જેતલસર ખૂન કેશના ચોથા આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ
જેતલસર તા.29
જેતલસરના દલિત યુવાનની હત્યા કેશમાં સંડોવાયેલ ચોથા આરોપીને પણ જેતપુર તાલુકા ફોજદાર કરમટીયાએ ઝડપી લઇ તેને પણ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. જયારે અગાઉ પકડાયેલા અને 3 દિવસના રિમાન્ડ પર લેવાયેલા ત્રણેય આરોપીઓએ આજે રીમાન્ડના બીજા દિવશે પણ કઈ નવી વિગતો ઓકતા ના હોય પોલીસ મુંજવણ ભરેલી સ્થિતિમાં તપાસ આગળ ધપાવી રહી છે.
આ અંગે મળતી વિગતો મુજબ જેતલસર ના દલિત યુવાન મહેશ જેન્તી ગોહેલની જુના મન દુઃખને કારણે તેનાજ કૌટુંબિક બે ભાઈ સમાન મિત્રો જેતલસરના જીતેશ હીરા ગોહેલ અને કિરણ ભલા ગોહેલ ના સહારે જુનાગઢના સાગર બાબુ રાઠોડ અને સમીર ઉર્ફે જયેશ ઉર્ફે ભૂરો દેવશી ચાંડપ્પા એમ ચારેયે હત્યા કરી નાંખતા જેતલસર પંથકમાં ચકચાર જાગી હતી.
બીજીબાજુ જેતપુર તાલુકા પીએસઆઈ આર.એન.કરમટીયાએ માત્ર્રા મૃતક મહેશ ગોહેલના લોહીવાળું ટીશર્ટ અને ચપલને આધારે ગણતરીની કલાકોમાં મહેશને ઢાળી દેનારા 2 જેતલસરના સહીત 3 ને પકડી પાડ્યા હતા. જયારે ભૂરિયો દેવશી (રહે. મૂળ વેરાવળ તાલુકાના ઉમવાળા) નાશી છૂટ્યો હતો. પોલીસે ભૂરિયાની શોધખોળ વચ્ચે જીતેશ, સાગર, અને કિરણને જેતપુરની કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રીમાન્ડના આજે બીજા દિવશે પણ ઉક્ત ત્રિપુટીએ જેતપુર તાલુકા પોલીસને કોઈ અસરકારક વિગતો કે કબુલાત આપી નથી.
પરંતુ મહેશની હત્યા બાદ ભાગતો ફરતો ભૂરિયો જૂનાગઢમાં હોવાની બાતમી પરથી આજે તાલુકા ફોજદાર કરમટીયાએ સ્ટાફના ગૌત્તમભાઈ ત્રીવેદી , અનિલભાઈ વિગેરેને સાથે રાખી આજે જુનાગઢના રાજીવનગરમાં ત્રાટકી ત્યાં રહેતા ભૂરિયાને દબોચી લઇ જેતપુર લઇ આવ્યા હતા. ભુરીયાએ પોલીસ ટ્રીટમેન્ટ વચ્ચે મહેશના ખૂનમાં વપરાયેલ મૂળ લોહીવાળી છરી આજે રોડ પરના રસિકભાઈના મકાનની કંપાઉંડ વોલ પાસે દાટી હતી તે કાઢી આપી હોવાનું ફોજદાર કરમટીયા જણાવે છે.
તાલુકા પોલીસે આજે પકડાયેલા ભૂરિયાને પણ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
તાલુકા પોલીસે એમ પણ જણાવેલ કે ચારેય ખૂનીઓ પકડાઈ ગયા છે પણ મહેશની લાશનું લોકેશન બતાવવામાં ચારેય ગલ્લા તલ્લા કરતા હોય, મહેશની લાશ મળવી મુશ્કેલ હોવાનું ખુદ પોલીસને સ્વીકારવું પડે તેવી હાલત ઉભી થઇ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો