અનુયાયીઓ

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાંથી શ્રદ્ધાળુઓના તડફડાવેલા 9 મોબાઈલ ને રોકડ સાથે ગોંડલની ત્રિપુટીને જેતલસર નજીકથી ઝડપી લેતી તાલુકા પોલીસ


જેતલસર તા.16
જેતપુર તાલુકા પોલીસે આજે સાંજે જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી મેળો માણવા આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ ચોરીને જેતપુર તરફ આવતી ગોંડલની તસ્કર ત્રિપુટીને જેતપુર તાલુકા પીએસઆઈ કરમટીયા સહિતના સ્ટાફે ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સાંજે છ વાગ્યે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, સ્ટાફના ભુરાભાઈ, ગૌત્તમભાઈ, મજનુભાઈ જેતલસર નઝીક ચોકી ધાર પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ ઉપર વાહનો ચેક કરતા હતા.
આવા સમયે જુનાગઢ તરફથી આવતી જીજે 7વી 5149 નંબરની ઓટો રિક્ષાને રોકી તલાશી લેતા પોલીસે જુદી જુદી કંપનીના 9 મોબાઈલ(કી.રૂ.50000) તથા રૂ.4050-00 રોકડ મળી આવતા પોલીસે રીક્ષામાં બેઠેલા 3 તસ્કરો સામે લાલ આંખ કરતા આ તસ્કર ત્રિપુટીએ તેઓના નામ વિજય પરેશ પરમાર-કોળી, સાગર રામજી દેવીપુજક તથા અનીલ કિશોર દેવીપુજક(રહે.ત્રણેય ગોંડલ)ના હોવાની કબુલાત આપતા પોલીસે રોકડ તેમજ મોબાઈલ કબજે લઇ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

બોક્સ: શીવરાત્રીના મેળામાંથી મોબાઈલ ચોર્યા !
જેતપુર : જીવમાં શિવ એવી ભક્તિથી જૂનાગઢમાં લાખો શિવભકતો કીડીયારુની માફક ઉમટી પડ્યા છે. ત્યારે ચિક્કાર ગીર્દીનો લાભ લઇ ઉપરોક્ત તસ્કર ત્રિપુટીએ શિવરાત્રીના મેળામાં આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ તડફડાવ્યા હોવાની કબુલાત આપી હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવ્યું હતું..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812
 

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ
જેતપુર તા.16
જેતપુરના વીરપુર ગામેથી ગત મોડી રાત્રીના એક પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થયાની તેણીના સાસુએ વીરપુર પોલીસમાં જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના રાધાકૃષ્ણ નગરની શેરી નં.1 માં, શાંતિભાઈ કોળીના મકાનમાં રહેતા અજયભાઈ રામભાઈ આહીર ગઈકાલે ડમ્પર લઈને ઉપલેટા રેતી ભરવા ગયા હતા. પાછળ તેમની પત્ની કૃપાબેન (ઉ.વ.22) એકલા હતા. દરમિયાન ઉપલેટાથી પરત આવી અજયે તપાસ કરતા જીવનસંગીની ક્યાય ના દેખાતા બધે તપાસ કરી હતી. છતાં ક્યાય પત્તો ના લાગતા હંશાબેન રામભાઈ આહીર(રહે.રાજકોટ) એ પોતાની પુત્રવધુ ગુમ થયાની વીરપુર પોલીસમાં જાણ કરતા એએસઆઈ બી.એ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 99742 62812 

KASHYAP JOSHI JETALSAR

જેતપુરના ચારણસમઢીયાળા ગામે વાલ્મીકી 
સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન 
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળા  ગામે આગામી 10.5.2015 ના રોજ ગ્રામ્ય વાલ્મીકી યુવા ગ્રુપ દ્વારા માત્ર વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 13 યુગલોને જ આ સમૂહ લગ્નમાં જોડવાના હોય, 30.3.2015 સુધીમાં લગ્ન ફોર્મ ભરી ગ્રુપના પ્રમુખ મનજીભાઈ ઘાવરી અશોક ઘાવરીનો ચારણસમઢીયાળા ખાતે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માંગ 
જેતપુર બાર અશોસિએશનના પ્રમુખ પ્રકાશ પારગીનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર 
જેતપુર તા.16
રાજ્ય સરકારના મહેસુલ ખાતાએ જાહેર કરેલ પરિપત્રમાં હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા પાછી શરુ કરવા જેતપુર બાર એશો.ના પ્રમુખ પ્રકાશભાઈ પારગીએ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ગામ નમુના-6 એટલેકે હક પત્રકે કોઈ પણ નોંધ દાખલ કરવા માટે અરજી કરાય ત્યારે આ નોંધ સામાન્ય કારણો હોય તો રદ કરવાની પ્રથા અને અને વાજબી જણાય તો નામંજૂર કરવાની એમ બંને પ્રથા હતી.
પરંતુ ગુજરાત સરકારના મહેસુલ ખાતાના તા.17.2.14 ના પરીપત્રથી હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા કાઢી નાખવામાં આવી છે. અને તેને બદલે કોઈ પણ વાજબી ના જણાય તો નામંજૂર જ કરવી તેવો નિર્યણ લેવાયો છે.
સરકારના આવા નિર્ણયને કારણે પ્રાંત કચેરીમાં અપીલોના ઢગલા થઇ રહ્યા છે. સામાન્ય અપીલોનો પણ એક વર્ષ પછી નિકાલ આવતો હોય છે. એટલુજ નહિ પ્રાંત અધિકારી પણ બોજ તળે આવી જાય છે. ત્યારે ઉપરોક્ત પરિપત્ર રદ કરી નોંધ રદ કરવાના વિકલ્પવાળો અધિકાર રેવન્યુ ઓથોરીટીને આપવો જરૂરી છે. તેમજ હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ શરુ કરવા માંગ કરી છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812

શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015

થાણાગાલોલની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ

થાણાગાલોલની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ 
જેતપુર તા.14
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની પરિણીતા સોનલબેન ભીખુભાઈ જીવરાજભાઈ ધરાજીયાને તેમના પતિ ભીખુ જીવરાજે શારીરિક માનસિક ત્રાસ આપી, માવતરેથી પૈસા લાવવાનું દબાણ કરી સાસરીયેથી કાઢી મુકતા આ બારાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જે.તા.પો.જમાદાર સોસાભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી  જેતલસર જેતપુર 99742 62812 


ફોટો અને કેપ્શન : કશ્યપ જોશી જેતપુર જેતલસર 




પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા

જેતપુરની બોસમીયા કોલેજમાં નજીવી બાબતે ફર્સ્ટ યેરના સ્ટુડન્ટને 
પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા તેજ કોલેજના અન્ય બે છાત્રો 
જેતપુર તા.14
જેતપુરની બોસમીયા કોલેજમાં આજે બપોરે સામાન્ય બોલાચાલી દરમિયાન બાખડી પડેલા છાત્રોના બનાવમાં એક ઉપર અન્ય બે કોલેજીયનોએ છરી વતી હુમલો કર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાતા ફોજદાર જાડેજાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ જીકેસીકે બોસમીયા કોલેજની કેન્ટીનમાં આજે રીસેસ દરમિયાન ફૂલવાડી રામજી મંદિર રોડ પર રહેતા રફીક ઇકબાલ મુલતાની (ઉ.વ.21-એફવાયબીએ), નીલેશ હમીર મકવાણા(નાઝાવાલાપરા-ટીવાયબીકોમ), તથા રવિરાજ એમ ત્રણ છાત્રો વચ્ચે ઠઠા મશ્કરી ચાલતી હતી. જે મશ્કરી ઉગ્ર ઝગડામાં પરિણમતા નીલેશે રફીકને પડખામાં છરીનો ઘા મારી નાશી છૂટતા અન્ય વિદ્યાર્થીઓમાં નાશભાગ વચ્ચે રફીકને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
બનાવની જાણ પરથી શહેર પોલીસના ફોજદાર જાડેજાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બોક્સ: હુમલાખોરને કોલેજમાંથી રેસ્ટીકેટ કરાશે : પ્રિન્સીપાલ 
જેતપુર: રાજકોટ જીલ્લાભરમાં શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી તમારી કોલેજમાં આમ છાત્રો છરીઓ લઈને ભણવા આવે અને હુમલા કરે ત્યારે તમે તહોમતદારો સામે કેવા પગલા ભરશો ? તેવા એક સવાલના જવાબમાં કોલેજના પ્રિન્સીપાલ આર.કે.ચોચાએ જણાવેલ કે આવો બનાવ તો પ્રથમ વખતજ બન્યો છે. આમ છતાં બનાવ બાદ આજે મેનેજમેન્ટની હાજરીમાં છરીના ઘા કરનાર વિદ્યાર્થીને કોલેજમાંથી રેસ્ટીકેટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 
  ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812


ROGCHALANO BHAY.KASHYAP JOSHI JETALSAR

Kashyap Joshi
JETALSAR JETPUR
9974262812

---------- Forwarded message ----------
From: kkumarjoshi@gmail.com
Date: 14-Feb-2015 1:43 pm
Subject: ROGCHALANO BHAY.KASHYAP JOSHI JETALSAR
To: kkumarjoshi <kkumarjoshi@gmail.com>
Cc:

JETALSAR

શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

બળાત્કાર અને સુધરાઈ સભ્ય પર હુમલો કશ્યપ જોશી જેતપુર જેતલસર

મિલકતના પ્રશ્ને બે ભાઈઓની ચકમકમાં મધ્યસ્થી બનવા ગયા ને ખાવો પડ્યો માર !

જે  મહીલાને પાલિકાની ચુંટણી જીતવામાં મદદ કરેલી તે સુધરાઈ સભ્યને 

માથા-હાથ પર ધોકો ફટકારી ફ્રેકચર કરી દેતો વિજેતા મહિલા સદસ્યનો જેઠ

જેતપુર તા.13

જેતપુરના એક સુધરાઈ સભ્ય પર થોડા દીવશો પહેલાજ જેતપુર પાલિકાના સદસ્ય તરીકે વિજેતા મહિલા ઉમેદવારના જેઠે ધોકા લાકડી વતી હુમલો કરી ફ્રેકચર જેવી ઈજા કર્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પીએસઆઈ સંઘાણીએ બનાવની તપાસ હાથ ધરી છે.

બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર પંચમીયા હોસ્પિટલ પાસે રહેતા પટેલ કૈલાસભાઈ બાવિષા અને તેમની પત્ની દિપ્તીબેન કૈલાસભાઈ બાવિષાએ જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અનીલ રતિલાલ કાછડિયા (.વવ.52) ઉપર એક સંપ કરી લાકડી તથા ધોકા વતી 

હુમલો કરતા અનિલભાઈને માથામાં તથા હાથે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

બનાવની ફરિયાદમાં જણાવાયું છે કે તહોમતદાર કૈલાશ બાવિષા અને તેમના નાનાભાઈ વિનુભાઈ બાવીશાને મિલકત બાબતે રકઝક થતી હોય સમાધાન માટે વિનુભાઈએ સુધરાઈ સભ્ય અનિલભાઈ કાછડિયાને ગઈ કાલે રાત્રીના 11.30 વાગ્યે પોતાના ઘરે બોલાવ્યા હતા.

ત્યારે અનિલભાઈ કઈ બોલે તે પહેલાજ વિનુભાઈના મોટાભાઈ કૈલાશભાઈ અને તેમની પત્ની દીપ્તીબેને અનિલભાઈ ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી મુક્યા હતા. ફોજદાર સંઘાણીએ ઉક્ત બંને તહોમતદારો સામે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંના ભંગ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી બંનેની ધરપકડની કવાયત આદરી છે.

 

બોક્સ: હુમલાખોર વિજેતા મહિલા ઉમેદવારના જેઠ

જેતપુર : બનાવ બાદ દુખની એક વાત શહેરીજનોમાં ચર્ચાતી જોવા મળી કે તાજેતરમાંજ જેતપુરના વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણીમાં અનિલભાઈ કાછડીયાની વિકાસ સમિતિ પેનલમાંથી આશાબેન બાવિષા નામના મહિલા ઉમેદવારે ઝુન્કાવતા અનિલભાઈએ આશાબેનને ચુંટણી જીતાડવા ગજબની જહેમત ઉઠાવી હતી. હવે તે વિજેતા મહિલા પાલિકા સદસ્ય આશાબેનના જેઠ એવા કૈલાશ બાવીશાએ અનિલભાઈ ઉપર હુમલો કરતા શહેરીજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.   

 

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કાગવડની પરિણીતા પર  તે ગામના યુવાને દુષ્કર્મ આચરતા ફરિયાદ

મારા બાઈક પાછળ બેસી નહીતર તારા ઘરવાળા અને છોકરાઓને મારી  નાખીશ તેવી ધમકી આપી યુવાન પરિણીતાને  જુદા જુદા શહેરોમાં લઇ ગયો અને આચર્યું દુષ્કર્મ

જેતપુર તા.13

જેતપુર તાલુકાના કાગવડ ગામની એક પરિણીતાને ધાક ધમકીઓ આપી અન્ય શહેરોમાં ફેરવી તે ગામના ભરવાડ યુવાને દુષ્કર્મ આચાર્યની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર જાડેજાએ ધોરણસરની વિધિ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતી એક પરિણીતા ગામમાં એક દુકાને બ્લાઉઝ સીવડાવવા જતી હતી ત્યારે તે ગામનો કમલેશ ઉર્ફે કાનો રતિભાઈ ભરવાડ નામનો યુવાન બાઈક લઈને પાછળ જઈને પરિણીતાને ધમકી આપી હતી કે ચાલ મારી પાછળ બેસી જા, નહીતર તારા ઘરવાળા અને બાળકોને મારી નાખીશ.

પરિણામે ગભરાઈ ગયેલી પરિણીતા ગત તા.25.1.2015 ના રોજ કમલેશના બાઈક પાછળ બેસી ગઈ હતી. દરમિયાન કમલેશ પરિણીતાને સારંગપુર, તારાપુર વિગેરે શહેરોમાં લઇ જઈને જુદા જુદા ગેસ્ટ હાઉસમાં રોકીને રાત્રીના પરિણીતા ઉપર મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

સતત 8 દિવસ સુધી આવો દુષ્કર્મનો સિલસિલો ચાલુ રાખનાર કમલેશ ગઈ તા.3.2.15 ના રોજ પરિણીતાને પાછો કાગવડ મૂકી ગયો હતો. સમયે પણ કમલેશે પરિણીતાને પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બીજીબાજુ પરિણીતાએ પોતાના પતિ સહિતના સગાવહાલાઓને પોતાની સાથે વીતેલી કહાની કહેતા, જો બારાની ફરિયાદ નહિ કરીએ તો તહોમતદારને પ્રોત્સાહન મળશે તેવું વિચારી આજે વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જાડેજાએ કમલેશ ઉર્ફે કાનો રતિલાલ સાસણા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની વિધિ હાથ ધરી છે.

 

 

SxI5S]DFZ H[P HMQL<H[T5]Z<H[T,;Z<((&$Z^Z*!Z