અનુયાયીઓ

બુધવાર, 5 ડિસેમ્બર, 2018

રાજકોટમાં સ્વામીનારાયણ નગરમાં અાજે મહોત્સવનો પ્રારંભ થતાં જ હજારો હરિભકતો ઉમટી પડયા


જય સ્વામિનારાયણના દિવ્ય નાદથી અાજે રાજકોટમાં માધાપર ચોકડીરુમોરબી બાયપાસ રોડ પર વિશ્ર્વવિભૂતિ પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિ મહોત્સવનું સ્વામિનારાયણ નગરમાં બીઅેપીઅેસના અઘ્યક્ષ પૂ. મહંત સ્વામી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં અાવ્યું હતું. જયારે દીપ પ્રાગટય થયું ત્યારે ઉપસ્થિત હજારોની સંખ્યામાં અાવેલા હરિભકતોઅે 'જય સ્વામિનારાયણ'નો નાદ કયોૅ હતો.

અાજથી અગિયાર દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમ્યાન વીસ લાખથી વધારે લોકો ઉમટી પડશે. અાજે ધોરાજી, ગોંડલ, જામનગર, મોરબી, જેતપુર, વીરપુર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી લોકો ઉમટી અાવ્યા છે. પ૦૦ અેકર જમીન પર સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં અાવેલ છે. મુખ્ય સભાગૃહ, પ્રદશૅન ખંડો, લાઈટ અેન્ડ સાઉન્ડ શો સહિતની વિવિધતા લોકોને પ્રભાવિત કરશે. અાજે દોઢ લાખથી વધારે લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. અાજે દરેક માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં અાવી છે.

ટિપ્પણીઓ નથી: