પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત દિનેશ પટેલની જેતપુરના પીઠડીયા નજીકની
શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક તંત્ર !
રૂ.17, 14,19,228-69 જેવી વ્યાજ સહિતની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલા દિનેશ પટેલને પડેલી કાનૂની લપડાકથી પાટીદારોમાં ચકચાર
જેતપુર તા.8 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના સર્વે નંબરના પ્લોટમાં આલિશાન જીનીગ મિલ ઉભી કરવા રાજકોટની દેના બેન્કમાંથી લોન લીધા બાદ, લોન ભરપાઈ કરવામાં રીતસરની સંતાકૂકડી રમનાર જસદણના દિનેશ ભગવાનજી બાંભણીયા( પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત) અને રાજેશ અમરશીભાઈ પટેલની માલિકીની જીનીંગ મિલને રાજકોટ સ્થિત દેનાબેંક સુત્રોએ જેતપુરના મામલતદારને આજે સાથે રાખી સીલ કરતા સમસ્ત પાટીદાર સમાજમાં ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના પીઠડીયા ગામના રેવન્યુ સર્વે નંબર 364 પૈકીની જીયારત પ્રકારની ખેડવાણ જમીન હે.2-32-70 ચોમી (એ.5-30) કે જે '' વસતડી વાળું'' નાં ઓળખાય છે તે ખેતીની જમીન કે જે રજીસ્ટર વેંચાણ દસ્તાવેજ અનુ.નંબર 1041 તા.8-5-2009 થી મેસર્સ શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાઈરેકટર દિનેશ ભગવાનજી બાંભણીયા અને રાજેશ અમરશી પટેલે ખરીદીને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરાવી શ્રીનાથજી જીનીગ કોટન મિલ ઉભી કરી હતી.
આ પહેલા આ બંને ભાગીદારોએ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટની જાગનાથ પ્લોટ સ્થિત દેના બેન્કની બ્રાન્ચમાંથી રૂપિયા 15 કરોડની લોન લીધી હતી. પણ મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહિ જેવી કહાવત મુજબ સતત બે વર્ષ સુધી આ બંને ભાગીદારોએ લોન ભરભાઈ કરવામાં ગલ્લા તલ્લા કરતા રૂપિયા 15 કરોડમાંથી ચડત વ્યાજ સહીત કુલ રૂપિયા 17, 14,19,228-69 પૈસા જેટલી રકમ થઇ જતા બેંક તંત્રે નોટીસવોર ચાલુ કરી પૈસા ભરી જવા દિનેશ પટેલ અને રાજેશ પટેલને ખુબ ટપાર્યા / ચેતવ્યા હતા.
પણ આ બંને ભાગીદારોમાંના એક ભાગીદાર દિનેશ પટેલ વર્તમાન સમયમાજ પાટીદાર અનામત મુદ્દે હીરો બનેલા હાર્દિક પટેલના જમણા હાથ સમાન મહાલતો હોય બેન્કને કોઈ પણ જવાબ આપતો નહોતો, પણ અંતે કાયદો કાયદાનું કામ કરે તેવી કહેવત સાર્થક કરીને રાજકોટ ની દેના બેન્કના એજીએમ રણવીરસિંહ ચૌહાણે પોતાના ઉપરાંત જેતપુરના મામલતદાર ભોરણીયા, સર્કલ ઓફિસર નીખીલ મેહતા, જેતપુરના ડીવાયએસપી પાટીલ, વીરપુર પોલીસના ફોજદાર જોશી સહિતના કાફલાને લઈને આજે મારતે ઘોડે પીઠડીયા ટોલ પ્લાઝા નજીકની, ઉપરોક્ત બંને ભાગીદારોની શ્રીનાથજી કોટન જીનીંગ મિલને સીલ કરી દેતા સમગ્ર જેતપુર પંથકમાં ચકચાર જાગી હતી.
બોક્સ: ક્યાં ક્યાં પત્રો અન્વયે બેન્ક્સુત્રોએ જીનીંગ મિલને સીલ કરી ???
જેતપુર: રાજકોટ દેના બેંક સુત્રો અને જેતપુરના મામલતદાર કચેરી દ્વારા ઉપરોક્ત બંને ભાગીદારોને ગઈ તા.28-8-2015 ના રોજ પાઠવેલી નોટીસમાં જણાવાયેલી વિગતો મુજબ ધી સીક્યુંરાઈજેશન એન્ડ રિકન્ત્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એકટ 2002 તળે મિલકત (સિક્યોર્ડ એસેટ)નો કબજો લેવા જાહેર કરાયેલ નોટીસમાં જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ ના હુકમ નંબર જેએક્સ -સીક્યું-એકત કેશ નંબર 130/14 તા. 17-3-2015, શ્રી અધિકૃત અધિકારી દેનાબેન રાજકોટ નો અત્રેની કચેરીમાં રજુ થયેલ 25-3-15 ના પત્ર અન્વયે, મીનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ દિલ્હી, તા.8-2-2013 ના પત્ર નંબર 3/1/2011-ડીઆરટી/ રીકવરી વિગેરે સંદર્ભો ટાંકીને લખાયેલી નોટીસની આજે કોટન મિલ સીલ કરીને અમલવારી કરી હતી .
બોક્સ: અનેક બેંક કૌભાંડોમાં સંડોવાયે જતો દિનેશ પટેલ
હાર્દિક પટેલના અંગત દોસ્ત ગણાતા દિનેશ પટેલને દેના બેંક દ્વારા ડીફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ અગાઉ પણ દિનેશ પટેલ પર જેતપુરના વીરપુરમાં ૫૭ લાખની છેતરપિંડી અને અમરેલીમાં એક કરોડ ૨૦ લાખની છેતરપીંડીની અરજીરૂપ ફરિયાદો પણ થઇ છે..ત્યારે હવે દેના બેંકનું આ ત્રીજું પ્રકરણ સામે આવતા સૌરાષ્ટ્રભરમાં ખળભળાટ મચી ગયો છે..ત્યારે આગામી સમયમાં આ તમામ મામલે શું કાર્યવાહી થશે ? તે સમયજ બતાવશે।.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812








ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો