કોરાકટ્ટ જેતલસર પંથકમાં 1 થી 1.5 ઇંચ વાવણી જોગ વરસાદથી જગતાત ખુશ
જેતપુર તા.23
ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગયા પછી પણ માત્ર વરસાદી ઝાંપટાથી ચિંતિત જેતલસર સહીત પંથંકના મોટાભાગના ગામોમાં વાવણીજોગ વરસાદથી જગતાત આલમ ખુશીથી ઝૂમી ઉઠી છે.
બપોરના સખત બફારા બાદ પલટાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી થયા પછી છેક સાંજના પાંચ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતા જેતલસર, ડેડરવા, ટીંબડી, રૂપાવટી વિગેરે ગામોમાં અડધોથી દોઢ ઇંચ વાવણીજોગ વરસાદ પડી જતા ખેડૂતો ખુશ થયા છે. જયારે પંથકના નવી જૂની સાંકળી ગામે પણ આજે એકથી દોઢ ઇંચ વરસાદ પડી જતા કાલથી ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરનાર હોવાનું ખેડૂત યુવાન મુકેશ લશ્કરી જણાવે છે.
જયારે જેતપુરમાં આજે બપોરથી સાંજ સુધી ઓછા વધતા ઝાંપટા સ્વરૂપે 26 મીમી, ભાદર ડેમ વિસ્તારમાં 4 મીમી, સાંકરોલા ડેમ વિસ્તારમાં 18મીમી વરસાદ પડ્યાનું જેતપુર સ્થિત ભાદર ઇરીગેશનના મકવાણાભાઈએ જણાવેલ.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો