અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

Fwd: પૅનકાર્ડ માટે હવે આધાર પણ ચાલશે

પૅનકાર્ડ માટે હવે આધાર પણ ચાલશે

નવી દિલ્હી: પૅન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ મેળવવા માટે તુરતમાં જ 'યુનિક આઇડેન્ટિફિકેશન (યુઆઈડી) આધાર' નંબર ઓળખ અને સરનામા માટે કાયદેસરની સાબિતી કે પુરાવો બની રહેશે. પેનકાર્ડની ફાળવણી માટે ઓળખ અને સરનામાના કાયદેસરના પુરાવા માટેની યાદીમાં આધારનો સમાવેશ કરવાની દરખાસ્ત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા થોડા સમય પૂર્વે નાણાં ખાતાને પાઠવવામાં આવી છે. નાણાં ખાતાએ આ સંબંધે નિયમનોનું નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈએ)ની દરખાસ્તનો હેતુ આઈટી ડિપાર્ટમેન્ટ (આવકવેરા ખાતું) દ્વારા કરદાતાઓને ફાળવવામાં આવતા પૅનકાર્ડની નકલ અને પ્રતિકૃતિ ધરાવતા નકલી પૅનકાર્ડનું દૂષણ દૂર કરવાનો છે. પૅનકાર્ડ મેળવવા માટે એક વખત આધારનો કાયદેસરના પુરાવા તરીકે સ્વીકાર થાય પછી આઈટી ડિપાર્ટમેન્ટ માટે નકલી પૅનકાર્ડનું દૂષણ દૂર કરવાનું શક્ય બનશે. ગયા વરસે પૅનકાર્ડ મેળવવા માટેના નવા ફોર્મ ૪૯એના નોટિફિકેશનની જાહેરાત કરવામાં આવી ત્યારથી આઇટી ડિપાર્ટમેન્ટે તેના ડેટાબેઝમાં ૧.૭૫ લાખ આધાર નંબરોનો સમાવેશ કર્યો છે. અત્યાર સુધી પૅનકાર્ડ મેળવવા માટેના પુરાવા તરીકે વોટર આઇડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મિલકતની માલિકી અથવા રેન્ટિંગ ડોક્યુમેન્ટ પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા હતા. નાણા ખાતાએ ગયા વરસે ભારતીય કંપનીઓ, ભારતીય નાગરિકો અને દેશની કોર્પોરેટ કંપનીઓના ઉપયોગ માટે નવું પૅન એપ્લિકેશન 'ફોર્મ ૪૯એ' જાહેર કર્યું હતું.

ટિપ્પણીઓ નથી: