રાજ્યના એકમાત્ર ગિરીમથક સાપુતારા ખાતે છેલ્લા ૧૧ દિવસથી ચાલતા સમર ફેસ્ટીવલ-૨૦૧૩ નો સમાપન સમારોહ જીલ્લા કલેકટરશ્રી જી.આર.ચૌધરી, હોટલ એસોશીયેશન ના પ્રમુખશ્રી બલવંત પઠારે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સહેલાણીઓના આકર્ષણ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષભરમાં ત્રણ મહોત્સવ યોજાય છે. તે પૈકી ૨૦ મેથી શરૂ થયેલા આ ગ્રીષ્મ મહોત્સવમાં દરરોજ ખૂબ જ આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં લોકડાયરો,નાટક,હાસ્ય દરબાર,બુગી-વુગી વિનર ક્રિએટીવ ડાન્સ,અંતાક્ષરી, સ્થાનિક લોકનૃત્યો,જુનિયર વોલીવુડ કલાકારો અને છેલ્લા દિવસે સુભાષ એન્ડ પાર્ટી-વલસાડ દ્વારા ઓર્કેષ્ટ્રા ના કાર્યક્રમે સહેલાણીઓને મનભરી ડોલાવ્યા હતા. સમાપન સમારોહમાં સહેલાણીઓને સંબોધતા ડાંગ કલેકટરશ્રી જી.આર.ચૈાધરીએ જણાવ્યું હતું કે રાજ્યના એકમાત્ર ગિરીમથકના બ્યુટીફિકેશન માટે સરકારશ્રી તત્પર છે. સાપુતારાના દરેક સ્થળો પ્રવાસીઓ માટે યાદગાર સંભારણુ બની રહે તે માટે વહીવટી તંત્ર કટીબધ્ધ છે. વહીવટી વિભાગ અને હોટલ એસોશિયેશન દ્વારા પ્રવાસીઓની સુવિધાઓ માટે સુચારૂ પ્રયાસ કરાશે.નોટીફાઈડ એરિયાની કચેરીમાંથી પ્રવાસીઓને તમામ સ્થળોની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સ્થાનિક લોકોની જનભાગીદારીથી માટે રોજગારીની તકો ઉપલબ્ધ બની રહેશે.
હોટલ એસોસિયેશનના પ્રમુખ શ્રી બલવંત પઠારેએ જણાવ્યું હતું કે કુદરતના ખોળે વસેલુ સાપુતારા હવાખાવાનું સુંદર સ્થળ છે. અહીંનું રમણિય વાતાવરણ પ્રવાસીઓને ખૂબ જ ગમે છે. સાપુતારાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જે પૈકી નવા તળાવ, ગવર્નર હિલ, સનસેટ પોઈન્ટ, ઈકો પોઈન્ટ જેવા અનેક સ્થળોના વિકાસથી સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે.
સમર ફેસ્ટીવલના સમાપન પ્રસંગે ચીફ ઓફિસરશ્રી એન.એ.રાજપૂત,નાયબ મામલતદાર રાજુ પંચાલ, સાપુતારા હોટલ ના નટુમામા, જયપાલ કરાશી,ભરત ઠક્કર, શેખ અહમદ,દેવેન્દ્ર પાંડે,નવીન પટેલ,પુરૂષોત્તમ પટેલ,સેજલના ડી.એમ.કાઠીઆ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો