અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ અપાશે


કૃષિ ક્ષેત્રમાં ઉત્‍સાહી અને પ્રગતિશીલ ખેડૂતો આગવી કોઠાસૂઝ અને સાહસવૃતિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા ઉત્‍પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. તેમની આ પ્રવૃતિને પ્રોત્‍સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ તેમણે આપેલ યોગદાનની કદર રૂપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટેના શુભ હેતુથી ભારત સરકારશ્રી પુરસ્‍કૃત અને ગુજરાત સરકારશ્રી સંચાલિત એગ્રીકલ્‍ચર ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી આત્‍મા યોજના હેઠળ વર્ષ ૨૦૦૫-૦૬  થી ખેડૂતોને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડ ૨૦૧૨-૧૩ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

જેમાં આત્‍મા યોજનાની જોગવાઇ મુજબ વર્ષ ૨૦૧૨-૧૩ માટે રાજય કક્ષાએ દશ વિજેતા ખેડૂતોને રૂ.૫૦ હજાર મુજબ,  જિલ્‍લા કક્ષાએ ૨૬૦ વિજેતા ખેડૂતોને રૂ.૨૫ હજાર મુજબ  તથા તાલુકા કક્ષાએ ૧૧૨૫ વિજેતા ખેડૂતોને રૂ.૧૦ હજાર મુજબ મંજૂર થયેલ છે.આ એવોર્ડ માટે રાજયમાં ખેતી કરતા કોઇ પણ મહિલા કે પુરુષ ખેડૂત ભાઇ, બહેન કે વ્‍યકિતગત રીતે આપેલ નિયત અરજી પત્રકમાં અરજી કરવાની રહેશે. આ એવોર્ડમાં ભાગ લેવા ઇચ્‍છનાર જામનગર જિલ્‍લાના પ્રગતિશીલ ખેડૂત ભાઇ કે બહેન અરજીપત્રક કાળજી પૂર્વક ભરી તા.૧૫/૬/૧૩ સુધીમાં જરૂરી બિડાણો સહિત જિલ્‍લાના પ્રોજેકટ ડાયરેકટર આત્‍મા પ્રોજેકટને પહોંચતી કરવાની રહેશે. મોડા મળેલ અરજીપત્રકો ધ્‍યાનમાં લેવામાં આવશે નહીં.

અરજીપત્રકો તથા વધુ માહિતી મેળવવા પ્રોજેકટ ડાયરેકટરશ્રીની કચેરી, આત્‍મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્‍દ, એરફોર્સ રોડ, વુલન મીલની સામે, જામનગર ૩૬૧૦૦૬, ટેલી ફેક્ષ નં.૦૨૮૮-૨૭૧૦૪૭૦ સંપર્ક સાધવો, અરજી પત્રક તાલુકાકક્ષાએ બ્‍લોક ટેકનોલોજી ટીમના સભ્‍ય અથવા વિસ્‍તરણ અધિકારી ખેતી પાસેથી મળી રહેશે. તેમ પ્રોજેકટ ડાયરેકટરશ્રી, આત્‍મા પ્રોજેકટ, ડો. હરીશ જાદવની જામનગરની યાદીમાં જણાવાયુ છે. 

ટિપ્પણીઓ નથી: