જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો.ના સયુંકત ઉપક્રમે નવલા વર્ષને વધાવવા ગુરુવારને તા.૮-૧૧ ના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરની મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વેપારીઓ, તબીબ મિત્રો, નામાંકિત તેમજ નાના મોટા ઉદ્યોગપતિઓ, અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહી શહેરીજનોને નવલા વર્ષની શુભકામનાઓ પાઠવશે.
આ કાર્યક્રમને દિપાવવા સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર પાલિકા પ્રમુખ કુસુમબેન સખારેલીયા ખાસ હાજર રહેશે તેવું જેતપુર ચેમ્બર અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. જણાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો