ફોજદાર સંઘાણી સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફિસર એમ.કે.ગજેરાને લઈને સ્મશાન ઘાટ પહોચી ગયા હતા.
બોક્સ: ઓહ..દેવેન્દ્ર ડાઈડ બીફોર 3-4 અવર્સ, આઈ એમ સોરી : ડો. ગજેરા
જેતપુર : માત્ર ને માત્ર મશ્કરીરૂપ બનેલી નશાખોર તત્વોના ભેજાની ઉપજ સમાન ઘટનાથી પોલીસની સુપેરે ફરજ વચ્ચે ડો. ગજેરાએ પોતાનું તબીબી સાધન એવું સ્ટેથોસ્કોપ મૃત દેવેન્દ્રના શરીર પર ફેરવી, રહ્દયના બંધ ધબકારા અનુભવી ઉપસ્થિત પોલીસ, મૃતકના સ્વજનો અને ડાઘુઓની હાજરીમાં જાહેર કર્યું હતું કે ''ઓહ..આઈ એમ સોરી, પરહેપ્સ..દેવેન્દ્ર ડાઈડ બીફોર 3 ઓર 4 અવર્સ !! દેવેન્દ્રનો મૃતદેહ સંકોચાય ગયો હોય, તેમનું મોત ત્રણ થી ચાર કલાક પહેલાજ થઇ ગયું હોવાનું તારણ ડો. ગજેરાએ સૌની વચ્ચે જાહેર કરતા દેવેન્દ્રની અંત્યેષ્ટિ વિધિ આગળ ધપાવીને તેમને અવ્વલ મંઝીલે પહોચાડ્યો હતો ! અત્રે એ નોંધનીય છે જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય જેસુખ ગુજરાતીએ પણ આ ઘટના અંગે અચરજ વ્યક્ત કરી શહેરના અમુક પત્રકારોને સ્મશાને પહોચી જવાની મોડી રાત્રીના વિગતો આપી હતી.
બોક્સ: શહેરમાં આવી ત્રીજી-ચોથી ઘટનાની લોકચર્ચા !
જેતપુર : નાઝાવાળા પરા વિસ્તારના શાંત અને સમજુ લોકોએ સ્મશાનઘાટ પર એવી વાતો જાહેર કરી હતી કે દેવેન્દ્રની આ ઘટના પ્રથમ નથી, ભૂતકાળમાં પણ અમુક નશાખોર તત્વોએ લાશને ચિત્તાની અંગારી અપાય તે પહેલાજ બેઠી થઇ, ઉભી થઇ, હાથ પગ હલાવ્યા જેવી અફવાઓ ફેલાવી સંબંધિત સરકારી તંત્રોને ત્રણ ચાર વાર હેરાન કરાયા કરાયા છે, પોલીસે આ સમયે અંતિમધામમાજ ટીખળીઓની સરભરા કરી હોત તો ભવિષ્યમાં આવી મશ્કરી થતા અટકાવી શકાય પણ અત્યારે એક શાયરની વાત યાદ આવી ગઈ '' મશ્કરીની પણ હદ હોય છે દોસ્તો, અહિં જીવતાની તો ઠીક, લાશોની'ય મશ્કરી કરાય છે''
બોક્સ: મૃતકના પરિવારજનોએ ધાર્યું હોત તો આ ઘટના બનતા રોકી શકાત !!
જેતપુર: સામાન્યતઃ કોઈ પરીવામાં સ્વજનનું અવસાન/મોત થયા પછી મૃતકને તરત અંત્યેષ્ટિ માટે નથી મોકલી દેવાતા, સ્ત્રીનું મોત હોય તો લક્ષ્મીરૂપ ગણી આખી રાત શબને ઘરમાં રખાય છે, તો પુરુષનું મરણ હોય તો સગાવહાલાઓ ભેગા થાય, અંતિમ દર્શન અને પૂજન કરે, પરિવારજનો અંતિમ પાણી પણ મૃતકને પીવડાવતા હોય છે, આવી ક્રિયામાં કલાકો નીકળી જતા હોય છે, જો મૃતકમાં જીવ બચ્યો હોય તો આ બધો ખ્યાલ, અનુભવ મૃતકના ઘરેજ પરિવારજનોને થઇ જતો હોય છે. તેને બદલે કલાકો પછી સ્મશાનમાં કોઈ સબ બેઠું થાય, હાથ પગ હલાવે, ચલાવે એ બધી વાતો સત્યથી વેગળી તે વેગળી જ રહે છે, જેતપુરની આ ઘટનામાં પણ મૃતક દેવેન્દ્રના પરિવારજનોને ધાર્યું હોત તો આ વાતનું ખંડન થઈને અંત્યેષ્ટિ વહેલાસર આટોપી દેવાઈ હોત !!
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812