રાજકોટ
રાજયમાં બનતા ગુન્હાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હાના મુળ સુધી પહોંચે ત્યારે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્યકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુત બાબતે આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યો તે જાણવું જરૂરી જણાતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ અન્વયે મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટરો નિભાવવાનો હુકમ કર્યો છે.
જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.
આ હુકમ તા. ૧૪/૦૭/૧૩ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
હોટેલ, ગેસ્ટ હાઉસોમાં આવતા ગ્રાહકોની
માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જાહેરનામું
રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવેલ તમામ નિવાસી હોટલો/ગેસ્ટહાઉસ/બોર્ડીંગ હાઉસ/લોજમાં આવતા જે કોઇ પણ ગ્રાહકો કે પ્રવાસીઓ હોટલમાં રાત્રી રોકાણ કરે, તેમના નામ, સરનામા, વિગેરે વિગતનું પત્રક દરરોજ સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે, આ હુકમનો અમલ તા. ૧૪-૭-૨૦૧૩ના કલાક ર૪-૦૦ સુધી કરવાનો રહેશે.
સબંધકર્તા પોલીસ સ્ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્યા મુજબના છે.
(૧) એ.ડીવીજન પોલીસ સ્ટેશન polstn-adiv-raj@gujarat.gov.in
(ર) બી.ડીવીજન પોલીસ સ્ટેશન polstn-bdiv-raj@gujarat.gov.in
(૩) થોરાળા પોલીસ સ્ટેશન polstn-thorala-raj@gujarat.gov.in
(૪) ભકિતનગર પોલીસ સ્ટેશન polstn-bhakti-raj@gujarat.gov.in
(૫) માલવીયાનગર પોલીસ સ્ટેશન polstn-malviya-raj@gujarat.gov.in
(૬) પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન polstn-pradyuman-raj@gujarat.gov.in
(૭) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન polstn-gandhi-raj@gujarat.gov.in
(૮) રાજકોટ તાલુકા પોલીસ સ્ટઠેશન polstn-rural-raj@gujarat.gov.in
(૯) કુવાડવા રોડ પોલીસ સ્ટેશન polstn-kuvadva-raj@gujarat.gov.in
(૧૦) ડી.સી.બી. શાખા dcb-cp-raj@gujarat.gov.in
આ આદેશનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે તેમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી એચ.પી. સિંઘના જાહેનામામાં જણાવાયું છે.
રાશન કાર્ડના મેપિંગ માટે અન્ય આધારો રજૂ કરી શકાશે
રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા હાલમાં નવા બારકોડેડ રાશન કાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે, કલેક્ટરશ્રીએ એક મહત્વનો નિર્ણય લઇ ચૂંટણી કાર્ડમાં મિસ મેચ થતાં હોય એવા કાર્ડના મેપિંગ માટે અન્ય આધારો પણ માન્ય કર્યા છે. જિલ્લા પુરવઠા વિભાગની એક યાદીમાં જણાવાયા પ્રમાણે પરિવારના કોઇ પણ સભ્યનું જો ચૂંટણી કાર્ડ વાજબી ભાવની દૂકાને જઇ આપવામાં આવે તો પણ મેપિંગ કરી આપવામાં આવશે. એથી, કાર્ડધારકોએ ચૂંટણી કાર્ડના મેપિંગ માટે કલેક્ટર કચેરીની ઝોનલ ઓફિસમાં આવવાની જરૂરિયાત રહેતી નથી. મેપિંગ થયા બાદના માસથી જથ્થો આપવામાં આવશે. હાલમાં ચૂંટણી કાર્ડ ન હોય અથવા રદ્દ થઇ ગયા હોય એવા કિસ્સામાં રહેણાંક અંગેના આધાર, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, ખેડૂત ખાતા વહી, સાતબારની નકલ, નરેગાનું જોબ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઓળખ આપનારા વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોવું જોઇએ. તેમના ચૂંટણી કાર્ડની નકલ અવશ્ય સાથે લાવવી. આ મુજબની વિગતો રજૂ કર્યા બાદ સક્ષમ અધિકારી દ્વારા પૂરતી તપાસ કરાવી મેપિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ બાદ જથ્થો મળી શકશે. જેમની પાસે ચૂંટણી કાર્ડ નથી, તેમણે મતદાર યાદીના આગામી કાર્યક્રમમાં યોગ્ય કાર્યવાહી કરી ચૂંટણી કાર્ડ મેળવી લેવાનું રહેશે.
૭૪-જેતપુર વિધાનસભા માટે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ
રાજકોટ
૭૪- જેતપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ડાંગર જયંતિભાઇ દેવાભાઇએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ પૂર્વે સતાસીયા મુકેશભાઇ દામજીભાઇએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમ ત્યાં કૂલ ૨ ઉમેદવારોએ ફોર્મ્સ ભર્યા છે.
૭૫- ધોરાજી વિધાનસભા માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યુ
રાજકોટ
૭૫- ધોરાજી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે એક વ્યકિતએ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ચૌહાણ જીતેન્દ્રભાઇ ભુરાભાઇએ આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજુ કર્યુ હતું. ધોરાજીમાં આજ સુધીમાં કૂલ એક ફોર્મ ભરાયું છે.
ધોરાજીના વેગડીની ૨૨ વર્ષની પરિણીતાનો વહેલી સવારે ગૃહત્યાગ
રાજકોટ
-ધોરાજી તાલુકાના વેગડી ગામમાં રહેતા જગમાલભાઇ ચારણની ૨૨ વર્ષની પત્ની ડાહીબેન તા.૧૪-૪-૧૩ના રોજ વહેલી સવારે ૬ વાગ્યે ઘરે કોઇને કશુ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મજબૂત બાંધાના, વાને રૂપાળી, ચહેરો ગોળ અને ઉંચાઇ ૫ ફૂટ બે ઇંચ ધરાવે છે. તેમના વિશે કોઇ ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવાયું છે.
શાપર વેરાવળની મહિલા ઘર છોડી ચાલી ગઇ
રાજકોટ
-શાપર વેરાવળમાં શ્રદ્ધા પોલીમર્સ નામના કારખાનાની ઓરડીમાં રહેતા રવજીભાઇ ગીરધરભાઇ વ્યાસ નાયકની ૨૫ વર્ષની પુત્રી ચંદ્રિકાબેન તા. ૨-૫-૧૩ના રોજ સાંજના સાતેક વાગ્યે ઘરે કોઇને કહ્યા વિના ચાલી ગઇ છે. જે આજ સુધી મળી આવી નથી. તે શરીરે મધ્યમ બાંધાની, વાને ઘઉં વર્ણી તેમજ ૫ ફુટ ઉંચાઇ ધરાવે છે. તેની ભાળ મળ્યે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવાયું છે.
ઘરેથી કોલેજ જવાનું કહી ૨૦ વર્ષની યુવતી ગુમ
રાજકોટ
-ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામમાં રહેતા કાંતિભાઇ પાનસુરિયાની પુત્રી ભૂમિ (ઉ.વ. ૨૦) તા.૨૭-૪-૧૩ના રોજ ઘરેથી કોલેજ જવાનું કહીને ગુમ થઇ ગયેલ છે. તે શરીરે મધ્યમ બાંધાની, વાને ઉજળી, ચહેરો ગોળ ધરાવે છે. આ યુવતી ક્યાંય મળી આવે તો તેની જાણકારી નજીકના પોલીસને આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જેતપુરની શ્રૃતિ ઘરેથી ચાલી ગઇ
રાજકોટ
-જેતપુર શહેરમાં ડોબરિયાની વાડી નામે ઓળખાતા વિસ્તારમાં રહેતા કરશનભાઇ ઠાકરશીભાઇ પાદરીયાની ૨૦ વર્ષની પુત્રી શ્રૃતિ ગઇ તા. ૧૩-૪-૧૩ના રોજ પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઇ છે. શ્રૃતિ શરીરે પાતળા બાંધાની, વાને ઘઉં વર્ણી, ઉંચાઇ ૫ ફુટ ૩ ઇંચ ધરાવે છે. તેના નીચેના દાંત સહેજ આગળ પડતા છે. તેના વિશે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો