સૂરતઃ અડાજણ વિસ્તારની નવયુગ કોલેજ પાસે રાયન ઈન્ટરનેશનલ સ્કુલનું CBSC બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવીને વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના ચેરમેન ડો.એ.એફ.પિન્ટો અને ડાયરેકટર મેડમ ગેસ પિન્ટો અને આચાર્ય શ્રી શૈલેષ સુતરિયાએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના છ વિદ્યાર્થીઓએ ૧૦ માંથી ૧૦ ગ્રેડ પોઈન્ટસ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં દિવ્ય પ્રકાશ પટનાયક, નિર્થ પંડયા, આસ્થા પટેલ, ધ્વની સચવાની, નગ્મા પટેલ, વૈશ્નવી ગુપ્તાનો સમાવેશ થાય છે.
બહીરીંગભાઈ નિનામાની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ સરથાણા પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૨૯/૫/૧૩ના રોજ યોગીચોકના તીરુપતિ સોસાયટીની સામેના ખુલ્લા પોપડામાં રહેતા અને મૂળ એમ.પી.ના રતલામ જિલ્લાના બાજના તાલુકાના જમુવાણીયા ગામના રહેવાસી બહીરીંગભાઈ લુંજાભાઈ નિનામા(ઉ.વ.૬૦) રહેણાકથી કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ આ. ૫.૫ ફુટ છે. સફેદ રંગનો શર્ટ તથા લીલા રંગની લુંગી પહેરી છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
નવી સીવીલ હો.માં સારવાર દરમિયાન અજાણ્યા વૃધ્ધનું નિધનઃ
સૂરતઃ ખટોદરા પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૨૮/૫/૧૩ના રોજ સાંજે ૬.૦૦ વાગે નવી સીવીલ હો.ના પાર્કીગ પાસેથી કુદરતી બિમારીના કારણે આશરે ૬૦ થી ૬૫ વર્ષના અજાણ્યા વૃધ્ધને સારવાર માટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેનું રાત્રે ૭.૪૫ વાગે તેનું મૃત્યૃ થયું હતું. જે રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૪ ફુટ છે. સફેદ પેન્ટ પહેર્યું છે. વાલી વારસોએ ખટોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો