જેતપુરના ચારણસમઢીયાળા ગામે વાલ્મીકી
સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળા ગામે આગામી 10.5.2015 ના રોજ ગ્રામ્ય વાલ્મીકી યુવા ગ્રુપ દ્વારા માત્ર વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 13 યુગલોને જ આ સમૂહ લગ્નમાં જોડવાના હોય, 30.3.2015 સુધીમાં લગ્ન ફોર્મ ભરી ગ્રુપના પ્રમુખ મનજીભાઈ ઘાવરી અશોક ઘાવરીનો ચારણસમઢીયાળા ખાતે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માંગ
જેતપુર બાર અશોસિએશનના પ્રમુખ પ્રકાશ પારગીનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર
જેતપુર તા.16
રાજ્ય સરકારના મહેસુલ ખાતાએ જાહેર કરેલ પરિપત્રમાં હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા પાછી શરુ કરવા જેતપુર બાર એશો.ના પ્રમુખ પ્રકાશભાઈ પારગીએ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ગામ નમુના-6 એટલેકે હક પત્રકે કોઈ પણ નોંધ દાખલ કરવા માટે અરજી કરાય ત્યારે આ નોંધ સામાન્ય કારણો હોય તો રદ કરવાની પ્રથા અને અને વાજબી જણાય તો નામંજૂર કરવાની એમ બંને પ્રથા હતી.
પરંતુ ગુજરાત સરકારના મહેસુલ ખાતાના તા.17.2.14 ના પરીપત્રથી હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા કાઢી નાખવામાં આવી છે. અને તેને બદલે કોઈ પણ વાજબી ના જણાય તો નામંજૂર જ કરવી તેવો નિર્યણ લેવાયો છે.
સરકારના આવા નિર્ણયને કારણે પ્રાંત કચેરીમાં અપીલોના ઢગલા થઇ રહ્યા છે. સામાન્ય અપીલોનો પણ એક વર્ષ પછી નિકાલ આવતો હોય છે. એટલુજ નહિ પ્રાંત અધિકારી પણ બોજ તળે આવી જાય છે. ત્યારે ઉપરોક્ત પરિપત્ર રદ કરી નોંધ રદ કરવાના વિકલ્પવાળો અધિકાર રેવન્યુ ઓથોરીટીને આપવો જરૂરી છે. તેમજ હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ શરુ કરવા માંગ કરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો