મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી કિશન
દેવમુરારીને શોધતી આટકોટ પોલીસ
રાજકોટ તા.૫
જસદણ તાલુકાના જુંડાળા ગામે પતિના શારીરિક ત્રાસથી કંટાળી જઈને ઝેરી દવા પી મોતને ભેટેલી પરિણીતાના ભાઇની ફરિયાદ પરથી આટકોટ પોલીસે પતિ કિશન દેવમુરારી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના જુંડાળા ગામે રહેતી કવિતાબેન કિશન દેવમુરારી નામની પરિણીતાને પતિ કિશન છેલ્લા ત્રણ વર્ષના લગ્નગાળા દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. આ વાતથી કંટાળેલા કવિતાબેને આજથી ચાર પાંચ દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
બીજીબાજુ પોતાની બહેનને બનેવી કિશન ભૂપત દેવમોરારીએ ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાની કવીતાબેનના ભાઈ સંજયભાઈ નરશીભાઈ રાઠોડ(રહે.કૈલાશનગર, ભઠ્ઠાની બાજુમાં, આટકોટ)ની ફરિયાદ પરથી આટકોટ પોલીસે કિશન સામે ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ બી.એફ.ચૌધરીએ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો