ગરીબોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિન !
જેતપુર: જન્મદિવસની વાત આવે એટલે કોઈ પણ યુવાન, કિશોર કે વાલીઓ જન્મદિવસ ઉજવવા કોઈ હોટેલનો સહારો લેતા હોય છે. આ વાતમાં વાંક કિશોર, યુવાન કે વાલીઓનો નથી, બલકે યુગનો છે. સાંપ્રત સમયમાં દેખાદેખી અને અનુકરણ સૌ કરતા આવ્યા છીએ.આવા અનુકરણના પરિણામમાં અંતે વાલીઓએ નુકશાની સહવાનો વારો આવે છે. આવી બધી વાતોને જાકારો આપી અહીની સેવાભાવી સંસ્થા લાયન્સ કલબના ડી.ચેરમેન હરસુખભાઈ ડોબરીયાના પુત્ર કિશનના જન્મ દિવસે ડોબરિયા પરિવારે અન્ય લાયન મિત્રો ડો.જોશી, લા.પ્રમુખ અતુલભાઈ લાલકીયા, અક્ષય પટેલ, જેન્તીભાઈ સાકરીયા, લલીતભાઈ ઠુંમર અને હિતેશ અંટાલા વી.ની હાજરીમાં શહેરના પછાત વિસ્તારમાં જઈ, કેક કાપી, ગરીબોને ભોજન કરાવી જન્મદિન ઉજવતા આ પ્રેરણાદાયી પગલાની શહેરમાં સરાહના થઇ રહી છે.
કશ્યપ જે. જોશી જેતપુર




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો