જેતપુરના 2 યુવાનો વિદેશી શરાબની 32 બોટલ સાથે ઝડપાયા
જેતપુર તા.18
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં બેરોકટોક વિલાયતી શરાબ વેચાતો હોવાની શહેર પોલીસના ફોજદાર સંઘાણીને બાતમી મળતા ગઈકાલે તેઓએ આ વિસ્તારમાં સ્ટાફને સાથે રાખી દારુ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અજય લખું વાઘેલા(વડલી ચોક) તથા કપિલ દયારામ નિમાવત(લક્ષ્મીનગર સોસાઈટી) એમ બંને યુવાનો વિલાયતી શરાબની રૂ.9600 ની 32 બોટલ, શરાબ વેંચાણ વકરાના રોકડ 3850/-, રૂ.45 હજારનું એક બાઈક મળી કુલ રૂ.58450/- ના મુદામાલ સાથે ઝડપાઈ જતા બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટનો સિંધી યુવાન જેતપુરમાંથી 2 છરી સાથે પકડાયો
જેતપુર તા.18
જેતપુરના પેઢલા નજીકથી નીકળેલી એક છકડો રિક્ષાને અટકાવી એલસીબી રાજકોટના સ્ટાફે ચેકિંગ કરતા ચાલક મહેશ સિંધી રહે. રાજકોટના નેફામાંથી 2 છરીઓ મળી આવી હતી. પોલીસે ગેરકાયદેશર રીતે છરીઓ સાથે નીકળેલા મહેશ સામે ગુનો નોંધી, છરીઓ કબજે લઇ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાળાડુંગરા ગામે મંદિરમાંથી છત્તર ચોરનાર પકડાયો
જેતપુર તા.18
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે આજથી ત્રણેક દિવસ પહેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી સોનાના છત્તરની ચોરી થઇ હતી. દરમિયાન વીરપુર પોલીસે આ ફરિયાદને આધારે તપાસ ચાલુ કરી તે જ ગામના રવિ ઊર્ફે રવિયો જીવરાજ ખાંટ નામના યુવાનને પોલીસથાણે બોલાવી કડક પૂછપરછ કરતા રવિ પોપટ બની જઈને છત્તર ચોર્યાની કબુલાત આપતા પોલીસે તેમની સામે ગુનો નોંધી ધોરણસરની વિધિ હાથ ધરી છે.
જેતલસરથી બાવાપીપળીયા સુધીના 11 કિમી રોડ માટે
રૂ.7 કરોડ ગ્રાન્ટ મંજુર કરાવતા પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા
જેતપુર તા.18
જેતલસર થી બાવાપીપળીયા સુધીનો 11 કિલોમીટર રોડ ભારે વાહનો ચાલવાથી જર્જરિત બન્યો હતો. આ બારાની જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા વિગેરે ગામોના લોકોએ અવારનવાર જેતપુરના ધારાસભ્ય અને પ્રવાસન મંત્રી જયેશ રાદડીયાને રજુઆતો કરી હતી કે રોડ બનાવતી ખાનગી કંપનીના ભારેખમ લોડર તેમજ બાવાપીપળિયા થી થોડે દુર જેતપુર સાડી ઉદ્યોગના વાહનો સતત ચાલતા હોય રોડ નબળો પડી ગયો છે.
પ્રજાની આ ફરિયાદ અને રજુઆતોને ધ્યાને લઇ જયેશ રાદડીયાએ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગમાંથી આ રોડના રીપેરીંગ માટે રૂપિયા 7 કરોડની ગ્રાન્ટ મંજુર કરાવતા, આગામી સમયમાં આ રોડ રીપેર થઇ જવાની વાતથી લોકોમાં આનંદ છવાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો