અનુયાયીઓ

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2018

પોલીસ ભરતીની રદ્દ થયેલી પરીક્ષાના મુદ્દે ગૃહમંત્રીનું રાજીનામું માંગતું સીટી-તાલુકા કોંગ્રેસ ધારાસભ્યની રાહબરી તળે મામલતદારને આવેદન



પોલીસ ભરતીમાં લેખીત પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાથી નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર થવા પામી છે. આ નિંદનીય ઘટનાનાં કારણે સરકાર તથા વહીવટી તંત્ર નિષ્ફળ ગયેલ છે. આ સમગ્ર ઘટનામાં સામેલ તત્વો સામે સરકાર દ્વારા આકરા પગલા ભરવામાં આવે તેમજ ગૃહમંત્રીનાં રાજીનામાની માંગ સાથે ધ્રોલ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

    ધ્રોલ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૭૬-કાલાવડનાં ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાની આગેવાનીમાં ધ્રોલ તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ જીજુભા જાડેજા, કોંગ્રેસ અગ્રણી રઘુભાઇ મુંગરા, શહેર કોંગ્રેસ મહામંત્રી રજનીભાઇ ટંકારીયા સહિતનાં આગેવાનો તેમજ કાર્યકરોએ મુખ્યમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છેકે તા ૨ ડિસેમ્બરનાં રોજ પોલીસ ભર્તીની લેખીત પરીક્ષાનું પશ્નપત્ર લીક થતા આસરે નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઇ ગઇ છે. આ સમગ્ર ઘટના ખરેખર નિંદનીય છે. આ બાબતમાં રાજય સરકાર અને વહીવટી તંત્ર નિષ્ફળ ગયેલ છે. આ ઘટનામાં સામેલ આવા તત્વો ઉપર સરકાર દ્વારા ખુબજ આકરા પગલા લેવામાં આવે તેમજ રાજયનાં ગૃહમંત્રીનું તાત્કાલીક રાજીનામુ લેવામાં આવે પેપર લીક થવાની વારંવારની ઘટનાઓ બનતા લોકોનો તેમજ પરીક્ષાર્થીઓનો વિશ્વાસ આ રાજયસરકાર ગુમાવી બેઠી છે.

    આવી ઘટનાઓમાં શિક્ષણમંત્રી અને ગૃહમંત્રી જવાબદાર હોય તો તાત્કાલીક ધોરણે બંનેનાં રાજીનામા લઇ લેવામાં આવે. આ બાબતે ગંભીરતા નહીં દાખવાય અને રાજીનામા નહીં લેવામાં આવેતો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

ટિપ્પણીઓ નથી: