અનુયાયીઓ

શનિવાર, 1 જૂન, 2013

સાપુતારા ખાતે સમર ફેસ્‍ટીવલ-૨૦૧૩ સંપન્ન રાજ્‍યના એકમાત્ર ગિરીમથક સાપુતારાના વિકાસ માટે વહીવટી તંત્ર કટીબધ્‍ધ.. - કલેકટર જી.આર.ચૌધરી..

રાજ્‍યના એકમાત્ર ગિરીમથક સાપુતારા ખાતે છેલ્લા ૧૧ દિવસથી ચાલતા સમર ફેસ્‍ટીવલ-૨૦૧૩ નો સમાપન સમારોહ જીલ્લા કલેકટરશ્રી જી.આર.ચૌધરી, હોટલ એસોશીયેશન ના પ્રમુખશ્રી બલવંત પઠારે તેમજ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

સહેલાણીઓના આકર્ષણ માટે રાજ્‍ય સરકારશ્રી દ્વારા વર્ષભરમાં ત્રણ મહોત્‍સવ યોજાય છે. તે પૈકી ૨૦ મેથી શરૂ થયેલા આ ગ્રીષ્‍મ મહોત્‍સવમાં દરરોજ ખૂબ જ આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં લોકડાયરો,નાટક,હાસ્‍ય દરબાર,બુગી-વુગી વિનર ક્રિએટીવ ડાન્‍સ,અંતાક્ષરી, સ્‍થાનિક લોકનૃત્‍યો,જુનિયર વોલીવુડ કલાકારો અને છેલ્લા દિવસે સુભાષ એન્‍ડ પાર્ટી-વલસાડ દ્વારા ઓર્કેષ્‍ટ્રા ના કાર્યક્રમે સહેલાણીઓને મનભરી ડોલાવ્‍યા હતા.  સમાપન સમારોહમાં સહેલાણીઓને સંબોધતા ડાંગ કલેકટરશ્રી જી.આર.ચૈાધરીએ જણાવ્‍યું હતું કે રાજ્‍યના એકમાત્ર ગિરીમથકના બ્‍યુટીફિકેશન માટે સરકારશ્રી તત્‍પર છે. સાપુતારાના દરેક સ્‍થળો પ્રવાસીઓ માટે યાદગાર સંભારણુ બની રહે તે માટે વહીવટી તંત્ર કટીબધ્‍ધ છે. વહીવટી વિભાગ અને હોટલ એસોશિયેશન દ્વારા પ્રવાસીઓની સુવિધાઓ માટે સુચારૂ પ્રયાસ કરાશે.નોટીફાઈડ એરિયાની કચેરીમાંથી પ્રવાસીઓને તમામ સ્‍થળોની માહિતી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. સ્‍થાનિક લોકોની જનભાગીદારીથી  માટે  રોજગારીની તકો ઉપલબ્‍ધ બની રહેશે.  

હોટલ એસોસિયેશનના પ્રમુખ શ્રી બલવંત પઠારેએ જણાવ્‍યું હતું કે કુદરતના ખોળે વસેલુ સાપુતારા હવાખાવાનું સુંદર સ્‍થળ છે. અહીંનું રમણિય વાતાવરણ પ્રવાસીઓને ખૂબ જ ગમે છે. સાપુતારાના વિકાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જે પૈકી નવા તળાવ, ગવર્નર હિલ, સનસેટ પોઈન્‍ટ, ઈકો પોઈન્‍ટ જેવા અનેક સ્‍થળોના વિકાસથી સહેલાણીઓની સંખ્‍યામાં વધારો થયો છે.

સમર ફેસ્‍ટીવલના સમાપન પ્રસંગે ચીફ ઓફિસરશ્રી એન.એ.રાજપૂત,નાયબ મામલતદાર રાજુ પંચાલ, સાપુતારા હોટલ ના નટુમામા, જયપાલ કરાશી,ભરત ઠક્કર, શેખ અહમદ,દેવેન્‍દ્ર પાંડે,નવીન પટેલ,પુરૂષોત્તમ પટેલ,સેજલના ડી.એમ.કાઠીઆ સહિત મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

 

 

કૃષિ વિકાસ દરમાં થયેલા ધરખમ વધારાનું શ્રેય ખેડૂતોને જાય છે - જિલ્લા કલેકટરઃ ડૉ.વિક્રાંત પાંડે

પારડી તાલુકાના નામધા ખાતે કૃષિ મહોત્‍સવના સમાપન સમારોહમાં ૬૯ લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું

વલસાડઃ રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજવામાં આવતા કૃષિ મહોત્‍સવના કારણે ખેડૂતો કૃષિક્ષેત્રનું વ્‍યાપક માર્ગદર્શન મળતા ખેડૂતો આધુનિબ ઢબે ખેતી કરતા થયા છે. રાજયના કૃષિ વિકાસ દરમાં થયેલા ધરખમ વધારાનું શ્રેય રાજયના મહેનતકશ કૃષકોના ફાળે જાય છે. એમ, વલસાડના જિલ્લા સમાહર્તા ડૉ. વિક્રાંત પાંડેએ પારડી તાલુકાના નામધા ખાતે યોજાયેલા કૃષિ મહોત્‍સવના સમાપન સમારોહ દરમિયાન જણાવ્‍યું હતું.

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતા અમૂલ્‍ય માર્ગદર્શન અને રાજય સરકારની પ્રોત્‍સાહક કૃષિ નીતિને કારણે આજે રાજયના નાના અને સીમાંત ખેડૂતો પણ સફળતાપૂર્વક વળતરદાયક ખેતી કરી રહ્યા છે એમ જણાવી ડૉ. પાંડેએ કપરાડા અને ધરમપુર તાલુકામાં કરવામાં આવતી કાજુની ખેતી અને જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવતી ફુલોની ખેતીની પણ સરાહના કરી હતી.

વધુમાં કલેકટરશ્રીએ રાજય સરકારના સોઇલ હેલ્‍થ કાર્ડના અભિગમની સમજ આપતા જણાવ્‍યું હતું કે, રાજય સરકારનો અભિગમ માત્ર લેબોરેટરી પુરતો સીમીત ન રહેતા ખેડૂતોના ખેતર સુધી પહોંચ્‍યો છે. સોઇલ હેલ્‍થ કાર્ડના માધ્‍યમથી ખેડૂતોને તેમની જમીનની તંદુરસ્‍તીની જાણકારી મળી રહે છે એમ જણાવી તેમણે જિલ્લાના કૃષકોને વૈવિધ્‍યપૂર્ણ ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્‍યું હતું કે, તા. ૧૪મી મેથી શરૂ થયેલા આ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમિયાન પચાસ હજાર ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન, ૬૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને કૃષિ કીટ, ૨૩૦૦ ઉપરાંત લાભાર્થીઓને પશુપાલન વિભાગની કીટ અને ૨૫૦૦૦ ઉપરાંત પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

માજી મંત્રી ડૉ. કે.સી.પટેલે વલસાડની ઓળખ સમી હાફુસના ઘટતા ઉત્‍પાદન અંગે ચિંતા વ્‍યકત કરી હતી. તેમણે હાફુસના ઘટતા ઉત્‍પાદનના કારણોની યોગ્‍ય તપાસ કરી આ સમસ્‍યા સમયસર છુટકારો મળે એવા પગલા ભરવા વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો.

પારડી વિસ્‍તારના અગ્રણી શ્રી નગીનભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી વલસાડ જિલ્લાના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. ઉપરાંત તેમણે તેમના વિસ્‍તારના ખેડૂતો ખેતી કરવા માટે ખુટતી કડીઓ યોગ્‍ય સમયે પુરી થાય એ માટે ઘટતું કરવા વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન પારડી તાલુકા પંચાયતના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક સર્વશ્રી ડૉ.એન.એમ.શાહે આંબાવાડી અંગે અને ડૉ. એસ.એલ.ચાવડાએ પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. પ્રગતિશીલ ખેડૂતો સર્વશ્રી અમૃતભાઇ અને મનુભાઇએ શાકભાજીની ખેતી અને ખુશરોભાઇએ અધ્‍યાતિમક ખેતી અંગે તેમના અભિપ્રાય વ્‍યકત કર્યા હતા. ગુજરાત ગ્રીન રિવોલ્‍યુશન કંપનીના પ્રતિનિધિએ ડ્રીપ ઇરિગેશન અને તેના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા સમાહર્તા સહિતના મંચસ્‍થ મહાનુભાવોએ નામધા, ચંડોર અને કુંતા ગામના ૫૪ લાભાર્થીઓને ખેતીવાડી વિભાગ અને ૧૫ લાભાર્થીઓને પશુપાલન વિભાગની કીટ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પશુ આરોગ્‍ય મેળામાં ૧૮૭ પશુઓની સારવાર અને ૩૦૫ પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલ જાદવ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કેતન પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી સી.ડી.ચૌધરી, ઇન્‍ચાર્જ નાયબ ખેતી નિયામક શ્રી ગાબાણી, મદદનીશ ખેતી નિયામક શ્રી ગરાસિયા, તાલુકા પંચાયતના સદસ્‍યો, સ્‍થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ભરૂચઃ

કૃષિક્ષેત્રે ઝડપથી વિકાસ સાધવા આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવી જરૂરી.

ખેડૂતોને કૃષિ કિટ્‍સ વિતરણ કરતાં કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચ જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન.

ભરૂચઃ ગામડાંનો સર્વાંગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી  અઢાર હજાર  ઉપરાંત ગામડાઓના કિસાનોને આર્થિક સમૃધ્‍ધ બનાવવા તેમજ કૃષિક્ષેત્રમાં આધુનિક ખેત પધ્‍ધ્‍તિનો અને સુધારેલ ઓજારોની કૃષિ વિષયક જાણકારી મેળવી કિસાનોની આવક બમણી કરવાના અભિગમ ધ્‍વારા રાજય સરકારે કૃષિ મહોત્‍સવનું આયોજન કર્યું છે. જેના ધ્‍વારા કિસાનોની આર્થિક સમૃધ્‍ધિમાં વધારો થશે. તેમ જિલ્લા કલેક્‍ટર આદ્રા અગ્રવાલે ભરૂચ જિલ્લાના કુરલા ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમના સમાપન પ્રસંગે જણાવ્‍યું હતું.

ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાનો ભાર મુકતાં કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે પ્રવર્તમાન રાજય  સરકારે છેલ્લા આઠ વર્ષથી કૃષિમહોત્‍સવનું આયોજન કરી ખેડૂતોને કૃષિક્ષેત્રે શકિતમાન બનાવવા અથાગ પ્રયાસો આદર્યા છે. જેના લીધે ખેડૂતોને ઘર આંગણે કૃષિ વૈજ્ઞાનિકો ધ્‍વારા નવીન ખેત પધ્‍ધતિ વિશે જાણકારી મળવાથી ખેડૂતોને લાભ થયો છે. તેમણે ઉમેર્યુ હતું કે કૃષિમહોત્‍સવને લીધે ગામડાઓ કૃષિક્ષેત્રે ધબકતા અને ચેતનવંતા થયા છે, ખેડૂતોમાં જાગૃત્તત્તા આવી છે. રાજય સરકારના અવનવા પ્રયોગને કારણે ગુજરાત વિકાસના તમામ ક્ષેતોમાં અગ્રેસર રહી દેશના અન્‍ય રાજયોને ચાલકબળ બની રહયું છે. જે આપણા માટે ગૌરવની બાબત છે.

ગામડાઓના વિકાસ માટે રાજય સરકારની કટિબધ્‍ધતા દોહરાવતા ખેડૂતોના ઘર આંગણે કૃષિ જાણકારી મળી રહે તે માટે રાજય સરકારે કૃષિમહોત્‍સવનું અભિયાન હાથ ધર્યુ છે. જેનો લાભ લઇ આત્‍મનિર્ભર બનવા પર ભાર મૂકી ખેડૂતોને ડ્રીપઇરીગેશન પધ્‍ધતિ અપનાવી ધાર્યુ ઉત્‍પાદન મેળવવા શિખ આપી હતી. તેમણે કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન દરેક ગામમાં કૃષિ તજજ્ઞો ધ્‍વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પધ્‍ધ્‍તિ વિશે માહિતગાર કરવામાં આવશે જે ભવિષ્‍યમાં ફાયદાકારક સાબિત થશે તેમ જણાવી કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષિ

મહોત્‍સવના સફળ આયોજનના લીધે ગુજરાત રાજયમાં કૃષિ ઉત્‍પાદન હાંસલ કર્યું છે. આ અવસરે કલેક્‍ટર આદ્રા અગ્રવાલે જરૂરીયાતમંદ ખેડૂતોને કૃષિ કિટ્‍સનું વિતરણ ર્ક્‍યું હતું. જિલ્લા માહિતી કચેરી - ભરૂચ ધ્‍વારા ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિ વિશે જાણકારી મળે તે માટે પૂર્વિ સેવા ટ્રસ્‍ટ, અમદાવાદ ધ્‍વારા ધરતીનો છોરૂ અંગે નાટક તેમજ ભરૂચના કલાકાર ધ્‍વારા લોકડાયરા થકી સમજણ અપાઇ હતી.  

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી હિતેષ કોયા, પ્રાંત અધિકારીશ્રી જે.બી.દેસાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.ડી.ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જયંતિભાઇ પટેલ, બાગાયત અધિકારીશ્રી, વાંસી ગામના સરપંચશ્રી સલીમભાઇ તેમજ સંબંધિત ખાતાના અમલીકરણ અધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામજનો, કિસાનો, મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં. 

ખેતીવાડી, બાગાયત, આરોગ્‍ય અને ગ્રામ વિકાસના પ્રદર્શનને નિહાળતા કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચઃ ખેડૂતો વૈજ્ઞાનિક ખેત પધ્‍ધતિ અપનાવી ધાર્યું ઉત્‍પાદન મેળવી આર્થિક સમૃધ્‍ધ થાય તેમજ રાજ્‍યના કૃષિ વિકાસમાં સહભાગી બને તેવા આશયથી ભરૂચ જિલ્લાના તાલુકા પંચાયતની બેઠકોના ગામોમાં કૃષિ મહોત્‍સવનું આયોજન કરાયું હતું. આજ રોજ ભરૂચ જિલ્લાના કુરલા ગામે જિલ્લા કક્ષાના કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ સમાપન થયો હતો.

છેલ્લા આઠ વર્ષથી રાજ્‍ય સરકાર ધ્‍વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી આમુલ પરિવર્તન લાવે તેવા પ્રયાસો કરવામાં આવ્‍યાં હતા. જેના પરિણામ સ્‍વરૂપ ભરૂચ જિલ્લાના ખેડૂતો ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રે અવનવી ખેતી કરી આર્થિક સમૃધ્‍ધ થયા છે. જેના પરિણામો ખેડૂતોએ મેળવ્‍યા છે. જેમાં ભરૂચ જિલ્લાના કુરલા ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમિયાન બાગાયત અને ખેતીવાડી ક્ષેત્રે વિવિધ પાકોના પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યા હતા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી ધ્‍વારા સખીમંડળની બહેનો રોજગારી મેળવતા પ્રદર્શનો અને સંકલિત બાળ વિકાસ યોજના ધ્‍વારા માતા અને બાળકોના તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય માટે પૌષ્‍ટિક આહાર તથા આરોગ્‍ય ખાતા ધ્‍વારા પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યું હતું આ પ્રદર્શનને જિલ્લા કલેક્‍ટર આદ્રા અગ્રવાલે નિહાળ્‍યું હતું.

પશુ આરોગ્‍ય સારવારનું નિરીક્ષણ કરતાં કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચઃ પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલું  અવિભાજ્‍ય અંગ છે ત્‍યારે પશુપાલકોને પ્રોત્‍સાહન આપવા રાજ્‍ય સરકારે અથાગ પ્રયાસો આદરવામાં આવ્‍યા જેના લીધે ગુજરાતમાં દુધ ઉત્‍પાદક ક્ષેત્રે વધારો થયો છે. 

રાજ્‍ય સરકાર ધ્‍વારા છેલ્લા આઠ વર્ષથી કૃષિ મહોત્‍સવના આયોજનને લીધે પશુઓમાં થતાં રોગોને નાબુદ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત પશુઆરોગ્‍ય મેળાઓ અને પશુ આરોગ્‍ય સારવાર શિબિરો યોજાવાને લીધે પશુઓમાં થતાં રોગો નાબુદ થયા છે. જેના લીધે દુધ ઉત્‍પાદનમાં વધારો થયો છે. ગુજરાતે દુધ ઉત્‍પાદન ક્ષેત્રે નામના મેળવી છે. પશુઓના સાર-સંભાળ અને પશુ માવજતને લીધે પશુપાલકો આર્થિક સધ્‍ધર થયા છે.

ભરૂચ જિલ્લામાં ૧૧૦૨૧૬ પશુ રસીકરણ કરાયું

ભરૂચઃ રાજય સરકાર દ્વારા આગામી ૧૪ મી  મે ૨૦૧૩ થી ૩૧ મી  મે-૨૦૧૩ દરમ્‍યાન કૃષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે દરમ્‍યાન કિસાન રથ દ્વારા જિલ્લાના તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામોની મુલાકાત લઇ કિસાનોના ઘર આંગણે જ આધુનિક કૃષિ પધ્‍ધતિ માટે માર્ગદર્શન અને નિદર્શન થકી કૃષિ ધિરાણ, જળસંચયના કામો અને કૃષિ પાકોના આયોજન અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવી રહયા છે.

ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં કૃષિરથના કાર્યક્રમ દરમ્‍યાન આમોદ તાલુકામાં ૧૧૨૪૭-પશુ રસીકરણ કરયું છે. જયારે ૧૭૭૧૪ વાલીયામાં, ૧૦૧૮૦ અંકલેશ્વરમાં, ૮૩૭૬ હાંસોટમાં, ૧૭૭૯૨ ભરૂચમાં, ૨૨૭૦૧-ઝઘડીયામાં, ૧૯૮૬૧ જંબુસરમાં અને ૨૩૪૫-વાગરા તાલુકામાં પશુ રસીકરણ કરાયું છે.

રાજય સરકારના હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે યોજાઇ રહેલ મહોત્‍સવમાં વૈજ્ઞાનિક માહિતીનો ભરપુર લાભ મેળવીને આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવા તમામ કિસાનો જોડાઇ લોકજાગૃતિ કેળવે અતયંત જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.          

ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ ફળશ્રૃતિ.

ભરૂચઃ ખેડૂતોને ઘર-આંગણા સુધી કૃષિની જાણકારી પહોંચે તેવા ઉદે્‌શ્‍યથી કૃષિ મહોત્‍સવ-૨૦૧૩નું પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કૃષિ કાર્યને લગતી નાની મોટી બધીજ બાબતોને સમાવી લઇને સંપૂર્ણ જાણકારી કૃષિ મહોત્‍સવના માધ્‍યમ ધ્‍વારા કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લાનાં અત્‍યાર સુધી તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામો ગામોમાં કૃષિરથની ફેરણી થઇ હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ દરમ્‍યાન કૃષિરથ સાથે કૃષિ તજજ્ઞો ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન આપ્‍યું હતું. ખેડૂતો બહોળા પ્રમાણમાં ગામે ગામ લાભ લઇ રહયા છે. ખેડૂતોને રથનામાધ્‍યમ દ્વારા બોરીબંધ, ચેકડેમ, ખેત તલાવડીના માધ્‍યમો દ્વારા પાણીની સ્‍ટોરેજ કરી ખેતીના ઉપયોગમાં લેવા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

ભરૂચ જિલ્લામાં વિવિધ ગામોમાં કૃષિરથની ફેરણી થતાં ૬૦૯૫-ખેતીવાડી, ૨૯૯૮-પશુપાલનના કિટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું છે. સાથે ૭૫૩-ખેડૂતોને કિસાન ક્રેડીટકાર્ડ, ૧૫૯૧-સોઇલ હેલ્‍થ કાર્ડ, ૧૧૦૨૧૬-પશુ રસીકરણ, ૫૧૦-ડ્રીપઇરીગેશનના કામો, ૨૪-બોરીબંધ, ૫૧-ચેકડેમ અને ૮૦-ગામ તળાવોના કામો હાથ ધરાશે. ૨૩૭-સેલ્‍ફ ગૃપોના કામો, ૨૪૦-સોઇલ સેમ્‍પલ, ૧૦૫-ઈ-ગ્રામ, ૫૧-સીમ તળાવ, ૧૧૨-સ્‍વચ્‍છતા અભિયાન વગેરે કામગીરી હાથ ધરવામાં હતી. આમ રથના માધ્‍યમ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી સાથે આધુનિક ખેતી પધ્‍ધતિઓનું પ્રદર્શન, ટી.વી.કેસેટના માધ્‍યમથી હરિયાળી ક્રાંતિ, જળસંચય, ડ્રીપઇરીગેશનના વિષયોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્‍વારા કિસાનોને પ્રોત્‍સાહિત કરવા લોકડાયરાના કાર્યક્રમ યોજાયા હતા.

 

 

 

 

નર્મદાઃ                             

કૃષિમહોત્સવ-૨૦૧૩

પશુપાલનના વ્યવસાયમાં પાંચ " ૫ "  ની મહત્વતા સમજાવી ૧૦ થી ૧૫ ટકા દૂધ ઉત્પાદન વધારવા વટરનીટી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કેલાવાલાનો અનુરોધ

વૈજ્ઞાનિકો-તજજ્ઞો- પાસેથી મેળવેલાં ભાથાને પચાવીને હવે તેને ઉપયોગમાં લેવાનું કામ ખેડૂતોએ કરવાનું છે.

બિયારણથી આવતા કોઇપણ રોગના રક્ષણ સામે બિયારણના ઉપયોગમા સજાગતા દાખવી થાઇસમ પાવડરના ઉપયોગનું સૂચન કરતાં કૃષિ વિજ્ઞાન  સંશોધન કેન્દ્રના નિયામક્શ્રી ડૉ. જનકભાઇ રાઠોડ

નર્મદા જિલ્લાના કુમસગામે કૃષિ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

રાજપીપળા નર્મદા જિલ્લામાં છેલ્લા સત્તર દિવસથી થઇ રહેલી કૃષિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગામેગામ ઘૂમી રહેલા કૃષિરથ આજે તેના અંતિમ ચરણમાં નાંદોદ તાલુકાનાં કુમસગામે આવી પહોંચતાં ગ્રામજનોએ કૃષિરથના આગમનને વધાવી લઇ ખેડૂત-સભા યોજવાની સાથે આ ઉજવણીનો જિલ્લાકક્ષાનો સમાપન સમારોહ યોજાયો હતો.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામક્શ્રી ડૉ. મનસુરી, નવસારી કૃષિ યુનિવર્સીટીના વટરનરી  કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કેલાવાલા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી જાની, જિલ્લાના અગ્રણીશ્રી અને અકુવાડાના સરપંચશ્રી અભિલાલભાઇ વસાવા સહિત અન્ય સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ ખુલ્લો મુકાયા બાદ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલે કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગામેગામ હાથ ધરાયેલી પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતાં જણાવ્યું હતું કે, કૃષિ તજજ્ઞો દ્વારા રોગ-જીવાત નિયંત્રણ, જમીન અને સિંચાઇના પ્રશ્નો અંગે કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પડાયુ છે. સાથોસાથ જરૂરી સાહિત્ય અને માહિતી પુસ્તિકા અને વિવિધ પાકોની જાણકારી માટી સી.ડી.નું વિતરણ કરાયું છે. સરકારશ્રી તરફથી જમીનની તૈયારીથી માંડીને બિયારણ, ખાતર માટે ઇનપુટ કિટ્સ, પિયત માટે પાઇપલાઇન, ઓઇલ-એન્જિન પંપ, નેટહાઉસ, ગ્રીનહાઉસ, પોલીહાઉસ માટે સહાય, જંતુનાશક દવા વગેરે માટે અપાતી સહાય, આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને જિલ્લા અને રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસ તથા ટોલ ફ્રી નંબર-૧૫૫૧ ની હેલ્પલાઇન ઉપરથી માર્ગદર્શન વગેરે જેવી કૃષિ વિકાસલક્ષી બાબતોના સવિસ્તર ખ્યાલ આપ્યો હતો.

જિલ્લાના અગ્રણીશ્રી અભિલાલભાઇ વસાવાએ તેમનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોઇપણ ક્ષેત્રમાં પારંગતતા કેળવવા માહિતી અને અભ્યાસની જરૂરિયાત રહે છે. કૃષિ મહોત્સવ અગાઉ ખેડૂતમિત્રોને તેમના ઘરઆંગણે વૈજ્ઞાનિક ઢબની ખેત-પધ્ધતિની કોઇ માહિતી ન મળવાને લીધે કૃષિક્ષેત્રે જોઇએ તેવો વિકાસ થયો ન હતો. પરંતુ કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને સંલગ્ન અધિકારીઓ તરફથી વૈજ્ઞાનિક ઢબની ખેતી અંગે માર્ગદર્શન મળવાની સાથે તેનો ખેતીમાં ઉપયોગ કરવાથી આજે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ખેતસમૃધ્ધિની સાથે આર્થિક સમૃધ્ધિની દિશામાં પણ તેઓ આગળ ધપી રહ્યાં છે. જે કૃષિ મહોત્સવને લીધે આભારી છે.

નવસારીની વેટરનરી કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કેલાવાલાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો પાસેથી મેળવેલા ભાથાને પચાવીને તેને ઉપયોગમાં લેવાનું કામ હવે ખેડૂતો-પશુપાલકોએ કરવાનું છે. તેમણે ઓછાં પશુ રાખીને વધુ દૂધ ઉત્પાદન મેળવવાની જરૂરિયાત પર ભાર મુકતાં ઉમેર્યું હતું કે, પશુપાલનના વ્યવસાયમાં પશુ પસંદગી, વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાયમાં ચાફ કટરનો ઉપયોગ, પશુ પોષણમાં ગુણવત્તાયુક્ત દાણ ખવડાવવું, પશુ પ્રજનનમાં કૃત્રિમ વીર્યદાન અને પશુપેદાશમાં મૂલ્યવર્ધનની બાબતો ઉપર પૂરતી કાળજી રાખવાથી હાલમાં મેળવાતા દૂધ ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થઇ શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે બાગાયત અધિકારીશ્રી રૂષભભાઇ મકવાણાએ બાગાયતી યોજનાઓમાં ફળ-પાક, શાકભાજી, ફૂલપાક વગેરેમાં ૬૫ થી ૭૫ ટકાની સહાય ઉપરાંત ચાલુ વર્ષથી આર.કે.વી.વાય. હેઠળ ૧૫ થી ૨૫ ટકાની પ્રેરક સહાય તથા શાકભાજી માટે વેજીટેબલ કલ્સ્ટર યોજના, મીની ટ્રેક્ટર સહાય, નેટ-હાઉસ, ગ્રીન-હાઉસ, પોલી-હાઉસ વગેરેમાં મળતી સહાય અંગે પણ તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.

 ડેડીયાપાડાના કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્રના નિયામક્શ્રી ડૉ.જનકભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનું અહીં સમાપન થાય છે, પરંતુ નિરંતર ચાલ્યા કરે તેવી ખેતીની વાતો કહીં પૂરી થતી નથી. ખેતીમાં થઇ રહેલાં નીતનવા સંશોધનના આવિષ્કારની સાથે ખેતરમાં તેનો ઉપયોગ અને અમલ ખૂબ જ જરૂરી છે. તેમણે ડાંગરમાં થતાં ધાભમારાથી બચવાના ઉપાયો, ધરૂવાડીમાં ૧૫ દિવસે દવાનો છંટકાવ કરવા, કપાસના પાકમા મીલીબગ્સથી સજાગ રહેવા, શાકભાજીમાં જી.ટી.-૧ નું બિયારણ વાપરવાનો અનુરોધ કરતાં ઉમેર્યુ હતું કે, એટલે બિયારણની પસંદગી અને તેનો ઉપયોગમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે. તેમણે થાઇસમ પાવડર દરેક ખેડૂતને પોતાના ઘરમાં રાખવા અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવા આગ્રહ ભર્યુ સૂચન કર્યુ હતું.

 આ પ્રસંગે કૃષિ તજજ્ઞથી શૈલેન્દ્રભાઇ વિહોર અને શ્રી દિલેશ્વર નાયક, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી કનકલતાબેન ભગત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.મનસુરી, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારીશ્રી જાની, પ્રગતિશીલ ખેડૂતો શ્રી રમણભાઇ કાલીદાસ વસાવા અને શ્રી ધનજીભાઇ, આસપાસના ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતો અને પશુપાલકોને યોજનાકીય ઇનપુટ કિટ્સનું વિતરણ પણ કરાયુ હતુ.

 આહવા-ડાંગઃ

વઘઈ ખાતે પશુપાલન શિબિર યોજાઈ..

૭૦૦ થી વધુ મહિલા પશુપાલકોએ શિબિરમાં ઉપસ્‍થિત રહી જાણકારી મેળવી..

(માહિતી બ્‍યુરો ડાંગ) આહવાઃ કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ ની ઊજવણીના ભાગરૂપે વઘઇ દૂધ શીત કેન્‍દ્ર ખાતે વસુધારા ડેરી સંચાલિત 'પશુપાલન શિબિર' જીલ્લા કલેકટરશ્રી જી.આર.ચોધરી ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી.

કૃષિવિકાસની સાથે સાથે પૂરક વ્‍યવસાય પશુપાલન કિસાનો માટે ખૂબ જ અગત્‍યનું છે. ડાંગ જીલ્લાના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્‍યા છે ત્‍યારે સારી જાતના પશુધન વસાવીને આર્થિક સધ્‍ધરતા મેળવી શકાય તે માટે વસુધારા ડેરી આયોજીત શિબિરમાં ૮૦૦ થી વધુ પશુપાલકો ઉપસ્‍થિત રહ્યા હતા. જે પૈકી ૭૦૦ થી વધુ મહિલાઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ શિબિરને સફળ બનાવી હતી.

જીલ્લા સમાહર્તાશ્રી જી.આર.ચોૈધરીએ શિબિરને ખુલ્લી મુકતા જણાવ્‍યું હતું કે ખેતી અને પશુપાલન બંને એકબીજાના પૂરક છે. સારી જાતની ગાયો પાળવામાં આવે તો આપણી આવકમાં વૃધ્‍ધિ થાય. મહિલાઓ આ વ્‍યવસાયમાં ખૂબ જ સફળ રહી છે. અગાઉ ના વર્ષોમાં પશુપાલન ક્ષેત્રે ડાંગ જીલ્લો પાછળ હતો. આજે સરકારશ્રીની ટ્રાયબલ યોજનાઓના કારણે અહીંના કિસાનો પશુપાલનમાં સારી પ્રગતિ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓએ ડેરી ક્ષેત્રે આમુલ પરિવર્તન આણ્‍યુ છે. જે ખરેખર પ્રસંશનીય છે. વધુને વધુ મહિલાઓ પશુપાલનમાં જોડાઈને પોતાના પરિવાર ને વિકાસના માર્ગે લઇ જાય એવી ભાવના તેમણે વ્‍યક્‍ત કરી હતી.

વસુધારા ડેરીના ર્ડા.સિંગે જણાવ્‍યું હતું કે ડાંગ જીલ્લામાં પશુપાલકોએ વાછરડી ઉછેર યોજનામાં જોડાઈને આ ક્ષેત્રમાં આગળ આવવુ જોઈએ. ડાંગ જીલ્લાની ગાયોમાં કૃત્રિમ બીજદાન કરીને અહીંની આબોહવાને અનુકૂળ થાય તેવી સંકર ગાયોની જાતો બનાવવાથી ગાયો વધુ દૂધ આપશે. આ ઉપરાંત નાની વાછરડી ઉછેરથી એક ગાયની કિંમત આવશે. ફક્‍ત દૂધ માટે જ નહીં પરંતુ ગાયો તૈયાર કરવાથી પણ સારી અને વધુ આવક મળી રહે છે. નિયમિત ગાયની માવજત કરીએ તો આપણું પશુધન તંદુરસ્‍ત રહે છે. પહેલા ડાંગમાં દૂધનું ઉત્‍પાદન નહીવત ્‌ હતું હાલમાં ૨૦,૦૦૦ લીટર દૂધનું ઉત્‍પાદન થાય છે. હજુ પણ દૂધ વધે તેવો અમારો પ્રયાસ છે.

દગુનિયાના મહિલા પશુપાલક શ્રીમતિ ભાવનાબેને જણાવ્‍યું હતું કે ટ્રાયબલ સહાયથી મારી પાસે ફક્‍ત એક જ ગાય હતી. વાછરડી ઉછેરની યોજનામાં જોડાઈને આજે મારી પાસે સાત ગાયો અને સાત વાછરડીઓ છે. દૈનિક ૫૦ લીટર દૂધ ઉત્‍પાદન હું મેળવું છું. મારી આર્થિક પરિસ્‍થિતિ આજે પશુપાલન થી ખૂબ જ સારી છે. બરડપાણી,મલીન ગામના પશુપાલકોએ પોતાના પ્રશ્નોની ચર્ચા શિબિરમાં કરીને નિરાકરણ મેળવ્‍યું હતું. શિબિરમાં ૬૯૦ પશુપાલકોને સ્‍ટીલની બરણી,તપેલુ  પશુપાલનકીટ અર્પણ કરાઈ હતી

રાયન ઈન્‍ટરનેશનલ શાળાનું CBSC બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ પરીક્ષાનું ૧૦૦ ટકા પરિણામઃ


 સૂરતઃ અડાજણ વિસ્‍તારની નવયુગ કોલેજ પાસે રાયન ઈન્‍ટરનેશનલ  સ્‍કુલનું CBSC બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવીને વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના ચેરમેન ડો.એ.એફ.પિન્‍ટો અને ડાયરેકટર મેડમ ગેસ પિન્‍ટો અને આચાર્ય શ્રી શૈલેષ સુતરિયાએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા હતા. શાળાના છ વિદ્યાર્થીઓએ ૧૦ માંથી ૧૦ ગ્રેડ પોઈન્‍ટસ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં દિવ્‍ય પ્રકાશ પટનાયક, નિર્થ પંડયા, આસ્‍થા પટેલ, ધ્‍વની સચવાની, નગ્‍મા પટેલ, વૈશ્‍નવી ગુપ્તાનો સમાવેશ થાય છે.

બહીરીંગભાઈ નિનામાની ભાળ મળે તો જાણ કરશોઃ

સૂરતઃ સરથાણા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૯/૫/૧૩ના રોજ યોગીચોકના તીરુપતિ સોસાયટીની સામેના ખુલ્લા પોપડામાં રહેતા અને મૂળ એમ.પી.ના રતલામ જિલ્લાના બાજના તાલુકાના જમુવાણીયા ગામના રહેવાસી બહીરીંગભાઈ લુંજાભાઈ નિનામા(ઉ.વ.૬૦) રહેણાકથી કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્‍યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ આ. ૫.૫ ફુટ છે. સફેદ રંગનો શર્ટ તથા લીલા રંગની લુંગી પહેરી છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

નવી સીવીલ હો.માં સારવાર દરમિયાન અજાણ્‍યા વૃધ્‍ધનું નિધનઃ

સૂરતઃ ખટોદરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૮/૫/૧૩ના રોજ સાંજે ૬.૦૦ વાગે નવી સીવીલ હો.ના પાર્કીગ પાસેથી કુદરતી બિમારીના કારણે આશરે ૬૦ થી ૬૫ વર્ષના અજાણ્‍યા વૃધ્‍ધને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જયા તેનું રાત્રે ૭.૪૫ વાગે તેનું મૃત્‍યૃ થયું હતું. જે રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૪ ફુટ છે. સફેદ પેન્‍ટ પહેર્યું છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

બાળમજુરી નાબૂદી અભિયાન અન્‍વયે આઈ.એલ.ઓ. અને બાળમજુર પુનઃવસન સમિતિની બેઠક યોજાઈઃ ગત માસમાં ૧૫ બાળકોને છોડાવાયાઃ

સૂરતઃ બાળ મજુરી નાબુદી અભિયાન હેઠળ ટાસ્‍ક ફોર્સ અને નેશનલ ચાઈલ્‍ડ લેબર પ્રોજેકટ સો. સુરત તથા બાળમજુર પુનઃવસન અને કલ્‍યાણનિધી સંચાલક સમિતિની બેઠક ગતરોજ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી રેમ્‍યા મોહનના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી. આ બેઠકમાં બાળમજુરી અન્‍વયે મુકત કરાવેલા બાળકો માટે ૧૨ શાળાઓ પૈકી ૧૧ શાળાઓ શરૂ થઈ ચૂકી છે તેમજ અન્‍ય એક શાળા માંગણી કરવામાં આવી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. નાયબ શ્રમ આયુકતશ્રી પટેલે કહ્યું કે, ગત મહિને બે રેડ દ્વારા ૧૫ બાળકોને છોડાવવામાં આવ્‍યા હતા. જેમા પાંચ વ્‍યકિતઓ સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી હોવાનું કહ્યું હતું. બાળમજુરને કામે રાખનાર માલિકો સામે કડક કાર્યવાહી થાય તે દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા ડી.ડી.ઓ.એ તાકીદ કરી હતી. આગામી ૧૨મી જુનના રોજ વિશ્વ બાળમજુરી વિરોધી દિનની ઉજવણી અંગે જાગૃતિ રેલી તેમજ મુકત કરાવાયેલા બાળકોને શાળામાં પ્રવેશ આપવા અંગેની કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સંગીત, નૃત્‍ય, નાટય અને લોકકલા ક્ષેત્રે  પ્રદાન કરનાર કલાકારો પાસેથી ગૌરવ પુરસ્‍કારની પસંદગી માટે અરજીઓ મંગાવાઈઃ

સૂરતઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજયના સંગીત, નૃત્‍ય નાટય અને લોકકલાક્ષેત્રે વિશિષ્‍ટ અને ગણનાપાત્ર પ્રદાન કરનાર ગુજરાત રાજય અને રાજયની બહાર સ્‍થાયી થયેલા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરી રૂા.૫૧ હજારની રોકડ રકમ, સાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩ માટેના કલાકારોની પસંદગી કરી શકાય તે હેતુથી આવા સન્‍માનીય, નામાકિત અને સર્વમાન્‍ય કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કલાકારોએ અરજીમાં કલાકારનું નામ, સરનામું, ટેલીફોન/મો.નં., ગૌરવ પુરસ્‍કાર માટેનું કલાક્ષેત્ર, જે તે કલાક્ષેત્રમાં કરેલું પ્રદાન વગેરે વ્‍ગિતો સાથે સાદા કોરા કાગળ ઉપર રજીસ્‍ટર પોસ્‍ટ એ.ડી. કે રૂબરૂથી તા.૨૭/૬/૨૦૧૩ સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજય નાટક અકાદમી, બ્‍લોક નં.૯, પ્રથમ માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. ૨૦૧૧-૧૨ માટે અરજી કરી હોય પરંતું પસંદગી થઈ ન હોય તેવા કલાકારોએ પણ અરજી કરવાની રહેશે.  

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરઃ

સૂરતઃ રાજયના અનુસૂચિત જનજાતિની વસ્‍તી ધરાવતા ૧૨ જિલ્લાઓમાં યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૧૫ થી ૩૫ વર્ષના વય ધરાવતા યુવક-યુવતિઓ કે જેમાં સૂરત જિલ્લામાંથી પસંદગી થયેલા ૫૦ યુવક-યુવતિઓને માટે નિયત કરેલા સ્‍થળે સાત દિવસ માટે વ્‍યકિત્‍વ વિકાસ તેમજ યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે.  શિબિરાર્થીઓએ શારીરિક-માનસિક તેમજ આધ્‍યાત્‍મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોની પ્રત્‍યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. ભાગ લેનાર ઉમેદવારોને શિબિરના સ્‍થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજય સરકાર આપશે. જે માટે ઉમેદવારોએ સુરતની જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જુની કોર્ટ બિલ્‍ડીંગ, બહુમાળી ભવનનો સંપર્ક સાધવાનો રહેશે.

રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા ‘સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી નિર્માણની તકો' અંગે પરિસંવાદ યોજાયો મહિલા ઉમેદવારો માટેના વિવિધ અભ્‍યાસક્રમમાં 50 ટકા ફી માફી મળશે સુરક્ષા ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો

રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા શાહીબાગ, પોલીસ હેડક્‍વાટર્સ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે 'સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી નિર્માણની તકો' અંગે પરિસંવાદ યોજાયો હતો.

પોલીસ દળ, સંરક્ષણદળ તેમજ ખાનગી સુરક્ષા સંસ્‍થાઓમાં રોજગાર માટે માનવબળને આંતરિક સુરક્ષાના વિવિધ પાસાની વૈજ્ઞાનિક અને ટેકનિકલ કેળવણી આપતી દેશની પ્રથમ આંતરિક સુરક્ષા માટેની રક્ષાશકિત યુનિવર્સિટીમાં મહિલા ઉમેદવારોને વિવિધ અભ્‍યાસક્રમમાં 50 ટકા ફી માફી આપવામાં આવે છે. તેમજ પ્રવેશ ટકાવારીમાં 5 ટકા વધારાના ઉમેરવામાં આવે જેથી મહિલાઓને પ્રવેશ પ્રોત્‍સાહન મળશે એમ રક્ષાશકિત યુનિવર્સિટીના મહાનિયામક શ્રી ઓ.પી.માથુરે જણાવ્‍યું છે.

એન.સી.સી.ના મેજર જનરલ દિલાવરસિંઘે આર્મી, નેવી, એરફોર્સ તેમજ એન.સી.સી.માં કારકિર્દી ઘડતર અંગે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે કોર્સ સંબંધી વિસ્‍તૃત જાણકારી આપી હતી. એન.સી.સી. દ્વારા ગુજરાતના આઠ વિદ્યાર્થીઓ વિદેશ યુવા કલ્‍ચરને પરસ્‍પર વિચાર વિનિમય માટે જવાના છે જે ગૌરવપુર્ણ છે એમ શ્રી સિંઘે જણાવ્‍યું હતું.

રજિસ્‍ટ્રાર શ્રી ધીરજ પારેખે સ્‍વાગત પ્રવચનમાં અભ્‍યાસમાં સફળ કારકિર્દી બનાવનાર ઉમેદવારોને પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તેમજ કોન્‍સ્‍ટેબલ ભરતી પરીક્ષામાં ટકાવારી મુજબ ગુણ ઉમેરવામાં આવે છે તેમ જણાવ્‍યું હતું.

તાજેતરની ભરતી પરીક્ષામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે યુનિવર્સિટીના 32 અને 10 વિદ્યાર્થી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરની મૌખિક મુલાકાત માટે  પસંદ થયા છે. જ્‍યારે 17 યુવાનો ગુજરાત ઔદ્યોગિક સુરક્ષાદળમાં, 10 ટ્રાફિક બ્રિગેડ, 2 આઇ.ટી.આઇ. ઇન્‍સ્‍ટ્રકટર, 1 એરફોર્સ તેમજ કેટલાક પ્રાઇવેટ સિક્‍યુરીટીમાં નિમણૂંક પામ્‍યા છે તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે સંરક્ષણ સેવા ભરતી પૂર્વ તાલીમાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. પરિસંવાદમાં નાયબ મહા નિયામક શ્રી વિકાસ સહાય, રોજગાર અધિકારી  જે.ડી.રાઠવા, ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એસ.મલ્‍હી, આસી. પ્રોફેસર ટેલિ કોમ્‍યુનિકેશન ચંદ્રેશ પારેખ, ગ્રંથપાલ પ્રજ્ઞેશ પારેખ સર્ર્વેએ સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી સંદર્ભે સૌને માહિતગાર કર્યા હતા.

 

 

અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સભાસરઘસ પર પ્રતિબંધ

અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક ભડીયાદ ગામે હજરત શહીદ પીર મહેમુદશાહ બુખારી બાવાની દરગાહ પર ઉર્સ (મેળો) ભરાનાર હોવાથી અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં  તા.14-6-2013 સુધી ચારથી વધુ માણસોની સભા સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ, ફુટપાથની ગલીઓ, પેટાગલીઓ પર આ પ્રતિબંધ લાગુ પડશે. કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે અમલી આ હુકમ નોકરી પરના સરકારી, ફરજ પરના હોમગાર્ડસ અને ધાર્મિક તેમ મરણોત્તર કામ માટે લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી કે.કે.દૂધાતે જણાવ્‍યું છે.

અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન

રાજ્‍યના અનુસૂચિત જનજાતિની વધુ વસતી ધરાવતા 12 જિલ્લાઓના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આશિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્‍યકિતગત વિકાસ માટે યુવક મંડળની સ્‍થાપના, રચનાની કાર્યપધ્‍ધતિ, પંચાયતી માળખાનો ખ્‍યાલ, નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે જેહાદ, રાષ્‍ટ્રીય એકતા તેમજ યુવકોની શકિતઓને રચનાત્‍મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્‍યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્‍યાત્‍મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા પ્રત્‍યક્ષ નિદર્શન કરવામાં આવશે.

રાજ્‍યના 12 જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના 15થી 35 વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્‍ય સરકારે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરની યોજના અમલમાં મુકી છે. જેમાં પ્રત્‍યેક જિલ્લામાંથી પસંદગી પામેલ 50 યુવક-યુવતીઓ માટે નિયત કરેલ સ્‍થળે સાત દિવસ માટે શિબિર યોજવામાં આવશે.

શિબિરાર્થીઓને શિબિરના સ્‍થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસખર્ચ રાજ્‍ય સરકાર ભોગવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતા માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓને સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીનો સંપર્ક સાધવા કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રવિશંકર રાવળ કલા ભવન ખાતે સમકાલિન કલાકારોની સંકલિત કલાકૃતિઓના પ્રદર્શનનું આયોજન

ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી આયોજિત અને સી.વી.એમ.કોલેજ ઓફ ફાઇન આર્ટસ, વલ્લભ વિદ્યાનગર તથા રૂસ્‍તમ તાલ્‍યારખાન ફાઇન આર્ટસ ઇન્‍સ્‍ટીટયુટ, નારગોલના સંયુકત ઉપક્રમે યોજાયેલ સમકાલિન કલાકારોના કેમ્‍પમાં તૈયાર થયેલ કલાકૃતિઓના સંકલિત પ્રદર્શનને રવિશંકર રાવળ કલાભવન, લો ગાર્ડન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે તા.3-6-2013ના રોજ સાંજના 5-00 કલાકે રમતગમત યુવા અને સાંસ્‍કૃતિ પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવશ્રી, ભાવેશ એરડાના હસ્‍તે ખુલ્લુ મૂકવામાં આવશે. કલા પ્રેમીઓને  આ પ્રદર્શન નિહાળવા લલિત કલા અકાદમીના સચિવ શ્રી જીતેન્‍દ્ર ઠકકરની યાદીમાં જણાવાયું છે.

રંગમંચલક્ષી કલા ક્ષેત્રના ગૌરવ પુરસ્‍કારની પસંદગી અંગેની જાહેરાત

સંગીત, નૃત્‍ય, નાટય અને લોકકલા ક્ષેત્ર માટેના વર્ષ 2012-13ના ગૌરવ પુરસ્‍કાર

ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્‍યના સંગીત, નૃત્‍ય, નાટક અને લોકકલા ક્ષેત્રે વિશિષ્‍ટ અને ગણનાપાત્ર પ્રદાન કરનારા ગુજરાત રાજ્‍ય કે રાજ્‍યની બહાર સ્‍થાયી થયેલા ગુજરાચના કલાકારોને ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવે છે. પુરસ્‍કારમાં રૂા.51,000/-ની રોકડ રકમ, શાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ 2012-13 માટેના કલાકારોની પસંદગી કરી શકાય તે માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આથી આવા સન્‍માને પાત્ર કલાકારોએ વિવિધ વિગતો જેવીકે કલાકારનું નામ, સરનામું, ટેલીફોન / મોબાઇલ નંબર, ગૌરવ પુરસ્‍કાર માટેનું કલાનું ક્ષેત્ર, જે તે કલાક્ષેત્રમાં કરેલ પ્રદાન ભલામણ કરનારનું નામ, સરનામુ જેવી વિગતો સાથે અરજદાર કલાકરશ્રીએ તેમની અરજી ગુજરાતીમાં સાદા કોરા કાગળ ઉપર જિસ્‍ટર પોસ્‍ટ એ.ડી.થી કે રૂબરૂ હાથો હાથ મળે તે રીતે તા.27-6-2013 સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, બ્‍લોક નં-9, પ્રથમ માળ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે.

આ પુરસ્‍કાર કોઇપણ ક્ષેત્રમાં જીવનપર્યંત ફકત એકવાર મળવાપાત્ર હોઇ આ અગાઉ જે કલાકારશ્રીઓએ ગૌરવ પુરસ્‍કાર સન્‍માનિત કરવામાં આવેલ છે તેઓએ અરજી કરવાની રહેશે નહીં. આ અગાઉ વર્ષ 2011-12 માટે અરજી કરી હોય પરંતુ પસંદગી પામેલ ન હોઇ તેવા કલાકારો માટે પણ નવેસરથી અરજી કરવાની રહેશે તેમ ર્ડા. પ્રદીપ આઝાદ, સચિવ, ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

લોકસભા / વિધાનસભા પેટા ચૂંટણી

શ્રમ યોગીઓ / કર્મચારીઓ મત આપી શકે તે માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવાની રહેશે

રાજ્‍ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા.2-6-2013ને રવિવારના રોજ 2-બનાસકાંઠા, 11-પોરબંદર લોકસભા મત વિભાગ તેમજ 61-લીંબડી, 74-જેતપુર, 75-ધોરાજી અને 125-મોરવા હડફ(અજજ) ગુજરાત વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે.

ગુજરાત દુકાનો અને સંસ્‍થા અધિનિયમ-1948ની કલમ-18-(1)(બ)(ક) હેઠળ શ્રમયોગીઓ/ કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેન્‍કો, રાષ્‍ટ્રીય, ખાનગી સહકારી બેન્‍કો અને રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યક સેવાઓ અંગેની રેલ્‍વે, ટેલીફોન તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્‍ય સંસ્‍થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્‍પિટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય સંસ્‍થાઓ / કચેરીઓ માટે તા.2-6-2013 રવિવારના ચૂંટણીના સબંધિત દિવસે જે તે વિસ્‍તારમાં જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્‍થાઓ ચાલુ રાખીને અવેજી/બદલીમાં મતદાનના દિવસે રજા આપવી. જો સબંધિત વિસ્‍તારમાં કોઇ કારણસર તેમ ન થઇ શકે તેમ હોય ત્‍યાં વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા તરીકે આવા કર્મચારીઓ / શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી 3(ત્રણ) કલાકની ખાસ રજા આપવા નાયબ શ્રમ આયુકત, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

ડિપ્‍લોમા ઇન હેન્‍ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ અંગે

ભારત સરકાર સંચાલીત ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેન્‍ડલુમ ટેકનોલોજી, જોધપુર (રાજસ્‍થાન) ખાતે જુલાઇ-2013થી શરૂ થતાં ત્રણ વર્ષના ડીપ્‍લોમા ઇન હેન્‍ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્‍છતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, બ્‍લોક નં-7/1, ઉદ્યોગ ભવન, ઘ-4, સેકટર-11, ગાંધીનગર        તા.15-6-2013 સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્‍ય લખવાનો રહેશે.

આ કોર્ષમાં પ્રવેશ માટે ઉમેદવારે ધોરણ-10 અંગ્રેજી વિષય સાથે 45 ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ. ગણિત વિજ્ઞાનના વિષયોમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મળેવેલ હોવા જોઇએ. અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારો માટે 5 ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની વય તા.1-7-2013ના રોજ 15થી 21 વર્ષ હોવી જોઇએ. તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ઉમેદવારો માટે 15થી 23 વર્ષની હોવી જોઇએ. ત્રણ વર્ષના કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારોને તેની નિયમિતતા અને કામગીરી ધ્‍યાને લઇ પ્રથમ વર્ષે રૂા.400/-, બીજા વર્ષે રૂા.450/- અને ત્રીજા વર્ષે રૂા.500/- લેખે માસિક શિષ્‍યવૃત્તિ સંસ્‍થા તરફથી ચૂકવવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારે સ્‍ટાઇપેન્‍ડ બોન્‍ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં આવે ત્‍યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે એમ કુટીર અને ગ્રામોદ્યોગના સંયુકત નિયામકની યાદીમાં જણાવાયું છે.

ધો-1 થી ધો-12નાં પાઠય પુસ્‍તકનું વેચાણ શરૂ કરાયું

ગુજરાત રાજ્‍ય શાળા પાઠયપુસ્‍તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં ધો-1 થી 12ના તમામ પાઠયપુસ્‍તકોનું પૂરતા પ્રમાણમાં છાપકામ કરવામાં આવેલ છે. શૈક્ષણિક સત્ર-2013 શરૂ થાય તે પહેલાં રાજ્‍યના દરેક બાળકો જરૂરીયાત મુજબનાં પુસ્‍તકો મળી રહે એ પ્રકારનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે મંડળ દ્વારા નિયુક્‍ત કરેલ રાજ્‍યના જિલ્લાકક્ષાના વિતરકો મારફતે રાજ્‍યના તમામ વિસ્‍તારોમાં પાઠયપુસ્‍તકોના વેચાણની કામગીરી તા.20-5-2013થી શરૂ કરવામાં આવેલ છે તેમ શ્રી એચ.કે.પટેલ, નિયામક ગુજરાત રાજ્‍ય શાળા પાઠયપુસ્‍તક મંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.

ચૂંટણીમાં શ્રમયોગીઓ,કર્મચારીઓ મત આપી શકે તેવી વ્‍યવસ્‍થા કરવા અંગે

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા તા. ૦૨/૦૬/૨૦૧૩, રવિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની  પેટા ચૂંટણી-૨૦૧૩ યોજાનાર છે. ગુજરાત દુકાનો અને સંસ્‍થા અધિનિયમ ૧૯૪૮ ની કલમ-૧૮ (૧) (બ) (ક) હેઠળ શ્રમયોગીઓ-કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેંકો, રાષ્‍ટ્રીય અને ખાનગી બેંકો તથા સહકારી બેંકો અને રાજ્ય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલ્‍વે, ટેલિફોન, તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્‍થાઓ, હોટલો, ઔધોગિક એકમો, કારખાનાઓ ફેકટરીઓ સરકારી હોસ્‍પિટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બિગ્રેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય સંસ્‍થાઓ/કચેરીઓ માટે તા. ૦૨/૦૬/૨૦૧૩, રવિવારના ચૂંટણી સંબંધિત દિવસે ઉકત સમગ્ર વિસ્‍તારમાં જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં બદલીમાં મતદાનના દિવસે રજા આપવી. જો સંબંધિત વિસ્તારમાં કોઇ કારણસર તેમ થઇ શકે તેમ ન હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી,શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી ૩ (ત્રણ) કલાકની ખાસ રજા આપવા મદદનીશ શ્રમ આયુક્ત પાલનપુર ધ્વારા જણાવાયું છે.. 

ચૂંટણીમાં ફોટાવાળી મતદાર કાપલીથી મત આપી શકાશે.''

મતદાન મથક ખાતે હાજર બુથ લેવલ ઓફિસર (બીએલઓ) પાસેથી મતદાર કાપલી મળશે.''

તા.૨ જી જુનના રોજ સવારે-૭ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં મતદાન માટે ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદારોને તેમના મતદાન મથક, મતદારયાદીના ભાગ તથા તેમના અનુક્રમની જાણકારી તેમજ મતદાન માટેના ઓળખના પુરાવા તરીકે ફોટાવાળી મતદાર કાપલીનું બુથ લેવલ ઓફિસર (બીએલઓ) ધ્વારા ઘેર ઘેર વિતરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જે. જી. હિંગરાજીયાએ જણાવ્યું છે કે, કોઇ કારણસર ફોટાવાળી મતદાર કાપલી ન મળી હોય તેવા મતદારોને મતદાનના દિવસે એટલે કે તા.૨/૬/૨૦૧૩ ના રોજ સંબંધિત મતદાન મથક ખાતે હાજર બુથ લેવલ ઓફિસર (બીએલઓ) પાસેથી ફોટાવાળી મતદાર કાપલી નાગરિકોને મળી શકશે.જેની નોંધ લેવા જણાવાયું છે.

સાબરકાંઠા  જિલ્લામાં આજે ૭ ગામોમાં કૃષિ મહોત્સવનું  સમાપન

સાબરકાંઠા જિલ્લામાં તારીખ ૩૧/૫/૧૩ નારોજ ૭ ગામોમાં કૃષિરથ પરીભ્રમણ કરી ખેડૂતોને માર્ગદર્શન આપ્‍યુ હતું જેમાં હિંમતનગર તાલુકાના ચાંદરણી, મોતીપુરા,કડોદરી વાસણા(ચા), ખેડ, હમીરગઢ(ખે), અરજણપુરા, રાયસીંગપુર, ધનપુરા, ભિલોડામાં ભવાનપુર, રૂદરડી, બેચરપુર, દોલતપુર, શામળાજી શામળપુર, વેણપુર, પાલ્લા ખેડબ્રહમામાં ગણેર, ખંઠોરા, દેલવાડા , દાંતીયા,ઓબીસર , મતરવાડા  કાલીકોકણ, ઓજણી, ઝીંઝણા, અજાવાસ, ઇડરમાં રતનપુર, મસાલ, બરવાવ, સુરપુર, ખાસકી, મેઘરજમાં જરડા, ગાયવાછરડા, વડથલી, ગોઢા, પહાડીયા, લાલપુર, વાંક. કોટડ, રોલા, બાયડમાં ઉંટરડા ,તેનપુરલીંબ, વાસણી, માથાસુલીયા, ચાંદરેજ, મોડાસામાં - ઇટાડી, ગલસુંદરા, બાયલ, ઢાંખરોલ, નવા વડવાસા, જૂના વડવાસા, કિશોરપુરા ગામે કૃષિ મહોત્સવના સમાપનનો કાર્યક્રમ યોજાયો હતો.

કૃષિ મહોત્સવ એ સર્વાંગી વિકાસનો પાયો છે.........રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા

ગાંઘીનગર જિલ્‍લા કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પુર્ણાહુતિ સમારંભ ગુજરાત રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહાની ઉપસ્‍થિતિમાં ગાંઘીનગર તાલુકાના આલમપુર ખાતે યોજાયો

ગાંઘીનગર જિલ્‍લામાં આજરોજ કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પુર્ણાહુતિ સમારંભ ગુજરાત રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહાની ઉપસ્‍થિતિમાં ગાંઘીનગર તાલુકાના આલમપુર ગામ ખાતે યોજાયો હતો. મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા અને જિલ્લા પ્રભારી સચિવ શ્રી ર્ડા. સંજય પ્રસાદે પશુ આરોગ્ય કેમ્પની મુલાકાત લઇ બકરીને ડી વોર્મીંગની દવા પીવડાવી હતી. તેમજ કૃષિ રથનું બારીકાયથી નિરીક્ષણ કર્યું હતું.      આ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ એ સર્વાંગી વિકાસનો પાયો છે. સર્વાંગી વિકાસના પાયાને મજબૂત કરવાના ઉમદા આશયથી આઠ વર્ષ અગાઉ સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા સત્તર દિવસથી સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવ જે તે તાલુકા પંચાયતની સીટ અનુસાર યોજાઇ રહયો છે. કૃષિ મહોત્સવ સાથે કૃષિ રથ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબની ખેતી અને કૃષિ સંલગ્ન તથા અન્ય રાજય સરકારની યોજનાઓની જાણકારી આપવાના ઉમદા આશયથી સાંકળવામાં આવ્યો છે.   વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ થકી આજે રાજયના ડાંગ જેવા અંતરિયાળ જિલ્લામાં પણ ગ્રીન હાઉસ અને પોલીનેટ હાઉસની યોજનાઓનો લાભ લઇ ખેડૂતો ખેતી કરતા થયા છે. રાજયમાં કૃષિક્ષેત્રે થોડાક વર્ષમાં એક નવી ક્રાંતિ આવી છે, જે વાતની સાબિતી ગુજરાતનો બે આંકડાએ પહોંચી ગયેલ કૃષિ વિકાસ દર આપી રહ્યો છે. તેમણે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રીપ ઇરીગેશન જેવી પઘ્ઘિતિઓ અપનાવવા પણ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું. પશુ આરોગ્ય કેમ્પ થકી લોકોમાં પશુપાલન અંગેની જાગૃતતા કેળવાઇ છે.     આ પ્રસંગે મહાનુભાવોના હસ્‍તે જુગાજી મહોબતસિંહ વાઘેલા, દલપતસિંહ બળવંતસિંહ વાઘેલા, અંબાલાલ કચરાભાઇ પટેલ અને સુરેશભાઇ માઘાભાઇ પટેલને ટ્રેકટર સહાયના રૂપિયા ૪૫ હજારના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ શિહોલી ગામના સરપંચશ્રીને ગામનો ફર્ટીલીટી મેપ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. દશેલા, આલમપુર અને શિહોલી ગામના કુલ-૩૫ લાભાર્થીઓને કૃષિ તથા પશુપાલન કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું હતું.       રાજય સરકારની વિવિઘ સહાય યોજનાઓ વિશેની માહિતી કલાકારો દ્વારા ગ્રામજનોને નાટક, ભવાઇ અને લોક ડાયરા જેવા કાર્યક્રમ રજૂ કરીને આપવામાં આવી હતી. મહાનુભાવોનું ઉષ્‍માભર્યું સ્‍વાગત આલમપુર ગામની નાની દીકરીઓએ કંકુ તિલક કરીને કર્યું હતું.      આ પ્રસંગે જિલ્‍લાના સમાહર્તા શ્રી બી. જે. ભટ્ટે મહાનુભાવોનું શાબ્દિક સ્‍વાગત કર્યું હતું. જિલ્‍લા ખેતી અઘિકારી શ્રી કે. કે. પટેલે આભાર વિઘી કરી હતી.      આ પ્રસંગે પ્રાંત અઘિકારી શ્રી પ્રકાશ મકવાણા, મામલતદાર શ્રી સોનલબેન પઢેરિયા, આલમપુર ગામના સરપંચ શ્રી સ્‍મિતા કે. પટેલ, શિહોલી ગામના સરપંચ શ્રી રામસિંગ બાબુસિંગ ઠાકોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. 

સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અરજી કરો

મહેસાણા જિલ્લા ખાતે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ કોલેજ જેમાં આર્ટસ,કોર્મસ અને સાયન્સ તથા એમ.એ,એમ.કોમ,એમસ.એસ.સી,બી.એડ,બી ફાર્મ,હોમિયોપેથીક એલ.એલ.બી, એન્જીનીયરીંગ ડીગ્રી ડિપ્લોમા તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વર્ગ (બક્ષીપંચ)ની બહેનો માટે વિનામુલ્યે રહેવા,જમવાની સંપુર્ણ સુવિધાવાળું સરકારી કન્યા છાત્રાલય (વિ.જા) મહેસાણામાં ચાલી રહી છે.

આ છાત્રાલયમાં ગ્રામ્ય વિસ્તારમાં આવતી બેહનો માટે રૂપિયા ૭૯,૫૦૦ તથા શહેરી વિસ્તારમાંથી આવતી બહેનો માટે ૧,૦૬,૦૦૦ વાર્ષિક આવક મર્યાદા ધરાવતી બેહનોને પ્રવેશ આપવામાં આવે છે.

સરકારી કન્યા છાત્રાલય (વિ.જા) મહેસાણા સરદાર ડેરીસામે આર.ટી.ઓ ઓફિસની પાછળ મહેસાણા ૦૨ માં ચાલી રહી છે. આ માટે જિલ્લાસમાજ કલ્યાણ અધિકારી  બ્લોક નં-૪,ભોંયતળીયે મહેસાણા-૦૧ ૦૨૭૬૨-૨૨૧૮૭૩ પર સંપર્ક સાધવાનો રહેશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

કૃષિ મહોત્સવ અંતર્ગત  માહિતી ખાતા દ્વારા સમી તાલુકાના વાગોસણ ગામે લોકડાયરો યોજાયો

પાટણ જિલ્લાના સમી તાલુકાના વાગોસણ ગામે કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો અને પશુપાલન અધિકારોએ કૃષિ, બાગાયતી, આધુનિક કૃષિ ઓજારો, ટપક સિંચાઇ અને પશુપાલનને લગતી ખેડૂતોને જાણકારી આપી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને કૃષિ કીટસ અને પશુ કીટસનું પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડૂતો અને પશુપાલકોને ભવાઇ, લોકડાયરા તથા કથાકિર્તન દ્વારા મનોરંજન સાથે કૃષિ, બાગાયતી અને પશુપાલનનું જ્ઞાન મળી રહે તે માટે જિલ્લા માહિતી કચેરી, પાટણ દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાના કલાકારોએ આધુનિક ખેતી અને પશુપાલનને લગતું જ્ઞાન મનોરંજન સાથે પીરસ્યું હતું. લોકડાયરો ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

સમી તાલુકાના ગોધાણા ગામે કૃષિરથનું આગમન

ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અનુરોધ કરતા ખેતી અધિકારીશ્રી ચૌધરી

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામે કૃષિરથનું આગમન થયું હતું. જેમાં ગોચનાદ, બાબરી, ચાંદરણી, બિસમીલ્લા અને રામપુરા ગામના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા.    આ પ્રસંગે ખેતી અધિકારીશ્રી ર્ડા.પી.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે, હવે નાના ખેડૂતોએ પણ ચીલાચાલુ ખેતીથી દુર રહીને પોતાની ખેતીમાં તાંત્રિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઇએ. કૃષિ મહોત્સવથી ખેડૂતોમાં જાગૃત્તિ આવી છે. ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહયા છે. જેનાથી રાજયનો કૃષિ દર વધતો જઇ રહયો છે. વધુમાં ર્ડા. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની જમીન વધુ ખારાશવાળી છે. ટપક સિંચાઇ પધ્ધતિથી પાણીનો સમુચિત ઉપયોગ અને જયાં પાણીનો આવરો હોય ત્યાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ. જમીનની લેબોરેટરી કરાવી જરૂરી પોષક તત્વોની ઉણપ દુર કરવી જોઇએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી સેન્દ્રીય ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઇએ.

આ પ્રસંગે સમી વિસ્તરણ અધિકારીશ્રી એસ.પી.રાણાએ પણ ખેડૂતોને પાણીનું મુલ્ય સમજાવ્યું હતું. ઓછા પાણીએ સારી ખેતી થાય તે માટે આધુનિક પધ્ધતિથી ખેતી કરવા જણાવ્યું હતું. નવા સંશોધિત બિયારણો, જૈવિક ખેતી વિશે માહિતી આપી ખેડૂતોને ઉત્તમ ખેતી કરવા જણાવ્યું હતું.

બાગાયતી ખાતાના અધિકારીશ્રી એલ.કે.પટેલે પણ બાગાયતી ખેતી કરી વધુ નફો મેળવી શકાય તેની સવિસ્તાર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, તલાટીઓ, ગ્રામસેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

પાટણ જિલ્લામાં સભા સરઘસબંધી

પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે સારુ સાવચેતીના પગલાંની આવશ્યકતા રહે છે.

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની (સને. ૧૯૫૧ ના ૨૨) ની કલમ-૩૭(૩) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૦૬/૧૩ ના ૦-૦૦ કલાકથી તા. ૩૦/૦૬/૧૩ના રોજ ૨૪-૦૦ કલાક સુધી દિવસો સુધ્ધાંત મુદત માટે કોઇપણ સરઘસ કે ચાર કરતાં વધુ વ્યકિતઓની મંડળી માટે મનાઇ ફરમાવી છે. સદરહુ આદેશ (૧) સરકારી નોકરીમાં હોય તેવી વ્યકિતઓને, (૨) ફરજ ઉપર હોય તેવી વ્યકિતઓને, (૩) કોઇ લગ્નના વરધોડાને, (૪) કોઇ સ્મશાન યાત્રાને, (પ) સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવેલ સમારંભ કે સરઘસને, (૬) ચૂંટણીની કાયદેસરની પ્રક્રિયાને લાગુ પડશે નહીં.

જાહેર જગ્યાઓ પર સી.સી. ટીવી કેમેરા લગાવવા જાહેરનામું

ગંભીર અનડીટેકટેડ ગુનાઓના ઇન્વેસ્ટીગેશન દરમ્યાન ગુનેગારોને શોધી કાઢવા માટે હાઇવેના દરેક હોટલ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બેંકો, મંદિરો વગેરે સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા વીથ રેકોર્ડીંગ સીસ્ટમ હોવી જોઇએ. હાઇવે ઉપરની હોટલો અને પેટ્રોલ પંપો ઉપર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી ગુનેગારોને પકડી શકાય. ગુનાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુના કરતા અટકે છે. આ રીતે નાગરિકોના જાન અને માલ બચે છે.

પાટણના  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે  એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ રાષ્ટ્રીય, ખાનગી, સહકારી બેંકો, પેટ્રોલ પંપો, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્ટરો, હોટલો, મોટા મંદિરો તેમજ સિનેમા ઘરોએ સી.સી.ટી.વી. કેમેરા કેશીયરની કેબીન ઉપર, મેઇન દરવાજા ઉપર, બેંકના એટીએમની કેબીનમાં તથા ટ્રેઝરી ઉપર તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા તેમજ ડેટા છ માસ સુધી સાચવી રાખવો. સદરહું ડેટા પોલીસ અધિકારી તરફથી માગણી કર્યે આપવાનો રહેશે.

પાટણ જિલ્લામાં હથિયારબંધી ફરમાવાઇ

પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તે હેતુથી પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે હથિયારબંધી ફરમાવી છે.

મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૦૬/૧૩ ના ૦-૦૦ કલાકથી તા. ૩૦/૦૬/૧૩ના રોજ ૨૪-૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાંત નીચે મુજબના કૃત્યો કોઇપણ ઇસમને નહી કરવા ફરમાન કરાયું છે. જે મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવા સામે, જલ્‍દી સળગી ઉઠે તેવા પદાર્થો બનાવવાની કે એકઠા કરવાની કે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાનું, પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જુસ્સાદાર ભાષણ કરવાનું કે, નનામીઓ કે પૂતળા કાઢવાનું કે, ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરેલ તેવા ચિત્રો તૈયાર કરવાનું પ્રદર્શિત કરવા સામે, ધાર્મિક કે સામાજિક લાગણી દૂભાય તેવા સુત્રો પોકારવા સામે, નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવા, વાણી ઉચ્ચારવા, નીતિનો ભંગ થાય તેવા હાવભાવ કરવા, ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડો તૈયાર કરવાનું ઉપયોગ કરવા સામે મનાઇ ફરમાવી છે.

આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

પોતાની ફરજ અંગે ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે હથિયાર રાખવા પડતા હોય તેવા સરકારી કર્મચારીઓને, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાટણ/રાધનપુર/સમી/સિધ્ધપુર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પાટણ, વિભાગીય પોલીસ અધિકારીશ્રીઓ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓ તથા કોઇ પોલીસ અધિકારીશ્રીએ શારીરિક અશકિતના કારણે લાકડી અગર સોટી રાખવાની પરવાનગી આપી હોય તેવા ઇસમોને લાગુ પડશે નહીં.

વઢિયાર પંથકના અરીઠાના બાબુરામભાઇએ ૪૦ વીઘામાં ટપક પધ્ધતિથી ૬૦૦ મણ જીરૂં પકવ્યું

અહેવાલ- બી.પી.બુસા, જિલ્લા માહિતી કચેરી, પાટણ.

પાટણ જિલ્લો એટલે ગાજર-વરીયાળી, દિવેલા, કપાસ અને ઘઉંનું ઉત્પાદન પકવતા જિલ્લા તરીકેની ઓળખ છે. પરંતુ આજે પાટણ જિલ્લાનો ખેડૂત દાડમની ખેતી તરફ મીટ માંડતો થયો છે અને હવે મસાલામાં ઉપયોગમાં લેવાતું મોંઘા મુલું જીરૂં પકવતો થયો છે.પાટણ જિલ્લામાં જીરૂં થતું પરંતું ખુબ ખર્ચાળ ખેતી તરીકેની વ્યાખ્યામાં આવતું એટલે ખેડૂતો તેના પ્રત્યે ઓછી રૂચિ ધરાવતા હતા. પરંતું રાજય સરકારના કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને સારૂં માર્ગદર્શન અને પાકોની જાણકારી મળી રહે છે. જેના સારા પરિણામો છેલ્લા નવ વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં મળી રહયા છે. આવા પરિણામના ભાગીદાર બનવામાં જેમણે કદમ મીલાવ્યા છે એવા વઢિયાર પંથકના સમી તાલુકાના અંતરિયાળ ગામ અરીઠાના ખેડૂત પટેલ બાબુરામભાઇ ગંગારામભાઇ. શ્રી બાબુરામભાઇએ ચાલુ વર્ષે ૪૦ વીઘાનું ટપક સિંચાઇ પધ્ધતિથી જીરાનું વાવેતર કરેલ. જેમાં તેમણે ૬૦૦ મણ જીરાનું ઉત્પાદન મેળવી સરેરાશ એક વીઘામાં ૧૫ મણ જીરૂં પકવેલ. તેમણે બાજુનf ખેતરમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના નીક પધ્ધતિથી પાંચ વીઘામાં જુરાનું વાવેતર કરેલ. જેમાં એક વીઘે ૪ મણ જીરાનું ઉત્પાદન થયું હતું. આમ, ટપક સિંચાઇ પધ્ધતિથી જીરાની ત્રણ ઘણી વધારે ઉપજ થઇ હતી. ટપક સિંચાઇથી ઓછા પાણી અને નીંદામણ ન થવાથી મજુરી ખર્ચ પણ બચી ગયો હતો. આમ, ઓછા ખર્ચે જીરાનું વધુ ઉત્પાદન મેળવ્યું હતું.

આજુબાજુ વિસ્તારના ખેડૂતો જીરાના પાકની મુલાકાત લેવા આવતા ત્યારે પ્રગતિશીલ ખેડૂત બાબુરામભાઇ પોતાના અનુભવના આધારે ઉંચા મસ્તકે કહેતા કે, જે પધ્ધતિથી વડવાઓ ખેતી કરતા તે મોંઘી પડે છે, પરંતું હવે આધુનિક ઢબે ખેતી કરી ખેતીને એક ઉદ્યોગ તરીકે અપનાવવો જોઇએ.