દ્વારકા-મોરબી-અમદાવાદ તરફ જતી બસે અકસ્માત સર્જ્યો
બંને ઈજ્ગ્રસ્તોને ધ્રોલથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા
આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ ધ્રોલ માર્કેટ યાર્ડ પાસે અમદાવાદ તરફ જતી એક એસટીની બસે બે બાઈક સવારોને હડફેટે લેતા બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર ધ્રોલ હોસ્પીટલે અપાવી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા છે. ઘવાયેલા બંનેમાં એક ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેક્ટરનો સમાવેશ થાય છે. ધ્રોલના ડીરેક્ટર સહીત બંને યાર્ડમાંથી ધ્રોલ તરફ જતા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેકટર ડાયાભાઇ વશરામભાઈ ગઢિયા તેમજ રાજમલસિંહ ભુપતસિંહ જાડેજા એમ બંને આજે જી.જી.૧૦ સી.એ. ૫૯૦૩ નંબરના બાઈક પર ધ્રોલ માર્કેટ યાર્ડમાંથી નીકળી ધ્રોલ તરફ જતા હતા ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ માર્કેટ યાર્ડ સામે જ પહોચેલી, અમદાવાદ તરફ જતી જી.જે.૧૮ ઝેડ ૦૨૫૪ નંબરની એસટી બસ ચાલકે આ બંને બાઈક સવારોને હડફેટે લેતા બંનેને ગંભીર ઈજાઓ પહોચી હતી.
બનાવ બાદ રાજમલસિંહ અને ડાયાભાઇને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર ધ્રોલ હોસ્પીટલમાં આપવી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલે ખસેડાયા છે. બનાવ બાદ એસટી બસ ઘટના સ્થળે રોકાઈ ગઈ હતી. સ્થાનિક પોલીસને બનાવની જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને એસટી બસ ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા કવાયત આદરી હતી.
આજે અચાનક બનેલા અકસ્માતમાં ધ્રોલ માર્કેટ યાર્ડના ડીરેક્ટર ડાયાભાઇ ગંભીર રીતે ઘવાતા યાર્ડના અન્ય ડીરેક્ટર, યાર્ડ સુત્રો અને વેપારીઓમાં ચિંતા પ્રસરી છે. (ફોટો : સંજય ડાંગર)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો