અનુયાયીઓ

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

જેતપુરના ડેડરવા ગામનો વિજય મુળિયા વરલીનો જુગાર રમતા-રમાડતા પકડાયો


પેઢલા ગામે નજીવી બાબતે યુવાન પર હુમલો

જેતપુર તાલુકાના ડેડરવા ગામે જાહેરમાં વરલી ફીચરના આંકડા રમતો અને રમાડતા એક શખ્શને તાલુકા પોલીસે રોકડ ૧૧૦૬૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ડેડરવા ગામે દુધની ડેરી ચલાવતો વિજય બચું મુળિયા નામનો શખ્શ દૂધ ભરતા ભરતા વરલી ફીચરનો જુગાર પણ ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન ગઈકાલે તાલુકા પોલીસેના એમ.ટી. ચુડાસમાએ ડેડરવા ગામે પહોચી તપાસ કરતા વિજય જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી નશીબ આધારિત હારજીતનો જુગાર રમાડતો રોકડ રૂપિયા ૧૧૦૬૦/- સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ તકે આંકડા લખેલી ડાયરી, બોલપેન વિગેરે કબજે કરી વિજય સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પેઢલા ગામે હુમલો
જેતપુર તાલુકનાં પેઢલા ગામે દલિતવાસ, રામાપીરના મંદિર પાસે રહેતા ઉકાભાઈ મીઠાભાઈ મકવાણાના ઘર પાસે કારાભાઈ ચંદુભાઈ સાવરિયા નામનો શખ્શ ગાળો બોલતો હતો. જેને દીપકભાઈ ઉકાભાઈ મકવાણાએ ટપારતા ઉશ્કેરાયેલા કારાએ દીપકભાઈને કપાળે લાડીનો ટુકડો મારી દઈને ઈજા કરી હતી. આ વાતની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા જમાદાર એમ.ટી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.
*******************

મોટીમારડ-ઉપલેટામાં વરલીનો
જુગાર રમતા ૪ શખ્શો ઝડપાયા


ગઈકાલે મોટીમારડ અને ઉપલેટામાં સંબંધિત પોલીસે ત્રણ સ્થળો પર જુગાર દરોડા પાડી ૪  શખ્શોને વરલી ફીચરના જુગાર રમતા રૂ.૨૬૧૮૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવ આઉટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટીમારડ ગામે, બસસ્ટેન્ડ પાસે વરલીનો જુગાર રમાતો હોવાની બાતમી પરથી એ.એસ.આઈ. એમ.વી.સુવા, બાપાલાલ ચુડાસમા વિગેરેએ દરોડો પાડતા બે શખ્શો રોકડ રૂ.૬૨૪૦/-  ૨ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૧૨૪૦/-ના મુદ્દામાલ સાથે વરલી ફીચરના આંકડાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જેમાં રાજુ બાબુ ભરડા તથા પરેશ વાછાણીનો સમાવેશ થાય છે.

ઉપલેટામાં ગાંધી ચોક, કીર્તિવિજય હોટેલ પાસેથી જમાદાર કે.એચ.શ્યારા તેમજ ગગુભાઈ ચારણ સહિતના સ્ટાફે મહેબુબ ઉર્ફે સુલતાન હશન સોરા નામના શખ્શને વરલીના આંકડાનો જુગાર રમતા રોકડ રૂપિયા ૩૩૦/- સાથે પકડી પાડ્યો હતો. 

તો જમાદાર એસ.વી.જાડેજા અને મનોજભાઈ બાયલે ઉપલેટા સ્મશાન રોડ પર વરલી ફીચરનો આંકડા લખતા મરીયમબેન જુસબ શેખના પકડી પાડેલ છે. સલીમ ઉમર રફાઈ નામનો શખ્શ બંને પગે અપાહીઝ હોય તેમને પોલીસ થાણે હાજર થવા પોલીસે તાકીદ કરી હતી. તો રઝાક ઉર્ફે બાવલો ઓસમાણ નામનો શખ્શ વરલીના આંકડાની કપાત ખાતો હોવાનું ખુલતા પોલીસે તેમની શોધખોળ આદરી છે. પોલીસે આ દરોડામાં રૂપિયા ૧૪૬૧૦ રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
******************
પડધરી અને કોટડાસાંગાણી પંથકમાંથી
૨ બાઈકની ઉઠાંતરી કરતા વાહન ચોર

રાજકોટ તા.૬
કોટડાસાંગાણીના સોળીયા ગામ અને પડધરીમાંથી બે બાઈકોની ઉઠાંતરી કરીને વાહન ચોર ગેંગે પોલીસને પડકાર ફેંક્યો છે. બંને બાઈક ચોરીની પડધરી અને કોટડાસાંગાણી પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીમાં શાંતિનિકેતન સોસાયટી, શિવમ એપાર્ટમેન્ટ, સત્યમ સ્કુલ સામે રહેતા કમલેશભાઈ  વિશાભાઈ દરજીનું પોતાના ઘર પાસેથી ૪૯૭૩ નંબરનું હોન્ડા કોઈ ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવતા જમાદાર એફ.ડી.બલોચે તપાસ હાથ ધરી છે.

જ્યારે કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામના બાબુભાઈ ઘુસાભાઈ મેટારિયાનું કોટડાસાંગાણીની સીમ, વાછપરી નદીના કાંઠે રમેશભાઈ ભૂતની વાડીમાં પાર્ક કરેલ ૫૨૪૩ નંબરનું બાઈક કોઈ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર એમ.બી.કટેસીયાએ તપાસ હાથ ધરી છે.
*******************

નિવૃત આર્મીમેનના પુત્ર પાસેથી રૂપીયા
ત્રણ લાખની લાંચ લેતા ફોજદાર ઝબ્બે



આર્મીમેનને સાંથણીમાં મળેલી જમીન પર ફેન્સીગ બાંધવામાં ભુમાફિયાઓ અડચણ કરતા હોય અરજી કરી હતી: ભુમાફિયા સામે કાર્યવાહી કરવા લાંચ માંગી: કલ્યાણપુરનો બનાવ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોલીસ મથકનો ફોજદાર નિવૃત આર્મીમેનના પુત્ર પાસેથી રૂ.3 લાખની પોલીસ મથકમાં જ લાંચ લેતા એસીબી  છટકામાં ઝડપાઇ ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ
કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ
શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરીયાને રૂ ત્રણ લાખની લાંચ લેતા પોલીસ મથકમાં જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદીના પિતા એકસ આર્મી મેન હોય અને તેઓને સરકારશ્રી તરફથી સાંથણીની ખેતીની જમીન મળેલ જે જમીન પૈકી અમુક જમીનમાં અન્ય લોકોએ દબાણ કરેલ હોય અને મામલતદાર કલ્યાણપુર તરફથી દબાણ ગ્રસ્ત જમીન સિવાયની જમીનનો કબ્જો ફરીયાદીને સોપવામાં આવેલ જે ફરીયાદીને સોપવામાં આવેલ જમીનમાં ફેન્સીગ  તથા બાવળ કાઢવાનુ કામ કરવામાં દબાણ કરનાર વ્યકિતઓ અડચણ કરતા હોય જે બાબતે ફરીયાદીએ કલ્યાણપુર પોલીસ મથકમાં અરજી કરી હતી.

દરમિયાન ફરીયાદીની ઉપરોકત કામ કરાવી આપવાના અવેજ પેટે આ ફોજદારે ફરીયાદી પાસેથી રૂા.૩,૦૦,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ, જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય  ફરીયાદીએ એસીબી મા ફરીયાદ કરતા એસીબી એ આજરોજ  ગોઠવેલ લાંચના છટકા ફોજદાર સપડાઈ ગયા હતા.રાજકોટ એસીબી પી.આઈ સી.જે.સુરેજા દ્વાર આ કાર્યવાહી કરાઈ હતી.





ટિપ્પણીઓ નથી: