અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

મુખ્‍યમંત્રીશ્રીએ નેટવર્ક-18ના થીંક ઇન્‍ડીયા ડાયલોગ કાર્યક્રમમાં ગુડ ગર્વનન્‍સ ઉપર મૌલિક વિચારોથી સૌને પ્રભાવિત કર્યાંગર્વમેન્‍ટ અને ગર્વનન્‍સની ભૂમિકા અંગે સટીક ભેદરેખા સુનિશ્‍ચિત કરવી જોઇએ

 

 

નવી દિલ્‍હી


સામાન્‍ય નાગરિકનો સરકાર ઉપર ભરોસો બેસે તેવા ગર્વનન્‍સને પરિણામલક્ષી બનાવતા ઇન્‍સેન્‍ટીવ લેવા જોઇએ- મુખ્‍યમંત્રીશ્રી

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ Net Work 18 News ચેનલના ઙ્કથીંક ઇન્‍ડીયા ડાયલોગઙ્ઘ કાર્યક્રમમાં મિનીમમ ગર્વમેન્‍ટ-મેકસીમમ ગર્વનન્‍સ વિષયક ચર્ચામાં સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું કે, સરકારે (ગર્વમેન્‍ટ) શાસન (ગર્વનન્‍સ)ની એવી વ્‍યવસ્‍થા વિકસાવવી જોઇએ જેમાં સામાન્‍ય નાગરિકનો વિશ્વાસ બેસે. તેમણે ગર્વમેન્‍ટ અને ગર્વનન્‍સ બેયને એક સિકકાની બે બાજુ ગણાવતાં જણાવ્‍યું કે બંનેની ભૂમિકા અંગે સટીક ભેદરેખા સુનિશ્‍ચિત કરવી જોઇએ.

દેશના ગણમાન્‍ય વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે મિનીમમ ગર્વમેન્‍ટ અને મેકસીમમ ગર્વનન્‍સ ઉપર સર્વગ્રાહી ચર્ચા થવી જોઇઅ,ે તેમણે જણાવ્‍યું કે મિનીમમ ગર્વમેન્‍ટ એટલે સાઇઝ ઓફ ગર્વમેન્‍ટ નહિં, પણ રાઇટ સાઇઝ ઓફ ગવર્નમેન્‍ટ હોવી જોઇએ. સરકાર ઉપર સામાન્‍ય માનવીનો ભરોસો રહયો નથી તેના પાસાંની છણાવટ કરતાં તેમણે જણાવ્‍યું કે આ પરિસ્‍થિતી લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે જેના કારણે સમાજીવન ઉપર અનેક સંકટો ઊભા થાય છે.

તેમણે એમ પણ જણાવ્‍યું કે આજની ગર્વમેન્‍ટ અને ગર્વનન્‍સ સિસ્‍ટમ આખરી નથી, એમાં પણ નિરંતર પરિવર્તનને અવકાશ છે. સરકાર દ્વારા ગવર્નનન્‍સને પરિણામલક્ષી બનાવવા એવા ઇન્‍સેન્‍ટીવ લેવા જોઇએ જેના ઉપર જનતાનો ભરોસો બેસે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપણને ઇશ્વરની સત્તા પર ભરોસો છે પણ શાસન પર ભરોસો નથી તેના કારણો આપતાં જણાવ્‍યું કે સૂર્યના ઉદય અને અસ્‍તનો સમય સુનિશ્‍તિ છે. આ સર્વવ્‍યાપી, સર્વસ્‍પર્શી કુદરતી વ્‍યવસ્‍થા એ ગુડ ગવર્નનન્‍સ છે.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે લોકતંત્રમાં સરકાર આપનારી છે અને જનતા યાચક છે એવી માનસિકતા એક પ્રકારનો ગૂનો છે. હકિકતમાં સરકાર વિશે જનતામાં અપનાપનનો ભાવ પેદા થવો જોઇએ અને સમાજીવનમાં એ અંગે માનસિકતા થવી જોઇએ. આ સંદર્ભમાં તેમણે નાગરિક કર્તવ્‍ય ધર્મની માનસિકતા ઉજાગર કરવા જણાવ્‍યું હતું. અત્‍યારે સમાજમાં મારૂં શું? - મારે શું!ં એ બે શબ્‍દ સમૂહની વચ્‍ચે દ્વિધા છે. સરકાર પ્રત્‍યેનો શાસન વ્‍યવસ્‍થામાં અવિશ્વાસ એ સમાજ મૂલ્‍યોનું ધોવાણ પણ કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુડ ગવર્નન્‍સ જનભાગીદારી વગર સફળ થઇ શકે નહિં એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ પી.પી.પી. મોડેલની જગ્‍યાએ હવે પી-4 મોડેલ અપનાવવા અનુરોધ કર્યો હતો. જેમાં પીપલ, પબ્‍લીક, પ્રાઇવેટ, પાર્ટનરશીપ હોવી જોઇએ. શાસન વ્‍યવસ્‍થામાં જનભાગીદારી સુનિશ્‍ચિત કરવા તેમણે જણાવ્‍યું કે સરકાર પ્રજાને માહિતગાર કરે, નિર્ણય લેતા પહેલાં પરામર્શ કરે, જનતાની સહમતિ મેળવે, પ્રજાના નિર્ણયને યોગ્‍ય ગણે અને પ્રજાની ભાગીદારીને વિકસાવે. મુખ્‍યમંત્રીશ્રીએ વર્તમાન કેન્‍દ્ર સરકાર નો-ગર્વમેન્‍ટે નો-ગર્વનન્‍સની સ્‍થિતીમાં છે એમ જણાવી ઉમેર્યું હતું કે, ફાઇલ અને લાઇફના આલ્‍ફાબેટમાં બદલાવ લાવવાથી સમગ્ર વ્‍યવસ્‍થા બદલી શકાશે. સરકાર ફાઇલથી ચાલે છે પણ ગર્વનન્‍સ દ્વારા તેમાં લાઇફ (પ્રાણ) પૂરવો પડે. જ્‍યાં સુધી ગર્વમેન્‍ટ તેના કાયદા કાનૂન દ્વારા અને રૂલ્‍સ રેગ્‍યુલેશન દ્વારા ગર્વનન્‍સમાં પરફેકટ ડિલીવરીના પરિણામો આપી નહિં શકે ત્‍યાં સુધી જનતાનો ભરોસો પ્રાપ્‍ત કરી શકશે નહિં. તેમ તેમણે જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ ગર્વમેન્‍ટ એટલે આઉટ લે ( બજેટ જોગવાઇ) અને ગર્વનન્‍સ એટલે આઉટ કમની (પરિણામ) વ્‍યાખ્‍યામાં વધુ એક કદમ આગળ વધતાં જણાવ્‍યું કે આઉટ કમનું પણ સોશિયો ઇકોનોમી સર્વેક્ષણ થવું જોઇએ.

મુખ્‍યમંત્રીશ્રીએ કેન્‍દ્ર-રાજ્‍ય સંબંધો વિશેની પ્રશ્નોત્તરીમાં જણાવ્‍યું કે આ અંગે સરકારીયા કમિશન અને પૂંચ કમિટીએ જે ભલામણો કરેલી છે તેને કેન્‍દ્ર સરકારે વિચારણામાં લેવી જોઇએ.

મુખ્‍યમંત્રીશ્રીએ શ્રમ સુધારણા, એફ.ડી.આઇ. પોલિસી, લેન્‍ડ એકવીઝેશન પોલિસી, એગ્રીકલ્‍ચર સેકટર સહિતના ગર્વમેન્‍ટના અભિગમ અને ગર્વનન્‍સ વિશે મૌલિક વિચારો રજુ કર્યા હતા.

 

ટિપ્પણીઓ નથી: