શાંતિધામ નજીક બાઈક હડફેટે આધેડને ગંભીર ઈજા
રાજકોટ તા.૫
ગઈકાલે શાપર વેરાવળમાં એક બોલેરો કાર અકસ્માતે તળાવની પાલ નજીકના એક ઝુંપડામાં ઘુસી જતા ચાર વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોચી હતી. પોલીએ કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. તો અહી શાંતિધામ મેઈન રોડ પર એક બાઈક ચાલકે આધેડને હડફેટે લઈને ગંભીર ઈજા પહોચાડ્યાની પણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ ગ્લેર કંપનીના કમ્પાઉન્ડ સામે તળાવની પાલ નજીક ઝુપડપટ્ટીમાં જી.જે. ૦૧ કે.સી. ૪૫૮૬ નંબરની કાર પુરઝડપે આવી ઘુસી જતા એક ઝુંપડામાં દિનેશભાઈ ભીખુભાઈ ચારોલાની ૪ વર્ષની બાળકી કોમલને ગંભીર ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાઈ હતી.
બનાવની હંસાબેન દિનેશભાઈની ફરિયાદ પરથી શાપર(વે)ના પીએસઆઈ એ.એ.ખોખરે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના બીજા બનાવમાં શાપર(વે)ના શાંતિધામ-૧ માં રહેતા હરસુખભાઈ મોહનભાઈ ટીલવા(ઉ.વ.૪૮)ને શાંતિધામ મેઈન રોડ પર ડીસીએમ બેરીંગ આગળ જી.જે.૧૪ ૭૬૮૬ નંબરના બાઈક ચાલકે હડફેટે લઇ ગંભીર ઈજા કરતા હરસુખભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. આ બનાવની રમેશભાઈ મોહનભાઈ ટીલવાની ફરિયાદ પરથી એ.એસ.આઈ. એન.બી.રાઠોડે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો