રહેવર સ્કૂલમાં યોજાયેલ વિનામૂલ્ય સર્વરોગ
નિદાન કેમ્પનો લાભ લેતા 171 દર્દીઓ
(કશ્યપ જોશી) : રાજકોટ : રાજકોટમાં રહેવર સ્કૂલ અને શ્રી બી.જી. ગરૈયા આયુર્વેદિક એન્ડ હોમિયોપેથીક હોસ્પિટલના સંયુકત ઉપક્રમે તા.2.ને રવિવારે વિનામૂલ્યે 'સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રહેવર સ્કૂલનાના સંચાલકો જયવીરસિંહ રહેવર, રઘુવીરસિંહ રહેવર, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, માજી કોર્પોરેટર હરિભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર, કોર્પોરેટર નિતિનભાઈ રામાણી, પ્રભાત ભાઇ ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, વિજય સિંહ જાડેજા(ચાંદલી), દામજીભાઈ અઘેરા, નારણભાઈ બોળીયા, સુરેશભાઈ ચાવડા (કૃષ્ણ ડેરી), સંજય સિંહ વાઘેલા (વોર્ડ 13 ના મંત્રી ના મહામંત્રી) વિગેરેની હાજરીમાં ડો.શીતલ ભાગીયા, ડો.દેવાંગી લશ્કરી, ડો.સુજનાન જૈન, ડો.ક્રિષ્નાબેન, ડો.માનસીબેન વી.તબીબી ટીમ દ્વારા
સાંધા તથા મણકાના દુખાવાની, વાળ તથા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, હાઈ બી.પી. કોલેસ્ટેરોલ, ડાયાબીટીસ, થાઇરોઇડ, માનસિક તણાવ, અનિતા, માથાનો દુઃખાવો, માનસિક રોગો, હરસ, ભગંદર, ફિશર, આંખ, નાક, કાન, ગળાના રોગોનું નિદાન અને આયુર્વેદિક પધ્ધતિથી 124 દર્દીઓને આયુર્વેદિક અને 47 દર્દીઓને હોમિયોપેથીક સારવાર તેમજ આ માટેની દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હોવાનું શ્રી સંસ્કૃતિ એજ્યુકેશનલ અને કલ્ચરલ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ આર.વી.રહેવર દ્વારા જણાવાયું હતું









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો