અનુયાયીઓ

શુક્રવાર, 28 નવેમ્બર, 2014

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !!

કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતો જેતપુરનો યુવાન 

ભયંકર રોગ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં સપડાઈ ગયો !! 

બહેન નિમિષાના સહારે જીવન જીવતો રાજેશ ભાટિયા 

શિક્ષણનું બલિદાન આપનાર બહેનની સેવા છાપરે ચડીને પોકારે તેવી જોવા મળી !!

(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.28

     જેતપુરના મોટા ચોકમાં રહેતો અને અભ્યાસમાં તેજસ્વીતા ધરવતો યુવાન છેલ્લા સાત સાત વરસ થયા એક ભયંકર રોગમાં પીડાઈ રહ્યો હોય, કોઈ પાસે રોગની નક્કર સારવાર કે ઈલાજ હોય તો જણાવવા પીડિત યુવાનના પરિવારજનોએ ભીની  આંખે ભીની આંખે અપીલ કરી છે.

     જન્મના 15 વર્ષ પછી અચાનક ઉક્ત ભયંકર રોગમાં સપડાઈ ગયેલા જેતપુરના ભાટિયા રાજેશ સતીશભાઈ ગોકળ ગાંધી (..22) જીવનને ધૂંધળું બનાવી દેનાર હકીકતો જાણીએ તો રાજેશે ધો.1 થી 10 નો અભ્યાસ બિલકુલ સજા નરવા અને પરફેક્ટ ફિઝીકલી ફિટનેસ સાથે પૂર્ણ કર્યો..

આગળ વધુ ભણી કોમ્પ્યુટર એન્જીનીયર બનવા માંગતા રાજેશની જીંદગીમાં એકાએક પીડાદાયક ગંભીર વળાંક આવ્યો હોય તેમ તેમના શરીરમાં નબળાઈ, રહેવા, બેસવા, હરવા, ફરવા તેમજ ભોજન અને મોજ શોખમાં દિન પ્રતિદિન વધતી જતી 

     અરુચિ બાદ એકદમ શારીરિક શક્તિઓ ખતમ થતી જતી હોવાનો અહેસાસ થવા લાગતા પિતા સતીશભાઈ કરશનદાસ ભાટિયા, માતા ઇલાબેન, બે બહેનો ખુશ્બુબેન અને નીમીશાબેન સહિતના પરિવારજનો રાજેશની સારવાર માટે સૌરાષ્ટ્ર-ગુજરાત ખુંદી વળ્યા હતા પણ કોઈ જગ્યાએ અસરકારક સારવાર મળતી નહોતી.

      બીજીબાજુ રાજેશને હલવા-ચાલવામાં, ઉઠવા બેસવામાં ટેકાની જરૂરીયાત ઉભી થવા લાગતા એક તબ્બક્કે શરીર સાથ છોડી રહ્યાનું તે દુખ અનુભવતો હતો. પછી  તો ચાલતા ચાલતા પણ ગબડી પડવાની ઉપાધિમાં સપડાઈ રહેલા યુવાનના પરિવારજનો રાજકોટ, અમદાવાદ, સુરતબરોડા અને મુંબઈ સુધી ધોળા કરી આશરે રૂપિયા 10 લાખનું રાજેશની સારવારમાં આંધણ કરી નાંખ્યું, પણ કોઈ સારવાર ફળી નહોતી

     દરમિયાન રાજકોટના એક નામાંકિત તબીબના નિદાનમાં એવું બહાર આવ્યું હતું કે મેજોરીટી પુરુષમાં અને 1 થી 15 વર્ષ દરમિયાન લાગુ પડી જતા ભયંકર  મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં રાજેશ સપડાઈ ગયો છે. જરૂરી અને ઝડપી સારવાર મળે તોજ માણસ બચી શકે તેવા તબીબોના ત્રણ વચ્ચે યુવાનનો પરિવાર મુંબઈની સાયન હોસ્પિટલ ખાતેથી ડોક્ટર ખાંડેલકર અને હરિદ્વાર ખાતે યોગ ગુરુ બાબાના આશ્રમ ખાતેથી દવાઓ લઈને રાજેશની સારવાર કરતા  જતા હતા. જેમાં હરિદ્વારની દવાએ યુવાનના શરીરમાં ફેલાતા ઉપરોક્ત રોગના ફેલાવાને અટકાવવામાં મહદઅંશે ભાગ ભજવ્યો હોવાનું તેમના પરિવારજનોએ  જણાવ્યું હતું, જો કે હાલના દિવસોમાં રાજેશ પોતાની રીતે કઈ પણ કરવા અસમર્થ બની ગયો છે.

 

બોક્સ: બહેને આપ્યું અભ્યાસનું બલિદાન !!

જેતલસર : રાજેશથી મોટી બહેન નીમીષાએ લખનારને જણાવેલ કે, તેણીએ એસવાયબીકોમ સુધી અભ્યાસ કરી બાકીનો અભ્યાસ છોડી દીધો, એક એવો મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જ્યાં સુધી ભયલો રાજેશ પુનઃ ચાલવા ના લાગે, દોડવા નાં માંડે ત્યાં સુધી અભ્યાસ તો શું લગ્ન પણ નહિ કરે !  તો માતા ઇલાબહેને રડમસ અવાજે જણાવેલ કે તેઓની વયોવૃદ્ધ અવસ્થામાં મદદ માટે લાકડી સમાન દીકરો સાજો નરવો થઇ જાય તેનાથી વિશેષ એક માતાની શું અપેક્ષા  હોય ? જ્યારે નાનો અમથો ધંધો ધરાવતા રાજેશના પિતા સતીશભાઈએ જણાવેલ કે દવા અને દુઆઓ સાથે રાખી પુત્રની સારવાર માટે આમથી તેમ ભટકી રહ્યા છીએ. કોઈ આવા રોગમાંથી છુટકારો મેળવી ચુક્યું હોય તો બસ એકવાર આવા દર્દીઓએ મળવા અનુરોધ કર્યો છે.

 

બોક્સ:  રોગના ક્યાં ક્યાં લક્ષણો છે ?

જેતલસર :મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રો ગમાં સપડાયેલ દર્ધીની શારીરિક તાકાત દિન પ્રતિદિન ખતમ થતી જાય છે.  દર્દી પોતે સેલ્ફ કોઈ પણ કાર્ય, હલન ચલન માટે મજબુર થઇ જાય છે. રોગના રક્તકણો એટલી બધી માત્રામાં શરીરમાં ફેલાઈ જાય છે કે આપના મૂળભૂત રક્તકણોને વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તાવ-શરદીથી કાયમ દર્દી ઘેરાયેલો રહે છે. 5 થી 15 વર્ષના પુરુષ જાતિમાં રોગ વધારે વળગી જતો હોવાનું જાણકાર તબીબોનું કહેવું છે. અમુક તબીબોએ એવા પણ તારનો રજુ કર્યા કે તેઓની સમાજ અને જાણકારી મુજબ આજથી વર્ષો પહેલા રોગ 7500 વ્યક્તિઓમાં એક માં જોવા મળતો, આજે રોગનો ફેલાવો 3500 વ્યક્તિઓમાં એક માં જોવા મળે છે. સમયસરની સારવાર ના મળે તો દર્દીને જીવનથી હાથ ધોવા પડે એટલેકે દર્દી મોતને પણ ભેટે તેવી દહેશત તબીબી વર્તુળોએ વ્યક્ત કરી છે.

 

બોક્સ: કેટલા પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ??

જેતલસર: દર્દીને શારીરિક રીતે ભાંગી નાંખનાર અને બેદરકારી દાખવાય તો દર્દીને મોતના મુખમાં ધકેલી દેનાર આ રોગ દસ પ્રકારે થઇ છે તેમાં ડસેન, બેકર, માયોટોનીક, કોન્જેનાઈટલ માયોપેથી , મેટાબોલિક માયોપેથી, હાઈપેર કેલેમિક પીડીયોટ્રીક, પેરમાયોટોનીયા કોન્જેનાઇટા, અને એક્વાયર્ડ માયોપેથી વિગેરે 10 પ્રકારના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ થાય છે.


બોક્સ: સ્ટેમસેલ થેરાપી અસરકારક ?!

જેતલસર: ઉપરોક્ત રોગનો ભોગ બનનાર રાજેશના પિતા તથા બહેન સહિતના પરીવારજનોએ જણાવેલ કે, આવા પ્રકારના રોગની સારવારમાં સ્ટેમસેલ થેરાપી અસરકારક હોવાનું સાંભળવા મળ્યું છે પણ  કોઈ આવા દર્દીનો ભેટો ના થયો હોય આવી ખર્ચાળ સારવારનો અમારે લાભ લેવો કે કેમ ? તેની ચિંતા કોઈ દુર કરી  શકે તેમ હોય તો 9998266937 ઉપર રાજેશ ભાટિયાનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.


ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર)

ફોટો લાઈન : ગંભીર માંદગીમાં પટકાયેલ રાજેશ માતા અને બહેન સાથે નજરે પડે છે. 

  


 

 

 

 

બુધવાર, 26 નવેમ્બર, 2014

જેતપુરના પીઠડીયા નઝીક ટ્રેન હેઠળ ઝંપલાવી આદિવાસી પ્રેમી પંખીડાનો આપઘાત




વીરપુર જલારામ બાપાનાં દર્શન કરી 
જેતપુરના પીઠડીયા નઝીક ટ્રેન હેઠળ ઝંપલાવી 
આદિવાસી પ્રેમી પંખીડાનો આપઘાત 
જેતલસર  તા.26  KASHYAP  JOSHI DWARA 
જેતપુરના પીઠડીયા નઝીક આજે બપોરે એક આદિવાસી પ્રેમી પંખીડાઓએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના બનતા નઝરે જોનારના કાળજા કંપી ગયા હતા.
ચાર ચાર પોલીસ સ્ટેશનોમાં સત્તાધીસોની બનાવમાં હદ નક્કી કરવામાં વટી  ગયેલી માનવતાની હદ ની ચર્ચા કરીએ તો આજે બપોરના 2:30 થી 3:00  વિરપુરથી નીકળેલી ત્રિવેન્દ્રમ ટ્રેન હેઠળ એક યુવતી અને એક યુવાને ઝંપલાવી આપઘાત કરી લેતા બંનેના શરીરના કુરચે કુરચા ઉડી ગયા હતા.
આ સમયે સંબંધી રેલ બાબુઓએ ગાડી થોભી બંનેની લાશોના ટુકડા ટ્રેનના ડબ્બામાં મૂકી  જેતલસર જંકશન લઇ ગયા હતા.
બાદમાં આ બનાવ ક્યાં પોલીસની હદમાં બન્યો છે તેની ચિંતામાં પડેલ રેલ્વે પોલીસ, તાલુકા પોલીસ, વીરપુર પોલીસ તેમજ જેતપુર સીટી પોલીસ એમ તમામ જવાબદારીઓમાંથી  છટકવાની રીતસરની ગતિવિધિઓ કરી રહ્યા હતા.
બીજી બાજુ યુવક અને યુવતીની લાશો જેતલસર જંકશન માં વેઈટીગ રૂમમાં રાખી પોલીસ જવાનો બંને લાશની ઓળખવિધિ કરવાને બદલે હદ નક્કી કરવાની માથાકુટમાં પડી જતા કહેવાય છે કે મૃતકોનો મલાજો જાળવવામાં તમામ પોલીસ બિલકુલ નિષ્ફળ જોવા મળી હતી.  આ લખાય છે ત્યારે રાત્રીના નવ વાગ્યે જીઆરપીના જવાન માધાભાઈ એ અખબારી પ્રતિનિધીઓને લાશો ઓળખાઈ ગયાની માહિતી આપી હતી. 

બોક્સ: વીરપુર દર્શન કરી કર્યો આપઘાત !!
જેતલસર: જીઆરપી પોલીસે માહિતી આપતા જણાવેલ કે સોનલબેન દિનેશભાઈ વસાવા (ઉ.વ.17) તેમજ લાલો ભીખાભાઈ પાટણવાડિયા (ઉ.વ.22) એમ બંને પ્રેમી પંખીડા(રહે.મોકણ, તા.કરજણ, જી.ભરૂચ) આજે સવારે વીરપુર જલારામ બાપાનાં દર્શન કરીને કોઈ વાહનમાં જેતપુરના પીઠડીયા નઝીક રેલ્વે ટ્રેક (પાટા ) ઉપર આવી ગયા હતા. આ સમયે સમાજ આપણને એક થવા નહિ દે અને જીવ્યા સાથે તો મરિયે પણ સાથે તેવો એકબીજાને જાણે  કોલ આપી બેઠા હોય, થોડીવાર વાતો કરી, બરાબર  અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ ત્યાંથી ઘસમસતી નીકળેલ ત્રિવેન્દ્રમ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત વહાલા કરી દેતા બંનેના શરીરના કુરચા ઉડયા હતા.

બોક્સ: લાશો કેમ ઓળખાઈ ??
જેતલસર: જીઆરપીના જવાન માધાભાઈ પરમારે જણાવેલ કે જીઆરપીના ફોજદાર કુબાવતની સુચનાથી ગુજરાત પોલીસ જેતલસર જંકશનના માધાભાઈ, કાન્તીભાઈ વિગેરેએ બાંનેની લાશોની અંગજડતી લેતા એક મોબાઈલ મળી આવ્યો હતો. જેમાં 
 વાયા મીડિયા સંપર્કો કરી વાલીઓને જાણ  કરી પૂછપરછ કરતા આ બંને સોનલ દિનેશ વસાવા  અને લાલો ભીખાભાઈ હોવાનું અને પ્રેમ સબબ ભાગ્યા હોવાનું કરજણ કે ભરૂચ પોલીસ મથકોમાં નોંધાયાનું બહાર આવ્યું હતું

બોક્સ: 2 લાશો, 4 પોલીસ સ્ટેશનો, 6 કલાક હદ નક્કી કરવામાં પોલીસ લાચાર !!
જેતલસર: કરજણ પંથકના પ્રેમી પંખીડાઓએ જેતપુર નઝીક આત્મા હત્યા કરી લીધાની બપોરની ઘટનામાં જેતલસર રેલ્વે પોલીસ, વીરપુર પોલીસ, જેતપુર તાલુકા પોલીસ અને જેતપુર શહેર પોલીસ એમ ચાર ચાર પોલીસ મથકોના જવાબદારો બનાવની હદ નક્કી કરવામાં માનવતાની હદ વટાવી નાખતા જાણકારોમાં પોલીસની ટીકાઓ થઇ રહી છે. છેક રાત્રીનાં સાડા આઠ વાગ્યા થી નવ વાગ્યા દરમીયાન પ્રેમીઓની લાશો પીએમ માટે જેતપુર ની સરકારી હોસ્પીટલમાં લાવી હતી. બપોરથી રાતના નવ વાગ્યા સુધીમાં શહેરના પત્રકારોએ અનેક ફોન ચારે પોલીસ સ્ટેશનોમાં કર્યા હતા પણ બધા એકજ કેસેટ વગાડતા હતા કે કાગળો આવ્યા નથી, અમારી હદનો બનાવ નથી.

કશ્યપ જોશી જેતપુર જેતલસર 
9974262812


શુક્રવાર, 21 નવેમ્બર, 2014

LOKCHARCHA UPDATES-21-11-2014


LOKCHARCHA UPDATES-21-11-2014


પોલીસનું કામ સગીરાના વાલીઓએ કર્યું ! અપહરણકારને પકડી પોલીસને સોંપ્યો....

બાવા પીપળીયા સગીરા અપહરણ પ્રકરણમાં
પોલીસનું કામ સગીરાના વાલીઓએ કર્યું !
અપહરણકારને પકડી પોલીસને સોંપ્યો....

પોલીસે કિશોરી-યુવાનને દાકતરી પરીક્ષણ માટે રાજકોટ મોકલી શરુ કરેલી તપાસ
જેતલસર તા.21
આજથી દશ દિવસ પહેલા જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરાને ભગાડી જનાર કૌટુંબિક પ્રેમી ભાઈને સગીરાના વાલીઓએ જ પકડી પાડી પોલીસને સોંપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી વચ્ચે બંનેને દાકતરી પરીક્ષણ માટે રાજકોટ મોકલ્યા હોવાનું જેતપુર તાલુકા પોલીસના પીએસઓ ગઢવિભાઈ જણાવે છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગઈ તા.11.11. ના રોજ જેતલસર પંથકના બાવા પીપળીયા ગામેથી છગન મનજીભાઈ ગુજરાતીની સગીર વયની પુત્રીને તે જ ગામનો અને કૌટુંબિક ભાઈ ( છગનભાઈ ના મોટાભાઈ  માવજીભાઈ નો દિકરો ) રમેશ માવજીભાઈ નો પુત્ર રમેશ લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે ભગાડી જતા નાનકડા એવા ગામમાં બનાવથી ચકચાર જાગી હતી.
દરમિયાન આ બારાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસાઈ કરમટીયા સહિતના સ્ટાફે આ કાજોડા ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પણ કહેવાય છે કે પોલીસની આંખો કરતા સગીરાની વાલીઓની આંખો, મહેનત તેજ હોવાનું સાબિત થયું હોય તેમ અપહરણકારનું પગેરું દાબી રમેશ અને સગીરાને પકડી પાડી તાલુકા પોલીસને સોંપતા, પોલીસે સગીરા ને રમેશને દાકતરી તપાસ માટે રાજકોટ મોકલ્યા છે. વધુ તપાસ ધોરાજીના સીપીઆઈ રાવતે હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર(જેતપુર)9974262812
   


JETPURMA VADHU EK GHARFOD CHORI..KASHYAP JOSHI JETPUR JETALSAR

જેતપુરમાં મકાન માલિક વાન લઈને ફેરો કરવા ગયા ને
તસ્કરો મકાનમાં હાથફેરો કરી ગયા
રોકડ રૂ.10000 સહીત હજારોની ચોરી
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા. 21
ગઈ કાલે જેતપુરમાં મોડી રાત્રીના એક રેઢા મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ રૂપિયા 10 હજાર સહીત હજારોની મત્તા ચોરી જતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
આ બાબતે રૂબરૂ મેળવાયેલી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ ઉપર, કેનાલ કાંઠે આવેલ માહિર-2 ના બ્લોક નંબર G-4 માં રહેતા અને મારુતિ વાન ભાડે ચલાવવાની મજુરી કરતા ભરતભાઈ ઓઘડભાઈ સોલંકી-કોળી ગત રાત્રીના 8 વાગ્યે કાલાવડ પંથકના ટોડા ગામનું ભાડું લઈને નીકળ્યા હતા.
ઘરને તાળા વાસી ઉક્ત ગામેથી આજે સવારે ઘરે પરત આવ્યા ત્યારે તેમના મકાનના દરવાજો તૂટેલો જોયો હતો.
દરમિયાન ઘરમાં તપાસ કરતા તૂટેલા કબાટની ચીજ વસ્તુઓ, કપડાલત્તા વેરવિખેર પડેલા જોવા મળતા ભરતભાઈ ને ચોરી થયાનું માલુમ પડતા તેમને પોતાના પૈસા અને સોના ચાંદીના દાગીના તપસ્યા હતા. જેમાંથી બે સોનાની વીંટી, ચાંદીની બંગડી ,સોનાની બુટી,બાળકીની ચાંદીની જાંજરી, બાધા રૂપિયા ત્રણેક હજાર સહીત રૂપિયા 10 હજાર નું પરચુરણ વિગેરે ગાયબ જનતા આ વિગતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવાની મકાન માલિકે તજવીજ હાથ ધરી છે.

બોક્સ: રોકડ સહીત દાગીના બચી ગયા !
જેતલસર: બનાવ સ્થળે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતા મકાન માલિક ભરત સોલંકીએ જણાવેલ કે જે કબાટ તસ્કરોએ તોડ્યો તેમાજ એક અન્ય લોકરમાં રૂપિયા 50,000 રોકડા, એક સોનાનો ચેઈન હતો તે તસ્કરોના ધ્યાને નહિ આવતા બચી ગયા છે. હજુ આઠ થી દસ દિવસ પહેલાજ તાલુકાના પીઠડીયા ગામેથી જેતપુરમાં માહિર-2 માં રહેવા આવેલા ભરતભાઈએ વધુમાં જણાવેલ કે નવો વિસ્તાર હોય તે તેમના પત્નીને પીઠડીયા રાત રોકોવા મૂકી આવ્યા હતા. તસ્કરોએ પાડોશી ભાવેશભાઈના દરવાજાને બહારથી સ્ટોપર વાસી તેના ઘરમાં પ્રવેશ્યા હતા.આમ રેઢું ઘર ભાળી જતા તસ્કરો ફાવી ગયા હતા.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

જેતપુરમાં મકાન માલિક વાન લઈને ફેરો કરવા ગયા ને
તસ્કરો મકાનમાં હાથફેરો કરી ગયા
રોકડ રૂ.10000 સહીત હજારોની ચોરી
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા. 21
ગઈ કાલે જેતપુરમાં મોડી રાત્રીના એક રેઢા મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ
રકમ રૂપિયા 10 હજાર સહીત હજારોની મત્તા ચોરી જતા પોલીસે ફરિયાદ લેવાની
તજવીજ હાથ ધરી છે.
આ બાબતે રૂબરૂ મેળવાયેલી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ ઉપર, કેનાલ
કાંઠે આવેલ માહિર-2 ના બ્લોક નંબર G-4 માં રહેતા અને મારુતિ વાન ભાડે
ચલાવવાની મજુરી કરતા ભરતભાઈ ઓઘડભાઈ સોલંકી-કોળી ગત રાત્રીના 8 વાગ્યે
કાલાવડ પંથકના ટોડા ગામનું ભાડું લઈને નીકળ્યા હતા.
ઘરને તાળા વાસી ઉક્ત ગામેથી આજે સવારે ઘરે પરત આવ્યા ત્યારે તેમના મકાનના
દરવાજો તૂટેલો જોયો હતો.
દરમિયાન ઘરમાં તપાસ કરતા તૂટેલા કબાટની ચીજ વસ્તુઓ, કપડાલત્તા વેરવિખેર
પડેલા જોવા મળતા ભરતભાઈ ને ચોરી થયાનું માલુમ પડતા તેમને પોતાના પૈસા અને
સોના ચાંદીના દાગીના તપસ્યા હતા. જેમાંથી બે સોનાની વીંટી, ચાંદીની બંગડી
,સોનાની બુટી,બાળકીની ચાંદીની જાંજરી, બાધા રૂપિયા ત્રણેક હજાર સહીત
રૂપિયા 10 હજાર નું પરચુરણ વિગેરે ગાયબ જનતા આ વિગતોએ પોલીસમાં ફરિયાદ
નોંધાવાની મકાન માલિકે તજવીજ હાથ ધરી છે.

બોક્સ: રોકડ સહીત દાગીના બચી ગયા !
જેતલસર: બનાવ સ્થળે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતા મકાન માલિક
ભરત સોલંકીએ જણાવેલ કે જે કબાટ તસ્કરોએ તોડ્યો તેમાજ એક અન્ય લોકરમાં
રૂપિયા 50,000 રોકડા, એક સોનાનો ચેઈન હતો તે તસ્કરોના ધ્યાને નહિ આવતા
બચી ગયા છે. હજુ આઠ થી દસ દિવસ પહેલાજ તાલુકાના પીઠડીયા ગામેથી જેતપુરમાં
માહિર-2 માં રહેવા આવેલા ભરતભાઈએ વધુમાં જણાવેલ કે નવો વિસ્તાર હોય તે
તેમના પત્નીને પીઠડીયા રાત રોકોવા મૂકી આવ્યા હતા. તસ્કરોએ પાડોશી
ભાવેશભાઈના દરવાજાને બહારથી સ્ટોપર વાસી તેના ઘરમાં પ્રવેશ્યા હતા.આમ
રેઢું ઘર ભાળી જતા તસ્કરો ફાવી ગયા હતા.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 17 નવેમ્બર, 2014

જેતલસર જંકશનમાં રેલ્વેO પ્લેટફોર્મ પર અસુવિધાઓની ફરિયાદ


જેતલસર જંકશનમાં રેલ્વે પ્લેટફોર્મ પર અસુવિધાઓની ફરિયાદ
(કશ્યપ જોશી )  જેતલસર તા.17
જેતલસર જંકશન રેલ્વે પ્લેટફોર્મ પર યાત્રિકોની અમુક સુવિધાઓ પ્રત્યે રેલબાબુઓ મનમાની  હોવાની  ફરિયાદો મળી છે.
આ બાબતે જાગૃત નાગરિકો કહે છે કે અહી પ્લેટફોર્મ ઉપરના પુરુષના શૌચાલયમાં નળ ની ચકલીઓ ગાયબ છે. મહિલા વિભાગના શૌચાલયને તાળા વાસી  દેવાયા છે. પરિણામેં  ઘણી વખત ટ્રેન આવે અને થોડીવાર થોભે એટલીવારમાં કોઈ મહિલા યાત્રિકને શૌચાલયમાં જવાની જરૂર પડે તો તેઓને નાછૂટકે પુરુષોના શૌચાલયમાં જવું પડે છે. આ બાબતે અમુક રેલકર્મી  જણાવે છે કે લોકો સુવિધાને સમજી શકતા ના હોય બધું તોડી ફોડી નાખે છે. મહિલાઓના શૌચાલયની ચાવી સંબંધિતો પાસે રાખવામાં આવે છે !! ત્યારે પ્રબુદ્ધ નાગરીકો કહે છે કે ભાઈ મહિલા શૌચાલય ની ચાવી કોની પાસે છે ? એ પુંછવાનો કોઈની પાસે સમય હોય ખરો ? આ બાબતે ઉચ્ચ રેલબાબુઓ તાકીદે જેતલસર જંકશન રેલવે પ્લેટફોર્મ પર યાત્રિકો માટે ઉભી થયેલી દુવીધાઓને સુવિધાઓમાં ફેરવે તેવી માંગ થઇ છે.
ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર 

જેતલસર સહીત 10 ગામોના ખેડૂતોનું ખોટી કનડગતના વિરોધમાં વીજ કંપની-મામલતદારને આવેદન (કશ્યપ જોશી) જેતલસર તા.17 ખેડૂતોને નડતા પ્રશ્નો અને વીજ કંપની સુત્રોની કનડગતના વિરોધમાં રજૂઆત કરવા આજે જેતલસર સહીત 10 ગામોના ખેડૂતો જેતપુર દોડી જઈ, મામલતદાર, વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર અને કાર્યપાલક ઇજનેરને આવેદનો પાઠવ્યા હતા. આવેદનમાં બતાવેલા અનેક પ્રશ્નો પરત્વે જણાવાયું છે કે, જયારે પીજીવીસીએલ દ�

જેતલસર સહીત 10 ગામોના ખેડૂતોનું ખોટી કનડગતના 
વિરોધમાં વીજ કંપની-મામલતદારને આવેદન
(કશ્યપ જોશી)  જેતલસર તા.17
ખેડૂતોને નડતા પ્રશ્નો અને વીજ કંપની સુત્રોની કનડગતના વિરોધમાં રજૂઆત કરવા આજે જેતલસર સહીત 10 ગામોના ખેડૂતો જેતપુર દોડી જઈ, મામલતદાર, વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર અને કાર્યપાલક ઇજનેરને આવેદનો પાઠવ્યા હતા. 
     આવેદનમાં બતાવેલા અનેક પ્રશ્નો પરત્વે જણાવાયું છે કે, જયારે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ છે ત્યારે, અપૂરતા વોલ્ટેજ  ધ્યાને લેવાને બદલે એમ્પીયર કેપેસીટી જોઇને ખેડૂતોને દંડ ફટકારાય છે. 
    એમ્પીયરની વાતમાં ખેડૂતો ફોડ પાડે છે કે વોલ્ટેજ અને પાણીના ઊંચા નીચા લેવલના પ્રમાણમાં શબમર્સીબલ એમ્પીયર બતાવે છે. તેમાં પાણી ઉપર કે નીચે હોય એમ્પીયર  વધારેજ લેવાઈ છે.  જયારે આઇએસઆઈ પ્રમાણે એગ્રીકલ્ચરમાં એમ્પીયર કેપેસીટી 1.9 થાય છે. તંત્રે  પ્રમાણે જ ચેકિંગ સમયે એમ્પીયર ગણવો જોઈએ
  કારણ આઇએસઆઈ મુજબના જ સાધનો લેવાનો સરકારનો વખતોવખતનો આગ્રહ હોય છે. તો તે મુજબ કેમ ગણતરી નથી કરાતી ? જો આ પ્રમાણે જ વર્તવામાં આવે તો ખેડૂતોએ દંડ ભરવો જ ના પડે. અને તંત્ર એ જે ખેડૂતો પાસેથી 1.5 એમ્પીયર પ્રમાણે દંડ વસુલ્યો હોય તો તે પરત કરવાની ખેડૂતોની માંગ છે.
   કાયમી લો વોલ્ટેજ બાબતે ફરિયાદ કરતા ખેડૂતો એ જણાવેલ કે દરેક ખેતીવાડી વીજ કનેક્શનધારકોને 420 વોલ્ટ  વીજ પુરવઠો મળવો જોઈએ, પણ કાયમી 300 થી 310 વોલ્ટ જ વીજ પુરવઠો મળતો હોય લો વોલ્ટેજ ની સમસ્યાથી ખેડૂતોના સાધનો અવારનવાર બળી જાય છે. ઉપરથી વીજ કંપની લોડ વધારાનો દંડ ફટકારે તે લટકાનું !!

બોક્સ: વીજ તંત્રમાં કાયમી અપૂરતો સ્ટાફ !!
જેતલસર : વીજફોલ્ટ થાય ત્યારે ખેડૂતો ફરિયાદ લખાવે છે પણ તંત્રના માણસો ત્રણ ચાર દિવસે ડોકાતા હોય છતે પાણીએ ખેડૂતોને ખેતપાક ને તરસ્યો  છે. એટલુજ નહિ ફરિયાદ સમયે ખેડૂતોને ઘઘલાવાય છે. તંત્રના 66 કેવી પરના ટેલીફોન ઉપર કોઈ રાત્રીના જવાબ આપવાવાળું હોતુજ નથી. ખેડૂતોને રૂબરૂ ફોલ્ટ લખાવવા જવું પડ્યું હોય તેવા અનેકવારના દાખલા છે. આ બધું રેગુલર કરવાની ખેડૂતોની બુલંદ માંગ છે.

બોક્સ: ટ્રાન્સફોર્મર બળવાની કાયમી સમસ્યા !
જેતલસર: ખેડૂતોએ વીજ કંપની સુત્રો સમક્ષ રોષ ઠાલવતા જણાવેલ કે જયારે જ્યારે વીજ ટ્રાંસફોર્મર બળે છે ત્યારે તંત્ર લાંબા સમયે ડોકાઈને હલકી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર ઉભા કરી જતા હોય, વારંવાર બળી જાય છે. આવા સમયે હકીકત અને વાસ્તવિકતા સ્વીકારવાને બદલે વધારે લોડ વાપરતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતોને દંડ ફટકારાય છે ! આ કયાનો ન્યાય ? તેવોખેદુતોનો પ્રશ્ન છે. સર્વિસ વાયર બળવાની વાતમાં પણ તંત્ર ખેડૂતો પાસેથી ધમકાવીને રૂપિયા 200 ચાર્જ વસુલે છે. વીજ મીટર બળી જાય તો ખેડૂતો રૂપિયા 200 ચાર્જ તુરંત ભરી દે છે પણ તંત્ર વર્ષો સુધી મીટર બદલવા આવતું નથી અને ઉલટાનું એવરેજ બીલ ઠપકારી ખેડૂતોનું આર્થિક શોષણ કરે છે.

આમ, ખેડૂતોને હેરાન કરતા અનેક પ્રશ્નો પરત્વે જેતલસર, નવી જૂની સાંકળી, આરબ ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, ડેડરવા વિગેરે 10 ગામોના ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં જેતપુર દોડી આવી ઘટતું કરવાની માંગ દોહરાવતા મામલતદાર ભોરણીયા, પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેર ધીંગાણી, રૂરલ વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર મિયાત્રા એ યોગ્ય કરાવવાની ખાતરીઓ આપી છે. 

ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812 

શનિવાર, 15 નવેમ્બર, 2014

જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે

વીજ કર્મીઓની કનડગતના વિરોધમાં 
જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે
(કશ્યપ જોશી ) જેતલસર તા.15
જેતલસર પંથકના 10 ગામોમો વીજ કંપનીના કર્મીઓએ ચાલુ કરેલી ખોટી કનડગતના વિરોધમાં આવતીકાલે સોમવારે ખેડૂતો જેતપુરના મામલતદાર તેમજ વીજ કંપની સુત્રોને આવેદન આપનાર હોવાનું ખેડૂત યુવા આગેવાન અરવિંદ રૂપાપરાએ  જણાવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતપુર રૂરલ વીજ કંપનીના અમુક અધિકારીઓ અને કર્મીઓએ ચેકિંગના બહાને યેનકેન પ્રકારે ચાલુ કરેલી કનડગતના પ્રશ્ન હાલ કરવાની ચર્ચાઓ સાથે આજે જેતલસરમાં ખેડૂતોની એક તાકીદની બેઠક મળી હતી.
જેમાં નક્કી કરાયા મુજબ આવતીકાલ તા.17 ને સોમવારે જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બવાપીપલીયા, અકાળા, પીપળવા, જેતલસર જંકશન, નવી જૂની સાંકળી વિગેરે 10 ગામોના ખેડૂતો જેતપુર દોડી જઈ મામલતદાર, રૂરલ વીજ કંપની અને વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને આવેદન આપી અમુક પ્રશ્નો પરત્વે થતી કનડગત દુર કરવાની માંગ કરશે
કશ્યપ જોશી જેતલસર જેતપુર - 9974262812

જેતપુરની માર્કેટ યાર્ડમાં 100-100 ગુણી લસણ-માંડવી અને 4 ગાડી કપાસ પલળી ગયાની ખેડૂતોને નુકશાની

જેતપુરની માર્કેટ યાર્ડમાં 100-100 ગુણી  લસણ-માંડવી અને 4 ગાડી કપાસ પલળી ગયાની ખેડૂતોને નુકશાની

જેતપુર તા.15

જેતપુરમાં આજે ધોધમાર 31 મીમી પડેલા વરસાદ થી અત્રેની માર્કેટ યાર્ડમાં 100 ગુની લસણ, 100 ગુની માંડવી અને કપાસની 4 ગાડી પલાળી જતા જેઓનો માલ હતો તેવા ખેડૂતોને સારી એવી નુકશાની ભોગવવી પડી હોવાનું  ચેરમેન દિનેશ ભુવાએ  જણાવેલ


JETPURMA 31 MM VARSAD

જેતપુરમાં ગાજવીજ સાથે

31મીમી વરસાદ

જેતપુર તા.15

જેતપુરમાં આજે સવાચાર વાગ્યાની આસપાસ શરુ થયેલ વરસાદે

સાંજના સાડા વાગ્યા સુધીમાં બે રાઉન્ડ દરમિયાન 31 મીમી પાણી વરસાવ્યું હોવાનું ભાદર ઈરીગેશન સુત્રોએ જણાવ્યું હતું, ગાજ વીજ સાથે પડેલા વરસાદથી રોડ ઉપર પાંચી ચાલ્યા ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ફરિયાદો મળી હતી.તાલુકાના ડેડરવા સહીત ના ગામોમાં પણ દોઢ થે બે ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.

JETALSARMA 2 INCH

જેતલસરમાં ધોધમાર 2 ઇંચ વરસાદથી કપાસનો ઢાળિયો, માંડવીના પાથરા પલળી ગયાની નુકશાની

જેતલસર તા.15

 જેતલસરમાં સાંજે 4 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરુ થયેલ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલ માંડવીના પાથરા પાઈમાં તણાઈ ગયા હતા. પરિણામે અબોલ પશુઓની નીરણ સમાન ઘાંસચારો પણ પશુઓના મુખેથી છીનવાઈ ગયાનો વસવસો ખેડૂતોએ  વ્યક્ત કર્યો હતો. આશરે દોઢથી બે ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં ઉભેલા કપાસનો પાક પણ ભારે પવન અને વરસાદથી ઢાળીયો થઇ ગયો હોય ખેડૂતોને નુકશાની સહવી પડી હોવાનું દુખ જેતલસર તેમજ જૂની નવી સાંકળીના ખેડૂત આગેવાન મુકેશ લશ્કરી સહિતના ખેડૂતોએ જણાવેલ

 

કશ્યપ જોશી જેતલસર 9974262812

kashyap joshi jetalsar samacharo

શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા 

બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ-યજ્ઞોપવિત આયોજન 

જેતપુર તા.15

શ્રી  પરશુરામ શેના જેતપુર દ્વારા આગામી તા.18.1.2015 ના રોજ બ્રહ્મસમાજના સમૂહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે માટેના ફોર્મ  ભરવાની છેલ્લી તા.14.12.14 હોય, રસ ધરાવતા વાલીઓએ અશોકભાઈ ઠાકર(9998194790) નો સંપર્ક સાધવા શ્રી પરશુરામ શેનાના પ્રમુખ હિતેશભાઈ જોશી-કશ્યપ જોશી નો અનુરોધ છે.

કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)

 

વિરપુરમાંથી બાઈકની ઉઠાંતરી 

જેતપુર તા.15

જેતપુરના વીરપુર જલારામમાં ગાયત્રી નગરમાં રહેતા છગન મોહનભાઈ વઘાસીયાએ પોતાના મકાનના ફળિયામાં પાર્ક કરેલ જીજે 03 એફઈ  4027 નંબરનું સ્પ્લેન્ડર કોઈ  જતા વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસાઈ જાડેજા તપાસ હાથ ધરી છે.

 

કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)