અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા યોજાયેલ સન્‍માન સમારંભ રાજકોટ તા.૮ એપ્રિલઃ- ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ તોજ સાચો વિકાસ થયો ગણાય તેમ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા આયોજીત સન્‍માન સમારંભમાં બોલતા વન અને પર્યાવરણ તથા કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું. પર્યાવરણની જાળવણી કરવી આપણી ફરજ છે તે માટે દરેકે ઉદ્યોગકારોને જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. મંત્રીશ્રી ગોવિંદભાઇએ સૌરાષ્‍ટના તમામ ડેમોમાંથી કાંપ કાઢીને ઉંડા કરી તેમાં નર્મદાના નીર લાવવાનું રાજય સરકારે આયોજન કર્યુ છે. ત્‍યારે દરેક ખેડુતોએ તેનો કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખીને દુ્ષ્‍કાળની આફતને અવસરમાં પલ્‍ટાવીને ખેતીને સમૃધ્‍ધ કરનારા આ અવસરનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રી વિઠલભાઇ રાદડીયાએ જેતપુરના ઉધોગ ધંધાઓના વધુ વિકાસ થતા રોજગારીની તકો વધતી હોય તેમા તમામ રાજકિય આગેવાનો પણ હકારાત્‍મક અભિગમ રાખતા હોવાનું જણાવેલ છે. પૂર્વ ધારાસભ્‍યશ્રી જશુબહેન કોરાટે તેમના પ્રવચનમાં જેતપુરના ઉદ્યોગોના વિકાસમા અને રોજગારીની તક

ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ                                                                                              કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ
જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા યોજાયેલ સન્‍માન સમારંભ
રાજકોટ તા.૮ એપ્રિલઃ- ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ તોજ સાચો વિકાસ થયો ગણાય તેમ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા આયોજીત સન્‍માન સમારંભમાં બોલતા વન અને પર્યાવરણ તથા કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું. પર્યાવરણની  જાળવણી કરવી આપણી ફરજ છે તે માટે દરેકે ઉદ્યોગકારોને   જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. મંત્રીશ્રી ગોવિંદભાઇએ સૌરાષ્‍ટના તમામ ડેમોમાંથી કાંપ કાઢીને ઉંડા કરી તેમાં નર્મદાના નીર લાવવાનું  રાજય સરકારે આયોજન કર્યુ છે. ત્‍યારે દરેક ખેડુતોએ તેનો કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખીને દુ્ષ્‍કાળની આફતને અવસરમાં પલ્‍ટાવીને ખેતીને સમૃધ્‍ધ કરનારા આ  અવસરનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વિઠલભાઇ રાદડીયાએ જેતપુરના ઉધોગ ધંધાઓના વધુ વિકાસ થતા રોજગારીની તકો  વધતી હોય તેમા તમામ રાજકિય આગેવાનો પણ હકારાત્‍મક અભિગમ રાખતા હોવાનું જણાવેલ છે. પૂર્વ ધારાસભ્‍યશ્રી જશુબહેન કોરાટે તેમના પ્રવચનમાં જેતપુરના ઉદ્યોગોના વિકાસમા અને રોજગારીની તકો વધારવાના રાજય સરકારના પ્રયત્‍નોને બિરદાવ્‍યા હતા. આ પ્રસંગે ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશન, ચેમ્‍બર ઓફ કોમર્સ, રોટરી લાયન્‍સ, સીટી કાઉન્‍સીલ, બ્રમ્‍હ્ સમાજ, માર્કેટીંગ યાર્ડ, શહેર તાલુકા ભાજપ દ્રારા મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ શ્રી લાલજીભાઇ સવાલીયાનું સન્‍માન કરાયુ હતું. આ સન્‍માનના પ્રત્‍યુતરમાં શ્રી લાલજીભાઇએ જણાવ્‍યુ હતુ કે, આવા સન્‍માન સમારંભો પારિવારિકતાની ભાવના પ્રગટાવે છે. આ તકે જેતપુર ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશનના પ્રમુખશ્રી રાજુભાઇએ પટેલ તથા શ્રીમનસુખભાઇ ખાચરીયાએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલીકાના પ્રમુખ શ્રી રમાબહેન મકવાણા, પર્વ ધારાસભ્‍યશ્રી જયેશભાઇ રાદડીયા,સર્વશ્રી વિઠલભાઇ ભુવા, કિશોરભાઇ શાહ, સુભાષભાઇ બાંભરોલીયા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી જેન્‍તીભાઇ રામોલીયાએ અને આભારવિધી ઉધોગકારશ્રી ધીરુભાઇ રાણપરીયાએ કરી હતી.

ટિપ્પણીઓ નથી: