જેતલસર સહીત 10 ગામોના ખેડૂતોનું ખોટી કનડગતના
વિરોધમાં વીજ કંપની-મામલતદારને આવેદન
(કશ્યપ જોશી) જેતલસર તા.17
ખેડૂતોને નડતા પ્રશ્નો અને વીજ કંપની સુત્રોની કનડગતના વિરોધમાં રજૂઆત કરવા આજે જેતલસર સહીત 10 ગામોના ખેડૂતો જેતપુર દોડી જઈ, મામલતદાર, વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર અને કાર્યપાલક ઇજનેરને આવેદનો પાઠવ્યા હતા.
આવેદનમાં બતાવેલા અનેક પ્રશ્નો પરત્વે જણાવાયું છે કે, જયારે પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ છે ત્યારે, અપૂરતા વોલ્ટેજ ધ્યાને લેવાને બદલે એમ્પીયર કેપેસીટી જોઇને ખેડૂતોને દંડ ફટકારાય છે.
એમ્પીયરની વાતમાં ખેડૂતો ફોડ પાડે છે કે વોલ્ટેજ અને પાણીના ઊંચા નીચા લેવલના પ્રમાણમાં શબમર્સીબલ એમ્પીયર બતાવે છે. તેમાં પાણી ઉપર કે નીચે હોય એમ્પીયર વધારેજ લેવાઈ છે. જયારે આઇએસઆઈ પ્રમાણે એગ્રીકલ્ચરમાં એમ્પીયર કેપેસીટી 1.9 થાય છે. તંત્રે પ્રમાણે જ ચેકિંગ સમયે એમ્પીયર ગણવો જોઈએ
કારણ આઇએસઆઈ મુજબના જ સાધનો લેવાનો સરકારનો વખતોવખતનો આગ્રહ હોય છે. તો તે મુજબ કેમ ગણતરી નથી કરાતી ? જો આ પ્રમાણે જ વર્તવામાં આવે તો ખેડૂતોએ દંડ ભરવો જ ના પડે. અને તંત્ર એ જે ખેડૂતો પાસેથી 1.5 એમ્પીયર પ્રમાણે દંડ વસુલ્યો હોય તો તે પરત કરવાની ખેડૂતોની માંગ છે.
કાયમી લો વોલ્ટેજ બાબતે ફરિયાદ કરતા ખેડૂતો એ જણાવેલ કે દરેક ખેતીવાડી વીજ કનેક્શનધારકોને 420 વોલ્ટ વીજ પુરવઠો મળવો જોઈએ, પણ કાયમી 300 થી 310 વોલ્ટ જ વીજ પુરવઠો મળતો હોય લો વોલ્ટેજ ની સમસ્યાથી ખેડૂતોના સાધનો અવારનવાર બળી જાય છે. ઉપરથી વીજ કંપની લોડ વધારાનો દંડ ફટકારે તે લટકાનું !!
બોક્સ: વીજ તંત્રમાં કાયમી અપૂરતો સ્ટાફ !!
જેતલસર : વીજફોલ્ટ થાય ત્યારે ખેડૂતો ફરિયાદ લખાવે છે પણ તંત્રના માણસો ત્રણ ચાર દિવસે ડોકાતા હોય છતે પાણીએ ખેડૂતોને ખેતપાક ને તરસ્યો છે. એટલુજ નહિ ફરિયાદ સમયે ખેડૂતોને ઘઘલાવાય છે. તંત્રના 66 કેવી પરના ટેલીફોન ઉપર કોઈ રાત્રીના જવાબ આપવાવાળું હોતુજ નથી. ખેડૂતોને રૂબરૂ ફોલ્ટ લખાવવા જવું પડ્યું હોય તેવા અનેકવારના દાખલા છે. આ બધું રેગુલર કરવાની ખેડૂતોની બુલંદ માંગ છે.
બોક્સ: ટ્રાન્સફોર્મર બળવાની કાયમી સમસ્યા !
જેતલસર: ખેડૂતોએ વીજ કંપની સુત્રો સમક્ષ રોષ ઠાલવતા જણાવેલ કે જયારે જ્યારે વીજ ટ્રાંસફોર્મર બળે છે ત્યારે તંત્ર લાંબા સમયે ડોકાઈને હલકી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર ઉભા કરી જતા હોય, વારંવાર બળી જાય છે. આવા સમયે હકીકત અને વાસ્તવિકતા સ્વીકારવાને બદલે વધારે લોડ વાપરતા હોવાનો આક્ષેપ કરી ખેડૂતોને દંડ ફટકારાય છે ! આ કયાનો ન્યાય ? તેવોખેદુતોનો પ્રશ્ન છે. સર્વિસ વાયર બળવાની વાતમાં પણ તંત્ર ખેડૂતો પાસેથી ધમકાવીને રૂપિયા 200 ચાર્જ વસુલે છે. વીજ મીટર બળી જાય તો ખેડૂતો રૂપિયા 200 ચાર્જ તુરંત ભરી દે છે પણ તંત્ર વર્ષો સુધી મીટર બદલવા આવતું નથી અને ઉલટાનું એવરેજ બીલ ઠપકારી ખેડૂતોનું આર્થિક શોષણ કરે છે.
આમ, ખેડૂતોને હેરાન કરતા અનેક પ્રશ્નો પરત્વે જેતલસર, નવી જૂની સાંકળી, આરબ ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, ડેડરવા વિગેરે 10 ગામોના ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં જેતપુર દોડી આવી ઘટતું કરવાની માંગ દોહરાવતા મામલતદાર ભોરણીયા, પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેર ધીંગાણી, રૂરલ વીજ કંપનીના ડેપ્યુટી ઈજનેર મિયાત્રા એ યોગ્ય કરાવવાની ખાતરીઓ આપી છે.
ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812







ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો