બાવા પીપળીયા સગીરા અપહરણ પ્રકરણમાં
પોલીસનું કામ સગીરાના વાલીઓએ કર્યું !
અપહરણકારને પકડી પોલીસને સોંપ્યો....
પોલીસે કિશોરી-યુવાનને દાકતરી પરીક્ષણ માટે રાજકોટ મોકલી શરુ કરેલી તપાસ
જેતલસર તા.21
આજથી દશ દિવસ પહેલા જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરાને ભગાડી જનાર કૌટુંબિક પ્રેમી ભાઈને સગીરાના વાલીઓએ જ પકડી પાડી પોલીસને સોંપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી વચ્ચે બંનેને દાકતરી પરીક્ષણ માટે રાજકોટ મોકલ્યા હોવાનું જેતપુર તાલુકા પોલીસના પીએસઓ ગઢવિભાઈ જણાવે છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગઈ તા.11.11. ના રોજ જેતલસર પંથકના બાવા પીપળીયા ગામેથી છગન મનજીભાઈ ગુજરાતીની સગીર વયની પુત્રીને તે જ ગામનો અને કૌટુંબિક ભાઈ ( છગનભાઈ ના મોટાભાઈ માવજીભાઈ નો દિકરો ) રમેશ માવજીભાઈ નો પુત્ર રમેશ લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે ભગાડી જતા નાનકડા એવા ગામમાં બનાવથી ચકચાર જાગી હતી.
દરમિયાન આ બારાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસાઈ કરમટીયા સહિતના સ્ટાફે આ કાજોડા ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પણ કહેવાય છે કે પોલીસની આંખો કરતા સગીરાની વાલીઓની આંખો, મહેનત તેજ હોવાનું સાબિત થયું હોય તેમ અપહરણકારનું પગેરું દાબી રમેશ અને સગીરાને પકડી પાડી તાલુકા પોલીસને સોંપતા, પોલીસે સગીરા ને રમેશને દાકતરી તપાસ માટે રાજકોટ મોકલ્યા છે. વધુ તપાસ ધોરાજીના સીપીઆઈ રાવતે હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર(જેતપુર)9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો