અનુયાયીઓ

બુધવાર, 7 નવેમ્બર, 2018

જેતપુરના પેઢલા ગામે ગેરકાયદે તબીબી સેવા કરતો અશ્વિન ધનજી મકવાણા ઝડપાયો :ચકચાર



સતત ત્રીજા દિવસે પોલીસે "ઘોડા" ડોક્ટર શોધ્યા
જેતપુરના પેઢલા ગામે ગેરકાયદે તબીબી સેવા

કરતો અશ્વિન ધનજી મકવાણા ઝડપાયો :ચકચાર
ભોજાધાર-સરધારપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયા બાદ પોલીસનો ત્રીજો દરોડો




જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં બોગસ તબીબો ઝડપની પોલીસની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલી હોય તેમ વધુ એક બોગસ ડોકટર પેઢલા ગામેથી ગઈકાલે ઝડપાતા તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બે દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસે સરધારપુર અને શહેર પોલીસે ભોજાધાર વિસ્તારમાંથી ૧ મહિલા સહીત ૪ બોગસ તબીબોને ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ એક બોગસ તબીબને તાલુકા પોલીસે પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે તાલુકા પોલીસના અર.એલ.ગોયલે જણાવ્યું હતું કે, પેઢલા ગામેથી ઝડપાયેલા બોગસ તબીબનું નામ અશ્વિન ધ્દાનજી મકવાણા છે.



આ શખ્સ કોઈ પણ ડીગ્રી વગર પોતાને ડોક્ટર જાહેર કરી બીમારીઓના નિદાન કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપી, ડોકટરી સાધનો પોતાની પાસે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયો છે. દરોડા સમયે આ શખ્શ પાસેથી વીઝીટીંગ કાર્ડ, ક્લીનીકનું પેપર બોર્ડ, દવાઓ, ગ્લુકોઝની બોટલ, દાકતરી વકરાના રૂપિયા ૩૫૭૦/- તેમજ રૂપિયા ૩ હજારના મોબાઈલ સહીત કુલ રૂ.૬૫૭૦/- નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરની મતવા શેરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અલ્તાફ રંગપરીયા ઝડપાયો ગોંડલના ઇમરાન શેખને શોધતી પોલીસ

જેતપુરની મતવા શેરીમાંથી વિદેશી દારૂના
જથ્થા સાથે અલ્તાફ રંગપરીયા ઝડપાયો

ગોંડલના ઇમરાન શેખને શોધતી પોલીસ



જેતપુર શહેર પોલીસે મતવા શેરીમાંથી એક શખ્શને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી દારૂના સપ્લાયર એવા ગોંડલના શખ્સની શોધખોળ આદરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે, મતવા શેરીમાં રહેતા અલ્તાફ શરીફ રંગપરીયાના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો પડ્યો છે, આવી બાતમી પરથી પીઆઈ વી.આર.વાણિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, ભાવેશભાઈ, નારણભાઈ આહીર  સહિતનો સ્ટાફે અલ્તાફના મકાન પર દરોડો પાડતા ત્યાંથી રૂપિયા ૯૪૦૦/- ની કિમતના ૯૪ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા. આવા સમયે આકરી પૂછપરછ દરમિયાન અલ્તાફે આ દારૂનો જથ્થો ગોંડલનો ઇમરાન યાકુબ શેખ આપી ગયાનું કબુલતા જેતપુર પોલીસે ઇમરાનની શોધખોળ આદરી છે.

મંગળવાર, 6 નવેમ્બર, 2018

રાજકોટના કબીરવન સોસાયટીમાં રહેતા યુવાનના શંકાસ્પદ મોત અંગે હત્યાનો ગુનો નોંધવા તજવીજ



જીયાણા ગામે રૂપિયા ૫ લાખની ઉઘરાણી મામલે ગયા બાદ એસીડ પીવડાવી હત્યા કરાઈ હતી : પોલીસ હૈયાનો ગુનો નોંધે બાદ પરિવારજનો લાશ સ્વીકારશે : સામા પક્ષે ઈજાગ્રસ્ત થયેલા આરોપી પર પોલીસે લગાવ્યો પહેરો  

રાજકોટ તા.
શહેરના કબીરવન સોસાયટીમાં રહેતા એક યુવાનની રૂપિયા  લાખની ઉઘરાણી બાબતે એસીડ પીવડાવી હત્યા કર્યાના આક્ષેપ સાથે મૃતક યુવાનના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા આ પ્રકરણ ગરમાયું છે. બીજી બાજુ જેના પર એસીડ પીવડાવવાનો આક્ષેપ થયો છે તે યુવાન પણ પોતાના પર મૃતકે છરી વડે હુમલો કર્યો હોવાની રાવ સાથે હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થઇ ગયો છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની આજુબાજુ પહેરો ગોઠવી તેમના પર ખૂનની કલમનો ગુનો નોંધવા કવાયત આદરી છે.

મળતી વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા અને મોરબી રોડ પર ભગવતી હોલ નજીક ચાંદી કામની મજુરી સાથે જોડાયેલા જયેશ છગન રામાણી (..૩૫) નામના યુવાન્નને બેસુદ્ધ હાલતમાં ગઈકાલે હોસ્પીટલમાં ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ હોસ્પિટલ ખાતેથી મૃતક યુવાનના પિતા છગન નાગજી રામાણીએ હોસ્પિટલ પોલીસ ચોકી સુત્રોને જણાવેલ કે, પોતાનો પુત્ર મોરબી રોડ પર, રામ પાર્કમાં રહેતા કિશોર ચના રામાણી પાસે રૂપિયા  લાખ માંગતો હતો. અને આ પૈસાની ઉઘરાણી માટે જયેશ કિશોરના મૂળ ગામ જીયાણા ગામે જતા લાજવાને બદલે ગાજેલા કિશોર સહિતના શખ્શોએ તેમને બળજબરીથી એસીડ પીવડાવી દેતા તેના પુત્ર જયેશનું મોત થયું છે.

મૃતક યુવાનના આવા નિવેદનથી ચોંકેલી હોસ્પિટલ ચોકી પોલીસે કુવાડવા પોલીસને જાણ કરતા પીઆઈ મોડિયાએ હોસ્પિટલ ખાતે પહોચી જઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. કુવાડવા પોલીસનું કહેવું છે કે આ બનાવ હત્યાનો છે કે આપઘાતનો તે બાબતે તપાસ શરુ કરાઈ છે. પરિવાર બાબતે પોલીસે જણાવ્યું હતું કે જયેશ બે ભાઈઓમાનો મોટો ભાઈ હતી. સંતાનમાં એક દીકરો છે. તેમજ જયેશભાઈના પત્ની હાલ સગર્ભા અવસ્થા ગાળી રહી છે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી કિશોર સહિતના શખ્શો સામે ખુનનો ગુનો ના નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ સ્થિત વાતાવરણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે.



બીજી બાજુ જયેશને એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતારાયો હોવાનો જે શખ્શ સામે આક્ષેપ થયો છે તે કિશોર ચના પણ પોતાના પર મૃતક જયેશ સહીત બે શખ્શોએ છરીથી હુમ્લો કરી ઈજા પહોચાદ્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો છે. અને હાલ પોલીસે તેમના પર પહેરો ગોઠવી દીધો છે. કુવાડવા પોલીસે એવું પણ જણાવેલ કે ગઈકાલે બનાવની જાન થતા તેઓ જીયાણા ગામે દોડી ગયા હતા જ્યાં કિશોર રામાણીના ઘરે જયેશ ખાટલા પર સૂતેલો જોવા મળ્યો હતો. બાદમાં તે ચાલીને સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ માં બેસતા જોવા મળ્યો હતો. આ પહેલા જયેશે કિશોર રામાણી પર છરીથી હુમલો કરતા તેમને પત્ની જલ્પાબેન લઈને હોસ્પીટલે ગયા હતા.

પોલીસના અનુમાન અને ત્યાના લોકોના કહેવા મુજબ જયેશે કિશોર પર હુમલો કરી, એસીડ પી લઈને કિશોરના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જેને રૂમનો દરવાજો તોડી બહાર કઢાયો હતો. ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં જયેશે એસીડ પીધું કે પીવડાવાયું ? તે તપાસનો વિષય છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ વિધિ હાથ ધરી જયેશના મૃત્યુનું કારણ શોધવા કવાયત આદરી હોવાનું કુવાડવા પોલીસ જણાવે છે.તમજ વિશ્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ યુવાનના શંકાસ્પદ મોત અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે દ્વારા સત્તાવાર રીતે હત્યા અંગ ગુનો નોંધ્ય બાદ યુવાનના પરિવારજનો મૃતદેહનો સ્વીકારશે.

ફોટો લાઈન : ચાંદી કામની મજુરી કરતો અને એસીડની અસરથી મોતને ભેટેલ જયે શ છગન રામાણીનો મૃતદેહ, તેમના ગમગીન પિતા, મૃતકના પરિવારજનો, જે શખ્શ સામે જયેશની હત્યાની સોઈ તકાઈ છે તે કિશોર હોસ્પીટલમાં સારવાર લેતો દેખાય છે. જયારે અંતિમ તસ્વીરમાં જયેશની હત્યાનો ગુનો નોંધવા પોલીસ કવાયત કરતી હોવાનું જોવા મળે છે. (ફોટો : મુકેશ રાઠોડ)

બેન્કમાંથી બોલતો હોવાનું જણાવી ગઠીયાએ
 કાંગશીયાળીના પટેલ દંપતીના જુદી જુદી બે
બેંકોમાંથી રૂ..૫૩ લાખ ઉપાડી લીધા : ફરિયાદ

ગઠીયાએ બેંક ઓફ બરોડામાંથી ૪૬૯૯૮/- અને આઈસીઆસીઆઈ બેંકમાથી ૧૦૫૯૦૪/- ઉપાડી લીધા : શાપર(વે.) પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એસ..જી. રાજકોટ રૂરલના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ શરુ કર્યો તપાસનો ધમધમાટ

રાજકોટ તા.
આજથી ૬ દિવસ પહેલા લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામની સીમમાં રહેતા એક પટેલ દંપતીના જુદી જુદી બેંકોના ખાતામાંથી એક ભેજાબાજ શખ્શે એટીએમ કાર્ડના ઓટીપી નંબર મેળવી રૂપિયા ૧,૫૨,૯૦૨/- રૂપિયા ઉપાડી લઈને ઠગાઈ કરી હોવાની શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ગુનાની આગળની તપાસ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્યના મહેન્દ્રસિંહ રાણાએ હાથમાં લઈને તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ લોધિકા તાલુકાના કાંગશીયાળી સીમમાં અસ્થા ગ્રીન સીટીના બ્લોક નંબર ૧૬૫ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા નીલેશભાઈ ધીરજલાલ કુંડારિયાએ શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈ તા.૩૧-૧૦-૧૮ ના રોજ તમના મોબાઈલ  ૯૮૨૪૮ ૨૨૮૫૪ ઉપર ૬૨૯૧૫ ૮૫૧૯૬ નંબર પરથી એક કોલ આવ્યો હતો અને પોતે બેન્કમાંથી બોલતો હોવાનું જણાવી ભેજાબાજ શખ્શે એટીએમ બંધ હોય ચાલુ કરવાની પ્રોસીઝર કરતો હોવાનું જણાવી નીલેશભાઈ અને તેમના પત્ની વિપબેનને ભોળવ્યા હતા.

અજાણ્યા શખ્શની વાતના વિશ્વાશમાં આવેલા આ પટેલ દંપતીએ એટીએમના ઓટીપી પાસવર્ડ પણ ગઠીયાને આપી દેતા આ અજાણ્યા શખ્શે પલકવારમાં નીલેશભાઈના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા ૪૬૯૯૮/- અને તેમના પત્ની વિપબેનના આઈસીઆઇસીઆઈ બેન્કના ખાતામાંથી રૂપિયા ૧૦૫૯૦૪/- ઉપાડી લીધા હતા. બંધ એટીએમ ચાલુ કાર્વાહી કાર્યવાહીમાં પૈસા કેમ ઉપડ્યા ? તે બાબતે નીલેશભાઈએ તપાસ કરાવતા તેમને ગઠીયાનો ભેટો થઇ ગયાનું માલુમ પડ્યો હતું.

દરમિયાન આ પટેલ દંપતીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૬૨૯૧૫ ૮૫૧૯૬ નંબરના મોબાઈલઘારક સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદની વધુ તપાસ એસ..જી.આર.આર.ના પીઆઈ એમ.એન.રાણાએ હાથ ધરી છે. 

જેતપુરના ભોજાધાર-સરધારપુર ગામેથી ઊંટવૈદો ઝડપાયા : ૧ મહિલા સહીત ૪ સામે ગુનો નોંધાયો

જેતપુર શહેર પંથકમાં બોગસ તબીબોનો રાફડો ?
-----
જેતપુરના ભોજાધાર-સરધારપુર ગામેથી ઊંટવૈદો
ઝડપાયા : ૧ મહિલા સહીત ૪ સામે ગુનો નોંધાયો
-----
જેતપુરના વાડાસડા ગામે યુવાન પર છરીથી હુમલો : ભાદરના સામા કાંઠા વિસ્તારમાં
આધેડ દંપતી અને પુત્રી પર ૪ શખ્શોનો લોખંડના પાઈપ વડે હુમલો : ૩ ઘાયલ
------
જેતપુર શહેર અને પંથકના ૫૨ ગામોમાં ઊંટવૈધોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક એક ગામ દીઠ બે થી વધુ શખ્શો પોતાની જાતને તબીબો ગણાવી લોકોના આરોગ્ય સાથે રીતસરના જોખમી ચેડા કરી રહ્યા છે. આ વાતની વ્યાપક ફરિયાદો બાદ ગઈકાલે જેતપુર શહેર પોલીસ અને તાલુકા પોલીસે બે દવાખાના પર દરોડા પાડી એક મહિલા સહીત ૪ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની કવાયત આદરી છે. આવા દરોડાથી અન્ય ઘોડા ડોકટરોમાં દોડધામ થઇ પડી હોવાનું જોવા મળે છે. જો કે અમુક જાગૃત લોકોનું કહેવું છે કે સમયાંતરે જયારે કોઈ અકસ્માતો કે ગંભીર બીમારીઓની સારવારની અચાનક જરૂર પડે ત્યારે આવા ગામડાઓમાં ચલાવાતા ખાનગી દવાખાનાઓ આશીર્વાદરૂપ થતા હોય છે. પણ કાયદો આ વાત માનતું નથી તે પણ વાસ્તવિકતા છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ડોક્ટરની ડીગ્રી વગર દવાખાનું ચલાવાતું હોવાની ફરિયાદ બાદ જેતપુર સીટી પોલીસના એ.એસ.આઈ. એમ.આર.રાડાએ ગઈકાલે સાંજે ભોજાધાર વિસ્તારમાં દરોડો પાડી વિજય મહ્ન્દ્ર છાંટબાર(જુના પાંચ પીપળા રોડ, જેતપુર, જસુમતીબેન રમેશ સોલંકી(ભોજાધાર) અને અજય મહિપત દેવમુરારી(દેસાઈવાડી, જેતપુર) એમ ત્રણેયને કોઇપણ જાતની ડોકટરી દીકરી વગર બીમારીઓનું નિદાન કરી, એલોપેથી દવાલો આપી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડી લીધા હતા. આ ત્રણેય સામે પોલીસે ગુજરાત વૈદિક વ્યવસ્થા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધ્યો છે. જેની વધુ તપાસ જેતપુર સીટી પોલીસના પીએસઆઈ વી..પરમારે હાથ ધરી છે.

       જ્યારે જેતપુર તાલુકાના સરધારપુર ગામે મહિપત રણછોડ દેવમુરારી નામનો શખ્શ પણ પોતાને ડોક્ટર ગણાવી ડીગ્રી વગર નિદાન કરી એલોપેથીક દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. પી.બી.વાઘેલાએ દરોડો પાડી મહીપતને ઝડપી લીધો હતો. આ ગુનાની વધુ તપાસ પ્રોબેશનલ પીએસઆઈ આર.એલ.ગોયલે હાથ ધરી છે.

----છરીથી હુમલો ----
જેતપુર તાલુકાના વાડાસડા ગામે રહેતા રાકેશ ધીરુ ખુમાણ નામના યુવાન પર બે દિવસ પહેલા તે જ ગામના ઝવેર નાઝા ખુમાણ નાના શખ્શે કોઈ કારણોસર ગામના ચેકડેમ નજીક બોલાવી ડાબા હાથે છરીના છરકા કરી ઈજા પહોચાડ્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એ.એસ.આઈ.પી.કે.શામળાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-----પાઈપ વડે હુમલો ----
જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા ધનજી કાળા રાઠોડ નામના ૪૬ વર્ષીય આધેડ પર તે જ વિસ્તરમાં નરસંગ ટેકરી નજીક રહેતા વનરાજ કાનજી સોલંકી, મુકેશ કાનજી સોલંકી ટીમ્જ કાનજી ભીમજી સોલંકી અન વિલાસબેન કાનજીભાઈ સોલંકી એમ ચારેય પરિવારજનોએ એક સંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી વચ્ચે પડેલ ફરિયાદીના પત્ની અને દીકરીને પણ લોખંડના પાઈપ ફટકારી ઈજાઓ કરતા ત્રણેયને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. હુમલાનું કારણ આપતા ફરિયાદી ધનજીભાઈ એ જણાવેલ કે વનરાજ નામનો શખ્શ તેમના ઘર પાસેથ બેફામ સ્પીડે બાઈક લઈને નીકળતા તેમને ટપારવા જતા આ શખ્શ લાજવાને બદલે ગાજી અન્યોને બોલાવી તેમના પર પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો. જેતપુર સીટી પીઆઈ આર.વી.વાણીયાએ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુર ચેમ્બર-ડાઈંગ એશો.દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો.ના સયુંકત ઉપક્રમે નવલા વર્ષને વધાવવા ગુરુવારને તા.૮-૧૧ ના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરની મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વેપારીઓ, તબીબ મિત્રો, નામાંકિત તેમજ નાના મોટા ઉદ્યોગપતિઓ, અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહી શહેરીજનોને નવલા વર્ષની શુભકામનાઓ પાઠવશે.
આ કાર્યક્રમને દિપાવવા સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર પાલિકા પ્રમુખ કુસુમબેન સખારેલીયા ખાસ હાજર રહેશે તેવું જેતપુર ચેમ્બર અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. જણાવે છે.

જલારામ જયંતીની જાહર રજા રાખવા જેતપુરમાં લોહાણા સમાજ-રઘુવીર સેનાના આગેવાનોની માંગ


સ્થાનિક મામલતદારને આવેદનપત્રો

વિશ્વવિખ્યાત સંત શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે જાહેર રજા રાખવા ગઈકાલે શહેરના લોહાણા સમાજ અને રઘુવીર સેનાના આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી જઈને આવેદન પત્રો આપ્યા હતા.

આવેદન પત્રોમાં જણાવાયું હતું કે, સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર એવા સંત શ્રી પુ.જલારામ બાપુ માત્ર લોહાણા સમાજ જ અહીં બલ્કે અન્ય સમાજના કરોડો લોકોમાં આસ્થા બન્યા છે. પુ.બાપાના ધામ એવા વીરપુર ગામે આજે પણ નિરંતર કરોડો ભાવિકો પ્રતિ જલારામ જયંતીના દિવસે દેશ વિદેશમાંથી ઉમટી રહ્યા છે. ત્યારે તેઓની લોકોમાં કાયમી શ્રદ્ધા જળવાઈ રહે તે માટે અન્ય ધર્મના ગુરુઓ કે સંતોની જન્મ જયંતી નિમિત્તે જેમ રાજ્ય સરકારે જાહેર રજાઓ જાહેર કરી છે તેમ પુ. જલારામ બાપની આગામી ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ આવનાર જન્મ જયંતી નિમિત્તે પણ સરકાર જાહેર રજા જાહેર કરે તેવું લોહાણા સમાજ ઈચ્છે છે.

લોહાણા સમાજની આવી લાગણીને ઉચ્ચ કક્ષા સુધી પહોચાડવાની આશાએ ગઈકાલે જેતપુર લોહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ વણઝારા, મંત્રી સૂર્યકાંતભાઈ માખેચા ટીમ્જ જેતપુર રઘુવીર સેનાના પ્રમુખ પ્રતિકભાઈ તન્ના અને મંત્રી દિવ્યેશભાઈ સુબા સહિતના લોહાણા અગ્રણીઓએ મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્રો સુપરત કર્યા હતા.

જેતપુર સિનિયર એડવોકેટ લેખિત બુક "પતિની તરફેણમાં ચુકાદો તેમજ ભરણપોષણની જોગવાઈ" નામના પુસ્તકની વિમોચનવિધિ સમ્પન્ન..જેતપુર બાર એશો.માં ભારે હર્ષ..

જેતપુર સિનિયર એડવોકેટ લેખિત બુક "પતિની તરફેણમાં ચુકાદો તેમજ ભરણપોષણની જોગવાઈ" નામના પુસ્તકની વિમોચનવિધિ સમ્પન્ન..જેતપુર બાર એશો.માં ભારે હર્ષ..

જેતપુરઃ જેતપુર બાર એસોસિએશન દ્વારા જેતપુર સિનિયર એડવોકેટ સનતભાઇ મહેતા તથા દેવયાનીબેન મહેતા દ્વારા કાયદાનું પુસ્તક ભરણપોષણની જોગવાઇ અને પતિની તરફેણમાં ચુકાદાની બુકની વિમોચનવિધિ જેતપુર બાર એસોસિયેશનેના પ્રમુખ જિતેન્દ્ર પારઘી દ્વારા શરૂ કરવામાં આવેલ.

આ વિમોચન પ્રસંગે જૂનાગઢના પ્રિન્સીપાલ ફેમિલી જજ શ્રી એસ. એમ. સિંગલ તથા જેતપુર એડિશનલ ડિસ્ટ્રિકટ જજ જે એ. ઠક્કર તથા સિનિયર સિવિલ જજ, પી. એન. ગોસ્વામી,  સિવિલ જજ કે.સી. મેધાણી તથા સિવિલ જજ એ. એન.શેખ તથા સિવિલ જજ બ્રહ્મભટ્ટ સાહેબના હસ્તે વિમોચનવિધી કરવામાં આવેલ.

આ તકે  બાર એસોસિયેશનના તમામ એડવોકેટશ્રીઓ તેમજ જેતપુરના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા તથા શ્રી એસ. એમ. સિંગલ સાહેબે પોતાના વ્યકત્વમાં જણાવેલ કે ફેમિલી કોર્ટ બાબતે પક્ષરોને કોઇ માહિતી નથી. અને ફેમિલી કોર્ટ કઇ રીતે કાર્ય કરે છે તે માટેનું પુસ્તક તમામ ધારાશાસ્ત્રીઓને તથા પક્ષકારોને ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ છે.



તથા જેતપુરના એડી.ડિસ્ટ્રિ.જજ સાહેબ એ.જે.ઠકકર સાહેબે જણાવેલ કે ભરણપોષણ બાબતે ધણા પુસ્તકો પ્રસિધ્ધ થઇ ચુકીયા હશે.પરંતુ ચોકકસ વિષય ઉપર એટલે કે માત્ર પતિની તરફેણમા ચુકાદાઓનું પુસ્તક અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલ નથી જે આ પુસ્તક પૂર્ણરૂપે સફળ થશે તેવી મને આશા છે.


જેતપુર બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર ભાઈ પારધી તેના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે જેતપુર કોર્ટ અને જેતપુર બાર એસોસિયેરાનના ઇતિહાસમાંથી સનત ભાઇ મહેતા તથા દેવયાનીબેન મહેતા પ્રથમ ધારાશાસ્ત્રી છે કે જેઓએ કાયદા વિશે આ પુસ્તક પ્રસિધ્ધ કરી જેતપુર બાર એસોસિયેશનનું ગૌરવ વધારેલ છે.


ત્યાર બાદ આ પુસ્તકના લેખક સનતભાઇ મહેતાએ જણાવેલ કે હાલના સમયમાં પતિ પત્નીના ઝગડાનું ગંભીર સ્વરૂપ આપી માવતરે રહે છે. તેમને માત્ર ને માત્ર માતાની
ચડામણીથી સમાધાન કરવાને બદલે છુટાછેડા સુધીની નોબત આવે છે તે માટે અસંખ્ય એવા કેસોના જજમેન્ટ જે પતિની મદદરૂપ થાય તેવું પુસ્તક લખવામાં ખુબજ મહેનત લેવામાં આવે છે.



આ મહેનત માટે સાથી એડવોકેટ વિજયભાઇ ગોહેલ તથા વડોદરાના સાથી એડવોકેટ નરેન્દ્રભાઇ પરમાર તથા ધોરાજીના મહિલા ધારાશાસ્ત્રી  અજિતાબેન વ્યાસે પૂરો સહયોગ આપેલ છે, આ વિમોચન વિધિ સંપન્ન કરવા માટે જેતપુરના નોટરી એડવોકેટ જે. કે.ઢોલરિયાએ જહેમત ઉઠાવી હતી.

રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કેન્ટીનનું ઉદ્દઘાટન કરતા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા

રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કેન્ટીનનું ઉદ્દઘાટન

કરતા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા


રાજ્ય સરકારની રૂ. ૯૦ હજારની સહાયથી ઓમ સખી મંડળ દ્વારા શરૂ કરાયેલા કેન્ટીનમાં ભોજન ઉપરાંત ઉપાહાર, ઠંડા પીણા મળશે શહેરમાં શ્રોફ રોડ સ્થિત કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી શરૂ કરવામાં આવેલી કેન્ટીનનું કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ ઉદ્દઘાટન કર્યું હતું. આ કેન્ટીનની વ્યવસ્થા ઓમ સખી મંડળ દ્વારા કરવામાં આવે છે.

રાજ્ય સરકારની રૂ. ૯૦ હજારની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવેલા કેન્ટીનમાં ભોજન ઉપરાંત, ઉપાહાર, ઠંડાપીણા, ચા મળશે. રાજ્ય સરકારની નારી ગૌરવ નીતિમાં મહિલાઓને આર્થિક ઉપાર્જનની સમાન તક મળે એવો સ્પષ્ટ હેતું છે અને તે અનુસાર રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી છે.

આ મિશન મંગલ યોજના અંતર્ગત મહિલાઓના નાના સમુહને વિવિધ પ્રકારના ગૃહ ઉદ્યોગ કે પરંપરાગત વેપાર કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તદ્દાનુસાર સુલતાનપુરના ઓમ સખી મંડળને કલેક્ટર કચેરીમાં કેન્ટીન શરૂ કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી રૂ. ૮૦ હજારની સીસી લોન અને તાલુકા પંચાયત દ્વારા રૂ. ૧૦ હજાર ઉપરાંત સ્ટ્રક્ચર ઉભું કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાનો આર્થિક સહયોગ લેવામાં આવ્યો છે.

કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં જામ ટાવર સામેના દરવાજા પાસે આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. જેમાં કલેક્ટર કચેરીના કર્મયોગીઓ ઉપરાંત, જી. ટી. શેઠ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગવ્હાલાઓને શુદ્ધ, સાત્વિક ભોજન, ઠંડા પીણા, ઉપાહાર મળશે. કેન્ટીનનું સંચાલન ઓમ સખી મંડળના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન બાબુલાલ તેરૈયા, મંત્રી શ્રીમતી મંજુલાબેન વાઘેલા સહિતની બહેનો સંભાળવાના છે.

આ ઉદ્દઘાટન સમારોહમાં કલેક્ટર ડો. ગુપ્તા સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. પટેલ, નાયબ કલેક્ટર શ્રી તુષાર જોશી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર શ્રી બસિયા, શ્રી જયેશભાઇ દવે(પત્રકાર, સુલતાનપુર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
 (ફોટો અને મેટર : માહિતી બ્યુરો -રાજકોટ)

શનિવાર, 12 મે, 2018

ગોંડલના મેસપર ગામે રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા

ગોંડલના મેસપર ગામે રાજકોટના એસીપી 
રાઠોડના કમાન્ડો જાડેજાની હત્યા : 
ચુંટણીની અદાવતમાં બે ગરાસીયા જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ભોગ લેવાયો : એક ગંભીર
રાજકોટ તા.૧૨ 
ગોંડલ તાલુકાના  મેસપર ગામે આજે બે ગરાસીયા જૂથો વચ્ચે ચુંટણીની જૂની અદાવત મુદ્દે થયેલી સશસ્ત્ર અથડામણમાં રાજકોટના એસીપી રાઠોડના કમાન્ડોની હત્યા થઇ જતા સનસનાટી મચી ગઈ છે. જ્યારે એક ઘાયલને સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હોવાની ગોંડલ તાલુકા પોલીસે વિગતો આપી હતી.

બનાવની મળતી વિગતો મુજબ આજે ગોંડલ તાલુકાના મેસપર ગામે ગરાસીયા પરિવારના બે જૂથો વચ્ચે અગાઉની ચુંટણી મુદ્દે હથિયારો સાથે ધીંગાણું સર્જાતા તેમાં રાજકોટના એસીપી ભરત રાઠોડના કમાન્ડો નરેન્દ્રસિંહ રાજુભા જાડેજાની માથામાં ધારિયું ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જયારે અન્ય એક ગંભીર અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને પણ માથામાં ધારિયું લાગવાથી ગંભીર ઈજાઓની  સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે લઇ જવાયા છે. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ કાફલો મેસપર ગામે દોડી ગયો હતો અને મૃતક નરેન્દ્રસિંહની ડેડબોડીને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.


બનાવ બાબતે ગોંડલ તાલુકા પોલીસે હજુ કોઈ વિગતો બહાર આવી નથી તેમજ મૃતકની લાશ હોસ્પીટલમાં પડી હોય, ગુનો નોંધાવાનો બાકી હોવાનુંજણાવ્યું હતું. જયારે અન્ય આધારભૂત પોલીસ સુત્રોમાંથી " સાંજસમાચાર"ને વિગતો સાંપડી હતી કે આજે બપોરના સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે ગોંડલ તાલુકાના મેસપર ગામે મારામારીના બનાવમાં રાજકોટ સિટીમાં ફરજ બજાવતા અને એસીપી ભરત રાઠોડના કમાન્ડો એવા નરેન્દ્રસિંહ રાજુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ વનરાજસિંહ જાડેજા ઉપર તેજ ગામના રાજેન્દ્રસિંહ જેઠુંભા જાડેજા અને તેમના બે પુત્રો અજયસિંહ અને ક્રિપાલસિંહ એમ ત્રણેયે એકસંપ કરી ધારિયા વતી હુમલો કરતા નરેન્દ્રસિંહ જાડેજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઈજા પામેલ અનિરુધ્ધસિંહ વનરાજસિંહ જાડેજાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
અમારા ગોપનીય સુત્રોએ એવી પણ માહિતી આપી હતી કે, મેસપર ગામની આજની મારામારી ની ઘટનામાં એકનું ઢીમ ઢાળી દેનાર આરોપી રાજેન્દ્રસિંહ જેથુભા જાડેજા સામેથી ગોંડલ તાલુકા પોલીસમાં હાજર થઈને બનાવ કબુલ્યો છે. જયારે તેમના બે દીકરાઓ અજયસિંહ અને ક્રિપાલસિંહને પકડવા ગોંડલ તાલુકા પોલીસે કવાયત આદરી છે.
બનાવ બાબતે રાજકોટ જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ અને ગોંડલના ડીવાયએસપી ચૌહાણ સતત સંબંધિત પોલીસસુત્રો સાથે સંપર્કમાં છે. તેઓએ ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હોવાનું કહેવાય છે. તેમજ આ બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોંડલ ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ પીએસઆઈ વાય.બી.રાણા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પારિવારિક અને ચુંટણીના મનદુઃખથી આ ઘટના બનવા પામી હોવાનું જાણકારોનું કહેવું છે. સામાન્ય બોલાચાલી બાદ વાત ઉગ્રાવેશમાં ધીંગાણામાં ફેરવાઈ જતા અને તેમાં પણ એકની લોથ ઢળી જતા મેસપર ગામમાં અને ગોંડલ તાલુકામાં ચકચાર જાગી છે. મૃતક નરેન્દ્રસિંહજી જાડેજા બાબતે વધુ એવી પણ વિગતો મળવા પામી છે કે તેમના પિતા રાજકોટ ખાતે એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વર ખાતે ફરજ બજાવે છે તો તેમના એક ભાઈ રાજકોટ સીટી પોલીસ હેડ ક્વાર્ટરમાં એમટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ વાતને લઈને નરેન્દ્રસિંહની હત્યાનું સમસ્ત રાજકોટ સ્થિત પોલીસ કમિશ્નર, જીલ્લા પોલીસ વડા, અસીપી ભરત રાઠોડ સહિતના તમામ પોલીસ અધિકારીગણ અને પોલીસ પરિવારે દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો હતો. 

બુધવાર, 9 મે, 2018

રાજકોટમાં કરુણાંતિકા : લગ્નના બીજા જ દિવસે કાળમુખા ડમ્પરે નવોઢાની જીંદગી છીનવી !

રાજકોટ તા.૯ 
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ભક્તિનગર સોસાયટી  રહેતા ખોયાણી પરિવારની એકને એક લાડકવાયી દિકરીને રવિવારે તેના પરિવારે સાસરીયે વળાવી પિતા અને સહપરિવારે તેના સાસરે દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરે અને સુખી લગ્નજીવન પસાર કરે તેવા આશિર્વાદ એક પિતા માતા અને વીરા સહિતના સહપરિવારે ભાવી આંખે વિદાય આપી હતી. પરંતુ આ વિદાયએ કાયમ માટેની વિદાય બની જશે એ પરિવારજનોને કયા ખબર હતી ?  નાનામવાનાં પટેલ નવદંપતિના સ્કુટરને ડમ્પરે હડફેટે લીધાની ઘટનામાં નવોઢાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં લગ્નનાં ઉમંગમાં ગળાડુબ ખોયાણી અને ઠુમર પરિવારજનો શોકના દરિયામાં ગરક થઈ ગયા છે !



પોલીસે પટેલ પરિવારોમાં કરૂણાંતિકા સર્જનાર કાળમુખા ડમ્પર ચાલકને હિરાસતમાં લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભક્તિનગર સોસાયટી અને નાનામવા એમ બન્ને પટેલ પરિવારોમાં શોક જન્માવનાર કરુણ ઘટનાની વાત કરીએ તો શહેરનાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા બાબુભાઈ કરશનભાઈ ખોયાણીની પુત્રી પ્રિયંકાબેનના નાનામવામાં રહેતા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરનાં એન્જીનીયર પુત્ર જયભાઈ સાથે ગયા રવિવારે જ ધામધુમથી લગ્ન થયા હતા.



 પિયર પક્ષના વાલીઓને વ્હાલસોયી દિકરીની વિદાયથી ‘ખાલીખમ્મ ઘર’નો ભાસ-દુઃખ સાથે અનુભવાતો હતો તો સાસરીયા પક્ષના લોકોમાં લક્ષ્મીજી સમાન પુત્રવધુનાં પગલાનો અનન્ય આનંદ જોવા મળતો હતો. પણ કુદરતે જાણે ખોયાણી અને ઠુંમર પરિવારનાં આનંદ પરત્વે ઈર્ષા જાગી હોય તેમ એક ડમ્પરને ‘નિમિત’ બનાવી એક કરુણાંતિકા સર્જી દેતા બન્ને પટેલ પરિવારજનોમાં કોણ કોને છાનુ રાખે ?  તેવી વિષમ શોકમય પળો ખડી થઈ જતાં જાણકાર સૌમા શોક સાથે અરેરાટી ઉપજી છે.



રવિવારનાં રોજ લગ્નગ્રંથીથી જોડાઈને આનંદીત બનેલ જયભાઈ ઠુંમર તેમનાં પત્ની પ્રિયંકાબેનને લઈને અનિલભાઈ વેકરીયાનાં ઘરે લગ્નનાં બીજા દિવસે એટલે કે ગઈકાલે મંગળવારે સાંજના ચા-પાણી પીવા જઈ રહ્યા હતા ત્યારે આ નવયુગલ ૧૫૦  ફુટ રીંગરોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસેથી સ્કુટર પરથી પસાર થયુ ત્યારે માતેલા સાંઢની માફક પાછળ દોડતા આવતા ડમ્પર ચાલકે જોરદાર ધડાકા સાથે જય ઠુંમરના સ્કુટરને હડફેટે લેતા પ્રિયંકાબેન ફંગોળાઈને રોડ પર પટકાતા, ડમ્પરના વ્હીલ તેમના પર ફરી વળતા પ્રિયંકાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું.





હજું તો બે દિવસ પહેલા જ સપ્તપદીનાં ફેરા ફરી જેમને જીવનસંગીની બનાવી તે જ પોતાની નજર સામે જ અનંતની યાત્રાએ ઉપડી જતા જય ઠુંમર ઘટના સ્થળે હેબતાઈ જઈ શોકમાં ગરક બન્યા હતા. તો પિયરીયાઓ અને સાસરીયાઓમાં સર્જાયેલા કાળા કલ્પાંતથી ભલભલાના હૃદય કંપી ઉઠયા હતા. માત્ર બે દિવસ પહેલાનો જ લગ્નપ્રસંગનો હશી-ખુશીનો માહોલ ખોયાણી અને ઠુમર પરિવારોમાં આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.આર.સોલંકીએ મૃતક પ્રિયંકાબેનના સસરા ધીરજલાલ પરસોતમભાઈ ઠુંમરની ફરિયાદ પરથી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.






પ્રિયંકાને ભવિષ્યમાં ડેન્ટલ કિલનીક ખોલવી હતી ઈગલ બોરવેલના નામે ધંધો ધરાવતા ઉદ્યોગપતિ બાબુભાઈ કરશનભાઈ ખોયાણીને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પરિવારની એક ને એક દિકરી પ્રિયંકાબેન બાબુભાઈ ખોયાણીએ સનસાઈન સ્કુલમાંથી અભ્યાસ કરેલ છે અને ઉદયપુરની પેસીફીક કોલેજમાંથી ડેન્ટીસ્ટની ડીગ્રી મેળવેલ હતી અને હરીધવા રોડ પર આવેલ સ્માઈલ પ્લસ કિલનીકમાં ડેન્ટીસ્ટની પ્રેકટીસ કરતી હતી અને આગામી દિવસોમાં પોતાનું કલીનીક ખોલવાની ઈચ્છા ધરાવતી હતી.






પરંતુ આ ઈચ્છા કાળનો કોળીયો બની પ્રિયંકાને ભરખી જતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે માત્ર એક મહિનામાં સંબંધનો કરુણ અંજામ દરેક પિતાને પોતાની લાડકીને સારુ સાસરુ મળે તેવી ઈચ્છા હોય છે, મૃતક પ્રિયંકાને સંબંધ માટે જોવા આવ્યા, પ્રિયંકા અને જયની સગાઈ કરવામાં આવી હતી અને ગયા રવિવારે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા અને ગઈકાલના રોજ ડમ્પરે આ નવદંપતિને હડફેટે લેતા પ્રિયંકાનો કરુણ મોત નિપજયું નણંદ અને મૃતક પ્રિયંકાના લગ્ન સાથે હતા. મૃતક પ્રિયંકા અને જયના લગ્ન સાથે જયની બહેન મોનીકા ધીરજલાલ ઠુમરના લગ્ન પણ સાથે થયા હતા. મૃતક પ્રિયંકાની નણંદના લગ્ન રણછોડનગર સ્થિત લુણાગરીયા પરિવારમાં કરવામાં આવ્યા હતા. 


પોલીસ પંચનામું કરતી હતી ત્યાંજ માતેલા 
સાંઢની જેમ વધુ એક ટ્રક ધસી આવ્યો !
રાજકોટ શહેરમાં નવા બનેલા ૧૫૦  ફુટ રીંગરોડ પાસે અકસ્માતો અવારનવાર સર્જાય છે. કાલાવડ રોડ પરથી જતા એક રસ્તો મવડી તરફ જાય છે અને બીજો રસ્તો ઘંટેશ્ર્વર તરફ જાય છે. ત્યાં ચાર રસ્તા પડે છે ત્યાં ગઈકાલે જ એક નંબર પ્લેટ વગરના ડમ્પરે અકસ્માત સર્જતા બે દિવસ પૂર્વે જ પરણેલી પ્રિયંકા જયભાઈ ઠુંમ્મરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીજયુ હતું. આ બનાવ બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો અને ઘટનાસ્થળે તાલુકા પોલીસ મથકનાં ફોજદાર એ.એસ.આઈ. સોલંકી અને સ્ટાફ પંચનામું કરતો હતો ત્યારે મૃતકનાં પરિવારજનો પણ ત્યાંજ હતા. ત્યાંજ બીજો ટ્રક ઘસી આવ્યો હતો તે પણ પોલીસ અને મૃતકના પરિવારજનોને હડફેટે લઈ લેત !  પરંતુ પોલીસે સાવચેતી દાખવી ટ્રક ચાલકને થોડે દુરથી જ ઝડપી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સહેજમાં મોટી જાનહાની ટળી હતી. 


મારી નજર સમક્ષની કરૂણાંતિકા જીવનપર્યંત 
નહી ભુલુ ! અનિલ વેકરીયા 
જેમની નજર સામે આ ઘટના બની તેવા અનિલભાઈ વેકરીયાએ જણાવેલ કે તેઓ તેમનાં માતાને લઈને જય અને પ્રિયંકાને જમવા માટે ઘરે લઈ આવવા તેડવા ગયા હતા. મંગળવારની સાંજે અનિલભાઈ તેમના માતાને સ્કુટરમાં બેસાડી આગળ જતા હતા જયારે નવદંપતિ જય અને પ્રિયંકા આનંદ-ઉમંગ સાથે પાછળ સ્કુટર પર આવી રહ્યા હતા. સાંજના અંધારામાં 150  ફૂટ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે પહોંચ્યા ત્યાં જોરદાર ધડાકો સંભળાતા અનિલભાઈએ ત્યાં દોડી જઈને જોયું તો મામાની દિકરી બહેન એવી પ્રિયંકાની લોહીથી લથબથ લાશ નજરે પડી હતી.  આ ઘટના તેઓ આખી જીંદગી નહિ ભુલે તેવો વસવસો અનિલભાઈએ વ્યકત કર્યો હતો.



ડમ્પર ચાલકને પોલીસ સજા કરે કે ના 
કરે કુદરત જરૂર કરશે ! મૃતકના પિતા 
મૃતક દિકરીના પિતા બાબુભાઈ ખોયાણીએ પોતાના કાળજા કેરો કટકો ગુમાવતા દુઃખ વ્યકત કરતાં જણાવ્યું કે આવા બેફામ ડમ્પર ચલાવનારા અને ડમ્પરના માલીકોને પોલીસ સજા કરે કે ન કરે પરંતુ કુદરત એને જરૂર સજા કરશે તેમજ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રકલ બસ અને ડમ્પર જેવા મોટા વાહનો બેફામ બની લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે શું તંત્રની કોઈ જવાબદારી નથી ? તેમજ  અકસ્માત બાદ અમે તાલુકા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તપાસ કરતા અધિકારીએ અમોને જણાવેલ કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂદ્ધ યોગ્ય સ્તરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડમ્પરમાં નિયમથી વિરૂદ્ધ ઓવરલોડેડ માલ ભર્યો છે કે કેમ તે અંગે તમારી હાજરીમાં વજન કરી જણાવીશુ તેવી ખાતરી આપી હતી. 




અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ 
પોલીસમેનનું નામ !
ટ્રકમાં ઓવરલોડેડ માલસામાન ભર્યો હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ પોલીસ ઉંડી તપાસ કરે તેવી માગણી રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પાસે ગઈકાલે પ્રિયંકા જયભાઈ ઠુંમર અને તેમના પતિ જયભાઈને ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલા ડમ્પરે  હડફેટે લેતા પ્રિયંકાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું.  જયારે જયને માથામાં ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે ગીરીરાજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.  અકસ્માત સર્જનાર નંબર પ્લેટ વગરના ડમ્પરે પટેલ પરિવારની એકની એક દિકરી છીનવી લીધી હતી.
 રાજકોટમાં નવા બનેલા ૧૫૦  ફૂટ રીંગરોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગઈકાલે અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળ ‘રાજકોટ પોલીસ લાઈન’ લખેલ હતું અને તેમાં અરજણભાઈ રબારી અને જીવણભાઈ પટેલ એમ બે નામો લખેલા હતા. અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પરના ચાલકને નાસતો જોઈ એક રાહદારીએ ડમ્પરના ચાલકને પકડવા કોશીષ કરી હતી પણ ચાલક ડમ્પરને રેઢુ મુકી ફરાર થયો હતો.આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પીએસઆઈ એસ.આર. સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે કાગળો કરી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલાકની શોધખોળ આદરી છે. 


મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડમ્પરમાં નિયમ મુજબ ૧૦  ટન રેતી ભરવામાં આવે છે ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પરમાં નિયમનો ભંગ કરીને ઓવર લોડેડ માલ સામાન ભર્યો હતો. આ માલ રોયલ્ટી વગરનો છે કે કેમ ? એ અંગે જો તપાસકર્તા અધિકારી ઉંડા ઉતરે તો સમગ્ર હકીકત બહાર આવેઈ