જેતપુર પંથકમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ
વાડાસડા - ચારણીયા - અમરનગર બેટમાં ફેરવાયા
તાલુકાના તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ
વાડાસડામાં કાચાપોચા 25 મકાનો વરસાદી પાણીમાં ગરક..એક બાળકી તણાઈ ગઈ, 4 કાલાકે પણ ભાળ મળી નથી. બેટમાં ફેરવાયેલા ગામો સુધી પહોચવામાં જેતપુરના નેતાઓ અને સત્તાધીસો વામણા પુરવાર, જેતપુરના દાતા જગદીશ પામ્ભરની દીલેરીથી અસરગ્રસ્તોને ભારે રાહત,
-----------------------------------------------------------------------------------
જેતપુર 24
.જેતપુર શહેર અને પંથકના તમામ ગામોમોમાં આખીરાત વરસેલા વરસાદી પાણીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ઠેક ઠેકાણે ભારે નુકશાન સર્જી વિસ્તારો, ખેતરો, મકાનોમાં ઘુસી ગયાની પ્રજાની બુમરાણો જેતપુરના ભીરુ સત્તાધીશો અને નપાણીયા નેતાઓના કાન સુધી નાં પહોચ્યાની પ્રજાએ થોકબંધ ફરિયાદો કરી હતી.
ખાસ કરીને તાલુકાના વાડાસડા, ચારણીયા અને અમરનગરમાં વરસાદી પાણીએ તારાજી સર્જી દેતા ત્રણેય ગામોમના 5 હજાર લોકોને મજબૂરીવશ ભયાવહ પરિસ્થિતિમાં અન્યત્ર સ્થળાંતર થવું પડ્યું હતું.
જેતપુરના આ ત્રણેય ગામોની પ્રજા વરસાદી પાણીથી બચવું કેમ ? તેનો ઉપાય શોધતી હતી ત્યારે કહેવાય છે કે જેતપુરના લાગતા વળગતા સત્તાધીશો વાડાસડા, ચારણીયા અને અમરનગર ક્યાંથી જવાય ? જેવી વાતોના વડા વચ્ચે રસ્તાઓ શોધતા હોવાની વાતો ઉપરોક્ત ગામોના અસરગ્રસ્તોમાં ટીકારૂપ બની હતી. તો માત્ર અખબારોના પાને યેનકેન પ્રકારે ચમકી પ્રજા કામોનો દેખાડો કરતા જેતપુરના એક પણ આગેવાન આજે પૂરગ્રસ્ત પ્રજાની વહારે આવ્યો ના હોવાની ફરિયાદો મળી હતી.
બીજીબાજુ જેતપુરમાં રહી સેવાનેજ ધર્મ બનાવી ચુકેલા જાણીતા ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પામ્ભર પોતાની સાથે જેતપુર તાલુકા પંચાયતના માજી પ્રમુખ હંસાબેનના પતિદેવ વિપુલભાઈ વૈષ્ણવ, વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય કિશોર પાદરીયા અને ભાજપના સૌથી જુના આગેવાન વજુભાઈ કોઠારી વિગેરેને લઈને વાડાસડા ગામે પહોચી અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડાવી પોતાની રાબેતા મુજબની અન્ન સેવાની ધૂણી ધખાવી અસરગ્રસ્તોની ભૂખથી કળકળતી હોજરીને ઠંડી કરી હતી. અહી એટલેકે વાડાસડા ગામે જગદીશભાઈ અને ગામના સ્થાનિક માજી ઉપસરપંચ અશોકસિંહ ચૌહાણ સહિતના આગેવાનોના જણાવ્યા પ્રમાણે વાડાસડામાં વરસાદી પાણીથી 25 જેટલા મકાનો તણાઈ ગયા છે. 30-15 ઘેટા બકરા અને 10-15 ગાયો ભેંસો તણાઈ જવાથી મોતને ભેટેલી અને પુરના પાણીમાં તણાતી હોવાની વિગતો આપી હતી. આ સિવાય ગામની એક કિશોરી પુરના પાણીમાં તણાઈ ગયી છે જે બાબતે જેતપુરના સરકારી તંત્રો આ બાબતે કોઈ જાણ કે માહિતી નાં હોવાનું જણાવે છે. જયારે ગામલોકો કહે છે કે પટેલ પરિવારની એક કિશોરી પાણીમાં લાપત્તા બની છે પણ વાલીઓને કહી શકાતું નથી.
આ લખાય છે ત્યારે સાંજના સવા છ વાગ્યાની આસપાસ અમરનગર ખાતેથી જગદીશભાઈ પામ્ભર અને વિપુલ વૈષ્ણવે વિગતો આપતા જણાવેલ કે અહી 300 માણસોને પુરના પાણીમાંથી સમાલત રીતે બહાર કાઢી ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. જ્યાં શાળાના આચાર્યની પણ પ્રશંશનીય સેવા વચ્ચે જગદીશભાઈએ અસરગ્રસ્તોને શ્રીખંડ અને ગાઠીયા ખવડાવી સવારની ભૂખ હળવી કરી હતી. અમરનગરમાં વરસાદી પાણીએ ભારે તારાજી સર્જી અનેક કાચા પોચા મકાનો ધ્વસ્ત કરી દીધા છે. ગામના પ્લોટ વિસ્તારમાં ઘુસેલા પાણીથી પ્રજા ભયભીત ભણી હતી.
તાલુકાના ખીરસરા ગામે પણ ઉપરવાસના વાડિયા અને બાવળ બરવાળામાં પડેલા વ્યાપક વરસાદના પાણી છેક જેતપુરના દેરડી-ખીરસરા રોડ ઉપર પહોચી જતા અને રોડ ઉપર 5-5 ફૂટ પાણીના ઘસમસતા પ્રવાહને ધ્યાને લઈને સરકારી તંત્રોએ આ રોડનો વાહન વ્યવહાર બ્લોક કરી દીધો છે. વરસાદી પાણી જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં પણ ઘુસી જતા ત્યાના મજુરોને માંડ માંડ બચાવાયા હોવાનું સુધારાઈ સભ્ય અરવિંદ વણઝારાએ જણાવ્યું હતું, આ ઉપરાંત વરસાદી પાણીથી ખીરસરા રોડ પર દરિયા જેવું વાતાવરણ ખડું થતા પાણી વચ્ચે આવી ગયેલા 2 થી 4 લોકો બચવા વીજપોલ ઉપર ચડી ગયા હોય તેઓને બચાવવા જેતપુરના નાયબ મહેતા સહિતના પાણી જાણકારોએ ભારે મહેનત કરી હતી પણ કહેવાય છે કે આ બધા ઘસમસતા પાણીમાં ભયજનક હાલતમાં મુકવા માંડતા નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત સૌ પાણી બહાર નીકળી ગયા હતા. આ તકે નીખીલ મહેતા કહેલ કે વિકરાળ પાણીની આવક સામે બિનતરવૈયા લોકોનું ગજું નાં હોય ગોંડલ ખાતેથી રેસ્ક્યુ ટીમ સાથેના તરવૈયાઓને બોલાવાયા છે. જેઓ વીજપોલ ઉપર જીવ બચાવી બેઠેલા લોકોને બચાવશે..
સરકારી ચોપડે તો ગઈ રાત્રીથી આજ બપોર સુધીમાં જેતપુર શહેરમાં પાંચેક ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે તાલુકાના વીરપુર, જેતલસર, વિગેરે તમામ ગામોમાં 3 થી 7 ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળે છે.
જેતપુરના સેવાભાવી જગદીશભાઈનો આક્રોશ, જેતપુરની રાહત સમિતિ ક્યાં ગઈ ?
જેતપુર: જેતપુરના અમરનગર, વાડાસડા, ખીરસરા વિગેરે જઈને બનતી મહેનત અને સેવા કરવાનો મોકો ઝડપી લીનાર જેતપુરના અગ્રણી દાતા જગદીશ પામ્ભર એ એક એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જેતપુરમાં કાર્યરત રાહત સમિતિ પાસે લાખો રૂપિયાનું ફંડ પડ્યું છે. જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામો બેટમાં ફેરવાયા અને આશરે પાંચેક હજાર અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીમાં કેમ કોઈ રાહત સમિતિનો માઈ કે લાલ ના દેખાયો ? સસ્તી પ્રીસીધ્ધી માટે અખબારોના પાને હાકલા પડકાર કરતા જેતપુરના કેમ કોઈ આગેવાનો આજે વાડાસડા, અમરનગર કે ખીરસરા અને ચારણીયામાં ના ડોકાયા ?
જેતપુરના નવાગઢમાં-નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી
જેતપુર : ગઈ રાત્રીથી આજના બપોર સુધી વરસેલા પાંચેક ઇંચ વરસાદથી શહેરના નવાગઢ, ગોંડલ દરવાજા,સારણના પુલ, અમરનગર રોડ, વડલી ચોક, વોંકળી કાંઠા વિસ્તારના મકાનો, ધોરાજી રોડ, વિગેરે જગ્યાએ વરસાદી પાણી ઘુસી ગયા હતા. નવાગઢ માં તો અમુક વિસ્તારોમાં ગોઠણદુબ પાણી ભરાયા હતા.
કશ્યપ જોશી જેતપુર ફોટો અને સમાચાર : 9974262812
















































