ધર્મપ્રેમી જનતાની માંગને ધ્યાને લઈને
જેતપુર પાલિકાએ દેરડી રોડ પર બનાવેલ
મૃત પશુના ઓરડાનું 8મીએ લોકાર્પણ
જેતપુર તા.29 જેતપુરના દેરડી રોડ પર નગર પાલિકાએ સ્વભંડોળમાંથી મૃત પશુઓને ખોલવા માટે બનાવેલા 2 ઓરડાનું આગામી 8.6.2015 ના રોજ લોકાર્પણ થનાર હોવાનું પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુરના સારણના પુલ વિસ્તારમાં ખુલી જગ્યાએ મૃત પશુઓને ખોલવાનું કામ થતું હોય, આ વાત ધર્મપ્રેમી જનતા માટે કાયમ માથાના દુખાવા સમાન બની રહેતી. આ વાતનું તાકીદે નિવારણ લાવી આ પ્રકિયા કોઈ બંધ મકાનમાં કરાઈ તેવી અવારનવારની માંગોને ધ્યાને લઇ, જેતપુર નવાગઢ નગર પોલીકાએ સ્વભંડોળમાંથી દેરડી રોડ પર 2 રૂમ બાંધી આપ્યા છે. જે બાંધકામની ચકાસણી માટે તાજેતરમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પાલિકા ઉપપ્રમુખ, વણકર સમાજના પ્રમુખ માધાભાઈ ડાયાભાઇ વેગડા,હરિભાઈ મંગાભાઈ બગડા, સોમાભાઈ બારોટ અને સિંઘલ, જેઠાભાઈ વાઘેલા વી. એ મુલાકાત લીધી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો