અનુયાયીઓ

મંગળવાર, 6 નવેમ્બર, 2018

જેતપુરના ભોજાધાર-સરધારપુર ગામેથી ઊંટવૈદો ઝડપાયા : ૧ મહિલા સહીત ૪ સામે ગુનો નોંધાયો

જેતપુર શહેર પંથકમાં બોગસ તબીબોનો રાફડો ?
-----
જેતપુરના ભોજાધાર-સરધારપુર ગામેથી ઊંટવૈદો
ઝડપાયા : ૧ મહિલા સહીત ૪ સામે ગુનો નોંધાયો
-----
જેતપુરના વાડાસડા ગામે યુવાન પર છરીથી હુમલો : ભાદરના સામા કાંઠા વિસ્તારમાં
આધેડ દંપતી અને પુત્રી પર ૪ શખ્શોનો લોખંડના પાઈપ વડે હુમલો : ૩ ઘાયલ
------
જેતપુર શહેર અને પંથકના ૫૨ ગામોમાં ઊંટવૈધોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક એક ગામ દીઠ બે થી વધુ શખ્શો પોતાની જાતને તબીબો ગણાવી લોકોના આરોગ્ય સાથે રીતસરના જોખમી ચેડા કરી રહ્યા છે. આ વાતની વ્યાપક ફરિયાદો બાદ ગઈકાલે જેતપુર શહેર પોલીસ અને તાલુકા પોલીસે બે દવાખાના પર દરોડા પાડી એક મહિલા સહીત ૪ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની કવાયત આદરી છે. આવા દરોડાથી અન્ય ઘોડા ડોકટરોમાં દોડધામ થઇ પડી હોવાનું જોવા મળે છે. જો કે અમુક જાગૃત લોકોનું કહેવું છે કે સમયાંતરે જયારે કોઈ અકસ્માતો કે ગંભીર બીમારીઓની સારવારની અચાનક જરૂર પડે ત્યારે આવા ગામડાઓમાં ચલાવાતા ખાનગી દવાખાનાઓ આશીર્વાદરૂપ થતા હોય છે. પણ કાયદો આ વાત માનતું નથી તે પણ વાસ્તવિકતા છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ડોક્ટરની ડીગ્રી વગર દવાખાનું ચલાવાતું હોવાની ફરિયાદ બાદ જેતપુર સીટી પોલીસના એ.એસ.આઈ. એમ.આર.રાડાએ ગઈકાલે સાંજે ભોજાધાર વિસ્તારમાં દરોડો પાડી વિજય મહ્ન્દ્ર છાંટબાર(જુના પાંચ પીપળા રોડ, જેતપુર, જસુમતીબેન રમેશ સોલંકી(ભોજાધાર) અને અજય મહિપત દેવમુરારી(દેસાઈવાડી, જેતપુર) એમ ત્રણેયને કોઇપણ જાતની ડોકટરી દીકરી વગર બીમારીઓનું નિદાન કરી, એલોપેથી દવાલો આપી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડી લીધા હતા. આ ત્રણેય સામે પોલીસે ગુજરાત વૈદિક વ્યવસ્થા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધ્યો છે. જેની વધુ તપાસ જેતપુર સીટી પોલીસના પીએસઆઈ વી..પરમારે હાથ ધરી છે.

       જ્યારે જેતપુર તાલુકાના સરધારપુર ગામે મહિપત રણછોડ દેવમુરારી નામનો શખ્શ પણ પોતાને ડોક્ટર ગણાવી ડીગ્રી વગર નિદાન કરી એલોપેથીક દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. પી.બી.વાઘેલાએ દરોડો પાડી મહીપતને ઝડપી લીધો હતો. આ ગુનાની વધુ તપાસ પ્રોબેશનલ પીએસઆઈ આર.એલ.ગોયલે હાથ ધરી છે.

----છરીથી હુમલો ----
જેતપુર તાલુકાના વાડાસડા ગામે રહેતા રાકેશ ધીરુ ખુમાણ નામના યુવાન પર બે દિવસ પહેલા તે જ ગામના ઝવેર નાઝા ખુમાણ નાના શખ્શે કોઈ કારણોસર ગામના ચેકડેમ નજીક બોલાવી ડાબા હાથે છરીના છરકા કરી ઈજા પહોચાડ્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એ.એસ.આઈ.પી.કે.શામળાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-----પાઈપ વડે હુમલો ----
જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા ધનજી કાળા રાઠોડ નામના ૪૬ વર્ષીય આધેડ પર તે જ વિસ્તરમાં નરસંગ ટેકરી નજીક રહેતા વનરાજ કાનજી સોલંકી, મુકેશ કાનજી સોલંકી ટીમ્જ કાનજી ભીમજી સોલંકી અન વિલાસબેન કાનજીભાઈ સોલંકી એમ ચારેય પરિવારજનોએ એક સંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી વચ્ચે પડેલ ફરિયાદીના પત્ની અને દીકરીને પણ લોખંડના પાઈપ ફટકારી ઈજાઓ કરતા ત્રણેયને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. હુમલાનું કારણ આપતા ફરિયાદી ધનજીભાઈ એ જણાવેલ કે વનરાજ નામનો શખ્શ તેમના ઘર પાસેથ બેફામ સ્પીડે બાઈક લઈને નીકળતા તેમને ટપારવા જતા આ શખ્શ લાજવાને બદલે ગાજી અન્યોને બોલાવી તેમના પર પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો. જેતપુર સીટી પીઆઈ આર.વી.વાણીયાએ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ટિપ્પણીઓ નથી: