જેતપુર તાલુકાના, જેતલસર પંથકના નવી સાંકળી ગામે
વારસાઈ જમીન હડપ કરનાર 3 શખ્શોએ
પાર્શીયલ બ્લાઈન્ડ યુવતીને લમધારી !!
યુવતીના પિતા સ્વર્ગે સિધાવ્યા છે, એકનો એક ભાઈ 4 મહિના થયા અકસ્માતનો
ભોગ બની સારવારમાં ખાટલામાં છે, મેર ટોળકીએ જમાવ્યો જમીન પર કબજો ??
જેતપુર તા.19
જેતપુરના નવી સાંકળી ગામની એક યુવતીને આજે મેર ટોળકીના 3 શખ્શોએ લાકડીવતી ઢોરમાર મારી હાથમાં ફ્રેકચર જેવી ઈજા કર્યાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના સાંકળી ગામની વનિતા બચુભાઈ વાલાણી નામની 30 વર્ષની યુવતીને આજે સવારે કોઈ અજાણ્યા 3 શખ્શોએ બેરહમીથી લાકડીવતી માર મારી ડાબા હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોચાડતા એક રીક્ષા ચાલક વનિતાને લોહી નીગળતી હાલતમાં તેમની માતા સવિતાબેન સાથે જેતપુર સરકારી દવાખાને લાવતા હતા.
પણ તે રીક્ષામાં પંક્ચર પડી જતા આ મામલો જેતલસર જંકશનના રીક્ષા ચાલક જગુભાઈ હરસુરભાઇ વાળાએ સંભાળી વનિતાને સરકારી દવાખાને પહોચાડેલ..જ્યાં ફરજ પરના ડોક્ટર ગજેરાએ તાત્કાલિક વનિતાને સારવાર આપી, ફ્રેકચર સબબ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરી હતી. બીજીબાજુ હોસ્પિટલ સુત્રોની જાણ પરથી દોડી આવેલી તાલુકા પોલીસને વનિતાએ ચૌકાવનારી વિગતો આપી હતી. જે વિગતો મુજબ વનિતાના પિતા બચુંભાઈ વાલાણી લાંબા સમય પહેલા અવસાન પામ્યા છે. તેમના પૂર્વજોની જે જમીન જુનાગઢ થી મંડલીકપૂર જવાના રસ્તે આવી છે તે જમીન કોઈ મેર ટોળકીના સભ્યોએ હડપ કરી લીધી હોય, આજે વનિતા સવારે પોતાના ખેતરે ગઈ ત્યારે ત્રણ અજાણ્યા શખ્શો તેના પર તૂટી પડતા હાથમાં ગંભીર ઈજાઓ પામેલી આ યુવતીને જેતપુર બાદ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ છે. જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે વનીતાની ફરિયાદ પરથી 3 અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે.
બોક્સ: ભાઈ ઈજાગ્રસ્ત, એકલી યુવતીની હિંમત કાબીલેદાદ !!
જેતપુર : નવી સાંકળીના જાગૃત માણસોએ બે ત્રણ દુઃખદ વાત બતાવતા જણાવેલ કે વનિતા અને તેમની માતા પાર્શીયલ બ્લાઈંડ( પ્રજ્ઞાચક્ષુનો એક પ્રકાર, આંખે ઓછું દેખે તેવું) છે. પિતા લાંબા સમય પહેલા સ્વર્ગે સિધાવ્યા છે. અને એકનો એક ભાઈ ચાર પાંચ મહિના પહેલા એક મારુતિવાન અકસ્માતમાં હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની પીડા ખાટલામા ભોગવી રહ્યો છે. બીજી બાજુ મેર ટોળકીએ તેમની કીમતી જમીન ઉપર કબજો જમાવી લીધો હોય, હવે કોઈ તેમની વહારે આવે તે જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો