અનુયાયીઓ

મંગળવાર, 26 જૂન, 2012

૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...

**********************
INTERIOR WORLD
**********************
આ૫ની નજીક ટાગોર રોડ ૫ર.....
********************************
૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ
લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...
*******************************************
દરેક રેન્જની પ્લાઇવુડ, તમામ પ્રકારના ફ્લોરીંગ, એમડીએફ ગ્રીલ, તથા વેવ
બોડૃ, ઇમ્પોટેૃડ ડેકોરેટીવ પેનલ શીટ, મેમ્બરન શટર, અને મોડ્યુલર કિચનની
વિશાળ શ્રેણી ઉ૫લબ્ઘ...
**************************************************
આજેજ ૫ઘારો અને મુલાકાત લો...અમારા ભવ્ય શોરૃમની...
**********************************************************
Shree Kantilal Jasani
Shree Tusharbha jasani
Shree Vallabhdas Jasani
*************************************
# 4,Prime Loacations, Next to Angel Hardware, Opp.Krishna Conark-2
Complex, Tagore Road, Rajkot- 93747 55255-----------0281 2290255 /
6696255 / +91 281 3016255
******************************************************************************************************

શનિવાર, 23 જૂન, 2012

"જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ghanshyam M.Jani:
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સુર, નહીતર રહેજે વાંજણી , મત ગુમાવીશ
નુર. પૂર્વ અને પશ્ચિમ નો ટકરાવ ઘણા વરસો પુરાણો છે. અમેરિકા યુરોપ
દેશો...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143386&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

"ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

Check out "ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )

આધુનિક તબિબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યું છે .
તેની ઈમર્જન્સી અને સર્જરી સેવા...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143877&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગુરુવાર, 21 જૂન, 2012

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે
વડોદરા
જિલ્લા કલેકટરની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ
જિલ્લા પુરવઠા તંત્રે તાજેતરમાં પાદરા તાલુકાના બે ફેરિયાઓને સરકારી ભૂરા
રંગના કેરોસીનના કાળા બજાર અને બિનઅધિકૃત વેચાણ માટે પીબીએમના કાયદા હેઠળ
અટકમાં લઇને રાજકોટ જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે. બાતમીના આધારે કરવામાં
આવેલી કાર્યવાહી દરમિયાન સરકારી કેરોસીનનો ૨૦૦ લીટર જથ્થો વગે થતાં
અટકાવાયો હતો. આ જથ્થો એક ટેમ્પામાં પીપળી ગામેથી લતીપુરા બસ સ્ટેશન તરફ
લઇ જવાતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ જથ્થો પીપળી
ગામના કેરોસીન ફેરિયા શ્રી શનાભાઇ બાબરભાઇ મકવાણાનો હોવાનું અને તેમના
પુત્ર આશિષ શનાભાઇ મકવાણાના કહેવાથી લઇ જવાતો હોવાનું માલૂમ પડયું હતું.
ઉપરોક્ત કારણોસર સંબંધિત બંને વ્યક્તિઓની પીબીએમના કાયદા હેઠળ અટકાયત
થતાં, આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉર્જા રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તેધ તા.૨૩ મીએ ધ્રાંગધ્રા ખાતે ૬૬ કે.વી. સબ સ્ટે્શનનું ભૂમિપુજન અને લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિપત બી ફાર્મસી
કોલેજ કંમ્પાશઉન્ડથ ખાતે તા.૨૩ મી જૂન - ૨૦૧૨ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦
કલાકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સં રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ્દ
હસ્તે નવલગઢ તથા ઇસદ્રા ૬૬ કે.વી. સબ સ્ટેલશનનું ભૂમિપૂજન અને હિરાપર ૬૬
કે.વી. સબ સ્ટે શનની લોકાર્પણ વિધિનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે
સ્વહર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યલક્ષશ્રી આઈ.
કે. જાડેજા અતિથિ વિશેષપદે ઉપસ્થિઆત રહેશે, તેમ ગુજરાત એનર્જી
ટ્રાન્સરમીશન કોર્પોરેશનના લીમીટેડના અધિક્ષક ઇજનેરશ્રી એમ.વી. ભટ્ટની એક
યાદીમાં જણાવાયું છે.

સ્નાાતક તથા અનુસ્ના તક ડિગ્રી અને ૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન

સ્નારતક તથા અનુસ્નાાતક ડિગ્રી ધરાવતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન
જાતિ, બીપીએલ તથા એપીએલ ઉમેદવારો (૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા) માટે
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા એક રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામાં
આવનાર છે. આથી નિયત લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ તુરંત જ
જિલ્લા રોજગાર કચેરી, બ્લોનક નં.સી-૧, પ્રથમ માળ, બહુમાળી ભવન-અમરેલીનો
સંપર્ક કરવા જિલ્લાા રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

તા.૨૬મી જુનના રોજ આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન

કચ્છન ખાતે કાર્યરત એક કંપનીમાં ધો.૮ થી એચ.એસ.સી. પાસ ઉમેદવારોની
જરૂરિયાત હોય ઉમેદવારોને કંપની તરફથી વેતન રૂ.૫૪૦૦, પી.એફ. રૂ.૭૫૦ ઉપરાંત
૪ કલાક ઓવરટાઇમ કરનારને રૂ.૧૭૬ આપવામાં આવશે. કંપની કામગીરીમાં ૨૬ દિવસ
નિયમિત હાજરી આપનારને રૂ.૫૦૦નુ બોનસ આપવામાં આવશે.
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૬મી જુનને મંગળવારના રોજ ૧૦.૦૦
કલાકે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુજ
છે. રોજગારી અર્થે કચ્છૂમાં જવા ઇચ્છુવક પુરૂષ ઉમેદવારોએ પોતાના બાયોડેટા
અને ફોટોગ્રાફ સાથે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે સ્વ ખર્ચે હાજર રહેવા જિલ્લાથ
રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

રાજયના શિક્ષણ, મહિલા અને બાળ વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિ તીમાં ૧૬ કરોડના ખર્ચે ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તા ને પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત ભાણવડમાં ભાણવડી નદી ઉપર ૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ પુલની લોકાર્પણ

ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તાધને અંદાજે ૧૬ કરોડના
ખર્ચે પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત તા.૨૩/૬/૧૨ના રોજ સવારે ૧૦
વાગ્યેુ અને ભાણવડ ખાતે ભાણવડી નદી ઉપર રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ
પુલની લોકાર્પણ વિધિ સવારે ૧૧ વાગ્યેા રાજયના શિક્ષણ, મહિલા અને બાળ
વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ધારાસભ્યો મૂળુભાઇ બેરાની
ઉપસ્થિેતીમાં યોજાશે. સવારે ૧૧.૧૫ વાગ્યેધ જલારામ વાડી, વ્રજભૂમિ
સોસાયટી, ભાણવડમાં સમારંભ યોજાશે.
આ પ્રસંગે સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્લાઅ પંચાયતના પ્રમુખ ડો.પી.બી
વસોયા, જિ.પંના ઉપ પ્રમુખશ્રી ખીમાભાઇ ભોચીયા, જિલ્લાજ પંચાયતના
પૂર્વપ્રમુખશ્રી પાલાભાઇ કરમૂર, તા.પં.ભાણવડના પ્રમુખશ્રી રેખાબેન
રાવલિયા, બાંધકામ સમિતિ ના ચેરમેનશ્રી લખુભાઇ ગોજિયા, ભાણવડ નગરપાલિકાના
પ્રમુખશ્રી કિશોરભાઇ ખાણધર ઉપસ્થિરત રહેશે.

કાલાવડ તાલુકાના જાલણસર ગામની ગૃહિણીઓએ મોતી કામ કરી સ્વાવવલંબન પ્રાપ્ત કર્યુ

અહેવાલ-પારૂલ આડેસરા, માહિતી મદદનીશ, જામનગર

કાલાવડ તાલુકાના જાલણસર ગામે રાજય સરકારની મિશન મંગલમ યોજના તળે જય
ચાંમુડા અને જય રાંદલમાં સખી મંડળ કાર્યરત છે. જેમા ૨૨ ગૃહિણીઓ જોડાયેલી
છે. આ બધી જ ગૃહિણીઓ બપોરે ફુરસદના સમયે મંગલસુત્ર માટેના મોતી બનાવવાનું
કામ કરીને મહીને બે થી ત્રણ હજારની આવક મેળવી રહી છે.
જય ચાંમુડા સખી મંડળના સીતા બા જાડેજા કહે છે. છેલ્લા ત્રણેક વર્ષથી હું
સખી મંડળમાં જોડાઇ છુ. તેનાથી અમે બચતની વૃતિ કેળવી. સખી મંડળ થકી હું
મોતી કામ શીખીને આજે પગભર બની છુ. મારા પતિ ખેતી કામ કરે છે. મોંઘવારીમાં
ઘર ચલાવવુ મુશ્કેખલ બન્યુગ હોય તેવામાં મોટાભાગનુ ઘર મારા મોતી કામ ઉપર જ
ચાલે છે. જયારે જય રાંદલમાં સખી મંડળના દક્ષાબેન ગોંડલિયા મોતીકામની આવક
પોતાના બાળકોને ભણાવવામાં ખર્ચે છે.
જાલણસરના મોટા ભાગના ગ્રામજનો ખેતી કામ કરે છે. જાલણસરમાં માત્ર ૨૨ ઘરો જ
છે. તે પૈકી ૨૨ બહેનોને સખી મંડળમાં જોડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા
આંગણવાડી વર્કર રસિકબા ગોહિલ કહે છે મહિલાઓ બચત વૃતિ કેળવી ને પગભર બને
તે માટે રાજય સરકારની મિશન મંગલમ યોજના અમારા ગામની બહેનોને લાભકારી બની
છે.
આ મંડળની બહેનોને કાલાવડના ઇમીટેશન જવેલરીના વેપારી કામ આપે છે. પહેલા બે
ત્રણ બહેનો એ આ કામ શરૂ કર્યુ હતું. હવે ૨૨ જેટલી બહેનો મોતી કામ કરીને
પોતાની આજીવિકા રળે છે.
કાલાવડ તાલુકાના સખી મંડળની બહેનોને મિશન મંગલમ યોજનાના કાલાવડ તાલુકા
લાઇવલી હુડ મેનેજરશ્રી પરેશભાઇ કોડિયા, આસી. પ્રોજેકટ મેનેજરશ્રી
ડિમ્પવલબેન ગાલોલિયા, કલ્ટ્ ઉપર કો-ઓર્ડિનેરશ્રી દિવ્યા બેન ગધેથરિયા
માર્ગદર્શન આપી રહયા છે.

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપ

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત
દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે
સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિરત રહેશે

રાજકોટ
રાજયના સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયામક વિકસતી જાતિ
કલ્યા ણ ખાતું ગાંધીનગરના ઉપક્રમે મોરબી શહેરના બક્ષીપંચ તથા આર્થિક પછાત
વર્ગના રપ૯ ગરીબ કુટુંબોને જિલ્લાગ મહેસુલી તંત્ર દ્વારા પ્લોાટ ફાળવાયા
છે. આ પ્લોધટ ઉપર સરકારની પંડિત દિનદયાલ ઉપાધ્યાીય આવાસ યોજના અન્વમયે
મોરબી ખાતે મોરબી નગરપાલીકાના સહયોગથી ઉભી થનાર વસાહતનું ભૂમિપૂજન તથા
મકાન સહાયના પ્રથમ હપ્તાત પેટેના રૂ. પ૪.૩૯ લાખના ચેકોનું વિતરણ સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાહણ રાજયમંત્રીશ્રી વાસભાઇ આહિરના હસ્તેવ
થશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ રાજમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિીત
રહેશે. નગરપાલીકા ટાઉન હોલ મોરબી ખાતે તા. ર૩/૬/૧૨ને સવારે ૧૦-૩૦ કલાકે
યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યતક્ષ શ્રી જયંતિભાઇ
બારોટ, સાંસદશ્રી પૂનમબેન જાટ, જિલ્લાય પંચાયત પ્રમુખશ્રી હંસાબેન
પારેઘી, ધારાસભ્યો સર્વશ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા,
ડો. ભરતભાઇ બોધરા સામાજિક ન્યા્ય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના
અગ્રસચિવશ્રી સંજય પ્રસાદ, જિલ્લાય કલેકટરશ્રી ડો. રાજેન્દ્રભકુમાર,
જિલ્લાન વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાગય, વિકસતી જાતિ કલ્યારણ
ગાંધીનગરના નિયામકશ્રી કે.જી.વણઝારા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના
ઉપાધ્યલક્ષશ્રી દિનેશ ટોળીયા, ગુજરાત ઠાકોર, કોળી વિકાસ નિગમ ગાંધીનગરના
ડીરેકટરશ્રી ભૂપતભાઇ ડાભી, મોરબી નગરપાલીકા અધ્યગક્ષા શ્રીમતી હંસાબેન
ઠાકર તથા મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનજીભાઇ દંતાલીયા વગેરે
ઉપસ્થિઅત રહેશે તેમ નાયબ નિયામક(વ.જા.) રાજકોટ શ્રી એચ.અમ.વાઘાણીની
યાદીમાં જણાવાયું છે.

નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેસ મોરબીમાં આઇટીઆઇનું ભૂમિપૂજન થશે રાજકોટ બાલભવન ખાતે નવનિર્મિત જલવિહારનું લોકાર્પણ કરશે

રાજકોટ
રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા આગામી તા.
ર૩/૬/૧૨ના રોજ બપોરે ૩-૦૦ વાગે મોરબી ખાતે મહેન્દ્ર નગર પાસે રામધન આશ્રમ
પાસે નિર્માણ પામનાર આઇ.ટી.આઇ.(ઔદ્યોગિક તાલીમ સંસ્થાર)નું ભૂમિપૂજન કરશે
બાદમાં તેઓ રાજકોટ આવશે અને સાંજે ૬-૦૦ વાગે રાજકોટ રેસકોર્સમાં આવેલ
બાલભવનમાં નવનિર્મિત જલવિહાર તથા સ્પોાર્ટસ એકેડેમીના લોકાર્પણ
કાર્યક્રમમાં ઉપસ્થિટત રહેશે.

ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદી અને ચુંટણીનો કાર્યક્રમ

રાજકોટ
ધોરાજી પ્રાંત અધિકારીની કચેરીની યાદી અનુસાર ધોરાજી તાલુકા સહકારી ખરીદ
વેચાણ સંઘ લી.નો મતદાર યાદી તેમજ ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
તદાનુસાર કામચલાઉ મતદાર યદીની પ્રાથમિક પ્રસિધ્ધિી તા. રર/૬/૧૨ના રોજ
સવારે ૧૧-૦૦ વાગે થશે. જે પ્રાંત અધિકારીશ્રી તેમજ રાજકોટ કલેકટર કચેરી
તથા ધોરાજી તા. સ.ખ.વે. સંઘ લી. તેમજ જિલ્લાે રજીસ્ટ્રા ર સ.મં. રાજકોટ
કચેરી ખાતે થશે. મતદાર યાદી અંગે દાવા વાંધા રજુ કરવાની છેવટની તારીખ તા.
રર/૬ થી તા. ર૯/૬ સવારના ૧૧ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી મુકરર કરાઇ છે.
દાવા વાંધાનો નિર્ણય તા. ૩/૭/૧૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગે એમ આ બન્નેદ
કાર્યવાહી ધોરાજી પ્રાંત કચેરી ખાતે થશે. મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિર
તા. ૧૦/૭/૧૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગે ઉપરોકત ચાર સ્થાળોએ થશે.
ચુંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો તા. ૧૬/૭/૧૨ થી તા. ૨૩/૭/૧૨
સવારના ૧૧-૦૦ થી બપોરના ૧૫-૦૦ સુધીમાં ભરી શકાશે. તેનું સ્થ૨ળ મામલતદાર
કચેરી ખાતે રહેશે. મળેલ ઉમેદવારીપત્રોની યાદી તા. ૨૩/૭/૧૨ના રોજ બપોરે
૩-૦૦ વાગે પ્રસિધ્ધા કરાશે અને ઉમેદવારીપત્રોની ચકાસણી તા. ર૪/૭/૧૨ના રોજ
સવારે ૧૧-૦૦ કલાકથી શરૂ થશે. આ બન્નેી કામગીરી મામલતદાર કચેરી ખાતે થશે
અને બાદમાં આજ દિવસે આ ચકાસણી કામગીરી પૂર્ણ થયા બાદ માન્યદ
ઉમેદવારીપત્રોની યાદી મામલતદાર કચેરી-ધોરાજી અને કલેકટર કચેરી રાજકોટ
ખાતે પ્રસિધ્ધે કરાશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ, સમય અને સ્થરળ
તા. ર૬/૭/૧૨ના સવારના ૧૧-૦૦ થી ૧૫-૦૦ મુકરર કરેલ છે. જે કાર્યવાહી
મામલતદાર કચેરી ધોરાજી ખાતે થશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી તા.
ર૬/૭/૧૨ના રોજ સાંજે પ-૦૦ વાગે ઉપરોકત સ્થેળે પ્રસિધ્ધઆ કરાશે. મતદાન
જરૂરી હોય તો તેની તારીખ અને સ્થછળ ૪/૮/૧૨ના રોજ સવારનાં ૧૦-૦૦ થી બપોરે
૧-૦૦ સુધી મામલદાર કચેરી ધોરાજી ખાતે થશે. આ જ સ્થકળે આ જ દિવસે બપોરે
ર-૦૦ વાગે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

ગૌપાલનની ભારતીય સંસ્કૃાતિની અને અર્થતંત્રની આગવી પરંપરાને આગળ ધપાવીએ શ્રી ભૂપેન્દ્રયસિંહ ચુડાસમા ગાય આધારિત અર્થતંત્ર થકી આવકના નવા સ્ત્રો તો ઉભા થવાની તકો છે. ડો. વલ્લ ભભાઇ કથીરીયા ‘‘ગાય આધારિત અર્થતંત્ર-ર૧મી સદીની અનિવાર્યતા’’ પરિસંવાદમાં વિદ્વાનોએ

રાજકોટ
ગુજરાત ગૌસેવા આયોગ અને જિલ્લાય ઉદ્યોગ કેન્દ્રી રાજકોટ દ્વારા ગાય
આધારિત અર્થતંત્ર ર૧મી સદીની અનિવાર્યતા વિષય ઉપર એક પરિસંવાદ પંડિત
દીનદયાળ ઉપાધ્યાિય સરકારી મેડીકલ કોલેજ ઓડીટોરીયમ રાજકોટ ખાતે યોજાયો
હતો. પરિસંવાદને ગુજરાત આયોજન પંચના ઉપાધ્યઅક્ષ શ્રી ભૂપેન્દ્ર સિંહજી
ચૂડાસમાએ દિપ પ્રગટાવી ખુલ્લોઆ મુકયો હતો.
આ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યદક્ષ શ્રી ભૂપેન્દ્રદસિંહજી ચુડાસમાએ
જણાવ્યુય હતુ કે કુદરતે માનવ જીવન માટે હવા અને પાણીની ભેટ આપી છે અને
ત્રીજી ભેટ આપી છે તે ગાય છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દરેક ઘર આંગણે
ગાય હતી અને તેના આધારિત સુખી અર્થતંત્ર હતું. આ સૈકાઓ જુનુ અર્થતંત્ર
આજે લુપ્તન થતું જાય છે. આની ચિંતા કરી રાજયના મુખ્યતમંત્રી શ્રી
નરેન્દ્રંભાઇએ રાજયના ઉદ્યોગ, કૃષિ શિક્ષણ અને પશુપાલનના વિકાસ સાથે દેશી
ગાયોના જતનને વધુને વધુ વેગ મળે અને તેના દ્વારા આર્થિક ઉપાર્જન અને
તંદુરસ્તછ ગુજરાતનું નિમાર્ણ કરી શકાય તે માટે ગુજરાત ગૌસેવા આયોગની રચના
કરી છે. જેના અધ્યરક્ષ તરીકે ડો. વલ્લકભાઇ કથીરીયા આજે ગૌવંશની માનવ
જીવનમાં કેટલી ઉપયોગીતા છે. તે પ્રત્યેર લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમ
જણાવી તેમણે આપણે સૌ ગાય આધારિત આવકના સ્ત્રો્ત ઉભા કરીએ અને ગૌચેતના
જગાવીને ગૌ સંસ્કૃણતિ આધારિત સામાજિક પરિવર્તનમાં સહયોગી બનીએ તેમ
જણાવ્યુઅ હતું.
ગૌસેવા આયોગના અધ્ય ક્ષશ્રી ડો. વલ્લપભભાઇ કથીરીયાએ ગૌસેવા આયોગની ભૂમીકા
સમજાવી જણાવ્યું કે રાજયમાં વધુને વધુ લોકો ગૌ પાલન કરી તેનું જતન કરતા
થાય અને તેના થકી ર૧મી સદીનું અર્થકારણ ગૌ આધારિત બને તે માટે
લોકજાગૃતીના અમારા પ્રયાસો છે. ગ્રામ્યહ લોકો, ખેડુતો, સ્વૈ ચ્છિગક
સંસ્થાયઓ, સખીમંડળો અને ઉદ્યોગકારો ગાયના દૂધ ગૌમુત્ર, ગોબરમાંથી આર્થિક
ઉપાર્જન મેળવી શકાય છે તેની વિસ્તૃ ત જાણકારી આપી તેમણે આ માટે ગૌચર
સુધારણાનો પણ અમારો પ્રયાસ છે તેમ જણાવ્યુ હતું.
આ પરિસંવાદમાં જી.એન.એફ.સી.ના ડાયરેકટર અને વલસાડના કૃષિ વૈજ્ઞાનિક શ્રી
અશોકભાઇ શાહ તથા અખિલ ભારતીય ગૌસેવા પ્રમુખ શ્રી શંકર લાલજી અને
કર્ણાટકના પંચગવ્યલ ઉદ્યોગપતિ ડો. એસ.કે.મીતલે ગાયોને પશુપાલન વ્યચવસાય
તરીકે વિકસાવવા અને તેનું જતન કરવા સાથે ગાયનું દૂધ, ગૌમુત્ર અને ગોબરનો
માનવ તંદુરસ્તીા અને કૃષિની ફળદ્રુપતા વધારવા અનેકગણા ઉપયોગી સાબીત થયા
છે તેમ જણાવ્યુ હતું. સેકડો સસ્ત ન પશુ પ્રાણીઓ દુધાળા છે તેમાંથી ફકત
ગાયને જ સમાજે માતા તરીકે સ્થાનન આપ્યુંદ છે. ત્યા્રે ર૧મી સદિનું ગાય
આધારિત અર્થતંત્ર આપણે સૌ નિર્માણ કરીએ અને સમાજ રાષ્ટ્રહને તંદુરસ્તં
અને સુસંસ્કૃયત બનાવીએ તેમ તેઓએ સંશોધન રજુ કરી જણાવ્યુર હતું.
આર્યુવેદિક યુનિવર્સિટી જામનગરના પ્રા. ડો. હિતેષભાઇ જાનીએ ગાયનું દૂધ ઘી
અને ગૌમુત્ર કેન્સવર અને ક્ષય જેવા રોગો થતા અટકાવવામાં પણ શ્રેષ્ઠં
સાબીત થયેલ હોવાનું જણાવી બ્રાઝિલ દેશે ભારતની અને તેમાંય ગુજરાતની દેશી
ગીર ગાય અને સાંઢને પાળી તેના થકી આજે તે દેશ આર્થિક સમૃધ્ધન બન્યોા છે
તો આપણે આપણીજ દેશી ગાયોને ઉછેરી તેના થકી આપણું આરોગ્ય્ અને આર્થિક
અર્થતંત્ર સમૃધ્ધા બનાવીએ તેમ જણાવ્યુંદ હતું.
આ સેમીનારના આયોજનમાં રાજકોટની ચેમ્બછર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ સ્ટ્રીુઝ,
ગ્રેટર ચેમ્બ‍ર, રાજકોટ એન્જીઆ. એશો., જી.આઇ.ડી.સી. એશો. લોધીકા, રાજકોટ
બીલ્ડુર્સ એશો. રાજકોટ જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીા નાબાર્ડ, ગુજરાત
એગ્રો. ઇન્ઙ. કોર્પોરેશન, જેડા, રાજકોટ ડેરી, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટન,
કુમકુમ ગ્રુપ, ચેમ્પીગયન એગ્રો. પ્રોડકટસ, વસુંધરા ટ્રસ્ટજ સહભાગી બન્યાજ
હતા.
આ પરિસંવાદમાં જિલ્લાટ ઉદ્યોગ કેન્દ્રર રાજકોટના જનરલ મેનેજરશ્રી
આર.ડી.બારહટે ગાયના દૂધ, ઘી, ગૌમુત્ર અને ગોબરમાંથી આર્થિક ઉપાર્જન કરતા
ગૃહ ઉદ્યોગકારો તથા નાના ઉદ્યોગકારોને જિલ્લાં ઉદ્યોગ કેન્દ્રો તરફથી
મળતી નાણાકીય સહાય અંગેની વિસ્તૃનત જાણકારી આપી આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લાો ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયા,
પ્રાંત અધિકારી રાજકોટ શ્રી દિક્ષીત, ચેમ્બાર્સ ઓફ કોર્મસ રાજકોટના
સમિરભાઇ શાહ, ગ્રેટર ચેમ્બવર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી ધનસુખભાઇ વોરા,
રાજકોટ એન્જિ નીયરીંગ એશોશીએશનના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, રાજકોટ
બીલ્ડભર્સ એશોશીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ બગડાઇ, ભાડવાના એવોર્ડ વિજેત
પ્રગતીશીલ ખેડુત શ્રી રાઘવેન્દ્રીસિંહજી જાડેજા તથા ઉદ્યોગપતીઓ, સહકારી
આગેવાનો, વેપારીઓ અને સ્વૈતચ્છિદક સંસ્થાહના પ્રતિનિધિઓ ઉપસ્થિનત રહ્યા
હતા.

ગ્વાંગડોંગ ખાતે ગુજરાતનો રોડ શો- ચીનના ઉત્પાદન કેન્દ્રમાં ભારે પ્રભાવ કારોબાર અને વિકાસ માટે ગુજરાતના અભિગમની ચીનના નેતાઓ અને ઉઘોગ જગતે કરી પ્રસંશા

ગ્વાંગડોંગના ઉઘોગો ગુજરાતને તેમનું આગામી ઉત્પાદન અને કારોબાર કેન્દ્ર
બનાવવા માટે ઉત્સુક
ગ્વાંગડોંગ પ્રાંતની સરકારે તેમના ઈન્ટરનેશનલ કોઓપરેશન સપ્તાહ માટે
ગુજરાતને આમંત્ર્યું
મુખ્યમંત્રીની પાછલી મુલાકાતે ગ્વાંગડોંગ સ્થિત ઉઘોગોને ગુજરાત તરફ આવવા આકર્ષ્યા

બાર સભ્યોના વાઈબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિમંડળે ચીનના ઉત્પાદન કેન્દ્ર
અને વિશ્વની ફેક્ટરી તરીકે જાણીતા ગ્વાંગડોંગની મૂલાકાત લધી હતી જયાં
તેમણે ગુજરાતને અત્યંત ઉત્સાહી સરકારી અધિકારીઓ, કારોબારીઓ અને નેતાઓ
સમક્ષ વિશ્વના આગામી વૈશ્વિક કારોબાર અને ઉત્પાદન કેન્દ્ર તરીકે પ્રસ્તુત
કર્યું હતું. ગત વર્ષે ઈકોનોમિસ્ટ મેગેઝીને ગુજરાતને ભારતના ગ્વાંગડોંગ
તરીકેનો ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગ્વાંગડોંગના કારોબાર અને ઉઘોગો ગુજરાત
તરફ નજર કરી રહ્યાં છે અને ભવિષ્યમાં આ રાજય તરફથી તકો લેવાની ઈચ્છા
ધરાવે છે. ચીને માત્ર ગત વર્ષે જ ૬૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ કર્યું
હતું ત્યારે હવે તેઓ ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની વિચારણા કરી
રહ્યાં છે અને ભારતમાં સંયુક્ત સાહસ સ્થાપી રહ્યાં છે જે ભારત અને ચીન
બંનેને પરસ્પર રીતે ફાયદાકારક નીવડશે.
ગુજરાત સરકારના પ્રિન્સિપલ રેસિડેન્ટ ઓફિસર શ્રી ભરત લાલની આગેવાની
હેઠળના પ્રતિનિધિમંડળે ગ્વાંગડોંગ અને ગુજરાત વચ્ચે સહકારના સંભવિત
ક્ષેત્રો અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન અને
વિદેશી બાબતોના કાર્યાલય સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે ગ્વાંગડોંગમાં
કોન્સુલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી ઈન્દ્રામણી પાંડે પણ હતા.
ભારતના કોન્સ્યુલેટે ચાઈના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ
(સીસીપીઆઈટી) સાથે ભાગીદારીમાં ગ્વાંગડોંગમાં વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ પર
સેમિનારનું આયોજન કર્યું હતું. જેને ગ્વાંગડોંગના પ્રતિનિધિઓ તરફથી બહોળો
પ્રતિસાદ મળ્યો હતો. એન્જિનિયરિંગ અને ઉપકરણો, ખનિજો, મશિનરી,
પુનઃપ્રાપ્ય ઉર્જા અને અન્ય ક્ષેત્રોએ ગુજરાતમાં તેમની સ્થાપવા માટેનો
ખાસ રસ દર્શાવ્યો હતો. ગુજરાતમાં ચીની રોકાણની મોટા પાયે શરૂઆત થઈ ચૂકી
છે. પરિસંવાદ દરમિયાન ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ
ડિરેક્ટર ડૉ હરીશ પાઠકે પ્રસ્તાવિત રોકાણ ભંડોળની વિગતવાર માહિતી આપી
હતી.
ગ્વાંગડોંગના ગવર્નરે પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નવેમ્બર ૨૦૧૨માં
પ્રાંતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જયાં બિ્રક્સ દેશો,
અમેરિકા, જાપાન, ફ્રાંસ વગેરે દેશો પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. ભરત લાલે
ગ્વાંગડોંગના સરકારી અધિકારીઓને વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૩માં આવવા માટેનું
આમંત્રણ પાઠવ્યું હતું. પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે ચીનના સિરામિક્સ
ઉઘોગના પાટનગર ફોશાનની પણ મુલાકાત લીધી હતી. ચીનમાં વાઈબ્રન્ટ ગુજરાતનું
પ્રમોશન કરીને પ્રતિનિધિમંડળ આજે હોંગકોંગ રવાના થયા હતા જયાં તેઓ અન્ય
રોડ શોનું માટે આયોજન કરી રહ્યાં છે.

ખારીકટ કેનાલમાં ટાયર પાયરોલોસીસના પ્રદૂષિત પાણી ને ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરતા સંબંધિતો સામે કાર્યવાહી

ગાંધીનગર
ખારીકટ કેનાલમાં વસ્ત્રાલ આર.ટી.ઓ. કચેરી પાસે ગેરકાયદેસર રીતે ટેન્કર
દ્વારા પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવે છે તેવી માહિતીના આધારે તપાસ
કરતા જોવા મળેલ કે, ખારીકટ કેનાલના કિનારે ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે
પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું.
આ અંગે વિસ્તૃત તપાસ કરીને ટેન્કર ચાલક, ટેન્કર માલિક તથા જે ઔઘોગિક
એકમમાંથી પ્રદૂષિત પાણી આવ્યું હતું તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. આ ગેરકાયદેસર કૃત્ય રામોલની હદમાં હોઇ રામોલ પોલીસ સ્ટેશનમાં
એફ.આઇ.આર. નોંધાવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમ ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.