અનુયાયીઓ

બુધવાર, 17 જૂન, 2015

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે જેતપુર શહેરમાં રૂ.8 કરોડના સીસી રોડના કામો થશે

સમૂહ જ્ઞાન સ્પર્ધા :
જેતપુરની ઓજસ ઇન્ટરનેશનલ સ્કુલમાં ધો. 1 થી 5 ના વિદ્યાર્થી બાળકો માટે સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પાંચ ગ્રુપના બાળકોએ લીધેલા ભાગ દરમિયાન ધોરણ 5 નું ગ્રુપ મેદાન મારી, જતા આ ગ્રુપના આર્ચી, કૃપા, તીર્થ, કેવિન, નિરત, નીશીત, શિવમ અને નમ્રને શાળા સંચાલકો ભદ્રેશભાઈ, જતીનભાઈ, નીતિનભાઈ વિગેરે દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી તમામની પીઠ થાબડી હતી.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
-----------------------------------------------------------------------------------------------------------
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે 
જેતપુર શહેરમાં રૂ.8 કરોડના સીસી રોડના કામો થશે 
જેતપુર તા.17
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી-56 વર્ષ 2013-14 ની બચત રકમ રૂ.36.46 લાખ તથા યુડીપી-78 વર્ષ 2014-15 ની બચત રકમ રૂ.154.53 લાખ તથા યુડીપી-78 હર્ષ 2014-15 ની બચત રકમ રૂપિયા 625 લાખ મળી કુલ 815 લાખ બચત ગ્રાન્ટ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાને સાંકળતા રસ્તાઓ ઉપર સીસી રોડ કામો તાકીદે હાથ ધરાનાર હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ જણાવ્યું છે. 
આ બાબતે માહિતી આપતા તેઓએ જણાવેલ કે શહેરમાં કોઈ રોડ રસ્તા કાચા ના રહે તેવા હેતુસર સરકારની ઉપરોક્ત ગ્રાન્ટમાંથી ગોવર્ધનનગર બગીચાથી રેલ્વે લાઈન સુધી અને બાપા સીતારામની મઢુલી સુધી, મઢુલીથી દિપાલી કારખાના સુધી, ગોવર્ધનનગર થી બસસ્ટેન્ડ ચોક સુધી, દીપક પાનથી અંબર સિનેમા સુધી, દીપ થી દશામાતાના મંદિર સુધી, આ મંદિરથી અમરનગર રોડ, તીનબત્તી ચોકથી બગીચા અને બગીચાથી સ્ટેન્ડ ચોક, સ્ટેન્ડ ચોકથી વર્ધમાન બૂક સ્ટોર, આ બુક સ્ટોરથી કૈલાસ ડ્રેસીસ, ત્યાંથી વડલી ચોક, ત્યાંથી ચંદ્ર મોલેશ્વર મહાદેવ, ગૌત્તમ કારખાનાથી ખાખામઢી મંદિર, નવાગઢ રોડથી વર્ધમાન કારખાનું અને ત્યાંથી નેશનલ હાઈવે, જુનાગઢ રોડથી શુભ કિરાણા, ડો.ભૂવાના દવાખાનાથી વલકુભાઈના મકાન સુધી, ત્યાંથી મસ્જીદ, ખોડપરા મેઈન રોડ, બસસ્ટેન્ડથી પાલિકા શોપિંગ સેન્ટર, ત્યાંથી સ્ટેટ બેંક, અફલાતુન ખાણીપીણીની દુકાનથી ચશ્માની દુકાન સુધી, અમરનગર રોડ પર મધુરમ એપાર્ટમેન્ટથી ભીખુભાઈ અને મનુભાઈ વ્યાસના મકાન સુધી, તે જ રોડ પર સૂર્યદીપ મકાનથી શ્રીજી શાળા વાળો રોડ વિગેરે સીસી રોડથી પાકા બનાવાશે.
જ્યારે ગુજરાતી વાડી પુલ અને વોંકળાથી ગૌશાળા, ધોરાજી રોડ પર સ્પોર્ટ્સ કલબથી પરેશ માત્રવાડીયાના મકાન, સાગર મકાનથી પંચમીયા દવાખાનું, કિશાન ચોકથી દેવીકૃપા કિરાણા, સાકરિયા શેરી, ટાંકુંડીપરા મેઈન રોડ પર કેશુભાઈના ઘરથી સાકરીયા મકાન, તેજા કાળા પ્લોટથી ભીખુભાઈના મકાન અને ત્યાંથી કોટડીયા વાડી સુધી, નવાગઢ ચોકડીથી ખોડિયાર ધાર પુલ, કોટેશ્વર મંદિરથી રામજી મંદિર(રામજી મંદિર રોડ), બસસ્ટેન્ડ રોડ એચ એચ ટ્રાન્સપોર્ટથી ડો. વાધવાણી રોડ, મહાદેવ દવાની દુકાનથી સંજીવની દવાખાના રોડ, યુનિયન બેન્કથી હાડકાની હોસ્પિટલ સુધી, બોસમીયા કોલેજની ડાબી બાજુનો કેનાલ રોડ, ખાખા પાવ નામની દુકાનથી અમરનગર રોડ, અક્ષર નિશાળથી અમરનગર રોડ, ધોરાજી રોડ થી કડવા પાટીદાર સમાજ, નવા ફાયર સ્ટેશનથી કેનાલ સુધી, નેશનલ હાઈવેથી સ્ટેટ બેંક નવાગઢ રોડ, જુના રૂપાવટી રોડ પર રીવાઈન્ડીગની દુકાનથી અમરનગર રોડ, ગુજરાતી વાડી વોંકળીથી ગૌશાળા, રાજકોટ રોડ પર દેવમુરારીના મકાનથી નવી લોહાણા વાડી તથા નવાગઢ રામજી મંદિરથી અવેડા સુધીના રોડ રસ્તા સીસીથી મઢાશે.
પાકા રોડ રસ્તા થવાથી જેતપુરવાસીઓને ચોમાસા દરમિયાન કાદવ કીચડની ફરિયાદો નહિ રહે. વાહન ચાલકો પણ રાહત અનુભવશે તેવું પાલિકા પ્રમુખ રમાબેન જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812
-----------------------------------------------------------------------

ટિપ્પણીઓ નથી: