અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2018

દેવગામના પાટિયા પાસે ટ્રક હડફેટે રાજકોટના વૃદ્ધનું સારવારમાં મોત



દેવગામના પાટિયા પાસે ટ્રક હડફેટે
રાજકોટના વૃદ્ધનું સારવારમાં મોત

રાજકોટ તા.૧૨
દેવગામના પાટિયા પાસે ગત તા.૨૨--૧૮ ના રોજ એક અજાણ્યા ટ્રકની હડફેટે ચડી ગયેલા રાજકોટના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયાનું પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાયું છે.

મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં રામધણ પાછળ,શ્રીનાથજી સોસાયટી, શેરી-૪, વૃંદાવન પાર્કમાં રહેતા ભીમાભાઇ ડાયાભાઈ મેનપરા નામના ૬૧ વર્ષના પટેલ વૃદ્ધ ગઈ તા.૨૨-૯ ના રોજ અઢી વાગ્યાની આસપાસ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે દેવગામના પાટિયા પાસે એક અજાણ્યા ટ્રકે તેમને હડફેટે લઇ માથામાં ગંભીર ઈજાઓ પહોચાડતા ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈને ઘરે જતા રહેલ. જ્યાં પાછી તબિયત બગડતા સારવાર રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડતા ત્યાં સારવાર દરમિયાન ભીમાભાઇનું મૃત્યુ થયું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: