જીયાણા ગામે રૂપિયા ૫ લાખની ઉઘરાણી મામલે ગયા બાદ એસીડ
પીવડાવી હત્યા કરાઈ હતી : પોલીસ હૈયાનો ગુનો નોંધે બાદ પરિવારજનો લાશ સ્વીકારશે
: સામા પક્ષે ઈજાગ્રસ્ત થયેલા આરોપી પર પોલીસે લગાવ્યો પહેરો
રાજકોટ તા.૬
શહેરના કબીરવન સોસાયટીમાં રહેતા એક યુવાનની રૂપિયા ૫ લાખની
ઉઘરાણી બાબતે એસીડ પીવડાવી હત્યા કર્યાના આક્ષેપ સાથે મૃતક યુવાનના પરિવારજનોએ હોસ્પિટલ
ખાતે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા આ પ્રકરણ ગરમાયું છે. બીજી બાજુ જેના પર એસીડ પીવડાવવાનો આક્ષેપ
થયો છે તે યુવાન પણ પોતાના પર મૃતકે છરી વડે હુમલો કર્યો હોવાની રાવ સાથે હોસ્પીટલમાં
સારવાર માટે દાખલ થઇ ગયો છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની આજુબાજુ પહેરો ગોઠવી તેમના પર ખૂનની કલમનો ગુનો નોંધવા
કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં
રહેતા અને મોરબી રોડ પર ભગવતી હોલ નજીક ચાંદી કામની મજુરી સાથે જોડાયેલા જયેશ છગન રામાણી (ઉ.વ.૩૫) નામના યુવાન્નને બેસુદ્ધ હાલતમાં ગઈકાલે
હોસ્પીટલમાં ખસેડાયો હતો. પણ ફરજ
પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ હોસ્પિટલ ખાતેથી મૃતક યુવાનના પિતા છગન નાગજી રામાણીએ હોસ્પિટલ પોલીસ
ચોકી સુત્રોને જણાવેલ કે, પોતાનો
પુત્ર મોરબી રોડ પર,
રામ પાર્કમાં રહેતા કિશોર ચના રામાણી પાસે રૂપિયા ૫ લાખ
માંગતો હતો. અને આ પૈસાની ઉઘરાણી માટે જયેશ કિશોરના
મૂળ ગામ જીયાણા ગામે જતા લાજવાને બદલે ગાજેલા કિશોર સહિતના શખ્શોએ તેમને બળજબરીથી એસીડ
પીવડાવી દેતા તેના પુત્ર જયેશનું મોત થયું છે.
મૃતક યુવાનના આવા નિવેદનથી ચોંકેલી હોસ્પિટલ ચોકી પોલીસે
કુવાડવા પોલીસને જાણ કરતા પીઆઈ મોડિયાએ હોસ્પિટલ ખાતે પહોચી જઈને તપાસનો ધમધમાટ શરુ
કર્યો છે. કુવાડવા પોલીસનું કહેવું છે કે આ બનાવ
હત્યાનો છે કે આપઘાતનો તે બાબતે તપાસ શરુ કરાઈ છે. પરિવાર બાબતે પોલીસે જણાવ્યું હતું કે
જયેશ બે ભાઈઓમાનો મોટો ભાઈ હતી. સંતાનમાં એક દીકરો છે. તેમજ જયેશભાઈના પત્ની હાલ સગર્ભા અવસ્થા ગાળી રહી છે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી કિશોર સહિતના
શખ્શો સામે ખુનનો ગુનો ના નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ
સ્થિત વાતાવરણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ જયેશને એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતારાયો હોવાનો
જે શખ્શ સામે આક્ષેપ થયો છે તે કિશોર ચના પણ પોતાના પર મૃતક જયેશ સહીત બે શખ્શોએ છરીથી
હુમ્લો કરી ઈજા પહોચાદ્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો છે. અને હાલ પોલીસે તેમના પર પહેરો ગોઠવી
દીધો છે. કુવાડવા પોલીસે એવું પણ જણાવેલ કે ગઈકાલે
બનાવની જાન થતા તેઓ જીયાણા ગામે દોડી ગયા હતા જ્યાં કિશોર રામાણીના ઘરે જયેશ ખાટલા
પર સૂતેલો જોવા મળ્યો હતો. બાદમાં
તે ચાલીને સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ માં બેસતા જોવા મળ્યો હતો. આ પહેલા જયેશે કિશોર રામાણી પર છરીથી
હુમલો કરતા તેમને પત્ની જલ્પાબેન લઈને હોસ્પીટલે ગયા હતા.
પોલીસના અનુમાન અને ત્યાના લોકોના કહેવા મુજબ જયેશે કિશોર
પર હુમલો કરી,
એસીડ પી લઈને કિશોરના રૂમમાં અંદરથી દરવાજો બંધ
કરી દીધો હતો. જેને રૂમનો દરવાજો તોડી બહાર કઢાયો હતો. ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં જયેશે એસીડ
પીધું કે પીવડાવાયું ? તે તપાસનો વિષય છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ વિધિ હાથ ધરી જયેશના મૃત્યુનું કારણ શોધવા કવાયત
આદરી હોવાનું કુવાડવા પોલીસ જણાવે છે.તમજ
વિશ્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ યુવાનના શંકાસ્પદ મોત અંગે પોલીસે
હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે
દ્વારા સત્તાવાર રીતે હત્યા અંગ ગુનો નોંધ્ય બાદ યુવાનના પરિવારજનો મૃતદેહનો સ્વીકારશે.
ફોટો લાઈન : ચાંદી કામની મજુરી કરતો અને એસીડની અસરથી મોતને ભેટેલ જયે શ છગન રામાણીનો મૃતદેહ, તેમના ગમગીન પિતા, મૃતકના પરિવારજનો, જે શખ્શ સામે જયેશની હત્યાની સોઈ તકાઈ છે તે
કિશોર હોસ્પીટલમાં સારવાર લેતો દેખાય છે. જયારે અંતિમ તસ્વીરમાં જયેશની હત્યાનો ગુનો નોંધવા પોલીસ કવાયત કરતી હોવાનું જોવા
મળે છે. (ફોટો : મુકેશ રાઠોડ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો