અનુયાયીઓ

સોમવાર, 22 જૂન, 2015

જેતપુર શહેર તાલુકાના વિવિધ વર્તમાન

જેતલસર જં.ના બેંક કર્મચારીને 
વિદાયમાન અપાયું..
જેતપુર તા.22
યુનિયન બેન્કની જેતલસર જંકશન સ્થિત બ્રાન્ચના કર્મચારી શીલુભાઈ તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થતા બેંક મેનેજર ચાવડાના અધ્યક્ષ સ્થાને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈ જેઠવા, નાનજીભાઈ મકવાણા, અખેરાજભાઈ, જીતુભાઈ પાણેરી, બંશીભાઈ, રાજુભાઈ તિવારી તથા ડાયાભાઇ વિગેરે રેલવેના નિવૃત કર્મચારીઓની હાજરીમાં શીલુભાઈની સેવાને વાગોળી, સન્માન સાથે વિદાયમાન અપાયું હતું.

ભારત વિકાસ પરિષદ જેતપુરના નવા હોદેદારો 
જેતપુર : તાજેતરમાં જેતપુરની ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાના નવા હોદેદારોની વરણીના એક કાર્યક્રમનું સંગીતસંધ્યા વચ્ચે આયોજન થયું હતું. આ તકે સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરી વચ્ચે જેતપુર શાખાના વર્ષ-2015 ના વરાયેલા નવા હોદેદારોમાં પ્રકાશ અગ્રાવત(પ્રમુખ), હરિભાઈ પરમાર(ઉપપ્રમુખ), નરેન્દ્ર કોટડીયા(મંત્રી) તથા ખજાનચી તરીકે અશ્વિનભાઈ ચોટાઈની નિમણુક કરાઈ હોવાનું જણાવાયું છે.

જેતપુરની સંસ્થાઓનું એકીસાથે ''યોગાસન''
જેતપુર: ગઈકાલે વિશ્વ યોગ દિન નિમિત્તે જેતપુરમાં નગર પાલિકા, તાલુકા પંચાયત, નામી અનામી સંસ્થાઓ, શાળાઓ, શાશ્નાધિકારી, ડાઈંગ એશોશીયેશન, વિગેરેના આગેવાનો, કાર્યકરો, સંચાલકોએ મોટી સંખ્યામાં અત્રેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગાસન યોજી વડાપ્રધાન મોદીના અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો. તો આવીજ રીતે જેતપુર એસટી ડેપોમાં કર્મચારીઓએ ડેપોના મેદાનમાં યોગ દિવસની ઉજવણી કરી હતી.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )


જેતલસર હાઈસ્કુલમાં યોગાસન 
જેતપુર : જેતલસરની હાઈસ્કુલમાં વિધાર્થીઓ, શિક્ષકો સાથે ગામના કૌશલ્ય વર્ધક કેન્દ્રના સ્ટાફે પણ યોગાશન અભિયાનમાં જોડાયા હતા.
(ફોટો કશ્યપ જોશી - જેતલસર )



ટિપ્પણીઓ નથી: