Tweet
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
બુધવાર, 21 ડિસેમ્બર, 2011
રોકાણકારો માટે સુવર્ણ તક...
રોકાણકારો માટે સુવર્ણ તક...
૬ વરસે ડબલ, દસ વરસે ૩ ગણા,
૧૨ વરસે ૪ ગણા, અને ૧૫ વરસે ૭
ગણા થી વધુ નાણા ફિક્સ ડીપોઝીટ માં મેળવો.
એજન્ટો પણ નીમવાના છે. સારું કમીશન મેળવવા
આજેજ સંપર્ક કરો.ગુજરાત રાજ્ય ભરમાં ૫૦૦૦ એડવાઈઝર ની નિમણુંકો કરવાની છે. વિના મુલ્યે ભાઈ બહેન કોઈ પણ જોડાઈ શકે છે, ૯૪૦૮૯ ૨૫૩૩૪
૬ વરસે ડબલ, દસ વરસે ૩ ગણા,
૧૨ વરસે ૪ ગણા, અને ૧૫ વરસે ૭
ગણા થી વધુ નાણા ફિક્સ ડીપોઝીટ માં મેળવો.
એજન્ટો પણ નીમવાના છે. સારું કમીશન મેળવવા
આજેજ સંપર્ક કરો.ગુજરાત રાજ્ય ભરમાં ૫૦૦૦ એડવાઈઝર ની નિમણુંકો કરવાની છે. વિના મુલ્યે ભાઈ બહેન કોઈ પણ જોડાઈ શકે છે, ૯૪૦૮૯ ૨૫૩૩૪
જેતપુર તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતો ની ચુંટણી પ્રચારનો ચકરાવો જોર શોરથી ચાલુ.
જેતપુર તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતો ની ચુંટણી પ્રચારનો ચકરાવો જોર શોરથી ચાલુ.
ચુંટણી માં ઉભેલા ઉમેદવારો જાત જાત ના પ્રલોભનો દ્વારા મતદારોને રીઝવી રહ્યા હોવાના મળતા અહેવાલો.
ભૂતકાળ માં કદી ના દેખાયેલા ઉમેદવારો હવે મતદારો ના પગ પકડી રહ્યા હોવાના મતદારોના આક્ષેપો. તો અમુક ગામોના લોકો એ પંચાયત ને સમરસ કરવા કરેલી મહેનત લેખે લાગી.
સદભાવના મિશન એ ગુજરાતના સ્વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે
જામનગર શહેર ઉપરાંત ધ્રોળ-જોડીયા,કાલાવડ,જામનગર ગ્રામમાંથી જનમેદનીનો અવિરત પ્રવાહ:
૧૧,૧૧૧ ઉપવાસીઓનું સ્વૈચ્છિક તપ દીપી ઉઠયું
મુખ્યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્યો
જામનગરમાં એક દિવસના ઉપવાસ
સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્કારઃભાવવિભોર થતા
નરેન્દ્રભાઇ મોદી
જામનગર શહેર અને જિલ્લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
જામનગર, તા. ર૦ઃ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું આજે જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્વાભિમાનનો સાત્વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્યકિત છે, એમ ભાવવશ શબ્દોમાં જણાવ્યુ હતું.
ગુજરાત વિરોધી સત્તાભૂખી ટોળકીએ દશ દશ વર્ષ ગુજરાતને બદનામ કરવાની કોઇ તક જતી નથી કરી એવા તત્વો સામે પ્રજાનો આક્રોશ સદભાવના મિશનના માધ્યમથી ઉભો થયેલો સાત્વિક રસ્તો છે, એ જ આ જનજૂવાળના ઉમંગનું રહસ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના મિશનના આજના એક દિવસના ઉપવાસની તપસ્યાને જામનગર શહેર, ગ્રામ્ય તાલુકો, ઘ્રોળ-જોડીયા અને કાલાવડ તાલુકાના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દનનું અપૂર્વ ઉમળકાભર્યુ સમર્થન મળ્યું હતું. આ ઉપવાસના સંકલ્પમાં સ્વૈચ્છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું.
સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્ધ સાત્વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ?
દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો બજેટનો હિસ્સો વિકાસ માટે આ જિલ્લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યુ કે ગુજરાતના કોઇપણ વિસ્તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્ધહસ્ત કરી છે તે જ છે.
તેમણે જણાવ્યુ કે આ વિકાસમાં કયાંય જાતિવાદ, કોમવાદના વેર-ઝેર કે હુમલા-હુલ્લડ નથી. જાતિવાદ-જ્ઞાતિવાદને લડાવવા સિવાય ભૂતકાળના શાસકોએ ખૂરશી સલામત રાખવા કોઇનું ભલુ નથી કર્યુ. આજે સદભાવનાની શકિતએ ગુજરાતમાંથી દશ વર્ષમાં જાતિવાદના ઝેર, કોમવાદના સંઘર્ષને દેશવટો કરી દીધો છે. ભૂતકાળના છાશવારે કરફયુ, ચક્કાબાજી, ભાઇ-ભાઇની કત્લેઆમના દિવસો યાદ કરજો. આજે આ બધામાંથી દશ વર્ષમાં મુકિત મળી ગઇ છે. હવે બધાને વિકાસની ઇચ્છા છે. નવો પ્રગતિનો યુગ શરૂ કરી દીધો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્મો અને એકતાનો, શાંતિનો રસ્તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ પડાવવાનો રસ્તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે ‘‘અગર રાજકીય ઇચ્છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે.’’
ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્યુ હતું.
ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
સદભાવના મિશન જામનગર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર હવાઇ મથકે પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કરેલ સ્વાગત
જામનગર, તા. ર૦ઃ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે જામનગર ખાતે સદભાવના મિશન અંતર્ગત જિલ્લા અભિયાનના ઉપવાસ કાર્યક્રમમાં જોડાવા હવાઇ મથકે આવી પહોંચતા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા અને મેયરશ્રી અમીબેન પરીખે પુષ્પ ગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ તેમજ અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધર્મનિધિ સ્વામી, ભાદરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મકુંવર સ્વામી, દેવશીબાપા, કથાકારશ્રી કિશોરદાસજીએ પુષ્પહાર અને શાલથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડો. પી.બી.વસોયા, શહેર ભાજપા પ્રમુખશ્રી અશોકભાઇ નંદા, રાજપૂત સમાજના પ્રમુખશ્રી નવલસિંહ જાડેજા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી લાખાભાઇ કેસવાલા, પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ, કલેકટરશ્રી સંદિપકુમાર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અનુપમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજયકુમાર, પોલીસ અધિકારીશ્રી, એરપોર્ટ ડાયરેકટરશ્રી વિલ્સન સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમર્પણ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી વિવિધ શાળા, સંસ્થા, એન.સી.સી. કેડેટ સહિત યુવાધને માનવ સાંકળ રચી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જામનગમાં આવકારી અભિવાદન ઝીલ્યું હતું.
સદભાવના મિશનમાં આગમન થતાં મેદનીએ હર્ષોલ્લાસથી કરેલું સ્વાગત
જિલ્લાના સંતો, મહંતો, વિવિધ ધર્મોના ધર્મગુરુઓ, પ્રતિનિધિઓ તથા વિવિધ વર્ગોના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનો થયેલ ભવ્ય સત્કાર
જામનગર, તા. ર૦ઃ મુખ્ય મંચ પર મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતા વેદોના મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદનીએ મુખ્યમંત્રીશ્રીને ઉંચા હાથ ધરીને આવકાર્યા હતા અને મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્મંત્રીશ્રીએ સદભાવના જયોત પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ ચાલીસ ઋષિકુમારો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા, કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, રાજયમંત્રીઓ શ્રીમતિ વસુબેન ત્રિવેદી, શ્રી કનુભાઇ ભાલાળા, શ્રી વાસણભાઇ આહીર, શ્રી કિરીટસીંહ રાણા, શ્રી મોહનભાઇ કુંડારીયા, મેયરશ્રી અમીબેન પરીખ, ધારાસભ્યોશ્રી લાલજીભાઇ સોલંકી, શ્રી પબુભા માણેક, શ્રી મુળુભાઇ બેરા, શ્રી મેઘજીભાઇ કણઝારીયા, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી આર.સી.ફળદું, સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત અલ્પસંખ્યક નિગમના ઉપાધ્યક્ષશ્રી કાદરભાઇ સલોત, રાજય સ્વર્ણિમ જયંતિ ઉજવણી સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી આઇ.કે.જાડેજા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા, એસ.ટી. નિગમના ચેરમેનશ્રી બાબુભાઇ ઘોડાસરા, પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ સહિતના મહાનુભાવો મુખ્યમંત્રીશ્રીને સત્કાર્યા હતા.
કલેકટરશ્રી સંદીપકુમાર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અનુપમકુમાર, પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઇ શાપરીયા, અગ્રણીશ્રી ભરતભાઇ પંડયા, આંણદાબાવા આશ્રમ મહંતશ્રી દેવપ્રસાદજી મહારજ, સ્વામિનારયાણના સંતશ્રી ચત્રભૂજસ્વામી, મોટી હવેલી વૈષ્ણવ સંપ્રદાય ૧૦૮શ્રી વલ્લભરાયજી મહારાજ, કબીર આશ્રમના શ્રી જગદીશનાથજી મહારાજ, ગંથ્રીજી ગુરુદેવસિંહ, ફાધર શ્રી જયોર્જ, ફાધરશ્રી જહોન, ફાધરશ્રી જોશ જોસેફ, શ્રી પાસ્તર સમ મેલાની, જનાબ આબીન સાહેબે મહોમ્મદ, શ્રી પટીવાલા ઇમામ, શ્રી મૌલાના મુસ્તાફ બ્લોચ, મૌલાના ફારૂક સાહેબ, હૈદર બાપુ, કબીર આશ્રમના રામદાસજી મહારાજ, મોટી હવેલીના હરિરામ મહારાજ, શ્રી દાઉજી હવેલીના મધુરરેશજી મહારાજ, પ્રજાપતિ બ્રહ્માકુમારીના સુનામાદીદી, સન્યાસ આશ્રમના મહંત હિતેશ પુરી, રાજેશ મુનિ, મુખ્યાજી હંસરાજભાઇ વૈદ્ય, મનજીભાઇ, નંદકિશોર મહારાજ, મહંતશ્રી હનુમાનનાથજી તેમજ જિલ્લાના વિવિધ ધર્મસ્થાનોના સંતો/મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પેરશ વડગામા અને શ્રી વિરેન્દ્રભાઇ જાનીએ કર્યુ હતું.
હૃદયમાંથી નિકળતી સંવેદના એટલે સદભાવના
ઉર્જા રાજયમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
જામનગર, તા. ર૦ઃ રાજયના ઉર્જા મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ગુજરાતે છેલ્લા એક દાયકામાં જે અભૂતપુર્વ વિકાસ કર્યો તે સમર્પિત કરવાનો આ મહા અવસર છે. શાંતિ, એકતા અને સ્થિરતાનો ત્રિવેણી સંગમ એટલે સદભાવઃ હૃદયમાંથી નિકળતી સંવેદનાએ સદભાવના છે. એક દાયકા પહેલા ગુજરાતનાં ગામો-શહેરોમાં એક, બે કે ચાર કલાક વિજળી મળતી. આજે છેલ્લા એક દાયકામાં રાજય સરકારની સહાયથી ર૪ કલાક ગુજરાતના ગામો-શહેરોમાં વિજળી પૂરી પાડવામાં આવી રહી છે.
રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે આજે ગુજરાત જેટલું વિજળીનું ઉત્પાદન કરે છે તેટલું વીજ ઉત્પાદન એકલું સૌરાષ્ટ્ર એક માત્ર કરશે. દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજય છે કે જે ર૪ કલાક વિજળી પૂરી પાડી રહ્યું છે.
રાજય સરકારે ખેડૂતોને સુવિધા મળે, ઉદ્યોગોને પૂરતી વીજળી મળે તે માટે ફિડરો અને સબસ્ટેશનોની સંખ્યા વધારી, અને પર્યાપ્ત સબસ્ટેશનો ઉભા કર્યા છે.
વિજ ઉત્પાદન ક્ષેત્રે રાજય સરકારે નવા સીમા ચિન્હો હાંસલ કર્યા છે, તેમ જણાવી શ્રી પટેલે કહ્યું કે, ઉર્જા ક્ષેત્રે આપણો દેશમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. વિજ ઉત્પાદન સ્થાનિક જિલ્લા સ્તરે થાય તેવું આયોજન છે. જામનગર જિલ્લામાં પ્ણ આવતા બે વર્ષમાં ૧૭ નવા સબ સ્ટેશનો બનાવવાનું આયોજન છે.
ખેતીવાડી ક્ષેત્રે ખેડુતોની વિજ કનેકશન માંગ પૂરી કરવા આવતા વર્ષમાં ૧ લાખ નવા કનેકશન આપવાનું આયોજન છે. આઝાદી પછી ૪૦ વર્ષ સુધી ૬ લાખ વિજ કનેકશન અપાયા હતા. જયારે છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ કનેકશન આપી ખેડૂતોને મહત્તમ ન્યાય મળે તેવું આયોજન વર્તમાન સરકારે કર્યુ હોવાનું શ્રી પટેલે ઉમેર્યુ હતું.
જામનગરના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા
જામનગરના સહપ્રભારી મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી પબુભા માણેક, શ્રી મેધજી કણઝારીયા, શ્રી મુળુભાઇ બેરા, શ્રી વસુબેન ત્રિવેદી, શ્રી પુરષોતમ ભોજાણી(જાડાના ચેરમેન), શ્રી રમેશ મુંગરા (એસ.ટી.નિગમના ચેરમેન), શ્રી ચંદ્રેશ પટેલ (પૂર્વ સાંસદ) જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પી.બી.વસોયાએ મુખ્યમંત્રીશ્રીનું ફલહારથી અવકાર્યા હતા.
જામનગરમાં સદ્દભાવના મિશનને મળ્યો અભૂતપૂર્વ જનપ્રતિસાદ
વિવિધ ધર્મ-જ્ઞાતિ-સમાજના લોકોએ સ્વયંભૂ ઉપવાસમાં જોડાઇને મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન પ્રત્યે તેમની સદૃભાવના વ્યકત કરી.
જામનગર,તા.૨૦, જામનગરની ધરા પર આજે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનમાં વિવિધ ધર્મ-જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંભૂ એક દિવસના પ્રતિક ઉપવાસ દ્વારા જોડાઇને મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશન પ્રત્યે તેમની સંવેદનાસભર સદ્દભાવના વ્યકત કરી હતી.
આ સદ્દભાવના મિશનમાં જામનગરના મુરલીધર મુકતેશ્વર મહાદેવની ૫૦ જેટલી બહેનો પ્રતિક ઉપવાસ સાથે જોડાઇ હતી. જેનો પ્રતિભાવ વ્યકત કરતાં મંડળના લક્ષ્મીબેને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી આજે અમારા જામનગરમાં સદ્દભાવના મિશનમાં પધાર્યા છે, ત્યારે અમારા મંડળની બહેનો પણ તેમના આ મિશન પ્રત્યેની અમારી સદ્દભાવના વ્યકત કરવા એક દિવસના ઉપવાસ કરશે.
આવી જ લાગણી ૭૩ વર્ષીય એવા નટવરલાલ જોષીએ વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજયના વિકાસ માટે મુખ્ય મંત્રીશ્રી જે કાર્ય કરી રહયાં છે તેમાં મારો સૂર પૂરાવવા, મારી લાગણી વ્યકત કરવા અને આ મિશનમાં હું સહભાગી બની શકુ તે માટે હું આવ્યો છું, આ મિશનના સમર્થનમાં હું આજે પ્રતિક ઉપવાસ કરીને મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના વિકાસ માટેની તેમની કાર્યશૈલી પ્રત્યેની મારી લાગણી વ્યકત કરૂં છું.
આ સદ્દભાવના મિશનને સમર્થન આપવા રાજકોટથી આવેલા દાઉદી વ્હોરા સમાજના અગ્રણી શ્રી શેખ યાહીયાભાઇ ગાંધીએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, ’સદ્દભાવના’ શબ્દમાંજ મહાનતા રહેલી છે આ મિશનમાં દરેક ધર્મ સમાજના લોકોને સ્થાન મળે છે તેજ આ મિશનની મહાનતા બતાવે છે. અમારા શહેરના શાહીબી વારંવાર એમ કહે છે કે, ઇમામની મુહોબબત શું છે? એ જ કે, તમે તમારા વતનથી મુહોબ્બત કરો, તેને વફાદાર રહો. આજે આ મિશનમાં ઉપસ્થિત રહેવા અમારા દાઉદી વ્હોરા સમાજના લોકો દુઆ કરે છે કે, પૂરા દેશમાં, પૂરા આલમમાં સદ્દભાવનાનું મિશન કાયમ રહે અને આ સદ્દભાવના મિશન દ્વારા પ્રત્યેક સમાજ શાંતિ-શૌહાર્દની ભાવના સાથે વિકાસની દિશામાં આગળ વધે.
જામનગર ખાતે યોજાયેલા આ સદ્દભાવના મિશનને સમર્થન આપી પોતાની સદ્દભાવના વ્યકત કરવા આજે સવારે જામનગરથી રાજપૂત સમાજની ૧૦૦૦ જેટલી બહેનો ઇલાબા જાડેજાની સાથે કાર્યક્રમમાં આવી હતી. જે પૈકી ૬૦૦ જેટલી બહેનોએ પ્રતિક ઉપવાસ દ્વારા તેમની લાગણી વ્યકત કરી હતી. જયારે રણજીતનગરના ૫૦ જેટલા બહેનો પણ સ્વયંભૂ પ્રતિક ઉપવાસ દ્વારા સદ્દભાવના મિશનને ટેકો આપવા ઉપસ્થિત રહયાં હતાં.
આ ઉપરાંત જામનગરના ૩૦૦ જેટલા વકીલ મિત્રો પણ મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા આપવા કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહયાં હતાં, જે પૈકી ૧૦૦ જેટલા વકીલો ઉપવાસી તરીકે જોડાયા છે, તેમ લીગલ સેલના કન્વીનર શ્રી નરેન્દ્રસિંહ જેઠવાએ જણાવીને વધુમાં ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન પ્રત્યે અમે સૌ વકીલ મિત્રો અમારી શુભ લાગણી વ્યકત એ છીએ.
ગુજરાતને શ્રી નરેન્દ્રભાઇ જેવા સક્ષમ નેતા પ્રથમવાર મળ્યા છે.
જામનગર,તા.૨૦, જામનગરના જામ સાહેબ મુ.શત્રુશલ્યસિંહજીએ મુખ્યમંત્રીશ્રીને આવકારતા જણાવ્યું હતું કે, મારી પ્રજાનું સારૂં થાય, તેના માટે મને હરખ થાય, લોકોને સુખી કરવાના મારા જે કાંઇ સ્વપ્ન હતાં તે સ્વપ્નો મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પૂર્ણ થતાં આવ્યા છે. હજુ પ્રજાના વિકાસ માટે કોઇ સ્વપ્ન રહી ગયું હશે તો મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરીશું. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ જેવા પહેલીવાર નેતા મળ્યા છે. આપણે તેઓશ્રીને ટેકો આપીને આપણા વિકાસના સ્વપ્ન પૂર્ણ કરીએ તેવી અભ્યર્થના પણ તેઓશ્રીએ વ્યકત કરી હતી.
જામ સાહેબજીએ મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત રીતે પાઘડી પહેરાવી તથા ફુલહાર દ્વારા અભિવાદન કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીનું સન્માન
જામનગર, તા. ર૦ઃ હાલારની નારી શકિત દ્વારા મુખ્ય મંત્રીશ્રીને ઝવેરાની મટુકી દ્વારા આવકારાયા હતા. જામનગરની કુમારિકાઓ અને મહિલાઓએ મટકીમાં ઝવેરાવાળા કળશથી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સન્માન કર્યું હતું. વ્હોરા સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને સન્માન રૂપે સ્ટીમર (વહાણ)ની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.યુવા વર્ગ દ્વારા પરંપરાગત પરિવેશમાં મુખ્યમંત્રીશ્રીને આવકારાયા હતા.
જામનગરના કલાકારો દ્વારા ભારતીય પરંપરા અનુરૂપ પરિવેશ ધારણ કરી મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યું હતું, જેમાં વિષ્ણુ, મહેશ, સરસ્વતિ, લક્ષ્મી,નારદમુનિ વગેરેના પાત્રોથી આ કલાકારો સજજ થયાં હતાં.
જીએસએફસી દ્વારા સન્માન થયું.
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર લિમિટેડના મોટી ખાવડીના સ્ટાફના સભ્યો દ્વારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સન્માન થયું હતું.
ગાયત્રી શકિતપીઠના સભ્યોએ મુખ્ય મંત્રીશ્રીને પુસ્તક આપી સન્માન કર્યું હતું.
જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટસ, વકીલ મંડળના વકીલો, મેડિકલ એસોશિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરી સદ્દભાવના દર્શાવવામાં આવી હતી.
સદભાવના મિશનની સાથે સાથે....
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું વિવિધ જુથો દ્વારા અભિવાદન.
વિકલાંગ ભાઇ-બહેનો તથા પ્રજ્ઞા ચક્ષુઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને સદ્દભાવના વ્યકત કરી હતી.
વાઘેર સમાજ દ્વારા આમદ માલેકના નેતૃત્વમાં ૨૨ વ્યકિતઓ દ્વારા વહાણનું સ્મૃતિચિહન મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરીને સદ્દભાવના વ્યકત કરી હતી.
વિવિધ મિત્રો દ્વારા જુદી-જુદી વેશભૂષા ધારણ કરીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
એસ્સાર ગૃપના આગેવાની હેઠળ મિત્રોએ સદ્દભાવના વ્યકત કરી હતી.
ગાયત્રી શકિત પીઠની બહેનોએ પુસ્તક અર્પણ કરીને તથા પીળું પિતાંબર પહેરાવીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
જામનગર શહેર/જિલ્લાના વિવિધ નાગરિકોએ મુખ્યમંત્રીશ્રીએ શાલ, પુષ્પહાર દ્વારા સન્માન કર્યુ હતું.
જામનગર શહેરની ૯ વર્ષની બાળકી રોશની મહેશભાઇ ઝાલા સદભાવના મિશનમાં જોડાઇને ઉપવાસ કરેલ છે અને તેમણે બનાવેલ મોમેન્ટો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.
એન.સી.સી.ના બોયઝ તથા ગર્લ્સ કેડેટસ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરાયું હતું.
જામનગર જિલ્લામાં કેરળવાસીઓએ તેમની પરંપરાગત વેશભુષામાં મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ હતું.
વિદ્યાર્થી કુ.કિરણ હર્ષદભાઇએ તેમના વકતવ્યમાં સદભાવનાની વિભાવના સ્પષ્ટ કરી હતી.
માનવ મહેરામણથી સદભાવના મિશન-જામનગરનો સમીયાણો ઉભરાયો.
માહિતી વિભાગ દ્વારા ઉભા કરાયેલ ‘‘વિકાસનો દાયકો’’ પ્રદર્શનમાં લોકોની મોટી ભીડ જામી હતી અને લોકો રસપૂર્વક પ્રદર્શન નિહાળતા હતા.
ભારત માતા આદર્શ ગરબી મંડળના કલાકારોએ વિવિધ વેશભૂષામાં મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ.
જામનગર શહેરના ભાવિ ક્રિકેટરોએ મુખ્યમંત્રીશ્રીને જામરણજીતસિંહની તસવીર ભેટ આપી સદભાવના મિશનમાં સહભાગી બન્યા.
કિન્નર સમાજે કુમકુમ તિલક કરી પુષ્પહાર,શાલથી મુખ્યમંત્રીશ્રીને સન્માન્યા.
સ્કાઉટ ગાઇડના બાળકોએ મુખ્યમંત્રીશ્રી સાથે ગૃપ ફોટો પડાવ્યો.
રાજસ્થાની સમાજે પારંપારિક વેશભૂષામાં આવીને મુખ્યમંત્રીશ્રીના સદભાવના ઉપવાસને બિરદાવ્યો.
જયહિંગળાજ સત્સંગ મંડળની બહેનોએ માથે બેડુ તથા શ્રીફળ-માટીના ઘડા સાથે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યુ.
મુખ્યમંત્રીશ્રીએ બિહારના મુઝફપુરના રહીશ નંદીની અગ્રવાલને ઓટોગ્રાફ આપી અભ્યાસ અંગે જાણકારી મેળવી હતી.
સુરત શહેરના કોર્પોરેટરશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને મળી સદભાવના મિશનને શુભેચ્છા પાઠવી.
વેલનાથ ગ્રુપ જામનગરની બહેનોએ મુખ્યમંત્રીશ્રીનાં ઓવારણા લઇ અભિનંદન પાઠવ્યા.
માતાજીની માંડવીઓ લઇને આવલા મહિલાઓએ મુખ્યમંત્રીશ્રીને શુભકામના પાઠવી.
માલધારી સમાજની બહેનોએ પરંપરાગત ગામઠી પહેરવેશમાં આવીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન ઝીલ્યું.
વિવિધ સર્કલ અને ચોક ખાતે શહેરની શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ દેશભકિત સહિતના રંગારગ કાર્યક્રમો રજુ કરી શહેરીજનોની દાદ મેળવી.
આહિર સમાજનાં શૂરવીર દેવાયત આહિર અને સતી તોરલદેની વેશભૂષામાં સજ્જ આહિર સમાજના યુવાનો અને આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું શ્રીકૃષ્ણની મૂર્તિ અર્પણ કરી અભિવાદન કર્યુ.
લઘુમતિ સમાજનાં વૃધ્ધ દંપતિએ ઉપવાસી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને શુભેચ્છા પાઠવી.
લઘુમતિ સમાજની બહેનોએ પારંપરિક રીતે હાથ ચુમીને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે શુભેચ્છા વ્યકત કરી.
ધ્રોલથી જામનગર સુધીની ૪૦ કી.મી.ની પદયાત્રા કરીને આવેલ ૧૨૧ ભાજપાના યુવાન મિત્રોએ સૌજન્ય મુલાકાત કરી.
૧૨૬૮૭ ગુજરાત પાક્ષિકના લવાજમોની સી.ડી. કલેકટરશ્રી સંદીપકુમારે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી.
સમગ્ર ગઢવી સમાજ તથા ધ્રોળના આહીર સમાજે હાર તથા બળદગાડાની પ્રતિકૃતિ અર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું.
જામનગર શહેરના યુવક-યુવતિઓએ વિવિધ વેશભુષા પરિધાન કરીને મુખ્યમંત્રીશ્રીને સદભાવના માટે સમર્થન આપ્યું હતું.
સમર્પણ સર્કલથી માર્ગની બન્ને બાજુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શહેરીજનો, સ્કાઉટ, એન.સી.સી., આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાથમાં ફલેગ લઇને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન ઝીલવા કતારબંધ ઉભા હતા.
બાલાચડી સૈનિક સ્કુલના વિદ્યાર્થીઓએ તથા ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાના પત્રકારશ્રીઓએ પણ મુખ્યમંત્રીશ્રીને મળી સદભાવના વ્યકત કરી હતી.
રાજય સરકારની સહાયથી દિકરીને નવજીવન મળતા માતાએ સદભાવના દર્શાવી.
સાતવર્ષની જેન્સી શૈલેષભાઇ ડાંગરીયાને ગંભીર બિમારી બાદ રાજય સરકારની સહાયથી સારવાર મળતા તેની માતા શ્રીમતી રંજનબેન શૈલેષભાઇ ડાંગરીયાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન વિવિધ સમાજો દ્વારા કરાયું
જામનગર, તા. ર૦ઃ જામનગર સદભાવના મિશન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું અભિવદન વિવિધ સમાજ/જુથો દ્વારા કરાયું હતું.
જામનગરના દલિત સમાજ, સતવારા સમાજ, સમસ્ત બ્રહ્મસમાજ, આદર્શ રામાયણ મંડળ, અનુસુચિત જાતિ મોરચાના ભાઇઓ, દાઉદી વોરાસમાજ વાલ્મીકી સમાજના સભ્યો, ક્રિકેટના યુવાખેલાડીઓ ઉત્કર્ષ મહિલા મંડળની બહેનો, પ૪ જેટલા સ્કાઉટ ભાઇ-બહેનો, વિવિધ મંડળોના ભાઇઓ, જય યુવરાજ સત્સગ મંડળની બહેનોએ માથે બેડા ધારણ કરી મુખ્યમંત્રીશ્રીને સત્કાર્યા હતા. સુપર માર્કેટ એસોશીયેશનના વેપારીઓ, વોર્ડ નં.૧૧, ૧૪ કાર્યકર ભાઇઓ, કચ્છી રાજપૂત સમાજના ભાઇઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટના સભ્યો, મુખ્યમંત્રીશ્રીને સત્કાર્યા જ્યારે શીખ સમાજે મુખ્યમંત્રીશ્રીને કીરપાણ અર્પણ કરી અભિવાદન કર્યુ અને સમગ્ર રાજપુત સમાજના ભાઇઓ પરં૫રાગત વેશભુષા પાઘડી પહેરીને મુખ્યમંત્રીશ્રીનું શાલ તથા પાઘડી પહેરાવીને અભિવાદન કર્યુ હતું.
રાજપુત સમાજે મુખ્યમંત્રીશ્રીને આશાપુરા માતાજીની તસ્વીર તથા કૃષ્ણ ભગવાનના રથની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
વિવિધ સમાજ સંસ્થા દ્વારા સદભાવના અભિયાનને ટેકો
શીખ, દલિત, દેવીપૂજક, રબારી, વાલ્મીકી સંગઠનના અધિકારીઓ, રાજપૂત સમાજ, કચ્છી સમાજ, સી.એ. એસો.ના સભ્યો, સુ૫ર માર્કેટ વેપારી મંડળના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન થયું હતું.
જામ રણજીતસિંહની તસવીર મુખ્યમંત્રીને અર્પણ કરી સદભાવના દર્શાવાઇ
જામનગર જિલ્લાના ભાવિ ક્રિકેટરોએ જામનગરના મહાન ક્રિકેટર જામ રણજીતસિંહની તસવીર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કરી સદભાવના વ્યક્ત કરી હતી.
ટી.વી. અને રેડિયોના કલાકાર શ્રી અશોકભાઇ પંડ્યા દ્વારા સંગીતના સૂર વહાવામા આવ્યા હતા.
રાજયની પ્રજાને નવી આશા જાગી છે
સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી
જામનગર, તા. ર૦ઃ રાજયસભાના સભ્યશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇએ સવારથી સાંજ સુધી સદભાવના માટે ઉપવાસ કરીને લોકોમાં સદભાવના માટે ચતના પ્રગટાવી છે અને તેઓ સદભાવના અને શાંતી દ્વારા ગુજરાતને વિકાસની ચરમસીમા એ લઇ જવા આ કાર્યક્રમ કરી રહ્યા છે. ગુજરાતને એક પ્રમાણિક મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મળ્યા છે અને તેઓ લોકોના ટેકા દ્વારા માનભેર લોકો વચ્ચે ઉભા છે. ‘ગુજરાત મારો પ્રાણ અને ભારત મારો આત્મા છે’ તેવી વિભાવના સાથે મુખ્યમંત્રીશ્રી કામ કરી રહ્યા છે. દેશ અને રાજયની પ્રજાને તેમનામાં એક આશા જાગી છે. સર્વધર્મ સદભાવની નવી ફિલોસોફી મુખ્યમંત્રીશ્રી લાવ્યા છે. ગુજરાત અને શ્રી નરેન્દ્રભાઇ મોદી વિકાસના પર્યાય બનેલ છે. સૌનો સાથ સૌના વિકાસની નેમ સાથે ગુજરાતે વિકાસમાં હરણફાળ ભરી છે.
મુખ્યમંત્રીશ્રી પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ શાસક છે.
શ્રી આર.સી.ફળદુ
જામનગર, તા. ર૦ઃ સદભાવના કાર્યક્રમમાં ઉદબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને કાલાવડના ધારાસભ્યશ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતુ કે શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રીશ્રી બન્યા પછી તેમની દરેક યોજનામાં માનવતા અને સદભાવના પડેલી જોવા મળે છે.આપણા આ નેતા લોકોના દિલો પર રાજ કરે છે. સૌના દિલોને વાંચીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજાભિમુખ શાસનની ર૦૦૧થી એક આદર્શ શાસક તરીકે કેડી કંડારી છે. મુખ્યમંત્રીશ્રીએ એક પ્રમાણીક અને કર્તવ્યનિષ્ઠ શાસક તરીકે ગુજરાતને અભૂતપૂર્વ વિકાસ આપ્યો છે એટલે તે આપણને વ્હાલા નેતા લાગે છે.
બનાસકાંઠા જીલ્લામાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતા ખેડુતો જોગ
સભ્ય સચિવશ્રી નેશનલ મિશન ઓન મેડીશનલ પ્લાન્ટસ બોર્ડ, બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ યોજના હેઠળ જે ખેડુત ખાતેદારો પોતાના ખેતરમાં ઔષધિય રોપાઓના વાવેતર માટે રસ ધરાવતાં હોય તે ખેડુત ખાતેદારોએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સંપર્ક કરી યોજના અંગેની જરૂરી માહિતી અને અરજી ફોર્મ મેળવી સભ્ય સચિવશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી, સામાજીક વનીકરણ વિભાગ, બનાસકાંઠા પાલનપુરની કચેરી, ફાંસીયા ટેકરા, કંથેરીયા હનુમાન મંદિરની સામે, પાલનપુર ખાતે અરજી મોકલવાની રહેશે. જેનો ફોન નંબર-૦૨૭૪૨ ૨૪૭૦૫૬ છે. જેના પર સંપર્ક કરવા જણાવાયું છે.
સ્પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં જિલ્લા કક્ષાએ વિવિઘ સ્પર્ઘા યોજાશે
સ્પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્વારા ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં જિલ્લા કક્ષાએ વિવિઘ સ્પર્ઘા યોજાશે
સ્પોર્ટસ આથોરીટી ઓફ ગુજરાત દ્રારા ચાલુ વર્ષ ૨૦૧૧-૧૨માં ‘ઓર્ગેનાઇઝેશન કોમ્પીટીશન એન્ડ કોચીગ કેમ્પ ઇન ફાઇલ ઇવેન્ટસ’ યોજના અંતર્ગત શાળાઓમાં ભણતા ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે જિલ્લા કક્ષાની તરણ, સ્કેટીંગ, યોગા, જુડો, જીમ્નાસ્ટીકસ, ટેનિસ, બેડમિન્ટન અને ટેબલટેનિસની રમતોનું આયોજન આગામી ફ્રેબ્રુઆરી – ૨૦૧૨ માં કરવામાં આવ્યું છે.
આ સ્પર્ઘામાં ભાગ લેવા ઇચ્છુક શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ શાળા મારફત પોતાની વિગતવાર એન્ટ્રી એલીજીબીટી સર્ટી. સાથે પોતાના જિલ્લામાં આવેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વની કચેરીના સિનીયર કોચશ્રીને તા. ૩૧/૦૧/૨૦૧૨ સુઘીમાં મોકલી આપવાની રહેશે. જિલ્લા કક્ષાએ પસંદ થયેલ ખેલાડીઓ માટે પ્રદેશ કક્ષાની સ્પર્ઘાનું આયોજન ફેબ્રુઆરી – ૨૦૧૨ દરમ્યાન કરવામાં અવાશે.
આ યોજના અંગેની વિશેષ વિગતવાર માહિતી માટે ગાંઘીનગર જિલ્લાના ખેલાડીઓએ સિનીયર કોચશ્રી, જિલલા રમત પ્રશિક્ષણ કેન્દ્વ, મહાત્મા ગાંઘી વિઘાલય, સેકટર- ૨૧, ગાંઘીનગર અથવા ફોન નંબર- ૦૭૯-૨૩૨ ૪૧૧૮૦ પર સંપર્ક કરવા સિનીયર કોચશ્રી એચ.બી સાવલીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
જામ ખંભાળળિયાના ગ્રામસેવક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા
જામ ખંભાળળિયાના ગ્રામસેવક રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા
ઇન્દિરા આવાસ યોજનાનો ચેક આપવા બાબતે લાભાર્થી પાસેથી રૂ.500ની લાંચ લેતા જામ ખંભાળીયાના તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ગ્રામ સેવક દિલિપભાઇ વાઘેલાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.
ટ્રાફિકના હેડ કોન્સટેબલ રૂા.200 ની લાંચ લેતા ઝડપાયા
ટ્રાફિકના હેડ કોન્સટેબલ રૂા.200 ની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ શહેરના ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી / કર્મચારીઓ, હોમગાર્ડ તથા અન્ય પોલીસ કર્મચારીઓ ટ્રાફિક પોઇન્ટ પર રિક્ષા ચાલકો, જીપ ચાલકો, વગેરે વાહન ચાલકો પાસેથી પેસેન્જરોની હેરાફેરી તથા ગાડીના કાગળો, સીટ બેલ્ટ, લાયસન્સ વગેરેના બહાના હેઠળ કાયદેસરની કાર્યવાહી કર્યા સિવાય રૂ.50 થી રૂ.500 સુધીની લાંચની રકમની માંગણી કરતા હોય છે. આ બાબતે ગોઠવેલ વોચમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે ટ્રાફિક શાખાના શ્રી ચિરાગભાઇ બારોટ અને જયેન્દ્રભાઇ પંચોલી રૂ.200ની લાંચ લેતા છટકામાં ઝડપાઇ ગયા છે.
સ્થાનિક સ્વરાજયની યોજાનાર ચૂંટણીમાં મતદાન કરવા રજા આપવા જોગ
ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીને મતદાન તા.29-12-2011, ગુરૂવારના રોજ યોજાશે. આથી જે તે વિસ્તારમાં મતદાનના દિવસે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી શકે તે માટે સ્થાનિક સંસ્થાઓ પોતાના વિસ્તારમાં ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યકત સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલવે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ અને અન્ય પ્રકારની કેટલીક સંસ્થાઓ વિગેરેના શ્રમયોગીને ઉકત હેતુ માટે અઠવાડિક રજાની બદલી કરીને સંબંધિત વિસ્તારમાં મતદાનના દિવસે રજા આપવાની વ્યવસ્થા થાય તેવી ગોઠવણ કરાવવા અને કોઇ કારણસર તેમ ન થઇ શકે તેમ હોય, ત્યાં તે શ્રમયોગીઓ / કર્મચારીઓને મતદાનના દિવસે મતદાન કરવા જાય તે માટે વારાફરતી ખાસ રજા મળી રહે તેવો પ્રબંધ કરવા અધિક શ્રમ આયુકત દ્વારા જણાવાયું છે.
સદભાવના મિશન એ ગુજરાતના સ્વાભિમાન અને ગુજરાત- ભકિતની ઐતિહાસિક ઘટના છે સદભાવના મિશનની જનશકિતને રાજકીય ત્રાજવે તોલનારા બરબાદ થશે મુખ્યમંત્રીશ્રીના સદભાવના મિશનના ઉપવાસ-તપમાં જોડાઇને જામનગરની જનશકિતએ અપૂર્વ ઉમળકો બતાવ્યો જામનગરમાં એક દિવસના ઉપવાસ સદભાવનાની શકિતમાં જનશકિતનો સાક્ષાત્કારઃભાવવિભોર થતા નરેન્દ્રભાઇ મોદી
જામનગર શહેર અને જિલ્લા માટે સાડાત્રણ હજાર કરોડના વિકાસ-સુખાકારીના કામોની ગૌરવભેર જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશનમાં જિલ્લા અભિયાન અંતર્ગત એક દિવસના ઉપવાસનું જામનગરમાં સમાપન પ્રવચન કરતા સદભાવના મિશન એ ગુજરાતના ગૌરવ-સ્વાભિમાનનો સાત્વિક મિજાજ છે, ગુજરાતભકિતની અભિવ્યકિત છે, એમ ભાવવશ શબ્દોમાં જણાવ્યુ હતું.
ગુજરાત વિરોધી સત્તાભૂખી ટોળકીએ દશ દશ વર્ષ ગુજરાતને બદનામ કરવાની કોઇ તક જતી નથી કરી એવા તત્વો સામે પ્રજાનો આક્રોશ સદભાવના મિશનના માધ્યમથી ઉભો થયેલો સાત્વિક રસ્તો છે, એ જ આ જનજૂવાળના ઉમંગનું રહસ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદભાવના મિશનના આજના એક દિવસના ઉપવાસની તપસ્યાને જામનગર શહેર, ગ્રામ્ય તાલુકો, ઘ્રોળ-જોડીયા અને કાલાવડ તાલુકાના ખૂણે ખૂણામાંથી જનતા જનાર્દનનું અપૂર્વ ઉમળકાભર્યુ સમર્થન મળ્યું હતું. આ ઉપવાસના સંકલ્પમાં સ્વૈચ્છાએ ૧૧,૧૧૧ ઉપવાસી નાગરિકોએ પણ તપ કર્યુ હતું.
સદભાવના મિશનમાં જનશકિતના આ સક્ષાત્કારથી ભાવવિભોર બનેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે જનતાનો આ સદભાવના માટેનો મિજાજ એ જ ગુજરાતના વિકાસનો પરિચાયક છે. શુધ્ધ સાત્વિક ઘટનાના આ અવસરે આટલો જનજુવાળ કેમ ઉમટે છે ?
દિવસભર હજારો હજારો નાગરિક ભાઇ બહેનો સાથે હાથ મિલાવવાની આ આખી ઘટના વિરલ છે અને એને રાજકીય વિરાસતથી મૂલવી શકાય નહી એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે રાજકરણથી પર રહીને આ સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદ મળ્યા છે એ એનું આગવું મહત્વ છે.જનતાના મતો કદાચ ચુંટણી જીતાડી શકે પણ આશીર્વાદ જીંદગીને સંતોષે છે.
સદભાવનાની શકિતના આ લાગણીભર્યા જુવાળને સમજવા માટે કોઇ પોલીટીકલ પંડિતનું ગજુ નથી. આ અપાર લાગણી, પ્રેમને રાજકીય ત્રાજવે તોલનારા થાપ ખાઇ રહયા છે એમ પણ તેમણે જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેર અને જિલ્લા માટે રૂપિયા સાડાત્રણ હજાર કરોડના સુખાકારી-વિકાસના નવા કામો જાહેર કરતા જણાવ્યું કે એક પણ રૂપિયાનો દશ વર્ષમાં કરવેરો વધાર્યા વગર માત્ર ભૂતકાળની સરકારોની કટકી કંપનીઓનો ભ્રષ્ટાચાર બંધ કરીને જનતાના ભલા માટે, સુખાકારી માટે પાઇએ પાઇ ખર્ચી છે. આજે જેટલો બજેટનો હિસ્સો વિકાસ માટે આ જિલ્લા માટે જાહેર કર્યો તેટલું બજેટ આખા રાજયનું કોગ્રેસના સમયમાં પણ કયારેય નહોતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યુ કે ગુજરાતના કોઇપણ વિસ્તારમાં રપ કીલોમીટરના અંતરમાં વિકાસનું કોઇને કોઇ કામ થતુ જોવા મળશે. વિકાસની વાત આવે અને દુનીયાના કોઇપણ ખૂણામાં જાવ તો ગુજરાતી હોવા સાથેની ઓળખથી આદરભાવના બધા દરવાજા ખુલી જાય છે. કોઇ ગુજરાત બોલે તો સામેથી વિકાસ બોલાય છે. ગુજરાતની આ વાહવાહી વિકાસના કારણે છે. પણ એના મૂળમાં તાકાત છે, છ કરોડ ગુજરાતી ભાઇઓ-બહેનોએ એકતા, શાંતિ અને ભાઇચારાની શકિત સિધ્ધહસ્ત કરી છે તે જ છે.
તેમણે જણાવ્યુ કે આ વિકાસમાં કયાંય જાતિવાદ, કોમવાદના વેર-ઝેર કે હુમલા-હુલ્લડ નથી. જાતિવાદ-જ્ઞાતિવાદને લડાવવા સિવાય ભૂતકાળના શાસકોએ ખૂરશી સલામત રાખવા કોઇનું ભલુ નથી કર્યુ. આજે સદભાવનાની શકિતએ ગુજરાતમાંથી દશ વર્ષમાં જાતિવાદના ઝેર, કોમવાદના સંઘર્ષને દેશવટો કરી દીધો છે. ભૂતકાળના છાશવારે કરફયુ, ચક્કાબાજી, ભાઇ-ભાઇની કત્લેઆમના દિવસો યાદ કરજો. આજે આ બધામાંથી દશ વર્ષમાં મુકિત મળી ગઇ છે. હવે બધાને વિકાસની ઇચ્છા છે. નવો પ્રગતિનો યુગ શરૂ કરી દીધો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત અને વિકાસ માત્ર પર્યાય જ નથી બની રહ્યા પણ દેશમાં કયાંય પણ વિકાસની તુલના કરવી હોય તો ગુજરાતના વિકાસના મોદી-મોડેલના જ માપદંડ ચાલે છે. જે લોકો ગુજરાતના વિકાસના મોડેલની સમજ ઇચ્છે છે તેમને કહેવું છે કે ગુજરાત મોડેલ એટલે જાતિવાદ-કોમવાદનો ખાત્મો અને એકતાનો, શાંતિનો રસ્તો અપનાવવો તે. જો વિકાસ કરવો હશે તો ટુકડા ફેંકીને વોટ પડાવવાનો રસ્તો છોડો, ગુજરાતે આ એકતા અને શાંતિના માર્ગે નક્કર વિકાસ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે ‘‘અગર રાજકીય ઇચ્છાશકિત હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય એ ગુજરાતની સરકારે પૂરવાર કર્યુ છે. એનાથી જ છ કરોડ ગુજરાતીઓનો ભરોસો આ સરકાર ઉપર છે અને એનાથી જ ગુજરાતના લાખો નૌજવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે.’’
ગુજરાતને બદનામ કરનારને એક વાર સ્વીકાર કરવો જ પડશે કે તમે જે ગુજરાતને બેહાલ ગણો છો તે ગુજરાત તો સદવભાનાની શકિતનું ભરપૂર સામર્થ્ય ધરાવે છે એમ પણ તેમણે જણાવ્યુ હતું.
ગુજરાતનું આ તપ એળે જવાનું નથી સદભાવનાની શકિતથી ભારતના વિકાસમાં સર્વાધિક યોગદાન આપતું રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મંગળવાર, 20 ડિસેમ્બર, 2011
ABOL PASHUO BACHAVATA SHIV SHAINIKO
JETPURNA AMARANAGAR GAAM PAASETHI JETPUR, DHOARJI, UPLETA, GONDAL VIGERE GAAMONA SHIVSHENANA AAGEVANOE 75 ABOL PASHUO KATAL KHANE PAHOCHE TE PAHELA BACHAVI JETPUR PAANJARA POLMA MOKALYA HOVANU JANAVTA TUSHAR GONDALIYA.
મુખ્યમંત્રીશ્રી આજે જામનગરમાં સદ્દભાવના મિશન અંતર્ગત જિલ્લા ઉપવાસ અભિયાન રૂપે એક દિવસની ઉપવાસ તપસ્યા કરશે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સદ્દભાવના મિશન અંતર્ગત જિલ્લા ઉપવાસના અભિયાન રૂપે તા. ર૦મી ડિસેમ્બરે જામનગરમાં ઉપવાસની એક દિવસની તપસ્યા કરશે.
મુખ્યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનમાં જામનગર શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય, ધ્રોળ-જોડિયા, અને કાલાવાડ તાલુકામાંથી જનતા જર્નાદનનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનના આ અભિયાનમાં આવતીકાલે જામનગરમાં ૧૧ હજાર ઉપરાંત નાગરિકો સ્વયંભૂ ઉપવાસ તપ કરશે.
એસ્સાર વાડિનાર રિફાઇનરી આસપાસનો નિર્દિષ્ટ વિસ્તાર પ્રતિબંધિત જાહેર
ગાંધીનગરઃ
રાજ્ય સરકારે સંભવિત ભાંગફોડ અને અડચણની પ્રવૃત્ત્િાને ધ્યાને લઇને જામનગર જિલ્લાના જામખંભાળીયા તાલુકામાં આવેલી એસ્સાર વાડિનાર રિફાઇનરી અને મરીન ફેસિલિટીમાં આસપાસના વિસ્તારને એક જાહેરનામા દ્વારા પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે.
આ જાહેરનામા અનુસાર લાલપુર તાલુકાના મીઠોઇ, મોડપર, રસંગપર અને ઝાંખર તેમજ ખંભાળિયા તાલુકાના કાઠી દેવળિયા, કજુરડા, સોઢા તરધડી, ટીંબડી, વાડિનાર, ભરાણા અને વડાલિયા સિંહણ ગામની કુલ ૭૮૧ સરવે નંબરોની ૧,૯૯,૬૮,૦૪૭ ચો.મી. જમીન વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. જાહેરનામા અનુસાર ભરાણા, ટીંબડી અને ઝાખર ગામના લોકોને તેમની જમીન સુધી આવવા-જવા માટે ક્રુડ ઓઇલ, ફાર્મા અને રિફાઇનરીને જોડતા ત્રણ દરવાજા ખુલ્લા રાખવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે પોલીસદળના જવાનો, લશ્કરના જવાનો, આ કંપનીઓમાં રોજગારી મેળવતા લોકો અને ન્યાયાધિશોને જાહેરનામાંથી છુટછાટ આપવામાં આવી છે.
માહે ઓકટોબર-ર૦૧૧ના માસનો ગ્રાહક ભાવાંક
ગાંધીનગરઃ
રઃ ઔઘોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે ઓકટોબર-ર૦૧૧નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔઘોગિક કામદારો માટે માહે ઓકટોબર-ર૦૧૧ માટેના પાયાના વર્ષ (ર૦૦૧)ને ૧૦૦ પર આધારિત ગણત્રી કરેલ ગ્રાહક ભાવાંક ૧૯પ છે. આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતાં આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔઘોગિક કામદાર વર્ગ માટેનો માહે ઓકટોબર-ર૦૧૧ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯ર૬-ર૭-૧૦૦) પ્રમાણે ગ્રાહક ભાવાંક ૧૩૬પ૩ થાય છે તેમ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વિધાનસભા ખાતે દરબાર સાહેબ દેસાઇની ૧૨૪મી જન્મતિથિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્પાંજલિ અપાઇ
ગાંધીનગરઃ
ગુજરાત વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડિયમમાં દરબાર સાહેબ દેસાઇના તૈલચિત્રને તેમની ૧૨૪મી જન્મતિથિ નિમિત્તે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા દ્વારા ભાવસભરપુષ્પાંજલી આપવામાં આવી હતી.
મહાત્મા ગાંધી દ્વારા દરબાર સાહેબના હુલામણા નામને પ્રાપ્ત કરનાર ગોપાળભાઇનો જન્મ ૧૯ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ રાજવી પરિવારમાં તેમના મોસાળ ઢસામાં થયો હતો. તેમની માતા સમજુબાના પિતા અંબાઇદાસ દેસાઇ વસો, ઢસા અને રાયસાંકળીયાના જાગીરદાર હતા. તેમણે વઢવાણ ખાતે આવેલ રાજવીઓ માટેની શિક્ષણ સંસ્થા ગરાસિયા કોલેજમાંથી શિક્ષણ લીધું હતું. ત્યારબાદ ૧૯૦૭માં વડોદરા ખાતે આવેલ એક કોલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા, જયાં તેઓ શ્રી અરવિંદ ધોષ સાથે સંપર્કમાં આવતા બંગ-ભંગ ચળવળમાં સક્રિયપણે જોડાયા. આ ચળવળે તેમને દેશપ્રેમમાં સંપૂર્ણ ઓતપ્રોત કર્યા
૧૯૧૫ બાદ ગાંધીજીના સંપર્કમાં આવતા અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશમાં સક્રિય ભાગ ભજવ્યો. મિત્રની નાની ટકોરથી મલમલ રેશમી જરિયાન વસ્ત્રો અને રાજવી શણગારને ત્યજીને જીવનમાં સાદગી અને ખાદી અપનાવી. ૧૯૩૮માં હરિપુરા ખાતે ભરાયેલા ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના તેઓને અધ્યક્ષ બનાવામાંઆવ્યા હતા. સૌરાષ્ટ્રના અમરેલીમાં આવેલ ઢસા રાયસાંકળીયાનું પોતાનું નાનું રાજય ભારતના સ્વાતંત્ર્ય યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું. સન ૧૯૪૭માં સ્વરાજ આવતાં જાગીર પાછી મળી પણ તે ન સ્વીકારી અને જાહેર સેવાને પોતાનું કાર્યક્ષેત્ર માનનાર આ દરબાર સાહેબની જીવનલીલા ૫ મી ડિસેમ્બર ૧૯૫૧ના રોજ સંકેલાઇ ગઇ.
આ પુષ્પાંજલી પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવશ્રી ડી.એમ.પટેલ, ઉપ સચિવશ્રી બી.ડી.વસાવા, અંગત સચિવશ્રી દિનેશ વ્યાસ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પી હતી.
દવાખાનાઓના ફાયર સેફટી ઓડીટની શરૂઆત મહાનગરોથી થશે - ૦૬ મહિનામાં રીપોર્ટ મેળવાશે - આરોગ્યમંત્રી મેડીકો લીગલ અને એફએસએલની સગવડોના સમન્વય સાથે પોસ્ટ મોર્ટમ ખંડોના અઘતનીકરણનું આયોજન
રૂા. ૫.૮૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બરોડા મેડિકલ કોલેજના સભાખંડનું વિધિવત લોકાર્પણ
વડોદરા,
રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે બરોડા મેડિકલ કોલેજના રૂા. ૫.૮૧ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા અને ૭૦૦ જેટલી બેઠકો તેમજ કાર્યક્રમ આયોજનની અઘતન સગવડો ધરાવતા ઓડિટોરિયમનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. અત્યંત ઉંચા ગજાના સારસ્વત અને મેધાવી પ્રતિભા ડૉ. એ.પી.જે.કલામના આ ઓડીટોરિયમમાં પગલાં થયાં અને તેના અનૌપચારીક ઉપયોગ શરૂ કરાવ્યો તે મારે માટે આનંદની વાત છે તેવી લાગણી વ્યકત કરતા આરોગ્ય પ્રધાને આ ઓડિટોરિયમમાં મલ્ટીમિડીયા સુવિધાઓ પ્રસ્થાપિત કરવા અને ઇન્ટરનેશનલ તબીબી અને વ્યાવસાયિક કોન્ફરન્સીઝ અને સીએમઈ યોજી શકાય અને અન્યત્ર યોજાતા આવા કાર્યક્રમોનો આ સભાખંડમાં બેસીને લાભ લઈ શકાય તેવી સુવિધાઓ કરવા માટે જરૂરી રકમ ફાળવવાની આરોગ્ય વિભાગની તત્પરતા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમ પ્રવાસન રાજય મંત્રી શ્રી જીતુભાઈ સુખડિયા, સંસદિય સચિવશ્રી યોગેશ પટેલ, મેયર ડૉ. જયોતિબેન પંડયા, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, આરોગ્ય વિભાગના નાયબ સચિવશ્રી ગોહિલ, અધિક નિયામક ડૉ. પી.ડી.વિઠૃલાણી, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાથી સમિતિ અધ્યક્ષ ડૉ. વિજય શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી હરદત્તસિંહ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. અમેરિકાવાસી ભૂતપૂર્વ તબીબી વિઘાર્થીઓના સંગઠનના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયાં હતા.
વસતી વધારો અને આરોગ્યાલાયોના મકાનોના વિસ્તરણની સાથે રાજય સરકાર ફાયરસેફટીની અઘતન સગવડો આપવા સજાગ છે. તેવી લાગણી વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે કલકત્તાની હોનારતના પગલે ગુજરાતે આ બાબત અગ્રતાક્રમે હાથ ધરવાની પહેલ કરી છે. દવાખાનાઓમાં પ્રોફેશનલ સેફટી ઓડિટ ફરજીયાત બનાવવાના ભાગરૂપે પ્રથમ મહાનગરોની હોસ્પિટલ્સનું ફાયર સેફટી ઓડીટ યોજીને, ૦૬ મહિનામાં તેનો રીપોર્ટ મેળવવામાં આવશે.
રાજય સરકારે એસએસજી હોસ્પિટલ્સ જેવા દવાખાનાઓના પોસ્ટમોર્ટમ ખંડોના મેડીકોલીગલ તેમજ એફએસએલની જરૂરી સગવડોના સમન્વય સાથે અઘતનીકરણ કરવા રૂા. ૮ કરોડની રકમ ફાળવી છે. આ કામમાં ડૉ. જે.એલ.મીનાના વડપણ હેઠળની તજજ્ઞ કમિટિના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સૂરત અને અમદાવાદની મેડિકલ કોલેજીસ માટે પણ અઘતન ઓડિટોરીયમ્સ બનાવવામાં આવી રહયાં છે. એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં, ડીન ડૉ. એ.ટી.લેઉઆએ સહુને આવકાર્ય હતા. એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાજીવ દેવશ્વરે આભાર વ્યકત કર્યો હતો.
ખણકતા બોલ અને સ્ટમ્પસથી પ્રજ્ઞાચક્ષુઓ રમ્યા ક્રિકેટ ઃ ખેલ મહાકુંભ હેઠળ નેત્રહિન ક્રિકેટની સેમી ફાઇનલ્સનો પ્રારંભ
વડોદરા,
ખેલ મહાકુંભ-૨૦૧૧માં ૧૮ વર્ષથી વધુ અને ૧૮ વર્ષથી નીચે બે શ્રેણીઓમાં નેત્રહિન ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેની સેમી ફાઈનલ સ્પર્ધાઓનો પોલો મેદાન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ, વડોદરા જિલ્લાના શાખાના યજમાનપદે પ્રારંભ થયો છે. આજે ભાવનગર, ઈડર, સુરત અને અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમો વચ્ચે મેચીસ રમાઈ હતી જેમાં ચોગ્ગાઓની રમઝટ પણ જોવા મળી હતી.
પદાધિકારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે અંદર છરા ભરવાને કારણે ખણકતા ધુધરીવાળા સફેદ દડાની મદદથી અંધજનો ક્રિકેટ રમવાનો તંદુરસ્ત લોકો જેટલો જ આનંદ માણી શકે છે. અંધજન ક્રિકેટ માટેના સ્ટમ્પસ પણ લોખંડની પાઈપોના બનાવવામાં આવે છે જેની સાથે દડો અથઠાતા, રણકાર સંભળાય છે. જેને આધારે આઉટ-નોટઆઉટનો સચોટ નિર્ણય લેવાય છે. આ સ્ટમ્પસને બેઈલ્સ (ગિલ્લીઓ) નથી હોતી. આમ, શબ્દવેધી તિરંદાજીની માફક નેત્રહિનો દડાના અવાજને પારખીને ફટકાબાજી કરે છે અને વિકેટને બચાવે છે.
મંગળવારના રોજ બીજી ચાર ટીમો વચ્ચે સ્પર્ધાઓ થશે. સેમીફાઈનલ્સના વિજેતાઓ વચ્ચે તા.૨૨/૧૨ના રોજ ગાંધીનગરમાં ફાઈનલ રમાશે તે ઉલ્લેખનીય છે.
સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં અભિલેખાગાર સપ્તાહ ઉજવણીનો પ્રારંભ
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શની ખુલ્લી મૂકાઈ
વડોદરા,
સર સયાજીરાવ ગાયકવાડની સાર્ધ શતાબ્દીની ઉજવણી દરમિયાન અભિલેખાગાર સપ્તાહ નિમિત્તે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમર વારસો પ્રદર્શનનું જિલ્લા કલેકટર શ્રી વિનોદ રાવે ગુજરાત રાજય, અભિલેખાગાર અધિક્ષક દક્ષિણ વર્તુળની કચેરી ખાતે ઉદ્ધાટન કરી ખુલ્લું કર્યું હતું.
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમર વારસો પ્રદર્શન ખુલ્લું મૂકતા કલેકટરશ્રી વિનોદ રાવે જણાવ્યું હતું કે વડોદરા રાજયનો અદ્ભૂત વારસો પ્રદર્શનમાં સુંદર રીતે પ્રદર્શિત કરાયો છે. પ્રસ્તુત પ્રદર્શનમાં સદીઓ પહેલા જે પ્રકારે વડોદરા રાજય અને તેના વિસ્તારમાં સુશાસન પ્રણાલિ પ્રસ્થાપિત થઈ હતી તેના પ્રત્યક્ષ દર્શન થાય છે તે દરેક નાગરિકોને નિહાળવાનો લ્હાવો લેવો અનુરોધ કર્યો હતો. તેમણે સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતીના અવસરે રાજયના અભિલેખાગાર દ્વારા વડોદરા રાજયનું પ્રદર્શન યોજાયું છે. તે માટે વડોદરાના નાગરિક તરીકે ગૌરવની લાગણી થવી જોઈએે. આગામી દિવસોમાં સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતીની ઉજવણી કરાશે તેમાં વડોદરાના નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો.
અભિલેખાગાર સપ્તાહની ઉજવણી નિમિત્ત્િા યોજાયેલા શ્રીમતં સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શનમાં વડોદરા રાજયના શાસનકાળ દરમિયાનના રાજકર્તાઓ, રાજયના ધ્વજ અને રાજયચિહનો, અગ્રણી કારભારીઓ, વડોદરા રાજય સાથે જોડાયેલા મહાનુભાવોની તસવીરો વિભાગવાર પ્રદર્શિત કરાઈ છે. આ સાથે કચેરીમાં સંગ્રહાયેલા દસ્તાવેજો, વડોદરા સ્ટેટના રેલવેતંત્રની સમયસારણી, વડોદરા રાજયના દફતરના પ્રકાશનો, વડોદરા રાજયની હકૂમતનો વિસ્તાર દર્શાવતો એટલાસ (નકશાઓ) ગાયકવાડી રાજવી પરિવારની વંશાવલી, સુવર્ણ અને ચાંદીની ચીજવસ્તુઓ, સોનાચાંદીના વેલડાંની તસવીરો, તેમજ માનપત્રો અને તે માટેની માનપત્ર મંજૂષાઓ, રાજવી સવારી વડોદરા રાજયની ભવ્ય ઇમરતોની તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શન તા. ૨૩/૧૨/૨૦૧૧ સુધી સવારના ૧૧.૦૦થી સંજના ૫.૩૦ કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
આ પ્રદર્શન પ્રસંગે અભિલેખાગાર અધિક્ષકની એમ.જી.રાઠવા સંગ્રાહક શ્રી દીપક શાહ તથા ઈતિહાસ રસિકો ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સૂરત શહેરને ખૂબસૂરતી સાથે સુખાકારીને પ્રાધાન્ય આપવા શિખઃ સરકારી તરાહમાંથી બહાર આવીને દિલ- આત્મા રેડીને કામ કરવા અમલદારોને અનુરોધઃ સૂરતઃ
- મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂરત મહાનગરપાલિકાના તંત્રને શહેરમાં સૌંદર્ય- મનોરંજન વૃધ્ધિના સ્ત્રોતો ઊભા કરવાની સાથે જન સુખાકારીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. વિકાસ માટેની પહેલ માત્ર રાજય સ્તરેથી જ ન થાય પણ સૂરત મહાનગરપાલિકા જેવા તંત્રો પણ પહેલરૂપ ભૂમિકા ભજવે, તેમ તેમણે જણાવ્યું હતું.
સદ્ભાવના મિશન કાર્યક્રમ અંતર્ગત સૂરત આવેલા મુખ્યમંત્રીએ મોડી સાંજે પાલિકા- રાજયના અમલદારોની સાથેની બેઠકમાં શહેરના વિકાસની સાથે આરોગ્ય, શિક્ષણના સ્તર તથા સ્લમ વિસ્તારના નાગરિકોની સુખાકારી બાબતે ચિંતા સેવવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, શાળાઓ-હોસ્પિટલોમાં ફાયરસેફટી અંગેની તાલીમ- મોકડ્રીલ નિયમિત સમયાંતરે યોજીને કલકતાની હોસ્પિટલમાં બનેલી આગની ધટના જેવી કરૂણાંતિકા નિવારી શકાય. માસમાં આવા ત્રણથી ચાર કાર્યક્રમો યોજીને લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવા પર તેમણે ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સૂરતના ભાવિ વિકાસના આયોજનમાં પર્યાવરણનું માહાત્મય સ્વીકારવા પર ભાર મૂકતા નવા આવાસોના બાંધકામની મંજૂરી વેળાએ વરસાદી પાણી નિકાલ- સૌર ઊર્જાના ઉપયોગ જેવી બાબતોનું પ્લાનિંગ કરી, ગ્રીનરી તરફ લોકોનો ઝોક વધે તે માટેના પ્રયાસો કરવા જણાવ્યું હતું.
સૂરત- નવસારી ટ્વીન સિટી બનવાની દિશામાં જઇ રહયા છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન મિકેનિઝમ, સહિતના પાસાંઓ મદ્ેનજર રાખીને સૂરતે જ મોટાભાગનું દાયિત્વ અદા કરવુ પડશે, તેમ તેમણે ઉર્મેર્યું હતું. મહાનગરપાલિકાના વિકાસ પ્રકલ્પો સમયમર્યાદામાં સંપન્ન થાય તે બાબતે મોનિટરિંગ તંત્ર ગોઠવવાની તેમણે તાકીદ કરી હતી
મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.કે. દાસે મહાપાલિકા અંગે તથા પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. મહાનગરપાલિકા તેમજ સરકારના વરિષ્ઠ અમલદારો ઉપસ્થિત રહયા હતા.
અછારણે ત્રીજીવાર સમરસગામબની અનુકરણીય ઉદાહરણ પાડયુંઃ
ત્રણ- ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત બન્યુ અછારણઃ
સૂરતઃ
૧૨૦૦ આજુબાજુની વસતિ,૭૫૦ જેટલા કુલ મતદારો ગ્રામ પંચાયતના કુલ સાત વોર્ડ અને તમામ વોર્ડમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૧૧માં મહિલાઓ સર્વાનુમતે બીન હરિફ વિજેતા બને અને મહિલા સમરસ ગામ બનવાના દિને જ સરપંચ સહિત ચૂંટાયેલા સભ્યોનો સન્માન કાર્યક્રમ ગ્રામજનો યોજે આવું કયાંય જોવા મળ્યું છે.
હા- આ વાત છે સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મહિલા સમસ ગામ બનેલ અછારણની અછારણ અગાઉ બે વખત અને આ સાથે મળી કુલ ત્રણ વખત સમરસ ગામ બન્યું છે. જેમાં મહિલા સરપંચ પદે બીનહરિફ સર્વાનુમતે શ્રીમતિ રમીલાબેન ધીરજભાઇ પટેલની વરણી થઇ છે.
પ્રથમ વખત મહિલા સમરસ ગામ અછારણ બનતા તેને રૂા. ત્રણ લાખ અનુદાન પેટે મળશે વધારામાં તાલુકા પંચાયત દ્વારા આયોજન મંડળના રૂા. એક લાખના કામો પ્રતિવર્ષ મુજબ મળશે એટલે કે કુલ પાંચ લાખના વિકાસ કાર્યો થશે. ધોરણ- 1 થી ૭ ની સુવિધામાં વધારો કરતા ધોરણ-૮ માટે પ્રાયોરીટી મળશે.
પટેલો અને હિન્દુ હળપતિની મુખ્ય વસિત વાળા અછારણના નવા વરાયેલા સરપંચ શ્રીમતી રમીલાબેન ગામને વરીયાવ પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળે તે કાર્યને અગ્રીમતા આપવા માંગ છે.
સન્માન કાર્યક્રમમાં અછારણ મહિલા સમરસના સરપંચ સહિતના મહિલા સભ્યોને સન્માનતા મામલતદારશ્રી આર.ડી. જાદવ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.વી દવેએ શુભેચ્છાઓ પાઠવતા તાલુકા વહીવટીતંત્ર તરફથી પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પંચાયત રાજય અમલમાં આવેલ ત્યારથી લઇ મૃત્યુપર્યત ૨૫(પચ્ચીસ) વર્ષ સુધી બીનહરિફ સરપંચપદે ભગુભાઇ મધુભાઇ પટેલ રહયાં હતા. જેની સ્મૃતિરૂપે તેમના પરિવારે ગામને સુંદર(પ્રવેશદ્વાર) મંગલદ્વાર બનાવી આપ્યું છે.
ઓલપાડ તાલુકાના કુલ-૧૦૮ ગામો પૈકી ૯૪ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઇ છે. જેમાં ૩૩ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. અને તેમાં શાદલા, કારેલી, ભારૂંડી, મોરથાણ અને અછારણ ગ્રામ પંચાયતો મહિલા સમરસ થઇ છે તેવી માહિતી તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.વી. દવેએ આપી હતી.
હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજદારોની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશેઃ
સૂરતઃ
સુરત આર.ટી.ઓ ખાતેથી લાયસન્સ મેળવવા માંગતા અરજદારો હવે તા.૦૧/૦૧/૨૦૧૨થી લર્નિગ લાયસન્સની અરજી ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે. તેમજ અરજદારોને બેવડી પ્રક્રિયાથી પસાર ન થવું પડે અને સમયનો બચાવ થાય તે હેતુસર કાચા અને પાકા ડ્રાઈવિંગ લાયસન્સની ફી એક જ વખતે એક જ સાથે સિંગલ વિડો સિસ્ટમ થી સ્વીકારવામાં આવશે તેમજ ઈસ્યુ કરવામાં આવશે. આ ઉપરાત ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ મેળવનાર અરજદારે કોમ્ય્યુટર ઉપર ફોટો પડાવવાનો રહેશે. કોઇ અરજદાર કાચા લાયસન્સ બાદ પાકું લાયસન્સ ન કઢાવે તો ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
બિહાર વિધાન પરિષદની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિહેબીલીટેશન સમિતિનો સૂરતના પ્રવાસેઃ
સૂરતઃ
બિહાર વિધાન પરિષદની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિહેબીલીટેશન સમિતિના ૧૨ સભ્યો તા.૨૪/૧૨/૧૧ના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યા થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન સુરતના જોવાલાયક સ્થળોની મુલાકાત લેશે. તા.૨૫/૧૨/૧૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સુરતથી ટ્રેન મારફતે અમદાવાદ જવા રવાના થશે.
વિધાનસભા સચિવાલયની સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિ સુરતના પ્રવાસેઃ
સૂરતઃસોમવારઃ- વિધાનસભા સચિવાલયની સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિના ૧૧ સભ્યો આગામી તા.૨૨/૧૨/૧૧ના રોજ સુરત ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના હજીરા ખાતેના બંદરની મુલાકાત લેશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે રીલાયન્સની, બપોરે ૧૨.૩૦ વાગે એલ.એન.ટી.ની મુલાકાત તેમજ બપોરે ૩.૦૦ વાગે એસ્સાર સ્ટીલની મુલાકાત લેશે. સાંજના ૫.૦૦ વાગે ગાંધીનગર જવા રવાના થશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન વાહનોના ઉપયોગ પર લદાયેલ પ્રતિબંધ
આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદાનના દિવસે તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ તથા જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૩૦/૧૨/૨૦૧૧ના રોજ ઉમેદવારે પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં મતદાનની તારીખે ચૂંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે એક જ વાહન ચૂંટણી અધિકારી દ્વારા આપેલ પરમીટ ધારણ કરેલું વાપરી શકાશે. વાહન ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવાનું રહેશે. ઉમેદવાર/મતદાન/પક્ષીય કાર્યકરો આવા પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચૂંટણી કાર્યના સમય દરમિયાન મતદારોને લાવવા લઇ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે, ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકાશે નહિં.કોઇપણ વ્યક્તિ પોતાના કોઇપણ પ્રકારના વાહનોમાં મતદારોની હેર ફેર કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકશે નહિં, વાહનનો પોતાના અને ફકત કુંટુંબની વ્યક્તિઓ પુરતો મર્યાદિત કરવાનો રહેશે. આ પ્રતિબંધ સરકારી અધિકારીઓ કે જે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ છે તેઓને લાગુ પડશે નહિં.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં ટેબલ, ખુરશી મુકવી નહિં
આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વ્સિતારમાં મતદાનના દિવસે તા.૨૯/૧૨/૨૦૧૧ના તથા પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૩૦/૧૧/૨૦૧૧ના રોજ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર કોઇ ટેબલ, ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડાની છત્રીની વ્યવસ્થા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચૂંટણી પંચે અધિકૃત કરેલ અધિકારીશ્રીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીશ્રીઓ અથવા તેઓને મદદ કરતી એજન્સીઓને લાગુ પડશે નહિં. આ હુકમનો ભંગ કરનાર કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફાયરીંગ બટ્ટ વિસ્તારમાં પ્રવેશ નિષેધ
ભરૂચઃ પોલીસ અધિક્ષકશ્રી ભરૂચના જણાવ્યાનુસાર તેઓની કચેરી હસ્તકનાં તમામ પોલીસ સ્ટેશનો તેમજ હેડ.કર્વાટરનાં તેમજ શાખાઓનાં અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનાં વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાનાં હોવાથી ડી.એસ.પી. બંગલોની બાજુમાં આવેલ સ્થાનિક ફાયરીંગ બટ્ટ વિસ્તારમાં તા.૧૨/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧, સુધી દિન-૨૦ માટે પ્રતિબંધિત જાહેરનામુ બહાર પાડવા માંગણી કરી છે.
ભરૂચ જિલ્લાના અધિકારી/કર્મચારીઓ વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે ફાયરીંગ બટ્ટ ઉપયોગમાં લેવાના હોઇ જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે તેમજ જાનહાની થતી રટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.એસ.નિનામાએ એક હુકમ ધ્વારા તા.૧૨/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧ સુધી દિન-૨૦ માટે સિવિલ લાઇન્સ રોડ પર નર્મદા નદી કિનારે ધોબીધાટ આગળ રાયફલ રેન્જની આસપાસનો એટલે કે પૂર્વ દિશા તરફ કાર્યપાલક ઇજનેરશ્રીનો બંગલો સુધી તેમજ પશ્રિમે બાવા દરગાહ સુધી અને દક્ષિણે નદીના સામાકાંઠા સુધીના એક માઇલનો વિસ્તારમાં કોઇપણ આવ-જાવ કરવી નહી, હરવુ-ફરવુ નહી, તેમજ હાજર રહેવું નહી તથા ઢોર વિગેરે ચરાવવા નહી કે હરવા-ફરવા દેવા નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ-ઢોરના માલિકો સામે કાયદેસર પગલા ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.
ટ્રાફિક સેવકોની માનદ સેવા માટે અરજીઓ મંગાવાઇ
ભરૂચઃ
ભરૂચ શહેર ખાતે ટ્રાફિકના સંચાલન માટે લાયકાત ધરાવતા પુરૂષ સેવકોની માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે. જુમાં ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ /નાપાસ. માનદ સેવકોની ઉંચાઇ પ ફુટ પ ઇંચ હોવી જોઇએ. રસ ધરાવનાર અરજદારે અરજી સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે. અરજદારોએ સિવિલ લાઇન્સ ભરૂચ તા.૨/૧/૨૦૧૨ નાં રોજ સવારે આઠ વાગે રૂબરૂ હાજર રહી પોતાનું નામ નોંધાવવાનું રહેશે. અરજદારના ઇન્ટરવ્યુની પ્રક્રિયા તા.૨/૧/૨૦૧૨ નાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકથી થરૂ થશે. આખરી ઇન્ટરવ્યુ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ સામાન્ય જ્ઞાન તથા ટ્રાફિકને લગતી માહિતી અંગેના લેખિત કસોટી પાસ કરવાની રહેશે. તમામ કસોટીમાંથી પસાર થનાર ઉમેદવારોની તા.૫/૧/૨૦૧૨ થી તા.૧૫/૧/૨૦૧૨ સુધી ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે તાલીમ માટે ઉપસ્થિત થવાનું રહેશે. તાલીમનો સમય સવારના ૯ઃ૦૦ કલાક થી ૧૨ઃ૦૦ કલાક સુધી રહેશે. તાલીમ દરમ્યાન કોઇ માનદ વેતન ચુકવવામાં આવશે નહી. માનદ સેવા અંગેની નિમણૂંક હંગામી અને ખાનગી ધોરણે દિન ૨૬ માટે રહેશે અને દિવસના રૂા.૧૫૦/- ચુકવવામાં આવશે.
જંતુનાશક દવાઓની ખરીદી માટે ખેડૂતો જોગ
ભરૂચઃ ભરૂચ જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવે છે કે, જંતુનાશક દવાઓની ખરીદી જંતુનાશક દવા વેચવાનો કાયદેસરનો પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ કે ખાનગી વેપારીઓ પાસેથી જ ખરીદી કરવી. વધુમાં જંતુનાશક દવાની ખરીદી વખતે જે તે પરવાનેદાર પાસેથી તેના લાયસન્સ/પરવાના નંબરવાળું પાકુ બીલ મેળવવું તથા જંતુનાશક દવાનું પેકિંગ સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવાની સાથે સાથે જંતુનાશક દવાની મુદ્દત વીતી ગયેલ જંતુનાશક દવાની ખરીદી કરવી નહી. વધુમાં લોભામણી જાહેરાત કરી બીલ વગર કોઇપણ લેભાગુ તત્વો ધ્વારા જંતુનાશક દવાનું વેચાણ થતું હોય તો તેવી જંતુનાશક દવાની ખરીદી કોઇપણ સંજોગોમાં કરવી નહી તથા આ બાબતની જાણ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)-ભરૂચ, મદદનીશ ખેતી નિયામક(ગુ.ની.)-ભરૂચ, મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ), અંકલેશ્વર તથા જેતે તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રી વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા ગ્રામસેવકને તાત્કાલીક જાણ કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદ શહેર આચાર્ય સંઘ અધિવેશન યોજાયું ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરીનું વિમોચન કરતા શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
રાજ્યના વિકાસ ક્ષેત્રે ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજેકટ, વાંચે ગુજરાત, વિદ્યાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વધારો ઉપરાંત ગુણોત્સવ, વિદ્યા સહાયકોની ભરતી, વિદ્યા દીપ યોજના, સ્કોપ લેંગ્વેજ, નોલેજ સોસાયટીની વૈકલ્પિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે, તેમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ આજે અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા આયોજિત શૈક્ષણિક અધિવેશન તથા ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરીના વિમોચન સમારોહમાં જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ કન્યા કેળવણી અભિયાનના પગલે છેલ્લા એક દશકામાં સો ટકા નામાંકન, ડ્રોપ આઉટ રેશિયો ઘટીને બે ટકા તેમજસ્ત્રી સાક્ષરતામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. શિક્ષણના ક્ષેત્રે ગુજરાતે 21મા ક્રમેથી છઠ્ઠા ક્રમે આવીને નોંધનીય પ્રગતિ કરી છે. રાજ્યમાં ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવાનું કાર્ય સરકારે ઉપાડયું છે. પારદર્શક વહીવટ થકી ઓનલાઇન વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ શક્ય બની શકે તેમ જણાવી 21મી સદીમાં ગુજરાતના વિકાસ નિર્માણમાં શિક્ષકોનું વિશેષ યોગદાન બની રહેશે તેમ કહ્યું હતું.
સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજય છે કે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રેડેશન પધ્ધતિમાં સમાવાયા છે એમ જણાવી શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ગ્રેડેશન પધ્ધતિમાં ગુણાત્મક બદલાવ લાવવા તથા ધોરણ ઉંચુ લાવવાના ઉદ્દેશ સાથે ગુણોત્સવ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને તેના સારા પરિણામો જોવા મળ્યાં છે.
શહેર આચાર્ય સંઘ અધિવેશનમાં નિવૃત શિક્ષક ભાઇ-બહેનોને શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરનારા સંનિષ્ઠ આચાર્યોનું શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
અધિવેશનમાં શહેર આચાર્ય સંઘ દ્વારા પ્રકાશિત ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરી પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઇ ચૌધરી, અમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી રમેશભાઇ અમીન, આચાર્ય સંઘના પ્રમુખ ડૉ.સી.કે.પટેલ, મહામંત્રી શ્રી રાકેશભાઇ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.આઇ.પટેલ સહિત સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા આચાર્ય ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મફત કાનૂની સલાહ કેન્દ્રમાં માહિતી અપાશે
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તાલુકાના 10 ગામો જેવા કે બામોસણા,પાલોદર,રામોસણ,પાંચોટ,લાંઘણજ,ગોરાદ,આંબલીયાસણ,દેલોલી,ગોઝારીયા અને દેવીનાપુરામાં લીગલ એઇડ ક્લીનીકની સ્થપાયેલ છે.આ ગામોમાં દરમાસના બીજા અને ચોથા ગુરૂવારે બપોરે 1-00 થી 5-00 કલાક દરમિયાન મફત કાનુની સલાહ મળી રહેશે
રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠકકરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની અગિયારમી બેઠક યોજવામાં આવી હતી.જેમાં ઘઉં અને કઠોળ પાકના લક્ષ્યાંકો સિધ્ધ કરવાની ચર્ચાઓ,વિવિધ યોજનાઓની લોકો સુધી પહોંચાડવા માટેની ચર્ચાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઇ હતી.
કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દારૂ સંબધિત કેસો,પ્રોહીબેશનના કેસો,તડીપાર તેમજ હદપારના કેસો, સહિત વિવિધ કલમો ને લગતા કેસોની સમીક્ષા કરાઇ હતી.કલેકટરશ્રીએ કાયદો અને વ્યવસ્થા નિયંત્રણ માટે વિવિધ ટીમો બનાવવાનું સુચન કર્યું હતું.આ ઉપરાંત ટ્રાફિક બાબતે જાગૃતતા લાવવા માટે પણ સુચનો થયા હતા.શહેરમાં સાઇન બોર્ડ તેમજ ટ્રાફિક સિગન્લ ટુંક સમયમાં પુર્ણ કરવાના સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા..આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.જે.સવાણી, અધિક કલેકટરશ્રી આર.કે.પટેલ, જિલ્લાના પ્રાન્ત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ કમીટીના સભ્યો હાજર રહી વિવિધ સુચનો કર્યા હતા.
હથીયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૧ ના રોજ મતદાન અને તા.૩૧/૧૨/૨૦૧૧ ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. આ ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા હથીયારો અંગે જરૂરી સુચનાઓ બહાર પાડેલ છે. ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક જણાય છે. મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચુંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતિ રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર રાજયના ચૂંટણી પંચે બહાર પાડેલ સુચનાઓ ધ્યાને લેતા સમગ્ર જિલ્લામાં આવેલ હથીયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે.
શ્રી જે.બી.વોરા, (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવે છે કે, સમગ્ર જિલ્લાના વિસ્તારમાં કોઇ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ થી કલમ-૨ ની વ્યાખ્યામાં આવતુ કોઇપણ હથિયાર ધારણ કરી ફરવું નહિ. તેમજ હથીયાર પોતાના રહેઠાણના સ્થળે શેફ કસ્ટડીમાં રાખવા, નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથીયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથીયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે, જામીન ઉપર છોડેલી વ્યકિતઓ, ફોજદારી ગુનાઓ કર્યાની ભુમિકાવાળી વ્યકિતઓ, હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમિયાન સંડોવાયેલ વ્યકિતઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યકિતઓ, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમોને ચૂંટણી પ્રક્રિયા શરૂ થયેલ હોઇ યોગ્ય સમયમાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શકય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ બાબત કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલા નિરીક્ષકોને લાગુ પડશે નહિ.
આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ ને અનુલક્ષી ચોપાનીયા, ભીતપત્રો, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શન પર નિયંત્રણો
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, પોસ્ટર્સ, કટઆઉટ, જાહેરાત, બેનર્સ વિગેર દ્વારા પૈસાની તાકાતના આડંબરયુક્ત પ્રદર્શન ના કરે તે હેતુથી રાજય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ આચારસંહિતા મુજબ નિયમન કરવુ જરૂરી છે. શ્રી સુધીર બી.પટેલ,(જી.એ.એસ) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા–પાલનપુર દ્વારા મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ડી.એ.)થી (ડી.બી.) થી મળેલ સત્તની રૂએ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે ચુંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટઆઉટ, મુકવા નીચે મુજબ નિયમો કરવા હુકમ કરવામાં આવે છે.
કોઇપણ ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા ચૂંટણી પંચની સુચનાની વિગતે સહેલાઇથી દૂર કરી શકાય તેવા પ્રકારે કટઆઉટ, હોર્ડીંગ્સ, બેનર્સ, કમાન, તોરણ, ધ્વજ પતાકા વિ. કોઇપણ ખાનગી મિલ્કતો મકાનો ઉપર મિલ્કતના માલિકની સ્વેચ્છા પરવાનગીથી પ્રદર્શિત કરી શકશે અને આ પ્રકારની મંજુરીની લેખિતમાં સબંધિત ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને દિન-૩ માં જાણ કરી શકાશે
કોઇપણ ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ પ્રદર્શિત કરી શકાશે પરંતુ તે માટે સ્થાનિક સત્તાધિકારીની મંજૂરી પ્રમાણે ચુકવણી કરી પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે પરંતુ ચુંટણીની જાહેરાત પછી આવી જગા કે હોર્ડીગ્સની સાઇઝ વિસ્તારી શકાશે નહીં કે ઘટાડી શકાશે નહીં.
આ જાહેનામું તા.૧૦/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧ સુધી સમગ્ર જિલ્લા(ન.પા.વિસ્તાર) પૂરતું અમલમાં રહેશે. કોઇપણ ઉમેદવાર/અથવા કોઇપણ વ્યકિત દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરી ચૂંટણી લક્ષી કટ આઉટ, જાહેરાત, પાટીયા, અથવા બેનરો પ્રદર્શિ કરાશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ને અનુલક્ષી ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા પર અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ.
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી- ૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હોઇ ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ, સભા, સરઘસ વિગરે નીકળવાની શક્યતા હોવાથી સમગ્ર જિલ્લામાં (ન.પા. વિસ્તાર સિવાય) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી- સરઘસની મનાઇ ફરમાવવામાં આવે છે. તેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને ૧૯૫૧ ના મુંબઇના ૨૨ મા)ની કલમ-૩૭ ની પેટા કલમ-૩ થી મળેલ સત્તાની રૂએ શ્રી જે.બી.વોરા,(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર દ્વારા જિલ્લામાં (ન.પા.વિસ્તારો સિવાય) તા. ૧૦/૧૨/૨૦૧૧ થી તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધી બંને દિવસો સહિતની મુદત માટે ચાર કે ચાર કરતાં વધુ વ્યકિતઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ નીચેનાને લાગુ પડશે નહીં. સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇપણ સ્મશાન યાત્રા વગેરે બાબતોને આ લાગુ પડશે નહિ.
આ હુકમનો કોઇ ભંગ અથવા ઉબ્લંધન કરવા બદલ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ અને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (સને ૧૮૬૦ ના ૪૫ માની) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મતદાન મથકથી ૧૦૦ મીટર વિસ્તારમાં મોબાઇલ ફોન અને આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું."
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનનો સમય સવારે ૮-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધીનો છે. ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં થઇ શકે તે હેતુથી મતદાન મથક ઉપર મતદાન શાંતિપૂર્ણ, મુકત અને નિષ્પક્ષ થાય અને મતદારો શાંતિપુર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથક અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોર્ડલેસફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ, વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ જઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુ થી નિયંત્રણ મુકવુ જરૂરી અને આવશ્યક જણાય છે.
શ્રી સુધીર બી.પટેલ,(જી.એ.એસ.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ના જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારની અંદર કોઇપણ વ્યકિત તા. ૨૯/૧૨/૨૦૧૧ ના રોજ મતદાનના સમય દરમ્યાન આધુનિક સંદેશા વ્યવહારના સાધનો લઇ જઇ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી. આ આદેશ ચૂંટણી અંગે ફરજ પરના સરકારી કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સુરક્ષા કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી. આ આદેશનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
ટ્રેકટર અને રોટાવેટર ખરીદવા ઇચ્છતા ખેડુતો જોગ.
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરની ખેડુતો જોગ અખબારી યાદીમાં જણાવાયું છે કે, ખેતીવાડી શાખામાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ રાજયમાં ટ્રેકટર/રોટાવેટર સહાયથી વિતરણ કરવામાં આવે છે. આ અરજીઓની ઓનલાઇન એન્ટ્રી હવેથી ખેડુત વતી જે તે ઉત્પાદક/ડીલર પણ કરી શકશે. આ બાબતે ઉત્પાદકે બેંક ગેરન્ટી તરીકે રૂ.૨.૦૦ લાખ સંયુક્ત નિયામકશ્રી(હિસાબ), ખેતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગરના નામે જમા કરવવાના રહેશે. તેમજ જે તે ઉત્પાદક/ડીલરએ ખેડુત તરફથી પ્રત્યેક અરજી દીઠ ટ્રેકટર અને રોટાવેટર માટે અનુક્રમે રૂ.૩૦૦૦/- અને રૂ.૨૦૦૦/- ડીપોઝીટ પેટે લઇ ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી હાર્ડ કોપી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને મોકલવાની રહેશે. ખેડુત જે તે સાધનની મંજુરીની સમયમર્યાદામાં ખરીદી ન કરે તેવા સંજોગોમાં તે ડીપોઝીટના નાણાં સરકારશ્રીમાં જમા કરાવવાના રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે સેજાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), મદદનીશ ખેતી નિયામકશ્રી(વિ) પેટા વિભાગ ડીસા/ થરાદ અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા, પાલનપુરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
સોમવાર, 19 ડિસેમ્બર, 2011
http://www.e-mailpaysu2.com/members/paidtoclick.cgi?KKUMAR -
http://www.e-mailpaysu2.com/
------------------------------
મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી સૂરતની વિકાસકીય સમૃદ્ધિમાં અભિવૃદ્ધિની સદ્ભાવના સૂર્યપુત્રીના નગરની પ્રગતિ માટે રૂા.૨૧૦૦ કરોડના વિકાસ આયોજનોની ઘોષણા
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂરતમાં સદ્ભાવના મિશનના બારમા પડાવનું સમાપન કરતા સૂરતની વિકાસકીય સમૃદ્ધિમાં ભગીરથ અભિવૃદ્ધિનો માર્ગ મોકળો કરતી ઘોષણા કરી હતી. તેમણે સૂર્યપુત્રીના નગરને પ્રગતિની ટોચે પહોંચાડવાની નેમ સાથે રૂા.૨૧૦૦ કરોડના વિકાસલક્ષી આયોજનોની જાહેરાત કરી હતી. અનશન વ્રતધારી મુખ્યમંત્રીશ્રીની આ સદ્ભાવનાને સૂરતીઓએ પ્રચંડ તાળીઓના નાદથી વધાવી લીધી હતી. તેની સાથે જ સૂરતના ઉદારેદિલ નાગરિકો અને ભામાશા જેવી સંસ્થાઓએ મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણીનિધિ માટે રૂા.૩૦ લાખથી વધુ રકમની સખાવતો આપીને ગુજરાતની દીકરીઓને શિક્ષિત કરવાની મુખ્ય મંત્રીશ્રીની ધગશને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.
બીઆરટીએસ, નવા પુલો અને પાણી સહિતના વિકાસકામો રૂા.૨૧૦૦ કરોડના આ જંગી આયોજન હેઠળ સૂરતમાં થશે તે ઉલ્લેખનીય છે. મારાને બદલે સારા તરફ કેમ વળવું તેની મથામણ એ જ સદ્ભાવના છે તેવો રચનાત્મક સંદેશ ઉપવાસવ્રતી મુખ્યમંત્રીએ આપ્યો હતો. સદ્ભાવના મિશનમાં હાર્દિક સહયોગ માટે હજારો ઉપવાસીઓ સહિત સૂરતવાસીઓનો તેમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્ય મંત્રીશ્રીના ઉપવાસ તપનું જિલ્લા અભિયાન : સૂરત
ગુજરાત કોઇને છેડતું નથી, પણ ગુજરાતને છેડનારને છોડતું પણ નથી
ગુજરાતની જનતાનો આ મિજાજ ગુજરાતને તબાહ કરવા માંગતી હિન્દુસ્તાનની ગુજરાત વિરોધી જમાતને લોકશાહી માર્ગે જવાબ આપશે - નરેન્દ્રભાઇ મોદી
સૂરતમાં સદ્ભાવનાની જનશક્તિનું વિરાટ દર્શન
૧૩૦૦૦ થી અધિક નાગરિકોએ સ્વેચ્છાએ ઉપવાસનું તપ કર્યું
એક દિવસના ઉપવાસની તપસ્યા કરનારા નરેન્દ્રભાઇ મોદી સાથે હાથ મિલાવી શુભેચ્છા આપવા અવિરત જનપ્રવાહ ઉમટયો
હિન્દુસ્તાનને પણ સદ્ભાવનાની શક્તિથી વિકાસમાં તાકાતવાન બનાવવું છે
જેઓ નકારાત્મક માનસિકતાથી જ ગુજરાતને જુએ છે તેની પાછળ સમય બગાડતો નથી, વિકાસને હજુ નવી ઊંચાઇએ લઇ જવો છે - મુખ્ય મંત્રીશ્રી
સૂરત શહેર માટે રૂ.ર૧૦૦ કરોડના વિકાસકામોની જાહેરાત
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્ભાવના મિશન અંતર્ગત જિલ્લા અભિયાનમાં આજે સૂરતમાં એક દિવસના ઉપવાસનું સમાપન કરતા એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ગુજરાતની જનતાએ સદ્ભાવના મિશનના માધ્યમથી એવો મિજાજ બતાવ્યો છે કે ગુજરાત કોઇને છેડતું નથી, પણ ગુજરાતને છેડનારી જમાતને છોડવાનું નથી.
સદ્ભાવના મિશનના જનતાના વિરાટ ઉમળકા પાછળ ગુજરાતને તબાહ કરવાની મુરાદ સેવનારાને લોકશાહી માર્ગે જવાબ દેવાનું સામર્થ્ય છે એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ૩૩ ઉપવાસના માધ્યમથી સદ્ભાવના મિશનનું જિલ્લા અભિયાન કરી રહેલા મુખ્ય મંત્રીને આજે સૂરતમાં સદ્ભાવનાની જનશક્તિનું વિરાટ દર્શન જોવા મળ્યું હતું. નર્મદ નગરી સૂરતમાં સદ્ભાવના મિશનને સમર્થન આપવા શહેરના ખૂણેખૂણેથી નગરજનોના પરિવારો, નારી-માતૃશક્તિ, યુવાનો, સંપન્ન પરિવારો, સમાજના બધા જ ક્ષેત્રોના આગેવાનો, ઉદ્યોગ સંચાલકો, વરિષ્ઠ સંતો, જાહેર જીવનના નાગરિકો, સંગઠનોના પદાધિકારીઓ લગાતાર દિવસ દરમિયાન શુભેચ્છા આપવા લાંબી કતારોમાં ઉપસ્થિત રહ્યા હતા.
સૂરતમાં જનશક્તિના વિકાસ માટેના વિરાટ સમર્થનને આવકારતા મુખ્ય મંત્રીશ્રીએ સૂરત શહેરમાં આધુનિક વિકાસના નવા પ્રોજેક્ટ માટે રૂ.ર૧૦૦ કરોડની જાહેરાત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની રાજનીતિએ જનતા જનાર્દનના સમર્થનની જે મિશાલ ઊભી કરી છે તેને દેશના રાજકીય પંડિતોએ વિશ્લેષણ કરવું પડશે કે આ જનતાના ઉપવાસો શા માટે ? ગુજરાત કોઇને છેડતું નથી પણ છેડે તો કોઇને છોડતું પણ નથી, જે ગુજરાતની જનતાનો મિજાજ છે. ડગલે ને પગલે ગુજરાતને બદનામ કરવું, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી ગુજરાતના જાહેર જીવન, સરકારને બદનામ કરવી તે ગુજરાત સાંખી લેતું નથી. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની જનતા ગુજરાત ઉપરના જુલ્મોને ક્યારેય સ્વીકારતી નથી અને જુલ્મો કરનારને લોકશાહી માર્ગે જવાબ આપી દે છે એ હકીકત સદ્ભાવના મિશનના કાર્યક્રમથી ગુજરાતની જનતાએ પુરવાર કરી છે.
મુખ્ય મંત્રીશ્રીએ ચેતવણી આપી હતી કે, હિન્દુસ્તાનમાં પથરાયેલી ગુજરાત વિરોધી જમાત અને તેના ઠેકેદારોએ આ વાત સમજી લેવાની જરૂર છે કે, ગુજરાતની સદ્ભાવનાની તાકાતને ઓછી આંકશો નહીં, ગુજરાતને બેહાલ કરવાના પેંતરાનો જવાબ ગુજરાતની જનતાના આક્રોશ સદ્ભાવના મિશનના ઉપવાસની પાછળનું સાચું કારણ છે. આ સદ્ભાવના એકતા, શાંતિ અને ભાઇચારાની જડીબૂટૃીએ ગુજરાતના વિકાસને સિદ્ધહસ્ત કર્યો અને કોમવાદ, જાતિવાદ, ભાગલાવાદથી બહાર નીકળીને વિકાસની ઊંચાઇ દુનિયાને બતાવી છે.
હિન્દુસ્તાન પણ આ સદ્ભાવનાની શક્તિથી જ તાકાતવાન બનશે, વિકાસ કરી શકશે એ જ આ સદ્ભાવના મિશનનો ઉદૃેશ છે એમ તેમણે જણાવ્યું હતું.
મને મારા અત્યાર સુધીના બાર ઉપવાસના તપમાં લાખો લોકોની સદ્ભાવનાના ઉમળકાથી હાથ મિલાવવાનું સદ્ભાગ્ય મળ્યું એમાંથી જ ગુજરાતની વિકાસ માટેની સેવા કરવાનું મને બળ મળ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
સૂરતને લઘુભારત તરીકે ઓળખાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરતમાં સદ્ભાવનાની શક્તિએ જ ભારતના વિવિધ પ્રાંતોના લોકોને ભાઇચારાથી આવકાર્યા છે.
છેલ્લા એક દાયકામાં ગુજરાતમાંથી હુલ્લડો, ચક્કાબાજી, કરફયૂ, હિંસા બધા દૂર થઇ ગયા. ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી છે એનું કારણ જ આ સદ્ભાવના, એકતાની તાકાત છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ સદ્ભાવના મિશનથી રાજકારણના આટાપાટા અને વોટબેન્કની રાજનીતિ ખેલવાની પળોજણ કરવી નથી, પરંતુ મારાને બદલે સારાના, ગુજરાતના ભલા માટે સદ્ભાવનાના માર્ગે હિન્દુસ્તાનને આવવું પડે એવું વાતાવરણ સર્જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કયાં સુધી વેર-ઝેર, કોમવાદ, જાતિવાદના ઝઘડાથી સમાજને કુસંપમાં રાખીને વોટબેન્કની રાજનીતિ કરશો ? અમારી મથામણ સૌને વિકાસમાં જોડવાની, સૌને સાથે લઇને ગુજરાતને દુનિયાની સમૃદ્ધ શક્તિરૂપે પ્રસ્થાપિત કરવું છે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. વિકાસ તમારો રસ્તો જ નથી, એટલે સદ્ભાવના મિશનની તાકાત સમજાશે જ નહીં એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસનો સી-કેપિટલ જ કરપ્શન છે. ભ્રષ્ટાચારથી રગેરગમાં ડૂબેલી કોંગ્રેસ પાસે સદ્ભાવનાની શક્તિ, એકતા, સંપની આશા કઇ રીતે રાખી શકાય ? એવા વેધક પ્રશ્નો સાથે તેમણે વિકાસ માટેના મંત્રને સાકાર કરવા, જનતા જનાર્દનના સત્યના સામર્થ્યને ગુજરાતને બદનામ કરનારાને જવાબ આપવાનો આ તપ-યજ્ઞ છે એમ તેમણે જણાવ્યું હતું.
સદ્ભાવના મિશન સૂરત અનશન નિમિત્તે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી રણજિતભાઇ ગિલીટવાળા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રફૂલ્લભાઇ પટેલ, શ્રી ઇશ્વરસિંહ પટેલ, મેયર શ્રી રાજુભાઇ દેસાઇ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોસ, ધારાસભ્યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાલા, નાનુભાઇ વાનાણી, કિરીટભાઇ પટેલ, શ્રીમતી ભારતીબેન રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.કે.દાસ, સૂરત પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાના, જિલ્લા કલેકટર શ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, શહેર/જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, ઉપવાસીઓ અને સૂરત શહેરના નગરજનો સદ્ભાવના મિશન અનશનમાં ઉપસ્થિત રહ્યા હતા.
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના ઉપવાસ તપનું જિલ્લા અભિયાન : સૂરત
લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની મુખ્યમંત્રીને દિલી શુભકામના
સૂરત સપૂત અને લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરતા જણાવ્યું કે, ગુજરાતના સપૂત એવા દ્રઢનિヘયી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદ્ભાવના મિશન અભિયાનનો ગૂઢાર્થ વિશાળ ફલક પર નિહાળવાની નિતાંત આવશ્યકતા છે. તેમણે સદ્ભાવના શબ્દનો વ્યાપક અર્થ સમજાવતા કહ્યું હતું કે, સદ્ભાવના સદ્ અસદ્, મંગલ અમંગલ, શુભ અશુભ વચ્ચે ઘેરાયેલી છે. અંતે તો સદ્નો જ વિજય નિヘતિ છે. તેમણે આપણું શુધ્ધ આચરણ એ જ આપણો મર્મ હોવાનું કહ્યું હતું.
તેમણે સૂરતની નગરી માટે તેમને અભિમાન, ગૌરવ હોવાનું જણાવી સ્વરચિત કાવ્યમાં કહ્યું હતું કે, આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત, આંખ છે તાપી નદી, એના જળનું નામ છે સૂરત, જન્મથી સદીઓથી મારા અન્નજળનું નામ સૂરત, મારા લોહીમાં ભળેલી પળનું નામ સૂરત !
તેમણે સૂરત પ્રત્યે પોતાના પ્રેમનું ઉદાહરણ આપતા ૧૯૯૦-૯૧માં સૂરતમાં સર્જાયેલી આપત્તિઓમાં લાખો માણસો હિજરત કરી ગયા હતા. તે સમયે તેમણે સૂરત છોડનારો હું છેલ્લો માણસ હોઇશ તેમ કહ્યું હતું.
તેમણે કવિ નર્મદને ભાવાંજલી અર્પી, તેમના પરિચિત પ્રતીકોનો ઉલ્લેખ કરી ‘પાઘડી રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરલી લાગણી' નામે મુલકના ક્ષેત્રફળનું નામ સૂરત, એમ જણાવી કહ્યું હતું કે, ગુજરાત દેશ વિશેની ચિંતન કલાની લાગણી, દેશાભિમાન ગુજરાતી ભાષાના નામે મૂલ્યવાન નામ એટલે સૂરત.
સદ્ભાવના મિશન, સૂરતમાં ૧ર૧ વિકલાંગ બાળકો ઉપવાસમાં જોડાયા
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સદ્ભાવના મિશનના એક દિવસીય ઉપવાસમાં શહેરની ધો-૧થી ૧રની વિકલાંગ શાળાના ૧ર૧ વિદ્યાર્થીઓએ ઉપવાસ કરી સદ્ભાવના વ્યક્ત કરી હતી. સૂરતના ઉમરા ખાતે આવેલી ડીસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના વિકલાંગ શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સંકુલના બાંધકામ માટે ફાળવેલી જમીનના કારણે સંકુલનું નિર્માણ થયું છે. જેની સદ્ભાવના વ્યક્ત કરવા બાળકો મુખ્યમંત્રીશ્રી સાથે એક દિવસના ઉપવાસમાં જોડાયા હતા. આ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને પદ્મ શ્રી પુરસ્કૃત કનુભાઇ ટેલરની રાહબર હેઠળ ચાલતી શાળામાં વિકલાંગ બાળકોને નિવાસીય અને ભોજન સહિતની શિક્ષણ સુધીની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
‘‘સદ્ભાવના મારી દૃષ્ટિ''એ પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન
સુરતઃ રવિવારઃ નર્મદનગરી ખાતે યોજાયેલા સદ્ભાવના મિશન કાર્યક્રમ દરમિયાન ૩૭ જેટલા લેખકોના સદ્ભાવના વિષય પર પ્રગટ કરેલા વિચારોનો સંપુટ ‘‘સદ્ભાવના મારી દૃષ્ટિએ'' નું વિમોચન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. ડૉ. દક્ષેશ ઠાકર અને ડૉ. મુકુલ ચોકસી સંપાદિત પુસ્તિકામાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા, કથાકાર શ્રી મોરારીબાપુ, ડૉ. રઇશ મણિયાર સહિત નામાંકિત લેખકોએ સદ્ભાવના શબ્દને ઓળખને અંકિત કરી છે. સંપુટમાં સદ્ભાવના એટલે રામરાજ્યનું પ્રથમ ચરણ, એવા સંખ્યાબંધ ઉદાહરણો દૃષ્ટાંત સાથે અપાયા છે. એકવાર વાંચી જઇએ તો માનવજીવન બદલાવનું નવું સોપાન ઉમેરાશે.
સૂરતના સદ્ભાવના મિશનમાં દિલ્હીનો લાલ કિલ્લો
સુરતઃ રવિવારઃ કલાકારની કલ્પના અશકયને પણ શકય બનાવી શકે તેની પ્રતીતિ સુરતના સદ્ભાવના મિશનમાં કલાકારો શ્રી ઇકબાલ કુરેશી અને અયાઝ કાદરીએ ઉપવાસી મુખ્ય મંત્રીશ્રીને આપેલી અદ્ભુત ભેટ દ્વારા કરાવી. આ કલાકારોએ એક પખવાડિયાની રાતદિવસની મહેનતથી કંડારેલી દિલ્હીના લાલ કિલ્લાની વિશાળ પ્રતિકૃતિ મુખ્યમંત્રીશ્રીને ભેટરૂપે અર્પણ કરી. આ ભેટ જોઇને મુખ્યમંત્રીશ્રીના ચહેરા પર પણ પ્રસન્નતા ઝલકતી જોવા મળી હતી.
સદ્ભાવના મિશન બન્યું સંઘપ્રદેશના મિલનનું મિશન
સુરતઃ રવિવારઃ ગુજરાતનું આર્થિક પાટનગર, ડાયમંડ નગરી, ઔદ્યોગિક અને વિકાસની નગરીની ખ્યાતિમાં આજે એક ઔર ઉમેરો થયો હતો. વીર નર્મદ નગરી મધ્યે યોજાયેલા સદ્ભાવના મિશનમાં વિવિધ પ્રાંતમાંથી સૂરતને કર્મભૂમિ બનાવી વસેલા લોકોએ પોતાની આગવી ઓળખ સાથે મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા પાઠવી એકતા, ભાઇચારાની સદ્ભાવના વ્યક્ત કરી હતી. પ્રતિવર્ષ શિયાળામાં રોજગારી અર્થે સ્વૅટર વેચવા આવતા સમાજે પણ ગુજરાતમાં શાંતિ, ભાઇચારાની સદ્ભાવના વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત બિહાર, પંજાબ, ઝારખંડ, તામિલનાડુ, કર્ણાટક, કેરળના અને સૂરતમાં વસતા સમાજે ભાતીગળ પહેરવેશ અને આગવી સંસ્કૃતિની ઓળખ સાથે મુખ્યમંત્રીશ્રી પ્રતિ સદ્ભાવના વ્યકત કરી હતી.
સદ્ભાવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના તપનું જિલ્લા અભિયાન સૂરત
સદ્ભાવના સાધક મુખ્યમંત્રીશ્રીનો પવિત્ર અને આરોગ્યપ્રદ શંખધ્વનિનાદ વચ્ચે ૨૮ રાજ્યોની સંસ્કૃતિક પરંપરાગત સત્કાર
સદ્ભાવના મિશન સૂરતના મંગળ પ્રારંભની સાથે સાથે..
સદ્ભાવના અણનમ સાધક મુખ્યમંત્રીશ્રીનું સૂરત મિશનના સ્થળે આગમન થયું ત્યારે દેશની એકમાત્ર શંખધ્વનિ કલબના સદસ્યોએ પવિત્ર અને આરોગ્યપ્રદ શંખનાદ દ્વારા અને દેશના ૨૮ રાજ્યોના સૂરતવાસીઓએ સંસ્કૃતિક પરંપરા પ્રમાણે ભાવભીનો સત્કાર કર્યો.
કેરળના દેવનૃત્ય તૈયમના નૃત્યકારોએ ચડંગ વાદ્યનો પવિત્ર નાદ રેલાવીને તેમને સત્કાર્યા
શાંતિપાઠ અને બાપુના વૈષ્ણવજનના ગીત ગુંજનથી સૌનો સાથ, સૌનો વિકાસની અનુભૂતિ કરાવતો સદ્ભાવના મિશનનો મંગળ પ્રારંભ
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, બૌદ્ધ, જૈન, પારસી સહિત સર્વ ધર્મના ધર્મગુરુઓએ શાંતિ પ્રાર્થના કરી અને મિશનને શુભેચ્છાઓ પાઠવી પ્રદર્શનની મુલાકાત દરમિયાન પોલીસ અશ્વદળે સલામી આપી હતી.
તુલસી કયારા, બીલી કયારા, પવિત્ર જવારા કળશો અને શ્રીફળ કુંભો દ્વારા બહેનોએ તેમને આવકાર્યા.
ભારતના સર્વપ્રથમ કર્નલ નીલા પંડિતે સલામી દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું.
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ સૂતરની આંટી અર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન કર્યું. બાર એસોસીયેશનના સદસ્ય ધારાશાષાીઓએ તેમને સત્કાર્યા.
કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાના આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય રમત મહોત્સવોમાં રમી ચૂકેલા સેંકડો ચંદ્રકોના વિજેતા અંશુલ કોઠારી, પૂજા ચૌરસિયા સહિતના રમતવીરોએ ખેલ મહાકુંભના પ્રેરણાદાતા મુખ્યમંત્રીશ્રીને વધાવ્યા.
સૂરતના મહાજનો, મંડળ, સંસ્થાઓના પદાધિકારીઓએ સદ્ભાવનાસભર શુભેચ્છાઓ પાઠવી.
ગુજરાતના જાણીતા રચનાકારોના ૩૭ સદ્ભાવના લેખોનો ‘ગ્રંથસ્થ', ડૉ.મુકુલ ચોકસી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર સંપાદિત સંપુટનુ મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સદ્ભાવનાનો શુભ સંદેશ આપતા સૂત્રો લખેલું ૬૫૦ ફૂટનું લાંબુલચક બેનર પ્રદર્શિત કર્યું હતું.
પોતે બોજો ઉપાડીને લોકોને ભારમુકત રાખનારા સૂરત રેલવે સ્ટેશનના ૧૫૦ શ્રમયોગી કુલીભાઇઓએ પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું. નેપાળવાસીઓ પણ તેમાં જોડાયા. સાધના રાવના સંકલનથી દેશના ૨૮ જેટલા રાજ્યોના અને સુરતમાં વસતા નાગરિકોએ હૃદયના ભાવથી અનશનધારક મુખ્યમંત્રીશ્રીને દિલના ઉમળકાથી વધાવી લીધા.
શહેરના કલાકુંજ સ્વામીનારાયણ મંદિરના ૩૫૦૦ સ્વયંસેવકોએ મુખ્યમંત્રીશ્રીએ સદ્ભાવના મિશનની શુભેચ્છાઓ પાઠવી હતી.
સદ્ભાવના અનશન મિશન નિમિત્તે ૩૦૦૦ ભૂખ્યાંને આગલા દિવસે સદ્ભાવના ભોજન.
૨૦૦૦ રાજસ્થાની નાગરિકો કેસરી સાફા બાંધીને સદ્ભાવના ઉપવાસમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી.
ચાઇનામાં અટકાયત કરાયેલા મુકત થયેલા બંધકો અને પરિવારજનોની શુભેચ્છા ઉપસ્થિતિ.
સદ્ભાવના મિશન અનસનમાં વિકલાંગો પણ વ્હીલચેરમાં બિરાજી પોતાના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રીએ નિહાળવા આવ્યા હતા.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતમાતા સમક્ષ દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું. શંખનાદથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને પાવનમય બન્યું હતું.
સદ્ભાવના મિશન પ્રસંગે સર્વધર્મ પ્રાર્થનામાં શાષાીશ્રી બકુલભાઇએ વૈદિક મંત્રોચ્ચાર, ઇસ્લામ ધર્મના મૌલાના મહંમદ મોસીન સાહેબ, શીખ ધર્મના ગુરુશ્રી અમરસિંહએ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુશ્રી હીરાલાલ બૌદ્ધ ધર્મના ગુરુ જૈન ધર્મના મહારાજ ભુવન હર્ષજીએ તથા પારસી ધર્મના દસ્તુરજીએ ગુજરાતના વિકાસ સાથે દેશના વિકાસ માટે સર્વધર્મ પ્રાર્થનાઓ કરી.
૭૮૦ સામાજિક સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, મહિલા યુવક મંડળો, સિનિયર સિટીઝન, સિંધિ એસોસિયેશન, કારગીલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, વિવિધ સમાજો, કચ્છ-સૌરાષ્ટ્ર સમાજ, સખી મંડળો, શાળાઓના છાત્રો, દેશના શૌર્યવીર એવા માજી સૈનિકો દ્વારા પુષ્પગુચ્છ માળાઓ અને સાલ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.
બક્ષીપંચના યુવાનો દ્વારા વંદેમાતરમ્ અને ભારત માતાકી જયના નારા સાથે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન.
સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના રાષ્ટ્રસુકત ગાનાર બટુકોએ સંપૂર્ણ ભારતીય પરિવેશમાં પિતાંબરી ખેસ ખભે નાખી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
શાંતિદૂત મહિલા મંડળ અને લક્ષ્મી સખીમંડળ દ્વારા વિશાળ ત્રિરંગાનું મુખ્યમંચ પરથી નિદર્શન.
વિવિધ જ્ઞાતિ સમૂહોના ૪૮૦ જેટલા મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું સદભાવી ઉષ્માસભર અભિવાદન કર્યું હતું.
સૂરત ડાયમન્ડ ઉદ્યોગના માંધાતાશ્રી સેવંતીલાલ શાહ, ગોવિંદભાઇ ધોળકિયા તથા મથુરભાઇ સવાણીએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું.
સરસ્વતીપુત્ર સાક્ષર અને તાપી મૈયાનો ખોળો ખુંદનાર સારસ્વતશ્રી ભગવતીપ્રસાદ શર્માએ મનનીય અને પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ ૧૨૫૦૦ જેટલા પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.
૭૦૦ સંસ્થાના અગ્રણીઓ, ૧૫૦ જેટલા મેડલ મેળવનાર રમતવીરો, ૫૦૦ રિક્ષા ચાલકો, માલધારી સમાજના ૧૦, માછીમારી સમાજના ૧૦૦, ૫૭૦ જેટલા વિવિધ ગ્રૂપો, ૫૦૦ તબીબો અને ૫૦૦ જેટલા એન.સી.સી. કેડેટોએ મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા.
મહાત્મા અને ભારતમાતાની વેશભૂષામાં સજ્જ બાળક-બાળકી આકર્ષણનું કેન્દ્ર બન્યાં.
મુખ્યમંત્રીશ્રીને પદ્મશ્રી કનુભાઇ ટેલરે સન્માનતા ઉપવાસ કરતા સદ્ભાવના મિશનમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રીને વીસ જેટલા રીટાયર્ડ લશ્કરી અધિકારીઓ/ જવાનોએ પોતાના મેડલ લગાડી સન્માન્યા હતા.
નેપાળ સહિત ૨૮ જેટલા પ્રાંતના કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણીનિધિમાં લાખોના દાનનો ધોધ દાતાઓને ચેક દ્વારા વહેવડાવ્યો હતો.
ઉત્તર ગુજરાતના સર્વાજ્ઞાતિય પ્રગતિમંડળ, રબારી સમાજ, કેમિસ્ટ એસોસીએશનના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ, રાજસ્થાન સમાજ, અગ્રવાલ સમાજ સહિતના વિવિધ સમાજના લોકોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
કેરળથી અત્રે વસતા કેરાલિયન ભાઇઓના ગ્રૂપે કથ્થકલી નૃત્યની ઝલક રજૂ કરી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન સન્માન કર્યું.
મા સદૈવ હ્દયમાં જીવે છે ! મા નું મરણ શકય નથીઃ- શ્રી ભાગ્યેશ જહા
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘જે રાહ જુએ છે તે મા' અને ‘કેફિયત' પુસ્તકનું લોકાર્પણ
અમદાવાદઃરવિવારઃ સાહિત્ય જગતમાં લેખનમા પગરણનો પ્રારંભ કરતા લેખક શ્રી અશોકભાઇ દામાણી લિખિત બે સંસ્મરણાત્મક પુસ્તક ‘જે રાહ જુએ તે મા' અને ‘કેફિયત' નો લોકાર્પણ સમારોહ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયો હતો.
સમારોહના અતિથિ વિશેષપદેથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવશ્રી અને સાહિત્યકારશ્રી ભાગ્યેશભાઇ જહાએ કલા રસિકોને જણાવ્યું હતું કે, આધુનિકયુગમાં પત્રો પર પૂર્ણવિરામ મુકાયું છે ત્યારે સંસ્મરણાત્મક પત્ર વ્યવહારના પુસ્તકો લખવા એ મોટુ અભિનંદનીય સાહસ છે લેખકે ‘જે રાહ જુએ તે મા' માં સ્વર્ગમાં ગયેલી મા સાથેના શબ્દાતિત સંવાદને સાથે સફળતાથી પાર પાડયો છે. કર્મયોગી અશોકભાઇએ કેફિયત માં લેખકની પરકાયા પ્રવેશની અનૂભૂતિને સુપેરે રજુ કરી છે.
આ પ્રસંગે શ્રી ભાગ્યેશભાઇ જહાએ પુસ્તકોનો રસાસ્વાદ કરાવતાં પોતાના ‘‘મા'' વિશેના કાવ્યને રજૂ કરતા જણાવ્યું હતું કે, મા સદૈવ હ્વદયમાં જીવે છે મા ક્યારેય મરે જ નહિ !
ગુજરાતી ગઝલના ગાલિબ ‘ઇર્શાદ' ચિનુભાઇ મોદીએ પ્રાસંગિક વકતવ્યમાં, મા ના વ્હાલ, વેદના, સંવેદનાની વાતો મા માટેની લાગણીઓને રજૂ કરતી રચનાઓ દ્વારા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રેમમાં રાહ જોનાર નફરત અનુભવે છે પરંતુ માત્ર ‘‘મા'' જ રાહ જોવામાં દરિયાદિલી રાખે છે.
વિનોદવૃતિના ધોધસમા હાસ્ય લેખક શ્રી વિનોદભાઇ ભટ્ટે સાહિત્ય રસિકોને હાસ્યની છોળોમાં ભીંજવીને પુસ્તક સંદર્ભે સૌને રસભીના કર્યા હતા.
લેખકશ્રી અશોકભાઇ દામાણીએ પોતે બાસઠ વર્ષની વયે લખેલા સંસ્મરણાત્મક પુસ્તકો વિશે જણાવ્યું હતું કે, ‘‘મા''ની લૌકિક વિદાયબાદ મા વિનાના સૂના ઘરમાં હ્દયની લાગણીનો ધોધ વહે છે ત્યારે રચાએલા આ પુસ્તકોથી રસિક વાચકો મા ની ભાવનાત્મક લાગણીઓમાં ડૂબશે.
સમારોહમાં લોકાર્પિત બંને પુસ્તકોનો રસાસ્વાદ સર્વશ્રી પરેશભાઇ નાયક, ભરતભાઇ ઠકકર અને જીગીષાબેન ત્રિવેદીએ નાટયાત્મક શૈલીમાં રજૂ કર્યો હતો. જેને રામ નારાયણ વિશ્વનાથ પાાઠક હોલમાં બેઠેલા સાહિત્ય રસિકોએ મનભરી માણ્યો હતો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)











