અનુયાયીઓ

સોમવાર, 17 નવેમ્બર, 2014

જેતલસર જંકશનમાં રેલ્વેO પ્લેટફોર્મ પર અસુવિધાઓની ફરિયાદ


જેતલસર જંકશનમાં રેલ્વે પ્લેટફોર્મ પર અસુવિધાઓની ફરિયાદ
(કશ્યપ જોશી )  જેતલસર તા.17
જેતલસર જંકશન રેલ્વે પ્લેટફોર્મ પર યાત્રિકોની અમુક સુવિધાઓ પ્રત્યે રેલબાબુઓ મનમાની  હોવાની  ફરિયાદો મળી છે.
આ બાબતે જાગૃત નાગરિકો કહે છે કે અહી પ્લેટફોર્મ ઉપરના પુરુષના શૌચાલયમાં નળ ની ચકલીઓ ગાયબ છે. મહિલા વિભાગના શૌચાલયને તાળા વાસી  દેવાયા છે. પરિણામેં  ઘણી વખત ટ્રેન આવે અને થોડીવાર થોભે એટલીવારમાં કોઈ મહિલા યાત્રિકને શૌચાલયમાં જવાની જરૂર પડે તો તેઓને નાછૂટકે પુરુષોના શૌચાલયમાં જવું પડે છે. આ બાબતે અમુક રેલકર્મી  જણાવે છે કે લોકો સુવિધાને સમજી શકતા ના હોય બધું તોડી ફોડી નાખે છે. મહિલાઓના શૌચાલયની ચાવી સંબંધિતો પાસે રાખવામાં આવે છે !! ત્યારે પ્રબુદ્ધ નાગરીકો કહે છે કે ભાઈ મહિલા શૌચાલય ની ચાવી કોની પાસે છે ? એ પુંછવાનો કોઈની પાસે સમય હોય ખરો ? આ બાબતે ઉચ્ચ રેલબાબુઓ તાકીદે જેતલસર જંકશન રેલવે પ્લેટફોર્મ પર યાત્રિકો માટે ઉભી થયેલી દુવીધાઓને સુવિધાઓમાં ફેરવે તેવી માંગ થઇ છે.
ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતલસર 

ટિપ્પણીઓ નથી: