આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં રજુ થયેલા પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહીં. તેમજ પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહીં. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે "સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ" માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે, તેમ મામલતદારશ્રી, પાટણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
પાટણ જિલ્લાના ૧૨૨ તળાવો નર્મદા નહેર- સુજલા સુફલામ કેનાલ દ્રારા ભરવામાં આવશે
૨૫ તળાવોમાં પાણી ભરાઇ ગયા
પાટણ જિલ્લામાં પાણીની અછત નિવારવા જિલ્લા કલેકટરશ્રી જે.બી વોરાએ જિલ્લાના ૧૨૨ તળાવો ભરવા માટેની સરકારમાં રજુઆત કરતાં આ તળાવો ભરવા રાજ્ય સરકારે નિર્ણય લીધેલ છે. નર્મદા નહેરથી હારીજ તાલુકાના ૧૬, સમી તાલુકાના ૨૭, રાધનપુર તાલુકાના ૧૫, સાંતલપુર તાલુકાના ૫ ચાણસ્માના ૨ તથા સુજલામ સુફલામ કેનાલ દ્રારા ચાણસ્મા તાલુકાના ૩૮ અને પાટણ તાલુકાના ૧૯ તળાવો ભરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવેલ છે. અત્યાર સુધીમાં જિલ્લાના ૨૫ તળાવો ભરી દેવામાં આવેલ છે. બાકીના તળાવો આગામી ત્રણ દિવસમાં ભરાઇ જાય તે માટે સંબધિતોને સૂચના આપી દેવાઇ છે. આ તળાવો પાણીથી ભરવાના લીધે જિલ્લામાં પાણી સમસ્યા હલ થનાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો