દેશના ફોટોગ્રાફી, ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમનો ઉત્સાહ વધે તેમજ આમ જનતાની ફોટોગ્રાફી પ્રત્યે વિષયલક્ષી રૂચી કેળવાય તે માટે ૧૭ મી રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન થનાર છે. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્રારા ''ચિલ્ડ્રન- ધી હોપ નેશન '' વિષય પર ૧૭ મી રાષ્ટ્રીય કક્ષાની ફોટોગ્રાફી સ્પર્ધા કલર તેમજ બ્લેક એન્ડ વહાઇટ એમ બે વિભાગમાં યોજવામાં આવનાર હોઇ ફોટોકુતિઓ ફોટોગ્રાફી કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્થાના વિધાર્થીઓ પાસેથી સ્પર્ધા માટે મંગાવવાઇ છે.આ પ્રત્યેક વિભાગમાં પ્રથમ વિજેતાને રૂ.૧૦,૦૦૦/- દ્રિતિય વિજેતાને રૂ.૭૦૦૦/- અને તૃતિય વિજેતાને રૂ.૫૦૦૦/- તથા રૂ.૧૦૦૦/-ના પાંચ આશ્વાસન ઇનામો આપવામાં આવનાર છે. ફોટો કૃતિઓની અરજીઓ તા.૧૭/૬/૧૩ થી ૨૯/૧૩ સુધી સચિવશ્રી, ગુજરાત લલીત કલા અકાદમી, રવીશંકર રાવળ, કલાભવન,લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે એલિસબ્રિજ, અમદાવાદ ખાતે સ્વીકારવામાં આવશે. સ્પર્ધા અંગેની વિગતો આજ સરનામેથી મેળવીને પ્રદર્શનમાં રજુ કરવાની ફોટોકૃતિ તા. ૨૯/૬/૨૦૧૩ પહેલાં મોકલવાની રહેશે. આ સપર્ધા અંગેનું ફોર્મ www. sycd. gujarat.gov.in લલિત કલા અકાદમીમાંથી ડાઉન લોડ કરી શકાશે એમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય લીલત કલા અકાદમી અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો