શ્રી પરશુરામ સેના દ્વારા
જેતપુરમાં બ્રહ્મ છાત્રોને મફત
પાઠ્ય પુસ્તકો વિતરણ કરાશે
જેતપુર તા.29
જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં વસતા અને ધો.1 થી 12 માં અભ્યાસ કરતા બ્રહ્મસમાજના વિદ્યાર્થી બાળકોને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિના મુલ્યે પાઠ્ય પુસ્તકો આપવાનું આયોજન શ્રી પરશુરામ સેના જેતપુર દ્વારા આયોજન કરાયું છે. જેનો લાભ લેવા ઈચ્છાતા છાત્રોના વાલીઓએ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 5-6-2015 ધ્યાને લઇ, જરૂરી ફોર્મ્સ, જેતપુરમાં જુના પાંચ પીપળા રોડ પર આવેલ જ્ઞાન જ્યોત વિદ્યાલય ખાતેથી મેળવી લેવા તેમજ વધુ વિગતો માટે 98258 11278 / 99981 94790 મો. ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
જેતપુરમાં અખિલ સૌરાષ્ટ્ર ઝાલોરી પિંજારા
મુસ્લિમ પરિવારના પ્રથમ સમુહલગ્નનું આયોજન
જેતપુર તા.29
ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજ એજ્યુકેશન-ચેરીટેબલ ટ્રસ્ટ, જેતપુર દ્વારા તા.31.5. ને રવિવારે અહીના મહાત્મા ગાંધી રોડ પર આવેલ તાલુકા શાળા ખાતે અખિલ સૌરાષ્ટ્ર ઝાલોરી પિંજારા મુસ્લિમ પરિવારના સૌ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું છે.
જેતપુરના ઉપરોક્ત આયોજક સંસ્થા સાથે બાગે મુસ્તુફા યંગ કમિટી-જેતલવડ, બાગે મુસ્તુફા કમિટી-રાણપુર, બાગે મુસ્તુફા કાદરીયા યંગ ગ્રુપ ધોરાજી, બાગે મુસ્તુફા યુવા સર્કલ જુનાગઢ, બાગે મુસ્તુફા યુવા મંડળ બાગે મુસ્તુફા યંગ કમિટી મોણવેલ એમ તમામ કમિટીઓની સેવા અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની હાજરીમાં 11 નવયુગલો નિકાહ પઢનાર હોય, ઝાલોરી પિંજારા મુસ્લિમ સમાજના લોકોએ સમૂહલગ્નનો લાભ લેવા સમૂહ લગ્ન સમિતિ જેતપુરના પ્રમુખ મહેબુબભાઈ પઠાણ, મંત્રી રફીકભાઈ તર્ખેસા વી. નો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો