સ્થાનિક મામલતદારને આવેદનપત્રો
વિશ્વવિખ્યાત સંત શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે જાહેર રજા રાખવા ગઈકાલે શહેરના લોહાણા સમાજ અને રઘુવીર સેનાના આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી જઈને આવેદન પત્રો આપ્યા હતા.
આવેદન પત્રોમાં જણાવાયું હતું કે, સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર એવા સંત શ્રી પુ.જલારામ બાપુ માત્ર લોહાણા સમાજ જ અહીં બલ્કે અન્ય સમાજના કરોડો લોકોમાં આસ્થા બન્યા છે. પુ.બાપાના ધામ એવા વીરપુર ગામે આજે પણ નિરંતર કરોડો ભાવિકો પ્રતિ જલારામ જયંતીના દિવસે દેશ વિદેશમાંથી ઉમટી રહ્યા છે. ત્યારે તેઓની લોકોમાં કાયમી શ્રદ્ધા જળવાઈ રહે તે માટે અન્ય ધર્મના ગુરુઓ કે સંતોની જન્મ જયંતી નિમિત્તે જેમ રાજ્ય સરકારે જાહેર રજાઓ જાહેર કરી છે તેમ પુ. જલારામ બાપની આગામી ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ આવનાર જન્મ જયંતી નિમિત્તે પણ સરકાર જાહેર રજા જાહેર કરે તેવું લોહાણા સમાજ ઈચ્છે છે.
લોહાણા સમાજની આવી લાગણીને ઉચ્ચ કક્ષા સુધી પહોચાડવાની આશાએ ગઈકાલે જેતપુર લોહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ વણઝારા, મંત્રી સૂર્યકાંતભાઈ માખેચા ટીમ્જ જેતપુર રઘુવીર સેનાના પ્રમુખ પ્રતિકભાઈ તન્ના અને મંત્રી દિવ્યેશભાઈ સુબા સહિતના લોહાણા અગ્રણીઓએ મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્રો સુપરત કર્યા હતા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો