અનુયાયીઓ

મંગળવાર, 14 મે, 2013

તા. ૧૭ મી એ જિલ્લા લાંચરૂશ્‍વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક યોજાશે


રાજપીપળા, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાકેશ શંકરના અધ્યક્ષપદે તા. ૧૭ મી મે, ૨૦૧૩ ને શુક્રવારના રોજ બપોર ૩=૪૫ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના બેઠક ખંડમાં નર્મદા જિલ્લા લાંચરૂશ્‍વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક યોજાશે, જેમાં ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરના નર્મદા જિલ્લાના લાંચરૂશ્‍વતના અન્ય કેસોની ચર્ચા કરવામાં આવશે, જે અંગેની સંબંધકર્તા અધિકારીશ્રીઓએ નોંધ લઇ તે અંગેની માહિતી સાથે બિનચૂક જાતે જ હાજર રહેવા અધિક જિલ્લા મેજીસ્ટેટશ્રી, નર્મદા–રાજપીપળા તરફથી જણાવાયું છે.

તા. ૧૭ મી એ જિલ્લા નાગરિક પુરવઠા-ગ્રાહક સુરક્ષા સલાહકાર અને તકેદારી સમિતિની બેઠકો યોજાશે

રાજપીપળા, જિલ્લા કલેક્ટરશ્રી રાજેશ શંકરના અધ્યક્ષપદે આગામી તા.૧૭ મી મે, ૨૦૧૩ ને શુક્રવારના રોજ બપોરે ૧=૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ બપોરે ૧=૩૦ કલાકે નર્મદા જિલ્લા પંડિત દિનદયાલ ગ્રાહક મંડળ માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાશે, જેની સંબધિત તમામે નોંધ લઇ બિનચૂક ઉપસ્થિત રહેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજપીપલાની સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાં નવા સત્રથી પ્રવેશ મેળવવા માટે વાલીઓ સંપર્ક સાધે

રાજપીપળા, ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ – સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત અને નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે કાર્યરત સરકારી બહેરા મુંગા નિવાસી શાળામાં ધોરણ ૧ થી ૮ ના વર્ગો ચાલે છે, જેમાં ફક્ત ૬ થી ૧૨ વર્ષના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં સરકારશ્રી તરફથી રહેવા, જમવા, તબીબી સેવા તથા સ્કુલ યુનિફોર્મ તેમજ શિક્ષણમાં વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સ્પીચની તાલીમ આપવા સહિતની અદ્યતન સુવિધા સંસ્થાના નવા મકાનમાં પુરી પાડવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ પગભર થઇ શકે તે હેતુથી તેમને કોમ્પ્યુટર શિક્ષણ અને ઉદ્યોગમાં શિવણકામ, ભરતકામ, સુથારીકામ, ચિત્રકામ જેવાં વિષયો શિખવવામાં આવે છે. તા.૧૦/૬/૨૦૧૩ થી નવું સત્ર શરૂ થનાર હોઇ, વિનામૂલ્યે ઉપર મુજબની અદ્યતન સુવિધાઓ પુરી પાડતી આ સંસ્થામાં બહેરા-મુંગા પ્રવેશ મેળવવા માટે તેમના વાલીઓને આચાર્યશ્રી, બહેરા-મુંગા શાળા, મહાવિદ્યાલય રોડ, સંદિપ ટાયરની સામે, રાજપીપલા, જિ.નર્મદાના સરનામે સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.     

ટિપ્પણીઓ નથી: